Featured Books
  • સોલમેટસ - 6

    એસપી ઝાલા અને કોન્સ્ટેબલ અર્જુન બંને સેક્ટર-૨૮માં બેસેલા આરવ...

  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

શ્રેણી
શેયર કરો

જીવન સંગ્રામ - 9 - છેલ્લો ભાગ

પ્રકરણ - ૯
( જીવન સંગ્રામ પ્રથમ ભાગનું આ છેલ્લું પ્રકરણ છે)

આગળ જોયું કે આનંદ માંથી પરમાનંદ કઈ રીતે બને છે. અને પોતાનું જ્ઞાન પોતાને પાછું મળે છે હવે બધા જીજ્ઞાબેન બહેનને મળવા માંગે છે હવે આગળ

બધા નાઈ ધોઈને ફ્રેશ થઈ સવારની પ્રાર્થના માટે ભેગા થાય છે . પરમાનંદ પોતાની જગ્યા પર બેઠા છે .તેની બાજુમાં જીજ્ઞા બેઠી છે. પ્રાર્થના બોલી પરમાનંદ જીજ્ઞા ની ઓળખ કરાવે છે.

પરમાનંદ:- આ મારી બાજુમાં બેઠેલી યુવતી જીજ્ઞા છે.

જીજ્ઞા:- નમસ્તે ભાઈઓ.

બધા:- નમસ્તે બહેન.
રાજ :- સર, જીજ્ઞાબેન અમારી સાથે થોડી બૌદ્ધિક ચર્ચા કરે એવી અમારી ઇચ્છા છે.

જીજ્ઞા :- નહીં સર ની હાજરીમાં એ શક્ય નથી . અને આમેય તમે સર પાસેથી જ્ઞાન લીધું છે, અને મેં પણ તેમની પાસેથી જ જ્ઞાન લીધું છે . માટે હું જે કંઈ કહીશ કે તમે બધાએ સાંભળેલું જ હશે.

રાજ:- છતાં પણ અમારી સાથે થોડી જ્ઞાનની વાત કરોને પ્લીઝ..........

પરમાનંદ :- સાંભળો (હસતા હસતા )તમારે બધાએ વાતો કરવી છે તેમાં હું નડતર થાઉં છું .તો ચાલો હું જતો રહું . તમ તમારે છૂટથી વાતો કરો. અને ઠાકો ત્યારે બોલાવજો. હું માનસિક કસરત કરવા જાવ છું .
અને પરમાનંદ પોતાના યોગાભ્યાસ કરવાની જગ્યા પર જતા રહે છે.

જીજ્ઞા:- બોલો ભાઈઓ આપણે સના વિશે વાતો કરવી છે.

રતન :- બહેન સરે અમને બધી વાતો કરી. પણ તમે અત્યારે એકલા રહો છો કે કુટુંબમાં તે અમને ખબર નથી . તો જો આપ ઇચ્છો તો અમને જણાવશો.

જીજ્ઞા :- જરૂરથી .... અત્યારે હું એકલી જ રહું છું. હું જ્યારે પાંચમા ધોરણમાં ભણતી હતી ત્યારે જ સર સર્વિસ પર લાગ્યા હતા. ઘણી વખત સાહેબે અમને માર્ગદર્શન આપ્યું હતું . મેં તેમના આદર્શ અને ઉંચા વિચારો ત્યારથી જ અપનાવી લીધા હતા . અને તે પ્રમાણે જીવવા લાગી હતી. હું અગિયારમાં ધોરણમાં આવી ત્યારે આપણા વિસ્તારમાં એક જીવલેણ રોગ ફાટી નીકળ્યો હતો , તેમાં મારા બા - બાપુજી મૃત્યુ પામ્યા હતા . મારો ભાઈ મારાથી નાનો છે . મારું મૂળ ગામ જસતપરા નથી. મારું મૂળ ગામ છે રાજનગર. હવે ત્યાંથી અહીંયા કેમ આવ્યા તેની મને ખબર નથી . અહીંયા માત્ર મારૂ ફેમીલી જ રહેતું હતું. માતા પિતાના અવસાન બાદ હું સાવ એકલી પડી ગઈ હતી. આનંદ સરે એમના સર્કલમાંથી મને ભણવા માટે હોસ્ટેલ માં રહેવાની વ્યવસ્થા કરી આપી . અને મારા નાના ભાઈને પણ હોસ્ટેલમાં મોકલી આપ્યો. બારમા ધોરણના વેકેશનમાં હું અને મારો ભાઈ અમારા દૂરના મામાને ઘેર ગયા હતા . ત્યાં ખેતરમાં રખડતાં મારા ભાઈને ઝેરી જનાવર કરડતા તે ત્યાં જ મૃત્યુ પામ્યો . આવી બધી કઠિન મુશ્કેલીમાં મને મક્કમ બની આવેલી આફત સામે લડવાનું જોર આનંદ્સર અને તેમના વિચારો એ જ આપ્યું હતું. અને બસ ત્યારથી જ હું એકલી રહું છું . અને હા મારા લગ્નજીવન વિશે વધુ કંઈ ન પૂછતા . સરે જે કંઈ તમને કહ્યું છે તેનાથી વધારે જવાબ મારી પાસે નથી . બરાબર........

રાજ :- તો તમે એકલા રહેવાને બદલે આ તપોવન ધામમાં આવી ગયા હોત તો.........

જીજ્ઞા :- તમે સમાજ માં જશો, સમાજની રહેણી, રીત-રિવાજો જોશો ત્યારે આ વાતનો જવાબ મળી જશે . અને એક વણ માંગી સલાહ આપું છું કે તમારા ગામમાં કે તમારા કાર્યક્ષેત્રમાં ક્યારેય પણ કોઈ શિક્ષક મળે તો તેને માંથી જોશો. સમાજમાંથી શિક્ષકને પ્રેમ અને હૂંફ મળે તેવું કરજો . કારણકે દરેક શિક્ષક આખરે તો એક સંસારી જીવ છે.... સમાજમાં કોઈ પણ સંસારી જીવને આવેલ આફતમાંથી આવેલ મુશ્કેલીનો સામનો કરવામાં પ્રેમ અને પ્રોત્સાહન ખૂબ જ ભાગ ભજવે છે . શિક્ષકને જો સમાજમાંથી પ્રેમ અને હૂંફ મળે તો તે આનંદમાં થી પરમાનંદ બની શકે છે .... અને ન મળે તો તમને ખબર છે .......... માટે માત્ર જરૂર છે આપણા ભરોસાની .... તેમના પર વિશ્વાસ મૂકવાની.......
રાજન :- બેન તમારી અને સર ની જીવનકથા એકસરખી છે.......

જીજ્ઞા :- ના તેમાં ઘણો ફેર છે ..... હું જ્યારે એટલે કે મારા બધા જ આ દુનિયા છોડી ચાલ્યા ગયા હતા ત્યારે આનંદ સર મારી સાથે હતા . એમના પ્રેમ અને હૂફ ,પ્રોતસાહન પૂરાં પાડયા હતા . પરંતુ જ્યારે સરના બધા આ દુનિયા છોડી જતા રહ્યા ત્યારે તેમના ગુરુ હયાત ન હતા અને તેમની સાથે તેમના વિચારો ની યાદ અપાવે તેવું પણ કોઈ ન હતું ..... બસ હવે વાતો પૂરી થઈ હોય તો સર ને બોલાવો. હવે તમારે અહીંયા થી જવાનો સમય થઈ ગયો છે. બધા મન મક્કમ રાખજો . સરને રડાવતા નહીં. હસતા મોઢે વિદાય લેજો.

રાજ :- બહેન આ વાત શક્ય છે????

જીજ્ઞા :- હું તમારી પરિસ્થિતિ સમજુ છું.
અને જીજ્ઞા બેસી ગઈ. પરમાનંદ આવે છે અને બોલે છે થઈ ગઈ વાત તો પૂરી . તો ચાલો હવે તમે તમારે ઘેર જઈ શકો છો.

ગગન :- (ઉદાસ ચહેરે) સર તમને તમારા વગર નહીં ફાવે...

પરમાનંદ:- તો ચાલો હું પણ તમારે ઘેર આવું (હસતા હસતા) અરે ગાંડા ન બનો . તમારે ત્યાં રહેવાનું છે. પણ હા જ્યારે મારી યાદ આવે ત્યારે અહીંયા આવતા રહેજો .....
બસ હવે જાઓ આ મારી આજ્ઞા છે.....

સનત :- સર અમારી છેલ્લી વાત મન સો.....
પરમાનંદ :- જરૂરથી.....

સનત:- સર ,આજથી આ તપોવન ધામનો તથા તેમાં રહેતા વિદ્યાર્થીઓ નો ખર્ચ તમારા આ બાર શિષ્યો પર.......
ભાવિન:- સર એ અમારી ગુરુદક્ષિણા સમજજો.

પરમાનંદ:- ઠીક છે હવે સાથે સાથે એક ખુશખબર પણ સાંભળતા જાવ.....

રાજ :-(આશ્ચર્ય સાથે) ખુશ ખબર......
પરમાનંદ :- હા ખુશખબર.આજથી જીજ્ઞા એકલી નહી રહે... હવે તે આ તપોવન ધામમાં જ રહેશે.

બધા આનંદમાં આવી ગયા પણ તેમની આ ખુશી ક્ષણભંગુર હતી.

પરમાનંદ :- ચાલો ત્યારે આવજો.

અને જેમ દિકરી ના વિદાય પ્રસંગે ભલભલા કઠોર બાપની આંખ માં પણ આંસુ આવી જાય તેમ આજે કઠોર હૃદય પરમાનંદ નું હૃદય પીગળવા લાગ્યું હતું .સામે બધા ચોધાર આંસુએ રડતા હતા . ધીમે ધીમે સુરજ ઉપર આવતો જતો હતો. બધા શિષ્યો પોતાના વતન તરફ જઈ રહ્યા હતા . તપોવન ધામ સાવ સુનમુન બની ગયું હતું. પરમાનંદ એકલા બેઠા બેઠા ઊંડા વિચારોમાં ખોવાઈ ગયા હતા , જિજ્ઞા સરની એકલતા દૂર કરવા અવનવા પ્રશ્નો પૂછતી હતી . ધીમે ધીમે સૂરજ ઢળતો જતો હતો અને કાયમ ધીમો ધીમો શોરબકોર જે તપોવન ધામમાં સંભળાતો હતો તે આજે નીરવ શાંતિમાં ખોવાઈ ગયું.

જૂન મહિનાની શરૂઆતમાં તપોવન ધામમાં બીજા ૧૨ વિદ્યાર્થીઓને એડમીશન આપવામાં આવ્યું અને પાછું તપોવન ધામ પોતાની આગવી રોજીંદી પ્રવૃતિ થી ધમધમવા લાગ્યું.............






વાચકમિત્રો જીવન સંગ્રામ નો પહેલો ભાગ અહીંયા સમાપ્ત થાય છે આપના સૂચનો અને સલાહ હંમેશા મારા માટે આવું કાર્ય છે.



ઘણા વાચક મિત્રોનો અતિ આગ્રહ હોવાથી જીવન સંગ્રામ ભાગ 2 ટૂંક સમયમાં જ આપની સમક્ષ રજુ કરીશ . જેમાં પરમાનંદ ના શિષ્ય અને શિક્ષકમાંથી પ્રોફેસર સુધીની સફર કરનાર ગગનના જીવન સંગ્રામ વિશેની વાતો આપની સમક્ષ મુકવાનો પ્રયત્ન કરીશ ફરીથી બધા જ વાચકમિત્રોનો ખુબ ખુબ આભાર..........