ટ્રુથ બિહાઇન્ડ લવ - 17 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટ્રુથ બિહાઇન્ડ લવ - 17

પ્રકરણ-17

ટ્રુથથ બિહાઇન્ડ લવ

મેકવાને અનારનાં ફોનમાં પાછા ફોટાં અને વીડીયો મોકલાવ્યા અને અનારનો કાપો તો લોહીના નીકળે એવી સ્થિતમાં આવી ગઇ અત્યાર સુધી નીલમનાં ફોટાં અને વીડીયો જોઇ રહેલાં હવે પોતાનાં.. જોકે નીલમ જેવા નહોતાં પણ... અનાર ખૂબ જ ડીસ્ટર્બ થઇ ગઇ.

નીલમની મંમીએ દરવાજો ખટખટાવ્યો અને ખોલવો પડયો નીલમ અનાર સ્વસ્થ થવા પ્રયત્ન કર્યો. સ્તુતિએ કહ્યું "આંટી ચિંતાના કરો બધુ બરાબર છે બસ થોડી કોફી પીવરાવશો ?

નીલમની માતા છાયાબેન કહ્યું હા હમણાં બનાવી લાવું છું પણ છોકરીઓ દરવાજો બંધ ના કરશો હું હમણાં આવું જ છું. જેવાં છાયાબેન ગયાં અને અનારે ફોન ચાલુ કરીને ગેલેરીમાંથી ફોટાં અને વીડીયો બતાવ્યાં. નિલમે જોયું કે એનાં જેવાં નથી પણ બિભત્સતો છે જ. શ્રુતિ અને સ્તુતિએ જોયાં અને જાણે બંન્ને જણાની જીભ જ સીવાઇ ગઇ.

અનારથી ડુસકુ નંખાઇ ગયું. એ બોલી ઉઠી બોલ આ માણસે કેવો દગો કર્યો છે. હું તો સાવ હળવાશથી બધું લેતી હતી અમે જ્યારે સાથે હતાં ત્યારે અમારાં પ્રેમ કરતાં ઘણાં ફોટાં લેતો હું વિરોધ ના કરતી પણ... અમુક ફોટાં વિડીયો મારી જાણ બહાર લીધાં છે એણે.

"જે સમયે આ ફોટાં વિડીયો લેવાયાં છે એ ઘણાં ને હું અંગત સમજતી એનાં માટે પ્રેમ હતો અને પ્રેમમાં આવી ક્ષણો આવવી નવાઇ નથી એ ઇનોસન્સમાં લેવાયેલી કલીપ અત્યારે સંબંધ તૂટયા પછી બ્રેકઅપ પછી કેટલી ગંદી નગ્ન અને ચીડ આપનાર લાગે છે મારી જાણ બહાર ઉતારેલી કલીપોથી હવે મને બ્લેકમેલ કરશે ? હું એને છોડીશ નહી.

શ્રુતિ અને સ્તુતિ બંન્ને જણાં અનારને જોઇ રહ્યાં સમજી રહ્યાં. આધુનિક અને બોલ્ડ લાગતી અનારનું આજે સ્વરૂપ જાણે જોઇ રહ્યાં હતાં. અને સાવ ઘરરખુ શરમ અને મર્યાદામાં રહેતી જણાતી નીલમનું વરવુ અને ગંદુ રૂપ જોવા મળ્યું હતું.

સ્તુતિથી બોલ્યા વિના ના રહેવાયું એણે કહ્યુ સમય સંજોગ... પ્રેમ...વાસના, લાલચ, સમપર્ણ, વિશ્વાસ દગો બધી લાગણીઓ અને સ્વરૃપ આમાં જોવા મળે છે. આમાં હવે રસ્તો શું કરવો ?

લો છોકરીઓ તમારાં માટે કોફી એમ બોલતાં છાયાબેને રૂમમાં પ્રવેશ કર્યો. અને સ્તુતિએ ઉભા થઇને એમનાં હાથમાંથી ટ્રે લઇ લાવી અને બધાની સામે કોફીનાં મગ ધર્યા. વધારે કોફી લીધી અને સ્તુતિએ પોતાનો મગ લઇને ટ્રે બાજુમાં મૂકીને શાંતિથી બેઠી.

શ્રૃતિ બોલી "થેંક્યુ આંટી... કોફી ખૂબજ સરસ બનાવી છે એક સીપ લેતાં કહ્યુ. છાયાબેન પૂછ્યું પણ તમે લોકો શું વાતો કરતાં હતાં ? નીલમને શું થયું છે ? કંઇ ચિંતાજનક નથી ને ? બધાએ એકબીજાની સામે જોયુ અને થોડીવાર શાંત રહ્યાં. અને સ્તુતિ બોલી ? આંટી એવી કોઇ ચિંતા ના કરશો એનો એની ઓફીસમાં બધાં પોલીટીક્સ રમવાનાં શરૃ થયાં છે અને નીલમને વધારે રોકાઇને કામ કરવાં પડે છે અને એનો કલીગ એને થોડો હેરાન કરે છે બીજું કાંઇ નથી. અમેં લોકો છીએ ને... બધું જ ઓકે.. કરી દઇ તમે નિશ્ચિંત થઇ જાવ.

નીલમની મંમીએ કહ્યું "તો મને કહેવાય નહીં એ કંઇ બોલે નહીં ચાલે નહીં આખો દિવસ રૂમમાં ભરાઇ રહે છે મને કેવી રીતે ખબર પડે ? કંઇ કહે તોય આપણે કંઇક વિચારીએ હું મોટીને વાત કરતને... એની ઓળખાણમાં જ નોકરી મળી છે. એમણે નીલમને ઉદ્દેશીને પૂછ્યું "કેમ તું કંઇ કહે નહી. મોટીને વાત કરી છે તે ? કંઇ તું બોલે નહીં તો કેટલી ચિંતા થાય છે મને... એમ કહીને એમણે આંખમાં આવેલાં આંસુ એમની સાડીનાં છેડાથી લૂછ્યા.

સ્તુતિ કહે, આંટી તમે ચિંતા ના કરો... મોટીને હમણાં ટેન્શન ના આપશો અને લોકો છીએ ને.. બધુ સરખું થઇ જશે તમે નીલમની ચિંતા જ છોડીદો.

છાયાબેને કહ્યું "અનાર દીકરા તું પણ આટલી ઢીલી કેમ દેખાય છે ? તને શું થયું ? તમે છોકરીઓ ઢીલી હોવ છો ને મને ખૂબ જ ચિંતા થાય છે અત્યારે સમય એવો ચાલે છે અને તમારે બહાર નીકળીને કામ કરવું પડે બધે જવું આવવું પડે અમારાં સમય જેવું થોડું છે ? ઘરમાં જ પડ્યા રહેવાનું તમે કામ કરો પણ ધ્યાન રાખો હું ટીવી પર બધાં પ્રોગ્રામ જોઊં છું કેવું કેવું બને છે બધું મારાથી તો જોવાતું નથી તમારા જેવી નાની નાની છોકરીઓ ફસાવે છે એ લોકો સાથે કેવું કેવું કરે.. છોડો મારે વધારે નથી બોલવું પણ હંમેશાં ધ્યાન રાખજો કોઇ કૂંડાળામાં પગ ના પડી જાય.. આપણે નહીં પ્હોચી વળીએ..

"આમ પૈસાની જરૂરત ના હોય તો આ છોકરીઓનો પગ ઘરમાંથી બહાર કાઢવા ના દેત. છોકરો સ્વાર્થી નીકળ્યો અને બાપ.. સિધાવી ગયો. હું શું કરું આ ઘરની જવાબદારીઓનાં કારણે મજબૂર છીએ છોકરીઓને બહાર કામ કરવા મોકલવી પડે છે. મોડાં સુધી ઘરે પાછી આવે નહીં તો કળીએ કળીએ જીવ કપાય છે. હું હવે થાકી છું ક્યાં સુધી આવા દિવસો રહેશે ? ક્યારે શાંતિ મળશે ? આમ બોલતાં બોલતાં નસીબને દોષ દેતાં રડવા લાગ્યા.

સ્તુતિ સાથે બધીજ છોકરીઓની આંખોમાં આંસુ આવી ગયાં આંટીની પીડા અને માનસિક સ્થિતિ જાણીને ખૂબ જ દુઃખ થયું નીલમે કહ્યું "સોરી માં અમારાં લીધે તને ખૂબ ચિંતા રહે છે... દુઃખ પડે છે.. સોરી માં સોરી.. નીલમ અને આંટીની આંખોમાં આંસુ સમાતાં નહોતાં...અનારને પોતાની સ્થિતિ અને થયેલાં સંજોગોએ વધુ રડાવી.. એની મોમ જાણશે તો એનાં ઉપર પસ્તાળ પડશે એને પણ હીબકું આવી ગયું.

છાયાબેને કહ્યું બધા કોફી પી લો શાંતિથી મને ચિંતા થઇ એટલે પૂછવા આવી. તમે લોકો બેસો હું સાંજની રસોઇની તૈયારી કરું.

શ્રૃતિ કહે સવારથી ક્યારે સાંજ પડી ગઇ ખબર જ ના પડી. આંટીનાં ગયા પછી સ્તુતિએ ફરીથી દરવાજો ધીમે રહીને બંધ કર્યો. અનારે કહ્યું "આનો વિકલ્પ મને એક જ લાગે છે કે મેકવાન અને એની ટોળકી જેમાં નીલમનો સર બધા જ જે ષડયંત્રમાં સમાયેલા છે એ લોકોને પાઠ ભણાવવો પડશે ક્લીપ અને ફોટાં ડીલીટ કરાવવા પડશે નહીતર આ લોકો તો આપણી આબરૃ લેશે જીંદગી બરબાદ કરશે.

શ્રૃતિએ કહ્યું "નીલમ તેં તારી અંગત પળો જે વિતાવી છે એનાં ફોટાં વીડીયો કંઇ લીધા છે ? કોઇએ ફોટાં પાડ્યા છે ? આતો મેકવાને મોકલ્યા છે એ જ જોયા છે.

નીલમે શ્રૃતિ સામે જોઇને ક્યુ મને કંઇ ખબર નથી શ્રૃતિ હું ક્યારેય ભાનમાં જ ક્યાં હતી હું તો પૈસા - દેખાવ - દારૂ અને મોજ મજાનાં નશામાં જ હતી.. બધી બરબાદીઓને આમંત્રણ આપતી બદીમાં જ ફસાયેલી હતી. કોણે ફોટા પાડ્યા, વીડીયો બનાવ્યા મને કંઇ જ ખબર નથી પણ અનારનું બ્રેકઅપ થયું પછી જે રીતે મેકવાન બ્લેકમેઇલીંગ કરી રહ્યો છે ધમકાવી રહ્યો છે. .. એવું મારી સાથે થાય તો મને નવાઇ નથી લાગી રહી. હજી મેં નોકરી છોડી નથી કે ક્યાંય જવાની ના નથી પાડી.. એ બધુ થયાં પછી ખબર પડે કે બીજુ મારી સાથે શું થઇ શકે છે.

સ્તુતિ કહે "હવે આટલું થયાં પછી વિશેષ શું થશે ? જોઇએ આગળ શું કરવું છે. વિચારીએ ?

શ્રૃતિએ કહ્યું "અનાર તું શું વિચારે છે ? તારાં પાપાને વાત કરીશ કે મંમીને ? તું હમણાં બોલીને કે પાપાને કહેવું પડશે.

અનારે કહ્યું "હું એવું વિચારુ છં પણ મારી જીભ કેવી રીતે ઉપડશે આવું બધુ કહેવા અને બતાવવા અત્યારે જ શરમથી મરી જઊં છું... ના ના મારાથી એટલી હિંમત નહી થાય હું જાતે જ ફોડી લઇશ જરૂર પડશે તો મેકવાનનું માથું ફોડી નાંખીશ.. એકદમ ઉશ્કેરાટ અને ગુસ્સાથી અનાર બોલી ઉઠી...

સ્તુતિએ કહ્યું આમ ઉશ્કેરાટથી નીકાલ નહી આવે શાંતિથી વિચારવું પડશે. ઉતાવળે આંબા ના પાકે ધીરજ રાખવી પડશે. ઉશ્કેરાટમાં લીધેલો નિર્ણય નુકશાન જ કરે.

આપણે શાંતિથી વ્યુહરચના બનાવવી પડશે. આપણે ચારે જણાં ખૂબ સંપથી અને મજબૂતાઇથી સામનો કરીશ. જરૂર પડે તો પોલીસનો સાથે લઇશું પહેલાં તો તમે લોકો આવું કંઇ થયું છે એવું ભૂલી ને સ્વસ્થ થાઓ મેકવાનનાં મેસેજ ફોન આવે આવવા દે રીસપોન્સ ના આપીશ. ધમકીઓ આપે આપવા દે. ફોટા ક્લીપ મોકલવા દે પછી જોઇએ છીએ શું કરે છે ?

સ્તુતિ બોલીને ગહન વિચારમાં પડી ગઇ...

વધુ આવતા અંકે - પ્રકરણ -18માં.