સવારના 6 વાગ્યા છે. દહીંસરમાં સ્ટેશન નજીકની ચાલમાં અવર - જવર શરૂ થઈ ગઇ છે. લોકલ ટ્રેનનો અવાજ પિયાની ઊંઘ ઉડાડે છે. પિયા માટે આ શહેર, આ લાઈફ-સ્ટાઇલ બધું નવું છે. પિયા ઝડપથી ફ્રેશ થવા જાય છે પણ આ તો મુંબઈની ચાલ ત્યાંતો સવારે નાહવા-ધોવા પણ લાઈનમાં ઉભું રહેવું પડે. પિયાએ લાઈન જોતા જ એક નિસાસો નાખ્યો અને વિચાર્યું કે આવતી કાલથી 5.30 વાગ્યે ઉઠવું પડશે. ફ્રેશ થયા પછી પિયા ફટાફટ શ્રી- નાથજીની મૂર્તિના દર્શન કરે છે અને સ્ટેશન તરફ જવા નીકળે છે.
હજી તો એ રોડ ક્રોસ કરે ત્યાંં જ ધોધમાર વરસાદ ચાલુ થયો. પિયા હજી કંઈ વિચારે એ પહેલાં તો એ પલળી જાય
છે. પિયા એકદમ અકળાય જાય છે અને એક મિનિટ માટે કોલેજ જવાનું માંડી વાળે છે. વળી વિચારે છે કે આજે કોલેજનો ફર્સ્ટ ડે છે તો જવું જ જોઈએ. એ ભીના કપડે જ લોકલ ટ્રેનમાં બેસે છે અને કોલેજ જવા નીકળે છે.
આ બાજુ રાજ ગેંગ શિકાર માટે રાહ જુએ છે કે જે પહેલું 8 વાગ્યે ગેટમાંથી આવશે એ તો ગયો જ સમજો. પિયા બે ટ્રેન બદલાવી વિલે પાર્લે સ્ટેશન ઉપર ઉતરે છે. 7.45 વાગી ગયા હતા. એ ઝડપથી ચાલીને બધાને રસ્તો પૂછતી પૂછતી કોલેજ પહુચે છે.
અહીં માહી જે મુંબઇમાં જ ઉછરેલી પણ મધ્યમ વર્ગીય પરિવારની સાધારણ છોકરી બરાબર 8 વાગ્યે કોલેજના ગેટમાં પ્રવેશે છે અને રાજ ગેંગ એને ઘેરી વળે છે. સારા અને અવની તાળી પાડતા બોલે છે અરે વાહ તો આ છે આપણી જુનિયર એમને..માહી થોડી ડઘાઈ જાય છે, અને બસ 'please let me go, I am getting late ' એવું કહે છે, ત્યાં મિલન કહે છે just chill baby, જવા તો દઈશું પણ
અમારી એક શરત છે જે તારે પુરી કરવી પડશે. માહીના કપાળ ઉપર પરસેવાના ટીપા બાઝી જાય છે. કોલેજ રેગીંગ વિશે એણે ઘણી વાર સાંભળ્યું હતું પણ પોતે જ પહેલા દિવસે એનો ભોગ બનશે એવું એણે વિચાર્યું ન હતું.
રાજ પોતાની હીરોગીરી બતાવતા કહે છે કે તું એક છોકરી છે તો તારી પાસે કોઈ સ્ટંટની અપેક્ષા તો રાખી જ નહીં શકાય તો શું કરાવીશું ફ્રેન્ડ્સ? મિલન કહે છે, એક છોકરી છે માટે એની પાસે શુ કરાવવું એ સારા અને અવનીને નક્કી કરવા દઈએ. અવની કહે છે એક ગીત ગાવાનું કહીયે. સારા કહે છે એ તો બહુ ઇઝી ટાસ્ક છે. એક કામ કરીએ ગીત પણ એ ગાશે અને ડાન્સ પણ એ જ કરશે. અને આ વાતમાં બધા મેમ્બર્સ અગ્રી થાય છે.
માહી બે હાથ જોડી કરગરે છે કે please મને જવા દો. મને ડાન્સ નથી આવડતો. આખી રાજ ગેંગ એની વાત નો સાંભળ્યા જેવી કરીને એને ડાન્સ કરવા ફોર્સ કરે છે. એને ચારેય બાજુથી ઘેરી લે છે.
અહીં પિયા ગેટ પાસે ઉભી ઉભી 5 મિનિટથી આ બધું જોઈ રહી હોય છે. એ પણ જુએ છે કે બીજા સ્ટુડન્ટસ ઉભા ઉભા તમાશો જોઈ રહ્યા છે પણ કોઈ એ છોકરીની મદદ કરવા કેમ નથી જતું ? એ તેની બાજુમાં ઉભેલા એક છોકરાને આ વિશે પૂછે છે તો એ છોકરો કહે છે, આ રાજગેંગ છે એના કોઈ ભી મામલામાં વચ્ચે ન પડાઈ બાકી આપણાં હાથ બળી જાય. પિયા એ છોકરીની જગ્યાએ પોતાને રાખીને વિચારે છે કે એ છોકરીની હાલત શુ હશે ?
એ વિચારે છે કઈ રીતે એ છોકરીની મદદ કરવી? અને અચાનક એને એક આઈડિયા આવે છે અને એના ચહેરા પર મુસ્કાન આવી જાય છે......
...........................................................................
શુ હશે પિયાનો આઈડિયા?શુ એ માહીને બચાવી શકશે કે પોતે પણ ફસાઈ જાશે ? જાણવા માટે વાંચતાં રહો પ્રણય ચતુષ્કોણ ભાગ 3.
મિત્રો ભાગ 2 રિલીઝ કરવામાં ઘણું મોડું થયું એ માટે સોરી.
ભાગ 3 જલ્દી થી જલ્દી રિલીઝ થાય એ માટે પ્રયત્ન કરીશ.