JIVAN SANGRAM - 5 books and stories free download online pdf in Gujarati

જીવન સંગ્રામ - 5

પ્રકરણ - 5


આગળના પ્રકરણ માં જોયું કે દીપક અને તેના મિત્ર ને રાજન અને કમલ પોલીસ સ્ટેશને લય જાય છે હવે આગળ.....

રાજન:- દીપક તું દરરોજ તારા મિત્ર સાથે સાંજે ગામમાં જાય છે તો રોશનીનું ખૂન થયું તે દિવસે તારો મિત્ર ક્યાં ગયો હતો.તારી સાથે કેમ નોતો.
દીપક :- સાહેબ તે દિવસ તેને મજા નોતી એટલે એ ઘરે જ ( વાડીએ) હતો.
રાજન :- એમ,પણ અમને તો ગામ માંથી એવું જાણવા મળ્યું કે તે દિવસે તમે બંને સાથે આવ્યતા.
દીપક:- પ....પ....પણ સાહેબ સાચે જ એને મજા નોતી એટલે એ નોતો આવ્યો મારી સાથે પણ પાછળ થી આવ્યો હોય તો મને ખબર નથી.
કમલ :- ઇ બધી ખબર પડવતા મને આવડે છે હરામખોર.
દીપક:- સા....સા.....સાહેબ આ શું બોલો છો મને કાય સમજાતું નથી.
રાજન:- સાચે સાચું કહી દે એટલે બધું સમજાવી દવ હું.
દીપક:- સાહેબ સાચું કવ છું મારો મિત્ર તે દિવસે મારી સાથે નોતો. મહેરબાની કરી મારી વાત માનો.
રાજન:- તો તારા સુટકેસ માંથી આ છરાનું મ્યાન નીકળ્યું એ ક્યાંથી આવ્યું?????
દીપક:- કેવું મ્યાન કહો છો સાહેબ ? મારી પાસે એવું એકેય મ્યાન નથી .
કમલ:- (સુટકેસ લાવીને તેમાંથી છરાનું મ્યાન કાઢી ને બતાવે છે) આ કોનું છે??? ( પુરાવો હોવાથી મ્યાન પ્લાસ્ટિક ની કોથળી માં હોય છે)
દીપક :- સાહેબ મને કાય સમજાતું નથી કે આ શું થાય છે મારી સાથે??????
રાજન:- ઇ તો કાલે ફીંગર પ્રીન્ટ ના રિપોર્ટ આવશે એટલે ખબર પડી જશે કે આ શું થાય છે.
રાજન અને કમલ પોતાની ચેમ્બરમાં માં આવીને વાતો કરે છે.ને પછી વિનોદને પૂછપરછ રૂમ માં બોલાવે છે
રાજન :- વિનોદ તું કેટલા સમયથી આ ગામમાં કામ મજુરી કામ કરે છે
વિનો :- ત્રણ વરસથી .
રાજન :- તું અને દીપક દરરોજ સાંજે ગામમાં સાથે જ જાઓ છો ને.
વિનો :- હા સાહેબ લગભગ તો અમે દરરોજ સાથે જ જઈએ છીએ
રાજન:- તારી તબિયત છેલ્લે ક્યારે ખરાબ થઇ હતી.
વિનો:- મહિનો દોઢ મહિના પહેલા મને તાવ આવ્યો હતો.
રાજન :- તો તે દિવસે તું દિપક સાથે ગામમાં ગયો હતો કે નહીં ???
વિનો:- ના સાહેબ તે દિવસે હું દિપક સાથે ગામમાં નહોતો ગયો પણ પાછળથી મારે થોડું કામ હોવાથી હું એકલો ગયો.
રાજન:- તો પછી તમે બંને ગામમાં ભેગા થઈ ગયા હશો ને???
વિનો :-ના સાહેબ હું ગામમાં ગયો ત્યારે દિપક ત્યાંથી નીકળી ગયો હતો.
રાજન :-તો તું પાછો તારી વાડીએ આવતો હતો ત્યારે રસ્તામાં કંઈ બન્યું હતું.
વિનો :-ના સાહેબ.
રાજન અને કમલ પાછા પોતાની ચેમ્બરમાં માં આવી જાય છે ને વાતો કરે છે.......
કમલ:- મને તો આમાં કાય સમજાતું નથી ?????
રાજન:- પણ મને હવે થોડું થોડું સમજાય છે કે આમાં કોનો હાથ હોઇ શકે .પણ ,કાલે રિપોર્ટ આવ્યા પછી પાકી ખબર પડે.
બીજે દિવસે ફિંગર પ્રિન્ટ ના રિપોર્ટ જોય ને કમલ પાછો ચિંતાથી રાજન ને સવાલ કરે છે.
કમલ:- રાજન આમાં તો બે માંથી એક ના પણ ફિંગર પ્રિન્ટ નથી તો કોના હોવા જોઈએ.
રાજન:- એનો જવાબ દીપક આપશે.
બને દીપક પાસે જઈ ને પૂછે છે......
રાજન:- દીપક તારી ઘરે( એટલે કે વાડીએ) આખો દિવસ કોણ કોણ હોય ???
દીપક:- સાહેબ અમે તો વાડીમાં કામ માટે ગયા હોય છીએ,પાછળ મારા બા અને નાની બેન હોય છે.
રાજન:- ઓક.
રાજન પોતાની ચેમ્બરમાં આવીને કમલ ને કહે છે કે કમલ દીપકના બા ને અહીંયા લઈ આવ.

કમલ દીપક ના બા ને પોલીસ સ્ટેશને લાવી ને એના ફિંગર પ્રિન્ટ પેલા છરાના મ્યાનના ફિંગર પ્રિન્ટ સાથે મેળવવા આપે છે ને સાંજ સુધીમાં રિપોર્ટ આવી જાય છે ને ફિંગર પ્રિન્ટ દીપકના બા ના ફિંગર પ્રિન્ટ સાથે મળે છે.
રાજન:- કમલ દીપક ના બા ને પૂછપરછ રૂમમાં લાવી ઉલટ તપાસ ચાલુ કરીને , જરૂર પડ્યે મહિલા પોલીસ ને બોલાવી ને રિમાન્ડ લેવડાવસુ ,એમ વારંવાર કેવાથી દીપકના બા ભાંગી પડે છે ને સ્વીકારે છે કે હા છરો મે જ આપ્યો તો પણ ખૂન કરવા નય......
રાજન:- તો શા માટે આપ્યો તો? અને કોને આપ્યો તો?????
દીપકની બા:- વિનાને .રોશનીને ડરાવી ને એની ઇજ્જત લૂટવા માટે......
રાજન:- પણ રોશનીના તો દીપક સાથે લગ્ન થવાના હતા તો શા માટે આવું કર્યું ????
દીપકની બા:- જો રોશનીની ઇજ્જત લૂંટાય તો તેની સાથે કોઈ લગ્ન ના કરે. એટલે જો દીપક સાથે તેને લગ્ન કરવા હોય તો વધુ રૂપિયા મળે તેના બાપુજી શામજીભાઈ પાસે થી.
રાજન:- તો પછી વિનાએ તેનું ખૂન શા માટે કર્યું???
દીપકની બા:- ઇ મને નથી ખબર.
રાજન :- આટલું બધું બની ગયું તો પણ તમે દીપક ને કેમ કાય ના કીધું??
દીપકની બા:- સાહેબ દિપક ને જો કાય પણ ખબર પડે તો તે કંઇક ન કરવાનું કરી બેસે એટલે.
રાજન :- હવે જ્યારે ખબર પડશે ત્યારે ?????
દીપકની બા:- (રોતા રોતા) સાહેબ ઈ જ ચિંતા થાય છે.
કમલ:- (ગુસ્સામાં) આવા નાટક ના કરો. તમે તમારા દીકરાનું ઘર બંધાય એ પેલા જ ભાંગી નાખ્યું. ને હવે ચિંતાનું નાટક કરો છો.
રાજન:- કમલ, હવે વિનોદ ને અહીંયા બોલાવ એની પાસેથી બધું સાચું બોલાવવું છે.
કમલ વિનોદને પૂછપરછ રૂમમાં લાવે છે
રાજન:- વિનોદ હવે સાચું બોલી જાય તે દિવસે તે અને દિપકના બાએ કઈ રીતનો પ્લાન બનાવ્યો હતો. અને જો રોશનીની ઈજજત લૂટવાની હતી તો તે તેનું ખૂન શા માટે કર્યું?
વિનોદ:-( નર્વસ થઇ ને )બા તમે બધું જ સાચું કહી દીધું.
દીપકના બા:- હા હવે કોઈ રસ્તો જ નહોતો બચ્યો.
વિનોદ :-તો સાંભળો સાહેબ તે દિવસે ખરેખર મને તાવ નહોતો આવ્યો. પણ, દીપકના બાએ મને કહ્યું કે આજે તું દિપક સાથે ન જાતો અને પાછળથી રોશની ને જુના મંદિર પાસે બોલાવી તેની ઇજ્જત લૂંટવાની છે .હું પણ વાસનામાં અંધ બની ને બાની વાતમાં ફસાય બેઠો. બાદમાં બાએ કહ્યા પ્રમાણે દીપકની સૂટકેસમાંથી ડાયરી કાઢી ચિઠ્ઠી લખી અને રોશનીના રૂમમાં પથ્થર સાથે ઘા કર્યો. જતી વેળાએ બાએ કહ્યું કે આલે આ છરો ,જરૂર પડ્યે રોશનીને આનાથી ધમકાવીને તારા વશમાં કરી લેજે .અને રાત્રે હું મંદિર પાસે પહોંચી ગયો રોશની પણ ત્યાં આવી .આવતાની સાથે જ મેં તેની સાથે બળજબરી કરી પરંતુ તે મારા વસમાં થતી ન હતી. અંતે મેં તેને છરો બતાવીને અને ચૂપચાપ મારા હવાલે થવા કહ્યું .પણ, તે ખૂબ ચાલાક હોવાથી મારા હાથમાંથી છોરો પડાવીને મને કહ્યું કે જો હવે તું આગળ આવીશ તો હું આ છરો મારા પેટમાં ભોંકી દઈશ અને કર્યું પણ એવું જ રોશનીએ છરો પોતાના જ પેટમાં મૂકી દીધો. હું કંઈ વિચાર્યું તે પહેલા તો જતીન આવતો દેખાયો એટલે હું ડરનો માર્યો ગામ તરફ ભાગી નીકળ્યો .સામેથી દિપક આવતો દેખાયો તેથી હું એક ઝાળી આડો સંતાઈ ગયો ને દિપક જતો રહ્યો ત્યારબાદ હું ગામમાં આંટો મારી અને પાછો આવ્યો ત્યારે બધા જતીનની શોધખોળ કરતા હતા. ખરેખર સાહેબ મેં રોશની નું ખૂન નથી કર્યું
કમલ :-રોશની ને પોતાની જાન લેવા માટે તે જ મજબૂર કરી છે અને બા તમે તમારા જ દીકરાની વહુ ની ઈજ્જત લૂંટાય એ માટે તૈયાર થયા ખરેખર તમે મા ના નામ ઉપર કલંક છો.
રાજને વિનોદ અને દીપકના બાનુ બયાન લેખિતમાં લખાવી લ્યે છે,અને રાજ ને પોતાની ઓફિસે બોલાવે છે. રાજ ,રાજન અને કમલ પાસે આવી બધી જ માહિતી જાણી લે છે અને બીજા દિવસે કોર્ટ સામે રજુ કરે છે અને કોર્ટમાં વિનોદ એ બધું જ સાચેસાચું કહી દીધું જેથી કરીને કોર્ટે વિનોદ તથા દીપક ના બાને રોશનીનું ખૂન કરાવવાના ગુનામાં જન્મટીપની સજા આપી અને જતીનને નિર્દોષ જાહેર કર્યો.
જતીન અદાલતની બહાર આવીને વકીલ રાજ ને મળે છે
જતીન :- વકીલ સાહેબ, રાજન સાહેબ ,કમલ સાહેબ તમારો ખુબ ખુબ આભાર .જો તમે ન હોત તો કદાચ મારી આખી જિંદગી જેલમાં જ જાત. તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે.
રાજ :- અરે જતીનભાઈ એમાં આભાર શેનો ?એ તો અમારી ફરજ હતી અને ફરજ અમે પૂરી કરી છે.
જતીન :-ખરેખર ધન્ય છે તમારા માતા પિતાને કે જેને આવા સંતાનોને જન્મ આપ્યો છે.
રાજન:- હા ,સાથે સાથે અમારા ગુરુ પરમાનંદ પણ એટલા જ અમારા જિંદગીના હકદાર છે.
જતીન :-તો મારે તમારા ગુરુ ને મળવું છે.
રાજ, જતીનને તપોવનધામ નું સરનામું આપે છે અને કહે છે કે કાલે સાંજે તમે આવી જજો સર ત્યાં જ મળશે તમને.
બીજે દિવસે સાંજે જતીન તપોવન ધામ આવે છે અને પરમાનંદ ને મળે છે.અને કહે છે ખરેખર આવા વાતાવરણમાં અને આવા કર્તવ્યનિષ્ઠ વ્યક્તિ પાસે રહીને જે મોટા થયા હોય એના જીવન તો તેજસ્વી હોય જ ને.પછી પરમાનંદ ને કહેછે કે આ તપોવન ધામમાં કોઈ પણ વાત ની જરૂરિયાત હોય તો હું પૂરી કરવા તૈયર છું.
પરમાનંદ :-અત્યારે તો અહીંયા કંઈ જરૂર નથી પણ જ્યારે જરૂર પડશે ત્યારે અમે ચોક્કસથી તમને કહીશું.
જતીન :-ભલે સાહેબ ,ત્યારે મળીએ પછી .હું આવતો રહીશ અને મને પણ તમે આ બાર તમારા શિષ્યોની જેમ જ મારી જિંદગીમાં ઉત્સાહ ભરી ને આ જિંદગીને વધુ વેગવંતી બનાવો એવી મારી ઈચ્છા છે.
પરમાનંદ:- ભલે અહીંયા આવતા રહેજો અને અમને મળતા રહેજો.આજે આપણે બધા સાથે અહીંયા જ ભોજન કરીશું માટે તમે અહીંયા રોકાય જાવ.
જતીન:- રોકાવ સર ,પણ તમે હવે મને તું કઈ ને બોલાવો તો જ.
પરમાનંદ:- ભલે જતીન.

બધા સાંજનું ભોજન કરી પ્રાર્થના માટે ભેગા થાય છે.આજે જતીન પણ પ્રાર્થનાસભામાં હતો.પ્રાર્થના બાદ પરમાનંદ જતીન સામે જોઈને બોલે છે ,જતીન તારે કંઈ બોલવું છે
જતીન :- હા, મને નિર્દોષ છોડાવી તો દીધો પણ આ ખૂન કેસ આટલી ઝડપથી ઉકેલ્યો અને કોઈ ને કલ્પના પણ ના આવે એવી રીતે ગુનેગાર ને કઈ રીતે પકડ્યા એ જાણવું છે ......
પરમાનંદ:- હા અમારે પણ જાણવું છે કે કઈ રીતે દીપકના બા ઉપર શક ગયો તમને ,રાજન....
રાજન:- દીપક નું લેખિત બયાન લેવા ગયા ત્યારે મે બધાને કહ્યું હતું કે તમે બયાન એના જ કાગળ ઉપર લખવાનો આગ્રહ રાખજો,કારણ કે પેલી ચિઠ્ઠી ના કાગળ સાથે મેળવવાની ગણતરી હતી ને અક્ષર પણ,આથી અમે બધાએ બયાન એના જ કાગળ માં લખાવ્યું એમાં શામજીભાઈ પાસે કાગળ ના મળ્યો એટલે એને અમારા કાગળ માં લખ્યું જ્યારે દીપક પાસે ડાયરી હતી પણ એની સુટકેસ માં હતી. ને એની ચાવી એના બા પાસે થી લીધી બધી વખત.પાછું દીપકે પોતાના બયાન માં તેના મિત્રનો ઉલ્લેખ જ નોતો કર્યો .અમે એના ગામમાં તપાસ કરી ત્યારે ખબર પડી કે ખૂન થતું એ દિવસે દીપક અને તેનો મિત્ર આગળ પાછળ ગામમાં આવ્યાતાં. આ બધા ઉપરથી એમ લાગ્યું કે ખૂન દીપક અને તેના મિત્રએ જ કર્યું હશે .પણ,જ્યારે ફિંગર પ્રિન્ટ ના રિપોર્ટ માં એ બંને માંથી એક પણના ના આવ્યા એટલે પછી મને થયું કે દીપક ની સુટકેસ ની ચાવી એની બા પાસે રહેતી હોવાથી એના બા ઉપર શક ગયો ને પછી એના ફિગર પ્રિન્ટ ના રિપોર્ટ મળી ગયા ને ઓલી ચિઠ્ઠી નો કાગળ ને દીપક ની સુટકેસ માથી મળેલ ડાયરી નો કાગળ એક જ હતો ને અક્ષર વિનોદ ના હતા એટલે પાકું થઇ ગયું અને અંતે બનેએ સ્વીકારી લીધું ને જતીન નિર્દોષ જાહેર થયો.
બધા:- તાળીઓ વગાડી ને રાજન,કમલ ને રાજ ને બિરદાવ્યા.
પરમાનંદ:- વાહ ,ખરેખર તમારી કામગીરી સરાહનીય છે.

રાજન:- અમે જે કાય કરી શક્યા એની પાછળ તમારા આશીર્વાદ છે .


પરમાનંદ:- સાચી લગન અને ની:સ્વાર્થ કરેલ મહેનત હંમેશા રંગ લાવે છે. હવે તો તમારા કેસ પણ પૂર્ણ થઈ ગયો છે. હવે તમારો આ અભ્યાસ પૂરો થઈ ગયો છે . તો હવે તમારે તમારે ઘેર જવાનો સમય થઈ ગયો છે. ત્યાં તમારે તમારી કૌટુંબિક ફરજ નિભાવવાની છે .હવે તમારા જીવન સંગ્રામ ની શરૂઆત થાય છે .તેમાં તમારે એકલાએ લડવું પડશે, પછડાટ મળશે, છતાં હિંમત હાર્યા વિના સતત લડયે રાખવાનું અને આ જીવન સંગ્રામ જીતવાનો.


સનત:- સર ,અમે તમારા વગર આ જીવન સંગ્રામ નહી લડી શકીએ .આ જીવન સંગ્રામ લડવા માટે અમારે તમારાથી દૂર થવાનું હોય તો નથી લડવો અમારે આ જીવન સંગ્રામ.

પરમાનંદ:- (ઊંચા અવાજે )વાહ મારી આટલા વર્ષોની મહેનત એળે ગઈ કે શું ? મેં તમને સામી છાતીએ મુશ્કેલીઓથી લડવાના પાઠ શીખવ્યા તે ક્યાં ? ગયા કે હજી શરૂઆત થઈ ત્યાં તમે પાણીમાં બેસી.

ગગન :-માફ કરો સર .અમે હિંમત હાર્યા નથી ,પણ અમે તમારા વગર નહીં રહી શકીએ તમે અમારું જીવન છો.

પરમાનંદ:- ગાંડા ના બનો . જેને તમને જન્મ આપ્યો ,મોટા કર્યા તેનો પણ તમારા પર હક બને કે નહીં .બસ મારે કશું જ સાંભળવું નથી કાલે સવારે તમારે જવાનું છે .મેં તમારા બધાના બાપુજી ને જાણ કરી દીધી છે.

ભાવિન :- ઠીક છે (સર ગળગળા અવાજે )તમારી આજ્ઞા શિરોમાન્ય. પણ સર અમને તમારી ખૂબ જ યાદ આવશે.

પરમાનંદ:- અને હું તમને ભૂલી શકીશ .પણ આપણે આ દુનિયામાં જે કર્મ કરવા આવ્યા છીએ તે કાર્ય તો કરવું જ પડશે ને .અને વળી હું તમને ક્યાં કહું છું કે તમે અહીંયા ન આવતા .જરૂરથી આવજો. હું પણ તમારે ત્યાં આવતો રહીશ .બસ મુશ્કેલીના સમયે કોઈ રસ્તો ન મળે ત્યારે આ પરમાનંદ ને યાદ કરજો હું રસ્તો શોધવામાં મારી મદદ કરી.
રાજ:- સર કાલે અમે જઈશું પણ અમારી એક નાનકડી વાત માનસો........પ્લીઝ.........
પરમાનંદ:- આજે તમે જે કહેશો તે કરવા તૈયાર છું.
રાજ:- તો સર આજની રાત અમે સુઈશું નહિ બસ તમારા સાનિધ્યમાં બેસીશું. પછી કોને ખબર કેદી આવી રીતે બેસવા મળે.

પરમાનંદ :- ઠીક....છે.....બસ....

રાજન:- સર તમે અમને તમારા જીવન સંગ્રામ ની વાત કરવાના હતા તે...........

પરમાનંદ:- હા મને યાદ છે.આજે હું તમને એ વાર્તા સંભળાવવા માગું છું..........

રાજન :- (હસતા હસતા). વાર્તા......

પરમાનંદ:- હા વાર્તા . કેમ તમે બધા એટલા બધા મોટા થઈ ગયા છો કે વાર્તા નું નામ સાંભળતા જ હસવું આવી જાય છે.

રાજન :- સોરી સર........

પરમાનંદ:- ઠીક છે, કઈ વાંધો નય. જુઓ આ વાર્તા કોઈ ના જીવનની છે એટલે આખી વાર્તા પૂરી થઈ જાય ત્યાં સુધી કોઈ પ્રશ્ન નહીં પૂછે.હા વાર્તા પૂરી થાય પછી જે પૂછવું હોય એ પૂછવાની છૂટ ........





તમને આ જીવન સંગ્રામ કેવી લાગી એના પ્રતિભાવ જણાવશો............

આગળ ના પ્રકરણમાં આપણે પરમાનંદ ના જીવન સંગ્રામ ની વાતો જાણીશું....................



બધા જ વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે આગળના પ્રકરણો ખૂબ ગમ્યા ને આપે ખૂબ જ પ્રતિભાવો આપ્યા..... આવી જ રીતે મને પ્રેરણા આપતા રહેશો એવી આશા સાથે...............
.........રાજુસર.............


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED