*લાગયો હ્દય ને ઘા* વાર્તા... ૧૯-૧૧-૨૦૧૯
લાગણીઓ માં ખાધેલા હ્દય ના ઘા ના દુઃખને,ભીતરમાં સીવી લે છે. કેટલીક હસ્તીઓ આમ જ, ખુમારીથી જીવી લે છે. અને એ હ્દય ના ઘા ના શૂળ ને છુપાવા મોં પર હંમેશા એક મોહક સ્મિત રાખે છે.....
અંજલિ બેન સ્વભાવ થી ખુબ જ દયાળુ અને પ્રેમાળ હતા.... એમને પરિવાર માં બે દિકરીઓ અને એક દીકરો હતો.... મોટી દિકરી અનેરી ની બ્હેનપણી કેતકી એમના ઘરે આવતી... અંજલિ બેન ને મમ્મી જ કહેતી... અને અંજલિ બેન પણ હતાં પણ મમતાનો ભંડાર એ પણ કેતકી ને દિકરી ની જેમ જ રાખતાં હતાં અને નાની મોટી એને મદદ કરતાં રહેતાં..... ઘણી વખત તો કેતકી અઠવાડિયુ અઠવાડિયુ અંજલિ બેન ના ઘરે જ રોકાતી અને હકક કરતી.... અંજલિ બેન પણ પોતાની ગણી એને હ્દય થી લગાવી રાખે છે...
ક્યાંય પણ જવાનો પ્રોગ્રામ બને અંજલિ બેનના પરિવાર સાથે કેતકી હોય જ.... એ પછી અંબાજી જવાનું હોય કે થિયેટરમાં મુવી જોવા જવાનું હોય પણ કેતકી જરૂર હોય જ.... કેતકી ને એક મોટો ભાઈ હતો એ અહીં કંઈ કામ કાજ કરતો નહીં અને વ્યસન કરીને ઘરનાં ને હેરાન કરતો.... કેતકી રોજ અંજલિ બેન પાસે રડતી....
મનગમતા સંબંધો મેળવવા એટલાં અઘરાં નથી જેટલું એને આખું જીવન મનગમતાં રાખવાં હ્દય નાં ઘા સહન કરતા રહેવું અઘરું છે....
અંજલિ બેન આ સાંભળી ને એક સગાં ની મદદથી અને પોતે રૂપિયા ની મદદ કરી કેતકી ના ભાઈ ને અમેરિકા મોકલ્યો જેથી કેતકી નાં ઘરમાં શાંતિ રહે..... કેતકી નો ભાઈ અમેરિકા જઈને એક મોલમાં નોકરી એ રહ્યો અને ઈમાનદારીથી કામ કરતાં પોતે કરકસર કરી કેતકી ને રૂપિયા મોકલાવવા લાગ્યો.... કેતકી ના ઘરે હવે તકલીફ ના રહેતા... કેતકી ના મમ્મી અંજલિ બેનને મળવા આવ્યા અને અંજલિ બેનને કહે તમારો હદય થી આભાર માનું છું આજે મારા ઘરમાં તમારા લીધે સુખ શાંતિ છે... મુસાફીર હતા અમે એક અજાણ્યા રસ્તાના, તમને મળ્યા ને મંઝીલ મળી ...અમને જિંદગી મળી..... તમારો ઉપકાર જિંદગીભર નહીં ભુલાય એવું કહી ને કેતકી અને એની મમ્મી ઘરે ગયા... ધીમે ધીમે કેતકી હવે પંદર દિવસે મળવા આવે... અંજલિ બેન તો એ જ હ્દય ની ભાવનાઓ લૂંટાવતા રહ્યા.... આમ ને આમ બે વર્ષ થયા.. કેતકી ના ભાઈ ને અમેરિકામાં વધુ પડતું ડ્રિકસ લેવાથી ફેફસાંમાં હોલ પડી ગયું અને લોહી ની વોમિટ થવા લાગી તો રસ્તામાં બેભાન થઈ જતાં દવાખાને દાખલ કર્યો ત્યાં જ એનું અવસાન થઈ ગયું..... અહીં થી કોઈ જઈ શકે એમ ના હોઈ ત્યાં જ બધી વિધિ પતાવી દીધી... અંજલિ બેન કેતકી ના ઘરે આ સમાચાર સાંભળી બે થી ત્રણ વખત મળી આવ્યા પણ કેતકી ને એવું લાગ્યું કે અંજલિ બેન બદલાઈ ગયાં છે અને મને હવે પ્રેમ નથી કરતાં અને મદદ પણ નથી કરતાં... તો કેતકી ને ખુબ ગુસ્સો આવ્યો એટલે એણે એક દિવસ ફોન કરીને અંજલિ બેન ને ખરી ખોટી સંભળવી દીધી.... અંજલિ બેન ને તો હ્દય પર આવા આક્ષેપ થી ઘા લાગ્યો એ એકદમ સૂનમૂન થઈ ગયા એમને આ બધું સાંભળી હવે બધાં પરથી ભરોસો ઉઠી ગયો અને અંદર થી દુઃખી રહેવા લાગ્યા...
આમ તો ન તૂટત સંબંધ પણ.એમની ગરજ પતી હતી,
અને મારી ફરજ પતી હતી.. કેટલીય વખત હ્દય ને સમજાવ્યું પણ આ ઘા વિસારે ના પડયો અને અંજલિ બેન ની તબિયત પર આની અસર પડી...
ભાવના ભટ્ટ અમદાવાદ....