તારો સાથ 5
ધરતી જોબ પર જાય છે ને આકાશ સાથે હોય તો એની ખુશી ડબલ થઈ જાય છે ને પોતાની બર્થ ડે મનાવે છે.
હવે આગળ...
કોમલ. હેય ધરું. ચાલ તારા માટે સરપ્રાઈઝ છે.
ધરતી. હમ્મ ખબર છે.
કોમલ.હે .... શુ? તને કોને કીધું કે બોલ
ધરતી. અરે મારો દિવસ તો ખબર જ ને મને ..
કોમલ.ઓકે ચાલ (મનમાં આ પાગલ તો બર્થ ડે નું વિચારે છે ) હસતાં હા ચાલ ઘરે જઈએ .
ધરતી. હમ્મ હા ચાલ હું ગેટ પર જાવ તું બાઇક લઇ ને આવ.
કોમલ ગાડી લેવા જાય છે. ને
ધરતી ગેટ બાજુ જતાં જ એક નજર આકાશ પર કરતા બસ મનમાં ખુશ થાય છે. ને બહાર નીકળી જાય છે.
બન્ને સહેલી ઘર આવવા નીકળે છે .
કોમલ ઘરે આવતાં ..ધરું હું પછી આવું. ને બર્થડે વિશ કરે છે.
ને ધરતી ઘરમાં એન્ટર થાય છે.પણ બધા પોત પોતાનું કામ કરતા હોય છે. ધરતી કઈ બોલતી નહિ એના રૂમમાં જતી રહે છે. ને વિચારે છે કે કોઈ દિવસ આ રિતે નહીં કર્યું ને આજે કેમ. ને ફ્રેશ થઈ જાય છે.ને આજના દિવસને યાદ કરે છે.
શુ લખી હતી મારી કહાની...મારા પ્રેમમાં પણ છે એક રાજા..
જેની હું છું એક રાની...ન થાય કોઈ જિંદગીના એક પાતા.
તો પણ અંકબન્ધ રહેશે આકાશ ની ધરતીની ધારા.
પ્રભુને મારી છે આજે એકજ દુઆ સદા ચમકતા રહે તારાં.
મારી સાથે રહશે આકાશની વરસતાં વરસાદની છાયા..
હરખનો હેત લખતાં જ હોય છે ને ધરતી ના પપ્પા આવે છે.
પપ્પા. દિકરા બોલ કેવો ગયો દિવસ ..
ધરતી .પપ્પા ને હગ કરતા બોજ સરસ ..
પપ્પા. તો હજી યાદગાર બનાવી દેવ તારો જન્મદિવસને.ચાલ તૈયાર થઈ જા..
ધરતી.ઓકે માય હીરો..
પપ્પા. પણ તારે પૂછવાનું નહિ ક્યાં જવાનાં. હે ને આંખ બન્દ કરવાની. બોલ.
ધરતી.હમ સરપ્રાઈઝ..
પપ્પા. હા કોમલએ કીધું હતું ને.એ પણ આવી ગઈ હશે.
ધરતી ને પપ્પા બંને હોલ માં આવે છે.
ને બધાં જ તૈયાર હોય છે. ને નીકળે છે જ્યાં ધરતીની આંખો પર પટ્ટી બાંધી દેય છે કોમલ ને ગાડીમાં બેસી જાય છે.
ગાડી સીધી એક આલીશાન ફાર્મ હાઉસ પર આવી ને ઉભી રહે છે. ને બધા ઉતરી જાય છે અને ધરતી ને એના પપ્પા લઈને ઘર પાસે લાવી આંખો પરની પટ્ટી હતાવે છે.
ને સામે જોઇને આંનદ માં આવી જાય છે ને બોલે છે મારું બીજું ઘર ..ને પપ્પાને ભેટી પડે છે. ને અંદર ઘરમાં દાખલ થાય છે સરસ રીતે ડેકોરેશન કર્યું હોય છે. ને નજીકના અંગત લોકો ને નિમંત્રણ આપ્યુ હોય છે.ને બધા જ ધરતીને બર્થડે વિશ કરે ને ગિફ્ટ આપે છે . ધરતીના પપ્પા ધરતીનો હાથ પકડીને બધાં ને સબોનધતા કહે છે આજે હું જે છુ તે મારી લક્ષ્મીની આભારી છું ને પોતાની દીકરીના પગે લાગવા જાય છે કે ધરતી બેસી જાય છે ને બંને હાથે એ એના પપ્પાને પગે લગે છે.. ને આ દ્રશ્ય જોઈ બધાં તાળીઓ થી વધાવે છે.ધરતીના ભાઈ કેક લઈને આવે છે.કેક કટિંગ કરી ને પરિવાર ને ખવડાવી.પછી પ્રોગ્રામ પૂરો થયો અને .ઘરે આવે છે એના પપ્પા એના માટે હજી એક ગિફ્ટ લીઘું હતું. એ હતું એના અત્યાર સુધીનું બેસ્ટ ગિફ્ટ.
પપ્પા.દીકરા લે તારા માટે મોબાઈલ ફોન..
ધરતી.પપ્પા આની જરૂર હતી પણ કે એમજ
પપ્પા. હા તને જોબ પર ત્યાં તને કામ લાગશે.
ધરતી.થેંક્યું પપ્પા...
ધરતી રૂમમાં જઈને નાનાં છોકરાની જેમ ઊછલ કૂદ કરે છે.પોતાને લકી માને છે કે આજે એ જે કાંઈ માંગ કરતે એ મલતે.. અને મનથી અવાજ આવે છે આકાશ પણ મલી જતે.ને મગજમાં મસ્તી સુજે છે.
ફોન થી એક msg કરે છે
hy aakash ..m ur dreamgrl.....
ને ધરતી પોતાના દિવસો યાદ કરે છે ...
ઊંડા વિચારોમાં ખોવાય જાય છે.
જ્યારે 1st ડે કોલેજમાં એડમીશન માટે આવી હતી..
કોઈ મિત્ર ની કે કોઈ ઓરખીતો ચેહરો ની એક એજ હતી જે પોતાના કોમ્પ્યુટર એન્જિનયીરિંગ અભ્યાસ માટે આવી હતી.કોમલ પણ ત્યારે એની સાથે ન હતી...ને ફોર્મ ભરીને જમા કરાવા ગઈ .ને ઘરે જવા માટે જતી હતી. કે એની પાસે પર્સ ન હતું બસ હતા તો ડોક્યુમેન્ટ ની ફાઇલ..કોલેજમાં મુકવા તો ભાઈ આવ્યો હતો. તો ધ્યાનમાં ન લીધું ને ફોન તો હતો નહિ. તો બસ ચાલવા સિવાય કોઈ ઉપાય હતો નહિ. ઘર થી કૉલેજનો 1 કલાકનો રસ્તો હતો.ચાલતી ચાલતી જતી હતી. ને એક યંગ છોકરો ધરતીને જોયાં કરતો હતો.પણ ધરતી તો પોતાની મેળે જતી હતી. ને અચાનક એની સામે એક કાર આવીને ઉભી રહી ...ધરતી ચોકી ગઈ કે અચાનક કોણ આવી ગયું ને રસ્તો શાંત હતો કોઇ અવર જવર ન હતી હમણાં 2 વાગે ના ગાળામાં.. અચાનક એક કાર આવી અને તેમાંથી એક ચોકલેટ બોય બહાર આવ્યો. ને બોલ્યો. હું તમને ડ્રોપ કરી શકું.
ધરતી. પણ હું તો ઓરખતી નહીં. તો કઈ રીતે
આકાશ.હાઈ આકાશ વિરાણી કોલેજ માં ty માં છું gs છું કોઈ હેલ્પ જોયે તો કેજો ..
ધરતી.ધરતી પટેલ .હજી એડમિશન થયું છે.
આકાશ .નાઇસ નેમ.તો હું તમને મૂકી જાવ ઘરે ..
ધરતી.પણ ..
આકાશ.હું એવો નહિ..ધરતી .ને મને તો રહ્યુ મારુ કામ .કોલેજ નાતે તો ..
ધરતી.હા. કાર માં બેસે છે.
તે દિવસ અને આજનો દિવસ ત્યારથી આજસુધી જ્યારે એને જરૂર પડે ત્યારે એ આકાશ એની સાથે હોય.
ફેસ પર સ્માઈલ સાથે એ સુઈ ગઈ...