ખજાનાની ખોજ - 2 શોખથી ભર્યું આકાશ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મૃગજળ

    આજે તો હું શરૂઆત માં જ કહું છું કે એક અદ્ભુત લાગણી ભરી પળ જી...

  • હું અને મારા અહસાસ - 107

    જીવનનો કોરો કાગળ વાંચી શકો તો વાંચજો. થોડી ક્ષણોની મીઠી યાદો...

  • દોષારોપણ

      अतिदाक्षिण्य  युक्तानां शङ्कितानि पदे पदे  | परापवादिभीरूण...

  • બદલો

    બદલો લઘુ વાર્તાએક અંધારો જુનો રૂમ છે જાણે કે વર્ષોથી બંધ ફેક...

  • બણભા ડુંગર

    ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- બણભા ડુંગર.લેખિકા:- શ્રીમતી...

શ્રેણી
શેયર કરો

ખજાનાની ખોજ - 2

ખજાનાની ખોજ



રામે એ પોસ્ટર ધમા ની સામે રાખી ને સીધું જ કહી દીધું કે આ જગ્યા એ આપણે જવાનું છે અને મારે એક માણસ ની જરૂર છે તો તું મદદ કરી શકીશ એવો વિશ્વાસ ભરત ને છે જો તું મદદ કરીશ તો એમાંથી જે કંઈપણ રકમ મળશે એમાં આપના ત્રણેય નો ભાગ. રામ ને આટલું બોલતા જ વચ્ચે થી અટકાવી ને ધમા એ કીધું કે ત્રણ નહિ પણ ચાર ભાગ પાડવા પડશે. આ સાંભળી ને રામે જ પૂછી લીધું કે ચોથું કોણ છે?
ધમા એ વાત ને વધારે ગુંચવણ ના થાય એટલે સીધું જ કહી દીધું કે ચોથી વ્યક્તિ એ છે જે આ આખા સાહસ વિશે માહિતી ધરાવે છે પણ આજ સુધી તે નથી ગયો એનું એકજ કારણ છે કે એને ડર છે કે એ ત્યાં જશે તો એ જીવતો પાછો નહિ આવે એટલે જ એ આજ સુધી ત્યાં ગયો નથી અને એની વાત સાંભળી ને મેં પણ છેલ્લા ચાર વર્ષ થી એ વિશે ની માહિતી ભેગી કરું છું અને વિશ્વાસ પાત્ર માણસ ની મદદ મળે એવી રાહ જોવ છું. અને કિસ્મત પણ અજીબ છે કે આપણે પાંચ વર્ષ સાથે રહ્યા અને આજ આપણે આ સાહસ સાથે પૂરું કરીશું.
રામ તો બોલી ઉઠ્યો કે બસ તો હવે જલ્દી કરીએ શરૂઆત આ સાહસ ની અને જલ્દી જલ્દી આપણે પૂરું કરી ને આરામ ની જિંદગી જીવીએ પણ ધમા એ તો કહે કે એ ચોથું વ્યક્તિ કોણ છે? આકાશ ધમા એ બસ એક નામ જ આપી ને ચૂપ થઈ ગયો.
ધમાં એ જે નામ કહ્યું એ સાંભળી ને રામ અને ભરત બન્ને ને એક જોડદાર આંચકો લાગ્યો અને બન્ને એકસાથે બોલી ઉઠ્યા કે સતીષ?? રામ તો સતીષ નું નામ સાંભળી ને બોલ્યો પણ ખરો કે એ વ્યક્તિ ક્યારેય મારી સાથે કામ નહીં કરવા તૈયાર થાય અને એનું કારણ પણ સાચું જ છે.

ધમો- 'રામ સતીષને કેમ મનાવવો એ હું જાણું છું અને બીજી એકવાત કહી દવ તને કે સતીષ તારાથી જરીક પણ નારાજ નથી એનું કારણ પણ તને ખબર હશે જ.'

રામ- 'તું જે કહે છે એ વાત સાચી પણ હું એનો સામનો કરી શકું એટલી હિંમત નથી મારામાં. હું કેમ એની સામે જાવ?? જે વ્યક્તિ ની પત્ની નું ખુન મેં કર્યું હોય એજ વ્યક્તિ ની સામે કેમ જાવ તું જ કહે?'

ધમો- 'જો રામ એકવાત તું એ ભૂલે છે કે ત્યારે જે કઈ થયું એ એકમાત્ર સંજોગ ની બલિહારી હતી. એમાં તારો કે સતીષ નો કોઈ વાંક નહોતો. છતાં જો તને એવું લાગતું હોય તો હું તને સતીષ ની સામે લઈ જાવ ત્યારે તું એની માફી માંગી લેજે એ તને જરૂર માફ કરી દેશે એટલો તો મને વિશ્વાસ છે સતીષ પર.'

રામ- 'જો એ મને માફ કરી શકતો હોય તો હું એના પગે પડી ને પણ માફી માંગવા તૈયાર છું.'

ધમો- 'તો સારું કાલે સવારે તું હોટેલ રાજલક્ષ્મી પાસે ની ચા ની કીટલી પર આવી જજે હું ત્યાં તારી રાહ જોઇશ અને સતીષ ને પણ સાથે લેતો આવીશ.'

રામ- 'વાંધો નહિ તો કાલે સવારે 9 વાગ્યે તે કીટલી પર મળીએ.'

ધમાં ના ગયા પછી રામે પોતાનો અસલી પ્લાન ભરત ને કહ્યો કે હું અત્યારે આ બધા સાથે મળી ને એક ટીમ બનાવી ને ખજાનો મેળવી લઈશ અને પછી હું એ બધા ને ખતમ કરી ને આપણે બન્ને બે ભાગ મા આ ખજાનો વહેંચી લઈશું. થોડી વાર આડા અવળી વાતો કરી ને રામ ત્યાંથી નીકળી ને પોતાના ઘરે જઈ ખાઈ ને સુઈ ગયો. બીજે દિવસે સવારે વહેલો જાગી તૈયાર થઈ ને એ રાજલક્ષ્મી હોટલ પાસે ની કીટલી પર જવા નીકળી ગયો. એ કોઈ પણ સંજોગ મા મોડું કરવા માંગતો નહોતો. રામ ટાઈમ કરતા વહેલા પહોંચી ગયો હતો એટલે એને ધમો જ્યાં સુધી ના આવે ત્યાં સુધી તેની રાહ જોયા વગર કોઈ છૂટકો ન્હોતો. પોણી કલાક રાહ જોયા બાદ ધમો સતીષ ની સાથે આવતો દેખાયો.
ધમા અને સતીષ ને આવ્યા બાદ ચા નો ઓર્ડર આપી ને બાજુ મા રહેલ લાકડાના બાંકડા પર ત્રણેય બેઠા. થોડી વાર ચૂપ રહ્યા બાદ ધમાં એજ શાંત વાતાવરણ તોડતા બોલ્યો કે રામ તારે કોઈ માફી માંગવા ની જરૂર નથી સતીષ એ તને માફ કરી દીધો છે. આ વાત સાંભળી ને રામ ને થોડી શાંતિ થઈ અને બોલ્યો કે સતીષ મને માફ કરી દેજે મેં ભૂલમાં બહુ મોટી ભૂલ કરી છે.
સતીષ- રામ માફી માંગવાની જરૂર નથી એ હાલાત જ એવા હતા કે તારી જગ્યાએ હું હોત તો હું પણ તારી પત્ની ને મારી નાખું. માફી માંગવાની જરૂર નથી. હવે આપણે કામ ની વાત કરીએ?
રામ- અહીંયા નહિ આપણે ચા પિય ને પહેલા એક સારી જગ્યાએ જઈએ ત્યાં જ બધો પ્લાન બનાવીશું અને ત્યાંથી જ આપણે આગળ જઈશું.
થોડી વાર મા ચા આવી ગઈ અને પિય ને ત્રણેય લોકો ત્યાંથી શહેરની બહાર આવેલા એક જુના ગેરેજ મા પહોંચી ગયા. ગેરેજ આમ તો બહુ જૂનું હતું અને કેટલા સમય થી બંધ હતું કેમ કે ગેરેજ નો માલિક ગાડી ચોરી ના કેસ મા જેલ મા ગયો હતો. ગેરેજ માં ઘણી ચોરી ની ગાડી પડી હતી અને મેન રૂમ માં તાળું હતું જેની ચાવી રામ નો એક મિત્ર શક્તિ લઈ ને આવવાનો હતો એટલે એ ત્રણેય તેની રાહ જોતા થોડીવાર ઉભા રહ્યા. અડધી કલાક બાદ શક્તિ એ આવી ને તાળું ખોલ્યું અને ચારેય અંદર ગયા.
અંદર જઈ ને રામે શક્તિ, ધમાં અને સતીષ ની ઓળખાણ કરાવી અને કહ્યું કે શક્તિ પણ આપણી સાથે આવે છે એ ગાડી નો ખુબ સારો કારીગર છે અને ગાડી પણ એની જેવી ફાસ્ટ કોઈ ચલાવી શકતું નથી.
સતીષ- 'ભલે પણ હવે આપણે એ પ્લાન બનાવીએ કે આપણે એ જગ્યાએ કેવી રીતે પહોંચવું. કેમ કે ત્યાં પહોંચવા કોઈ આસાન કામ નથી. ત્યાં પહોંચી ને પણ સતત આપડી પર મોત ની નજર રહેશે એટલે જેમ બને એમ આપણે જલ્દી કામ પાર પાડી ને ત્યાંથી નીકળવું પડશે.'
રામ- 'એના માટે જ આપણે ત્યાં બાય કાર જઈશું અને ત્યાં પહોંચવા માટે આપણે ત્રણ કાર લઈ ને જઈશું જેથી કોઈ અડચણ આવે તો નીકળવા માટે આપણી પાસે યોગ્ય રસ્તો રહે.'
શક્તિ- 'રામ કાર ની વ્યવસ્થા કરવાનું કામ મારું તને જેવી કાર જોઈએ એવી કાર હું તને લાવી આપીશ.'
રામ- 'બીજું આપણે ત્યાં જઈએ છીએ તો આપણે પૂરતા પ્રમાણ મા હથિયાર પણ સાથે લેવા પડશે જેથી આપણે દુષમન નો સામનો કરી શકીએ.'
ધમો- 'હથિયાર ની જવાબદારી હું લઈ લવ છું.'
રામ- 'સતીષ તું એ જગ્યા નો જાણકાર છે તો તારે એક કામ કરવાનું છે કે આપણે ત્યાં જઈએ ત્યારે ત્યાંથી નીકળવાનો પ્લાન તારે પહેલેથીજ તૈયાર રાખવાનો છે અને એ પ્લાન મા એક નહિ પણ બે એક્ઝિટ રાખવાના છે જેથી આપણે કોઈપણ એક રસ્તે થઈ ફસાઈએ તો બીજો રસ્તો કામ આવે.'
સતીષ- 'રામ ત્યાંથી નીકળવાનો રસ્તો એકજ છે અને એ પણ એટલો કઠિન કે કાચોપોચો માણસ તો રસ્તો જોઈનેજ ડરી જાય. પણ તું ચિંતા ના કર હું એનો પણ કોઈ રસ્તો ગોતી રાખું છું.'
રામ- 'ઓકે તો હવે બધા પોતપોતાના કામ મા લાગી જાવ અને કાલે સવારે આપણે ફરી આ જ જગ્યાએ મળીશું બધી તૈયારી કરી ને અને કાલ સવારે જ આપણે નીકળી જઈશું ત્યાં જવા માટે. શક્તિ તું મને અત્યારે હું કહું ત્યાં ડ્રોપ કરતો જા હું પણ થોડી તૈયારી કરી લવ અને કાલે સવારે તમને મળું.'
ત્યાંથી નીકળી ને રામ એક જુના બંધ પેટ્રોલપંપ પર ગયો અને ત્યાં રહેલ બીજા ત્રણ વ્યક્તિ ને બધી વાત કરી ને કીધું કે તમે લોકો અમારા નીકળી ગયા બાદ અમારી પાછળ આવજો અને જ્યારે અમે ત્યાંથી નીકળો જઈએ ત્યારે તમારે એન્ટ્રી કરી ને પેલા ત્રણેય ને મારી નાખવાના છે. અને એક બીજી વાત એ કે એ લોકો ને જરીક પણ શક ના પડવો જોઈએ કે તમે અમારો પીછો કરો છો.
રામ પેટ્રોલપંપે થી સીધો ભરત ના ઘરે ગયો અને ભરત ને બધી વાત કરી કે આ રીતે પ્લાન બનાવ્યો છે તારે એક કામ કરવાનું છે કે તારે આ ત્રણેય પણ એક એક માણસ રાખવાના છે અને મને બધી માહિતી આપતી રહેવાની છે જેથી આપણે બન્ને ખજાનાના પર્ટનર બન્યા રહીએ અને એમાં કોઈ બીજા ભાગ ના પડે.

ભરત- 'રામ તું ચિંતા ના કર એ ત્રણેય પર હું મારા માણસ ને આજેજ લગાડી દવ છું. તું ખાલી કાલે નિકલવાની તૈયારી કર. હું તારો કોન્ટેક સમય સમય પર કરતો રહીશ. બાય અને ધ્યાન રાખજે.'