Pranay chatuskon - 3 books and stories free download online pdf in Gujarati

પ્રણય ચતુષ્કોણ - 3

પિયા માહીને બચાવવા માટે એક પ્લાન કરે છે અને અચાનક જમીન પર પડવાનું નાટક કરે છે , ' oh ! How dare you to push me? કોલેજમાં કોઈ નવી છોકરી સાથે આમ બીહેવ કરાય? તું મને ઓળખતો નથી, હું પણ આ વાતનો બદલો લઈશ' આમ કહી બાજુમાં ઉભેલા છોકરાને તતડાવી નાખે છે , અને મેદાનમાં જમા થયેલી બધી ભીડનું ધ્યાન એ તરફ આકર્ષિત થાય છે. આ વચ્ચે પિયા માહી ને તકનો લાભ ઉઠાવવા ઈશારો કરે છે. માહી એ સમજી જાય છે અને ઝડપથી ત્યાંથી નીકળી જાય છે. આમ પિયા પોતાનું મિશન પાર પાડવામાં સફળ રહે છે. એ પોતાના કપડાં વ્યવસ્થિત કરતી ઉભી થાય છે અને એ છોકરાને કહે છે એ વખતે તો તને જવા દઉં છું પણ બીજી વાર  આવું કાઈ થશે તો છોડીશ નહીં તને અને ત્યાંથી એ નીકળી જાય છે. પિંક ચુડીદાર સલવાર વાળો ડ્રેસ, ખુલ્લા વાળ, કપાળ પર પિંક ઝીણો ચાંદલો, કોઈ પણ જાતનો મેકઅપ નહીં છતાં એકદમ ખુબસુરત લાગતી એ સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે ત્યાંથી જાય છે અને આખી કોલેજ એને જોઈ રહે છે.

એના ગયા પછી રાજ ગેંગને ખબર પડે છે કે, માહી તો ક્યારની એમના સકાંંજા માંથી છૂટીને ભાગી ગઈ છે અને એમને આટલા વખતમાં પહેલી વાર પોતે છેતરાયાનો એહસાસ થાય છે અને ગેેંગના બધા મેમ્બર્સ ધુઆપુઆ થાય છે. રાજને એ સમજતા વાર ન લાગી કે આ બધું કરવા વાળી એ પિંક ડ્રેસ વાળી છોકરી જ છે. રાજ એની ગેંંગનેે આ વિશે કહે છે અને બધા ત્યારે જ નક્કી કરે છે કે કોઈપણ રીતે એ છોકરી સાથે બદલો લેવો અને એ પણ ત્યાં સુધી કે એ આ કોલેજ છોડીને જવા મજબુર થઇ જાય.

અહીં 8:15 એ પહેલો લેકચર શરૂ થાય છે અને બધા કલાસરૂમમાં પહોંચે છે. ક્લાસમાં પણ પિયા પોતાનું ઇન્ટ્રોડકશન આપીને બધા અધ્યાપકોનું અને સહધ્યયાયીઓનું દિલ જીતી લે છે. પહેલા દિવસે જ એ પોતે આ કોલેજમાં એડમિશન માટેની પ્રબળ દાવેદાર હોવાની સાબિતી આપે છે. 

2 લેકચર પછી બ્રેક પડે છે અને માહી  પિયાને મળવા આવે છે. એ પિયાને thanks કહે છે અને કહે છે ખબર નહીં આજે પિયા ન હોત તો તેનું શું થાત ? પિયા એને હિંમત આપે છે અને કહે છે આમ ડરવાનું નહીં એ લોકોનો સામનો કરવાનો. બનેં ફ્રેન્ડ્સ બની જાય છે. ત્યાંજ અચાનક માહી યાદ કરાવે છે કે એ બંનેએ જઈને પેલા છોકરાને મળવું જોઈએ જેને વગર વાંકે પિયાએ ઝાટકી નાખ્યો હતો. બંને તેને ગોતે છે પણ એ મળતો નથી. પિયાએ સવારનું કંઈ ખાધુ ન હતું, એને બહુ જ ભૂખ લાગી હતી માટે બંને કેન્ટીન જાય છે.

બંને ત્યાં બેસી અને વેફર્સ અને બિસ્કીટ્સ ખાય છે ત્યાંજ પાછળથી અવાજ આવે છે , 'હાઈ મિસ. પિયા પરીખ' પિયા અને માહી પાછળ જુએ છે તો એ જ છોકરો હોય છે જેને પિયા અને માહી ગોતતા હતા. એ કહે છે ' I am Karan' .
પિયા તરત જ ઉભી થાય છે અને કહે છે ' I am sorry'. કરણ કહે છે અરે ના સોરી કહેવાની જરૂર નથી પણ હું તો તમને શાબાશી આપવા આવ્યો છું કે આજે પહેલી વાર કોઈએ રાજ ગેંગને વળતો જવાબ આપ્યો છે અને હું એ માટે ખુશ છું. By the way હું B.Sc Physics 2nd year માં છું. કોઈ ભી કામ હોય તો હું fx ડિવિઝનમાં  છું. અને એ shake hand કરીને જવા નીકળે છે ત્યાં જ રાજ ગેંગ એ ત્રણેયને ઘેરી વળે છે અને કટાક્ષમાં તાળીઓ પડે છે....
..............
હવે આગળ શું થશે ? રાજ ગેંગ આ ત્રિપુટીની શુ હાલત કરશે? જાણવા માટે વાંચતા રહો પ્રણય ચતુષ્કોણ- 4

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED