Jivan Sangram - 3 books and stories free download online pdf in Gujarati

જીવન સંગ્રામ - 3

પ્રકરણ- ૩


બીજા દિવસે સવારે બધા પોત પોતાની ઓફિસે જાય છે. એટલામાં રાજના મોબાઈલની રીંગ વાગે છે .
રાજ:- (મોબાઇલ ઓન કરી ને) હેલ્લો....
સૂર્યદીપ:- તો વકીલ, મારી વાત વિશે શું વિચાર્યું, રૂપિયા જોઈએ છે મોત?
રાજ :-જુઓ (બનાવટી હાસ્ય કરીને )મારે રૂપિયા જોઈએ છે .તમે ચિંતા નહીં કરતા. જતીનનો કેશ એમને એમ બંધ થઈ જશે અને જતીનને સજા પણ થાશે .બસ તમે હવે મને કેટલા રૂપિયા આપવાના છો અને ક્યાં આપવાના છો તે કહો.
સૂર્યદીપ :- તું કહે કેટલા જોઈએ છે.
રાજ :-પૂરા દસ લાખ.
સૂર્યદીપ:- ઠીક છે ,તારી ઓફિસથી ત્રણેક કિલોમીટર દૂર કાલી માતાનું મંદિર આવેલ છે. ત્યાં સાંજે છ વાગ્યે આવી જજે .પણ એટલું યાદ રાખજે કે જો જતીન છૂટી ગયો તો તું ગયો સીધો ઉપર. સમજ્યો (ફોન કટ થાય છે)
રાજ:- મનમાં કંઈક વિચારી મોબાઈલ કરે છે હેલો રાજન.
રાજન:- હા બોલ રાજ, શું વાત થઈ?
રાજ:- મેં તેને રૂપિયા લેવાની હા પાડી છે .માટે રૂપિયા 10 લાખ લેવા માટે કાલી માતાના મંદિરે આજે સાંજે છ વાગ્યે બોલાવ્યો છે .બસ રાજન મારું કામ પૂરું કર્યું હવે તારે શું કરવાનું છે તે વિચારી મને ફોન કર.
રાજન :- ઠીક છે ,રાજ છ વાગ્યે રૂપિયા લેવા જજે. મારા માણસો તે મંદિરમાં કોઈ પૂજારી ના વેશમાં તો કોઈ ભિખારીના વેશમાં તો કોઈ ભક્ત કે દુકાનદાર એમ છૂપી રીતે ઊભા હશે. તને જેવા રૂપિયા આપવા આવશે કે તરત જ પકડાઈ જશે .ઓકે ચાલ સાંજે છ વાગ્યે કાલી માતાના મંદિરે મળીએ છીએ.
રાજ પોતાનો મોબાઇલ ખિસ્સામાં રાખે છે અને છ વાગવાની રાહ જુએ છે મનોમન વિચારે છે, કે આમાં ખૂબ સંભાળવું પડશે નહીં તો જીવને જોખમ છે જ પણ મારે તો દુનિયાને બતાવવું છે કે ખરા ગુરુ ના સહારે ગમે તેવા કપરા કાર્યો પણ પાર પડે છે આવું વિચારી રાજ બીજા કામમાં લાગ્યો.
સાંજના પાંચ વાગ્યે બધા રાજ ની ઓફિસે ભેગા થાય છે.
રાજન :-જુઓ ,આપણે જે મિશન પર જઈએ છીએ તેમાં આપણું તો ઠીક પણ રાજના જીવને જોખમ પણ થઈ શકે છે . માટે આપણે બધાએ ખૂબ જ હોશિયારી પૂર્વક રહેવું પડશે. કોઈને પણ આપણા ઉપર શંકા ન જવી જોઈએ okay. આર યુ રેડી એવરી બડી.
બધા:- યસ સર.
રાજન :- તો ચાલો બધા કાલી માતાના મંદિર પાસે જઈએ અને પોતપોતાની જગ્યા સંભાળીએ અને રાજ તું 6 માં 15 મિનિટ કામ હોય ત્યારે આવજે . હું ત્યાં આંધરા ભીખારી ના વેશમાં હોઈશ. પણ ખાસ ધ્યાન રાખજે કે તારું ધ્યાન અમારામાંથી કોઈના ઉપર ન હોવું જોઈએ. હવે આપણે બધા ઇશારાથી જ કામ કરીશું .ઓકે.
બધા કાલી માતાના મંદિરે જાય છે અને બધા જુદા જુદા વેશ માં અલગ અલગ જગ્યાએ ગોઠવાયા .એટલામાં રાજની કાર આવે છે અને જગ્યા પર પાર્ક કરે છે .રાજ નીચે ઉતરી મંદિરમાં દર્શન કરવા જાય છે .બહાર આવી જુવે છે તો 6 અને 05 મિનિટ થઈ. ત્યાં જ મોબાઈલ રણકી ઊઠે છે. રાજ મોબાઇલ ઓન કરી ,હેલો......
સૂર્યદીપ :- વકીલ સૂર્યદીપસિંહ નામ છે મારુ. મને છેતરવા ની કોશિશ તે તો નથી કરીને.
રાજ :- તમે શું વાત કરો છો મને કંઈ સમજાતું નથી.
સૂર્યદીપ :- વકીલ અત્યારે હું ત્યાં આવી શકીશ નહીં કારણકે આ વાતની જાણ પોલીસને થઈ ગઈ છે. માટે હવે પાછો ફોન કરી બીજી જગ્યા બતાવીશ.
રાજ:- પણ હું મંદિરે ઊભો છું અને અહીંયા કોઈ પોલીસ હોય તેવું લાગતું નથી.
સૂર્યદીપ :- મારા માણસો એ હમણાં જ મને જણાવ્યું કે પોલીસ છૂપી રીતે ત્યાં ગોઠવાયેલા છે. અને હું હવે તને જ્યારે ફોન કરું ત્યારે જ તે જ ઘડીએ તારે મારી પાસે આવવાનું રહેશે .કારણકે, હવે સમય આપી પછી ભૂલ કરવા માગતો નથી. અને હા પોલીસને બાતમી આપનાર ની શોધ કરી તેની તેને સજા આપ્યા બાદ હવે મળીશું .
ફોન કટ થાય છે .રાજ નું લોહી ઉકળી ઉઠે છે અને રાજ આવેલ નંબર પાછો લઈ કોલ કરી સૂર્ય દીપ હવે મને મળવાની જરૂર નથી. તું થોડા સમયમાં જ પોલીસને હવાલે થઇ જઇશ અને રહી જતીનની વાત તો તેને નિર્દોષ છોડાવી ન લઉં ત્યાં સુધી મને ચૈન નહીં પડે.
સૂર્યદીપ :- પણ જતીનને બચાવવા તું જીવતો રહે તો ને.
રાજ :- તારાથી થાય તે કરી લે જે .તારી પોકળ ધમકી થી હું ડરવાનો નથી.
રાજ ફોન કાપી નાખે છે અને રાજન પાસે જઈ સૂર્યદીપ સાથે થયેલી બધી વાત કહે છે.
રાજન :- પણ રાજ ,સૂર્યદીપ ને આ વાતની જાણ કઈ રીતે થઈ હશે .લાગે છે કે આપણે ધારીએ છીએ તેના કરતાં પણ આ સૂર્યદીપ વધારે ચાલાક છે. અથવા તો મારા સ્ટાફમાંથી કોઈ ફુટી ગયું હશે. ખરેખર સર સાચું જ કહેતા હતા કે સમાજને એક તાંતણે બાંધવો સહેલો નથી.
રાજ :- રાજન જે થવાનું હતું તે થઈ ગયું .હવે પહેલા સૂર્ય દીપ ને કઈ રીતે પકડવો તે વિચારવાનું છે.
રાજન :- ઠીક છે આપણે કાલે પાછા તારી ઓફિસે ભેગા થઈએ છીએ. ઓકે.
અને બધા છૂટા પડી પોતાની ઓફિસે જાય છે .સાંજ થવા આવી બધા મિત્રો તપોવન તરફ આવવા લાગ્યા .પણ રાજ આજે હજુ આવ્યો નથી.બધા રાજ ની રાહ જોવા લાગ્યા. બધા વિચારે છે કે રાજ હંમેશા નિયત સમય પહેલા પહોંચી જાય છે અને આજે કેમ મોડું થયું હશે? એટલા માં પરમાનંદ આવે છે.
પરમાનંદ:- શું ચર્ચા ચાલી રહી છે અંદરો અંદર??
રાજન :- સર અમે બધા આવી ગયા પણ ,રાજ હજુ સુધી પાછો આવ્યો નથી અને તેનો મોબાઈલ પણ સ્વીચ ઓફ આવે છે.
પરમાનંદ :- એવું પણ બને કે રાજ ને કોઈ ઇમરજન્સી કેસ આવી ગયો હોય અને તેને ઉકેલવામાં મોડું થઈ ગયું હોય. બધા જમી લો . રાજ આવશે એટલે હું અને રાજ જમીલેશું.
બધા :- નહીં સર રાજ નહીં આવે ત્યાં સુધી અમે પણ નહીં જમીએ.
પરમાનંદ :- ગાંડા ન બનો .રાજ આવી જશે . તમે બધા જમી લો .જુઓ આજે સરસ મીઠાઈ બનાવી છે.
રાજન:- સર રાજ ને ક્યાંક.........
પરમાનંદ :- એવું ન બોલ રાજન.
રાજન:- પણ સર આજે અમે છુટા પડ્યા ત્યારે પહેલા સૂર્ય દીપ નો ફોન આવ્યો હતો એમ કહી બધી વાત કરે છે......
પરમાનંદ :- રાજન આવું બધું બની ગયા પછી પણ તમે રાજ ને એકલો જ કેમ છોડી દીધો?
આવી ચર્ચા ચાલતી હતી એટલામાં કોઈ અજાણી વ્યક્તિ આવી અને બોલે છે પરમાનંદ કોણ છે???
પરમાનંદ:- હું પોતે જ પરમાનંદ છું .આપ કોણ?
વિજય:- હું વિજય છું .કોઈ રાજ નામની વ્યક્તિ અહીં રહે છે?
પરમાનંદ :- હા એ મારો જ શિષ્ય છે .પણ તમારે રાજ નું શું કામ છે?
વિજય :-ના મારે તેનું કંઈ જ કામ નથી .પણ રાજની હાલત ગંભીર છે. કોઈએ તેના પર જીવલેણ હુમલો કર્યો છે અને રાજને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે .તેના ખિસ્સામાંથી અહીંનું ઓળખ કાર્ડ મળ્યું એટલે અહીં આવ્યો છું.
પરમાનંદ :- ઊભા થઈને શું? રાજને હોસ્પિટલમાં દાખલ કર્યો છે ! ચાલો આપણે ત્યાં જઈએ.
બધા સિવિલ હોસ્પિટલમાં જવા રવાના થાય છે .અને હોસ્પિટલે પહોંચી પરમાનંદ સીધા ડોક્ટર પાસે જાય છે અને પૂછે છે સાહેબ રાજને કયા રૂમમાં દાખલ કરવામાં આવ્યો છે?
ડોક્ટર :- 12 નંબરના અહીં થી જમણી બાજુ.
પરમાનંદ :-ડોક્ટર સાહેબ ,રાજ ની હાલત કેવી છે?
ડોક્ટર :- જુઓ તેના બંને પગમાં ઇજા થઇ છે તેના એક હાથમાં ફેક્ચર છે તથા માથામાં મગજ નીચે ઘા લાગેલો છે એટલે તેને ઓછામાં ઓછો એક દોઢ મહિનો આરામ લેવો જ પડશે.
પરમાનંદ :- ડોક્ટર સાહેબ જો તમે પરવાનગી આપો તો રાજ નો મિત્ર ડોક્ટર છે .અને તે રાજ ને પોતાની હોસ્પિટલમાં દાખલ કરવા માગે છે.
ડોક્ટર :- ઠીક છે મને કશો જ વાંધો નથી .તમે તે હોસ્પિટલેથી ગાડી બોલાવી લો. હું રાજના કાગળોની ફાઇલ તૈયાર કરું છું.
પરમાનંદ :- (રાજેશ ને પોતાની પાસે બોલાવીને કહે છે )રાજેશ તારી હોસ્પિટલમાંથી ગાડી મંગાવી લે. રાજ ને ત્યાં લઈ જવાનો છે.
રાજેશ:- ભલે સર હમણાં જ ગાડી મંગાવી લઉં છું.
(રાજેશ મોબાઇલ લઇ હોસ્પિટલ ફોન કરે છે) અને પછી બધા રાજ પાસે જાય છે .રાજ બધા ને જોતા જ બેઠો થવાનો પ્રયત્ન કરે છે, પણ બેઠો થઇ શકતો નથી.
પરમાનંદ :- હં......હ....... રાજ હમણાં તારે પૂરેપૂરો આરામ કરવાનો છે.
રાજ :-ના સર મેં પ્રતિજ્ઞા કરી છે કે જતીનને નિર્દોષ છોડાવીને જ રહીશ. સર આ તો પાછળથી હુમલો કર્યો ન હોત તો મારી જગ્યાએ હરામખોરો સુતા હોત.
પરમાનંદ :- બસ રાજ એ બધું પછી ,અત્યારે માત્ર આરામ.
એટલામાં વોર્ડ બોય આવે છે ને કહે છે સાહેબ એમ્બ્યુલન્સ આવી ગઇ છે .રાજને એમ્બ્યુલન્સ માં બેસાડી રાજેશની હોસ્પિટલમાં લઈ જાય છે અને રાજેશ પોતે જ રાજની તબીબી સારવાર કરવા લાગે છે.
સાંજે બધા તપોવન ગામમાં પાછા આવ્યા. રાજેશ ના આવ્યો .તેને સરને ફોનમાં જણાવ્યું કે હું રાજ પાસે આજની રાત અહીં જ રહીશ .તમે બધા જમી લેજો .સવારે બે વ્યક્તિ રાજ ની સંભાળ રાખવા આવે તેવી વ્યવસ્થા કરાવજો .એટલે આજની પ્રાર્થનાસભામાં રાજ અને રાજેશ ની ગેરહાજરી હતી.
બધા સાંજે જમીને દરરોજની જેમ પટાંગણમાં બેઠા છે .સર આવે છે બધા પ્રાર્થના બોલે છે .પરંતુ આજે બધાના મોઢા ચૂપ હતા. જે મોઢા મોડી રાત સુધી ચર્ચા કરતાં થાકતા ન હતા તે મોઢા આજે ચૂપ કેમ છે તેની જાણ પણ બધાને હતી .આખરે પરમાનંદએ મૌન તોડતાં કહ્યું વ્હાલા ભાઈઓ આજે આપણી પરિસ્થિતિથી તમે બધા સમજી શકો છો .પણ આવી પરિસ્થિતિ થી તમે બધા આટલા બધા ગભરાઈ જશો એવી તો મને કલ્પના પણ ન હતી.
રાજન:- સર ,અમે પરિસ્થિતિથી ગભરાઈ જાય એટલા નબળા મનના નથી. કારણ કે ,અમારા મનનું ઘડતર તમે જ કર્યું છે .અમે તો માત્ર રાજની ચિંતા કરીએ છીએ. બસ ભગવાન તેને વહેલામાં વહેલી તકે સાજો કરી દે એટલે બસ. અને સર બે દિવસ પછી અમે બધા કાયમ માટે અમારે ઘેર જવાના હતા પણ અમે બધાએ નક્કી કર્યું છે કે આ કેસનો નિવેડો આવે ત્યારબાદ જ અમે અમારે ઘેર જઈશું. પ્લીઝ ........સર .........ના ન પાડશો.
પરમાનંદ :-ઠીક છે જેવી તમારી ઈચ્છા. પણ કાલે સવારે આપણે બે જણા ના ગ્રુપમાં વહેંચાઈ જઈશું. અને દરરોજ રાજ ની સંભાળ રાખવા બે જણ ત્યાં રોકાશું. રાજન તારે આ કેસની તપાસ કરવાની હોય તું અને કમલ આ જવાબદારીમાંથી મુક્ત રહી શકશો.
ભવ્ય :- સર અમે ઓફિસે ના જાય તો પણ ચાલે જ્યારે રતન, સનત આ બધાને ઓફિસે જવું પડશે. તેથી દિવસ દરમિયાન અમે રાજની સંભાળ રાખીશું.
કમલ :- અને રાત્રે અમારો વારો .સર ....પ્લીઝ....
પરમાનંદ :- ઠીક છે ,કાલથી તો રાજ ના બા - બાપુજી પણ આવી જશે .એટલે તેમને પણ આપણે સાચવી લેવાના છે .એમને હિંમત આપવાની છે .ઓકે તો બધા હવે સુઈ જઈએ.
બધા :- ઠીક છે સર, ગુડ નાઈટ સર.
પરમાનંદ:-ગુડનાઈટ એવરી બડી.
બીજા દિવસે રાજન ઓફિસે જઈને કમલ ને પૂછે છે કમલ રાજ પર હુમલો કરનાર કે કરાવનારને શોધવો તો પડશે જ.
કમલ :- રાજન આ બાબતમાં કદાચ જતીન આપણને મદદ કરી શકે.
રાજન :- તો ચાલ જતીન પાસે જઈએ.
બંને જતીન પાસે જાય છે
રાજન :- જતીન રાજ પર જીવલેણ હુમલો થયો છે અને પેલા એસટીડી નો નંબર એટલે કે એસ ટી ડી નો માલિક કોણ છે?
જતીન :-સાહેબ એ એસટીડી માનસિંહના ભત્રીજા ગજરાજ નું છે.
રાજન:- કમલ મને તો માનસિંહ પર શંકા જાય છે. માટે હવે ગજરાજ ને મળવું જ પડશે .બરાબરને તો કાલે આપણે આદીપુરા જઈશું.
કમલ :-હા કાલે જ નીકળીએ ,પણ રાજન હવે આપણને જતીન નિર્દોષ દેખાય છે તો તેના જામીન મંજૂર કરાવી એ તો.
રાજન:- નહીં કમલ , મને તો પેલા જ જતીન નિર્દોષ દેખાતો હતો પણ જતીનના જામીન મંજૂર કરાવી એ તો તેમના દુશ્મનો કઈ અવળું કરે અને આપણે જતીનને બચાવી ન શકિએ,તો તેના કરતા જતીન અહીંયા લોક અપમાં જ ઠીક છે ,સુરક્ષિત છે .જતીન હવે થોડા દિવસ જ તારે અહીં રહેવાનું છે .અમારી દ્રષ્ટિએ તું નિર્દોષ જ છે ,માત્ર અદાલતમાં તને નિર્દોષ સાબિત કરવા માટે અમારે પુરાવા એકઠા કરવા પડશે. ઓકે ...બાય...
બીજે દિવસે આદીપુરા જવા માટે કમલ અને રાજન નીકળે છે.
બંને જણા આદિપરા પહોંચીને એસટીડી પીસીઓ જાય છે અને પૂછે છે આના માલિક કોણ છે?
ગજરાજ :-હું છું .બોલો શું કામ છે?
રાજન:- આ નંબર તમારા એસટીડી નો છે? (મોબાઇલમાં નંબર બતાવે છે)
ગજરાજ :-(નંબર જોઈ ને ) હા,પણ તમે કોણ છો?
રાજન :-cid ઇન્સ્પેક્ટર રાજન. જુઓ તમારા આ નંબર પરથી કાલે છ વાગ્યે મને ફોન કરેલ છે.
ગજરાજ :-સાહેબ આ એસ.ટી.ડી પી.સી.ઓ છે અહીં તો ઘણા લોકો ફોન કરવા આવે .અમે કેટલાક નું ધ્યાન રાખીએ.
રાજન :-ઠીક છે તમારું કોલર રજીસ્ટર બતાવો. એમાં તમે નોંધતા તો હસો જ ને .વળી આ કોઈ એવું મોટું શહેર નથી કે તમે કોઈ વ્યક્તિને ઓળખતા ન હોય.
રાજન અને ગજરાજ વાતો કરતા હતા એટલા વખતમાં કમલે ગજરાજ ના ટેલિફોન પાસે રહેલા કુંડામાં પૂર્વ આયોજન પ્રમાણે નાનુ માઇક્રોફોન મૂકી દીધું અને રાજન પાસે જઈને ઊભો રહી જાય છે.
ગજરાજ :-જુઓ સાહેબ તમે કહો છો તેમ આ રજીસ્ટરમાં માત્ર કૉલનો સમય અને રકમ બતાવવામાં આવે છે .નામ લખવામાં આવતું નથી.
રાજન :-રજીસ્ટર જોઈને ઠીક છે . ગજરાજ તમે અમને માનસીહ ના ઘરનો રસ્તો બતાવશો?
ગજરાત:- હા સાહેબ, અહીં થી જમણી બાજુની ગલીમાં પેલું જ મકાન માનસિંહ નું છે.
રાજન અને કમલ એસટીડી બહાર નીકળી બાજુની ગલી ના વળાંક પર ઉભા રહે છે.
કમલ :-, આપણું નાનુ માઇક્રોફોન ગજરાજ ના ટેલિફોન પાસે રહેલા ફૂલના કુંડામાં રાખી દીધું છે.
રાજન :- હવે એને ઓન કર આપણે ગજરાજ ના દરેક ફોન સાંભળવા પડશે. અને જાણવું પડશે કે પેલો સૂર્યદીપ અને આ માનસિંહ બંને એક જ છે કે અલગ અલગ.
નાનુ માઇક્રોફોન ઓન કરતાં ............... ગજરાજ કોઈ સાથે ફોન જોડતો હતો....
રાજન :- કમલ આ ગજરાજની ફોન પરની બધી વાત તારા મોબાઇલમાં રેકોર્ડ કરી લે.
કમલ:- ઠીક છે.
કમલ પોતાનો મોબાઈલ કાઢી બધી વાત રેકોર્ડ કરી લે છે અને પછી જાય છે સીધા માનસિંહ ને ત્યાં .
મકાન માં જઈ માનસિંહ....... ઓ...... માનસિંહ ..........ઓ માનસિંહ....છે કોઈ.
માનસિંહ:-( ઉપરથી )કોણ છે?
રાજન :-cid ઇન્સ્પેક્ટર રાજન.
માનસિંહ:-( બનાવટી આશ્ચર્ય સાથે નીચે ઉતરતા) ઇન્સ્પેક્ટર સાહેબ તમે અહીંયા મારું કંઈ કામ પડ્યું. સાહેબ મને ત્યાં બોલાવી લીધો હોત તો હું જ ત્યાં આવી જાત.
રાજન:- યુ આર અંડર અરેસ્ટ.
માનસીહ :- પણ સાહેબ કયા ગુનામા મને પકડવામાં આવે છે તે તો કહો?
રાજન :- માનસિંહ ઉર્ફે સૂર્ય દીપ સિંહ ....તે મિસ્ટર રાજ પર જીવલેણ હુમલો કરાવ્યો છે તે માટે અને વકીલ ને પૈસા આપવા એટલે કે લાંચ આપવાના ગુનામાં.
માનસિંહ :- સૂર્યદીપ , આ રાજ કોણ છે આ બધા? આ બંને વ્યક્તિ મને કશી જ ખબર નથી. જુઓ સાહેબ તમને કંઈ સમજ ફેર થઈ લાગે છે ભલા હું શા માટે રાજ ઉપર હુમલો કરાવું અને વળી હું તો રાજ ને ઓળખતો પણ નથી.
કોમલ:- તો પછી ગજરાજનો હમણાં ફોન આવ્યો હતો ત્યારે ગજરાજે તારી સાથે શી વાત કરી.
માનસિંહ :-(આશ્ચર્ય અને ગભરાહટ સાથે )સાહેબ ગજરાજ કહેતો હતો કે cid ઇન્સ્પેક્ટર તમારું ઘર ગોતે છે બસ સાહેબ આટલી જ વાત થઈ છે.
કમલ:- અને આ વાત કોની વચ્ચે થઇ તેમ કહી પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરેલી વાત ઓન કરે છે.
હલો કાકા હું ગજરાજ બોલું છું. cid ઇન્સ્પેક્ટર તમારું ઘર શોધતા હતા અને અહીંયા આવીને મને પૂછતા હતા કે ગઈકાલે છ વાગે કોઈ સૂર્યદીપ નામની વ્યક્તિએ ફોન કર્યો હતો?
માનસિંહ :-અરે ગજા તે ક્યાંક કહ્યું તો નથી ને કે હું જ સૂર્યદીપ છું. અને મેં જ કાલે ફોન કર્યો હતો.
ગજરાજ:- ના કાકા મેં તો કંઈ જ નથી કીધું પણ તે ઇન્સ્પેક્ટર ખૂબ ચાલાક લાગે છે અને વળી એ અત્યારે તમારે ઘેર પહોંચતા જ હશે માટે બાજી હવે સંભાળી લેજો. કમલ ફોન બંધ કરતો કહે છે કે આ માનસિંહ ઓહ સૂર્યદીપ સાંભળ્યું આ ,હવે કહે તારે શું કહેવું છે?
આ સાંભળતા જ માનસિંહ ભાગવાનો પ્રયત્ન કરે છે પરંતુ રાજન છલાંગ મારી તેને પકડી લે છે અને સીધો જ પોતાના પોલીસ સ્ટેશને લઈ જાય છે. કમલ આ માનસિંહ ને સીધો જ રિમાન્ડ રૂમમાં લઈ લે. કારણ કે આ રિમાન્ડ વગર કંઈ બોલવાનો નથી.
કમલ :- પણ રાજન આના રિમાન્ડ મેળવવા ના હજુ...........
રાજન:- એ પછી, પહેલા એને રિમાન્ડમાં લેવો છે. અને બધું જ કબૂલ કરાવવું છે.
કમલ :- ઠીક છે.
માનસિંહને રિમાન્ડ રૂમમાં લઈ જાય છે.
માનસિંહ:- પણ સાહેબ, આ ફોનની વાત સિવાય બીજી કશી જ મને ખબર નથી.
રાજન:- તુ બધું જ જાણે છે .તે જ રોશની નું ખૂન કર્યું છે અથવા કરાવ્યું છે.
માનસીહ :- ના સાહેબ મે રોશની નું ખૂન નથી કર્યું.
રાજન:- તો પછી શા માટે તે રાજને જતીનને સજા કરાવવાના દસ લાખ રૂપિયા આપવાની ઓફર કરી હતી.
માનસિંહ:- એ તો સાહેબ જતીન સાથે આજે અમારે વર્ષોથી દુશ્મનાવટ છે .અને જતીન ના ખાનદાન નું ધનોત-પનોત કાઢવા માટે જતી ને સજા થાય એવું હું ઇચ્છતો હતો ,કારણકે ,જતીન ના દાદાના દાદાએ મારા દાદાના દાદાને પંચાયત સમક્ષ મોટી સજા કરાવડાવી હતી અને જેના કારણે મારા દાદાએ આત્મહત્યા કરી હતી. એનો બદલો લેવા માટે મેં જતીનને સજા થાય એટલા માટે રાજને રૂપિયાની લાલચ આપી હતી બાકી સાહેબ રોશનીના ખુન વિશે હું કશું જ જાણતો નથી.
રાજન :-જો માનસિંહ તને બે દિવસનો સમય આપું છું .જો તું સાચે સાચું જે કંઈ પણ જાણતો હોય તો બતાવી દે. જોતું પોલીસને મદદ કરશે તો તારો આ મારપીટનો કેસ દાખલ નહીં કરું સમજ્યો.
માનસિંહ:- પણ સાહેબ મારી વાત પર વિશ્વાસ રાખો હું કંઈ જ જાણતો નથી.
રાજન :-બે દિવસ સમજ્યો.
ત્યારબાદ રાજન અને કમલ સીધા જ તપોવન ધામમાં જાય છે કારણ કે સાંજ પડવા આવી હતી.
સાંજે ભોજન બાદ બધા પ્રાર્થના માટે ભેગા થાય છે. પ્રાર્થના બોલ્યા બાદ....
પરમાનંદ :- રાજેશ આજે વાત કરી કે રાજ ને ત્રણ દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવાની છે. કારણ કે હવે તેને માત્ર આરામની જરૂર છે. રાજ સીધો અહીંયા આવવા માગે છે .અહીં આવ્યા બાદ આપણે બધાએ તેને ઘેર જવાનું સમજાવવાનું છે. કારણકે મને વિશ્વાસ છે કે રાજ તમારા બધાનું માન રાખશે.
રાજન :- સર રાજ ને ઘેર મોકલવો એનો અર્થ એ થયો કે રાજને આ કેસ છોડી દેવાનો????
પરમાનંદ:- એ રાજને વિચારવાનું છે કે તેને આ કેસ લડવો છે કે પછી બીજા વકીલને સોંપવો.રાજને અહીં આવવા તો દો. અને હા ,રાજન તમારા કેસમાં નવી કડી કંઈ મળી?
રાજન :- સર રાજ પર હુમલો કરાવનાર અત્યારે જેલમાં છે મને લાગે છે કે તે જ રોશનીનો ખુંની છે.
પરમાનંદ :- આટલી ઝડપથી તમે હુમલાખોરને પકડી પાડયો .પણ એ તો બતાવો કે તમે આ કામ આટલી ઝડપથી કેમ કરતા પતાવ્યું?
રાજન અને કમલ આદીપરા જઈ માનસિંહ ને કઈ રીતે અરેસ્ટ કર્યો તે વાત કરે છે.
પરમાનંદ :-વાહ તમારી બુદ્ધિ અને કાબેલિયત વખાણવા લાયક છે.
રાજન :- પણ હજુ રોશનીના ખૂન નો તેમણે સ્વીકાર કર્યો નથી.
પરમાનંદ :- તેમાં પણ તમને સફળતા મળશે કારણ કે આ કેસ તમે કોઈ પણ સ્વાર્થ વગર લડો છો .બસ હવે સુઈ જાવ. ચાલો બધાને ગુડ નાઈટ.
બધા:- ગુડ નાઈટ સર.
બે દિવસ બાદ રાજન અને કમલ માનસિંહ પાસે લોકોમાં જાય છે અને માનસિંહના રિમાન્ડ રૂમમાં લઇ જઇ ને પૂછે છે.......
રાજન :- માનસિંહ બોલ શું વિચાર્યું બે દિવસમાં.
માનસિંહ :-સાહેબ હું સ્વીકારું છું કે રાજ પર હુમલો મેં જ કરાવ્યો હતો અને તેની મને સજા થશે તે પણ હું ભોગવી લઈશ. પણ સાહેબ રોશનીના ખુન વિશે મને કશીક જ ખબર નથી.
રાજન:- જો તને કશી જ ખબર ન હોય તો મને ખબર પડાવતા પણ આવડે છે.........
રાજન માનસિંહ ની ખૂબ જ રિમાન્ડ લે છે પણ માનસિંહ એક જ જવાબ છે કે તે રોશનીના ખૂન વિશે કંઈ પણ જાણતો નથી .કમલ રાજનનો ગુસ્સો કાબુ બહાર જાય તે પહેલા રાજનને તેની ચેમ્બરમાં લઈ જાય છે.
રાજન :-કમલ આ હરામખોર એમ નહિ માને.
કમલ :- રાજન હજુ આપણે તેનો કેસ પણ નોંધો નથી. હજુ તેના રિમાન્ડ મેળવવા ના પણ બાકી છે. માટે ધીરજથી કામ લે.
આવી ચર્ચા થતી હતી ત્યાં જ ગજરાજ અને તેના વકીલ આવે છે...
ગજરાજ:- સાહેબ હું માનસીહનો ભત્રીજો..........
રાજન :-ગજરાજ આવો આવો ઓળખું છું તમને. તમારો પણ વારો આવશે ...ગજ..... રાજ.....
વકીલ :-સાહેબ હું મારા ક્લાયન્ટ ને મળવા માગું છું
રાજન:- (વકીલ ના કાગળો ની ફાઈલ જોય ને) ઠીક છે ચાલો....
રાજન ,ગજરાજ અને વકીલ ને મુલાકાત રૂમમાં બેસાડે છે અને માનસીહને ત્યાં લઈ જાય છે. આ રહ્યો તમારો ક્લાયંટ. અને રાજન પોતાની ચેમ્બરમાં પાછો આવે છે.
કમલ :- રાજન પહેલા ત્યાં એકલા જ.?.........
રાજન:- નહીં તે ત્યાં એકલા નથી .મુલાકાત રૂમમાં ક્લોઝ સર્કિટ કેમેરા બેસાડેલા છે .એમ બોલતા રાજન પોતાનું લેપટોપ ચાલુ કરે છે જો કમલ આ હરામખોર તેના વકીલ પાસે તો સાચું બોલશે જ ને.
કમલ :- હા..... હા.... અને તેની રેકોર્ડ કેસટ વડે આપણે તેને જ પકડી શું બરાબરને....
રાજન:હ હા જો સાંભળ વકીલ માનસીહને કંઈક પૂછે છે....
વકીલ :- જુઓ માનસિંહ , ગજરાજે બધી જ વાત કરી છે માટે તમે ચિંતા નહીં કરતા હું ટૂંક સમયમાં જ જામીન મેળવી લઈશ.
માનસિંહ:- પણ આ ઇસ્પેક્ટર બહુ ચાલાક અને ખતરનાક છે .તમે મારા પર રાજના હુમલાના કેસમાં જામીન મેળવી લેશો પણ આ ઇસ્પેક્ટર રોશનીના ખૂનનું આર મારા પર ઓઢાડે છે .તે ખૂન સ્વીકારી લેવા માટે મને અવનવા પ્રલોભનો અને ધમકી આપે છે.
વકીલ:- તો શું તમે રોશનીનું ખૂન પણ..............



શું રાજ આ કેસ છોડી ને ઘરે જતો રહેશે..??

શું માનસિંહ જ રોશનીનો ખુની હશે??????


જો ના તો રોશનીનો ખુની કોણ હશે??????

કેસ પુરો થયા બાદ પરમાનંદ વિશે તેમજ તેના જીવન સંગ્રામ વિશે જાણવા મળશે માટે આગળના ભગો વાચો........

વાચો જીવન સંગ્રામ.........

આપના પ્રતિભાવો,સલાહ,સૂચનો......મને વધુ લખવા મટે પ્રેરણા આપશે.....માટે પ્રતિભાવો આપવા વિનંતી તેમજ રેન્કિંગ આપવા વિનંતી.......

ક્રમશ:..........


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED