પ્રણય ચતુષ્કોણ - 4 Ekta Chirag Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રણય ચતુષ્કોણ - 4

કરણ , માહી અને પિયાને રાજ ગેંગ ઘેરી વળે છે અને પહેલા સારા માહીને કહે છે, આજે તું બચી ગઈ પણ ડાન્સ તો તારે કરવો જ પડશે. Just wait and watch. મિલન કારણને કહે છે કેમ અલ્યા ?? આજે એક છોકરીના સાથથી તને અમારો સામનો કરવાની હિંમત આવી ? એને શુ કહેવાય ખબર છે ? બાયલો....હા..હા...હા... અને આખી ગેંગ જોર જોર થી હસે છે.... અને રાજ પિયાને કહે છે તો મિસ. પિયા પરીખ, માન ગયે તુમકો..પહેલી વાર કોઈએ મને છેતર્યો છે..ભુલિશ નહીં હું....I think તું ગુજરાતથી આવી છો તો તને ત્યાં પાછી ન મોકલું તો મારું નામ પણ રાજ નહીં...એમ કરી જોરથી પિયાનો હાથ પકડી અને કહે છે..promise.. અને બધા ત્યાંથી ચાલ્યા જાય છે. પિયા, માહી અને કરણ સહેમીને એકબીજાની સામે જોતા રહે છે. બેલ પડે છે અને બધા પોતપોતાના ક્લાસમાં જાય છે.
1 વાગ્યે બધા છૂટે છે અને ફરી માહી અને પિયાનો રાજ ગેંગ સાથે આમનો સામનો થાય છે. માહી ડરથી ધ્રૂજે છે અને પિયા એને કહે છે આ તો હવે રોજનું રહેવાનું જ છે આમ કરીશ તો ક્યાંથી ચાલશે ? એમ કહી એ માહીનો હાથ પકડી તેને બહાર સુધી લઈ જાય છે. બંને ફોન નંબરની આપ-લે કરે છે. અને પોતપોતાના ઘરે જવા નીકળે છે.

માહી ફરી બે ટ્રેન બદલાવીને  દહીંસર પહોંચે છે. રૂમ પર પહોંચી ફ્રેશ થઈ પોતાના માટે રાઈસ બનાવે છે અને જમે છે. પછી એના ઘરે ફોન કરે છે અને મમ્મી સ્મિતા બહેન સાથે વાત કરે છે. આજે તેનો કોલેજનો પહેલો દિવસ હતો એટલે સ્મિતા બહેન તેને બધું જ પૂછે છે. સ્મિતા બહેન પિયા માટે બેસ્ટ ફ્રેન્ડ હતા માટે પિયાએ આજે જે કંઈપણ બન્યું એ સ્મિતા બહેનને જણાવી દીધું. સ્મિતા બહેને પિયાને શાબાશી આપી પણ સાથે સાથે રાજ ગેંગથી દૂર રહેવાની શિખામણ પણ આપી. પછી પિયા પપ્પા રસિકભાઈ સાથે વાતો કરે છે.  પિયા સ્મિતા બહેન અને રસિકભાઈનું એક માત્ર સંતાન. ગુજરાતના નડિયાદમાં જન્મેલી અને ઉછરેલી પિયા પહેલી વાર મમ્મી પપ્પાથી દૂર મુંબઇ ભણવા આવી હતી. આજ સુધી ક્યારેય છૂટી પડી ન હતી પરંતુ એ સારી હિમ્મત દાખવીને જેટલી સ્ટ્રગલ કરવી પડે એટલી કરીને કંઈક કરી દેખાડવાના ઈરાદા સાથે મુંબઇ આવી હતી. રસિકભાઈ અને સ્મિતા બહેનનું જરા પણ મન ન હતું આ રીતે પિયાને એકલી મોકલવા માટે પરંતુ પિયાએ બંનેને સમજાવ્યા અને કહ્યું કે 12th સુધી હું અહીંયા તમારી સાથે જ રહી અને ભણી. હવે મારુ રિઝલ્ટ પણ સારું આવ્યું છે તો મારે સારામાં સારી કોલેજમાં ભણવા જવું છે અને મારું અને તમારું ફ્યુચર સારું બનાવવું છે. આમ પિયા એના મમ્મી અને પપ્પાને મનાવે છે. પિયાના ઘરની આર્થિક સ્થિતિ સારી હતી તો જો એ ધારત તો મુંબઈમાં કોલેજ નજીક સારા ફ્લેટમાં પણ રહી શકી હોત પણ પિયા ખોટા ખર્ચ કરવામાં માનતી ન હતી. એ જીવવા માટે જરૂરી હોય એટલો જ ખર્ચ કરવામાં માનતી. રસિક ભાઈએ કહ્યું પણ હતું કે મુંબઈની લોકલ ટ્રેનની મુસાફરી તને નહીં ફાવે અને આવવા જવામાં પણ તારો સમય બગડશે.પણ પિયાએ કહ્યું મને બધું ફાવી જશે હું બને એટલો ઓછો ખર્ચ કરવા માગું છું. આમ પિયા દહીંસરમાં જ રૂમ રાખીને રહે છે.

અહીં રાજ ઘરે પહોંચીને રાતે ફ્રેશ થઈને પોતાના રૂમમાં સુવે છે. હેડ ફોન લગાવી મ્યુઝિક સાંભળે છે..પણ હરિફરીને તેની સામે આજનું દ્રશ્ય આવી જતું હતું. એને પિયાનો ચહેરો દેખાઈ છે અને એની વાતો યાદ  આવે છે અને પોતાની જાત પર જ  ગુસ્સો આવે છે. આજે પહેલી વાર કોઈ છોકરીએ તેને માત આપી હતી. એ બસ આખી રાત પડખા ફરતો રહે છે અને વિચારે છે કેમ પિયાને સબક શીખવવો ??
..........................................................
શુ થશે આગળ ? રાજ કઈરીતે બદલો લેશે ? જાણવા માટે વાંચતા રહો...પ્રણય ચતુષ્કોણ -5.