જતીન અજમેર નો કેસ cid ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવે જે બાબતમાં રાજને સૂર્ય દીપ સિંહ નો ધમકીભર્યો કોલ આવે છે અને cid ચીફ ઇન્સ્પેક્ટર રાજન જતીન ની તપાસ માટે પોલીસ સ્ટેશન આવે છે
રાજન:- (કમલ પાસે આવીને )કમલ, તારી પાસે આ કેસની જેટલી વિગત હોય એટલી મને આપી દે. જેથી હું તે દિશામાં આગળ વધુ.
કમલ :- આ જતીન આદિપુર આ ગામનો વતની છે. જે અહીંથી પાંચેક કિલોમીટર દૂર છે . જતીનના ખેતરમાં મજૂરી કરવા આવેલા શામજીભાઈની પુત્રી રોશનીને જતીન પ્રેમ કરતો હતો .પણ રોશનીના લગ્ન બાજુના ખેતરમાં મજુરી કરતાં દિપક સાથે થવાના હતા. તેનાથી ઉશ્કેરાઇને જતીને શામજીભાઈને ધમકી આપી હતી કે જો તે રોશનીના લગ્ન તેની સાથે નહીં કરે તો તે રોશનીને મારી નાખશે અને કર્યું પણ એવું જ લગ્નના આગલા દિવસે જ રોશનીની હત્યા જતીને કરી નાખી અને તે ત્યાંથી ભાગી ગયો. અહીંથી થોડે દૂર જંગલ વિસ્તાર આવે છે ,જતીન ત્યાંથી પકડાયો બસ આટલી જ માહિતી મારી પાસે છે.
રાજન:- કમલ જતી ને આ ખુન કર્યું છે તેના પુરાવા છે તારી પાસે.
કમલ:- દિપક એ જતીનને ખૂન કરતા નજરોનજર જોયો છે અને જતીન દીપક ને આવતો જોઈ ત્યાંથી ભાગી ગયો .અને રોશનીને મારવામાં આવેલ છરી ઉપર પણ જતીનના ફિંગર પ્રિન્ટ છે .આટલા બધા પુરાવા જ સાબિત કરી આપે છે કે જતીને જ રોશની હત્યા કરી છે.
રાજન:- છતાં ,પણ મારે તો આની ઝીણવટ ભરી તપાસ કરવી જ પડશે. સારૂ કમલ મારે જતીનને મળવું છે.
કમલ :- ચાલ મારી સાથે (બંને જતીન પાસે લોકઅપમાં જાય છે.)
રાજન:- જો જતીન, હું સી. આઇ. ડી.ઇન્સ્પેક્ટર રાજન છું .રોશની ખૂન કેસની ફરીથી તપાસ મને સોંપવામાં આવી છે. માટે સત્ય હકીકત મને જણાવી દે .જો ખૂન તે કર્યું હોય તો મને જણાવી દે. હું કોર્ટમાં અપીલ કરીશ અને તારી સજા ઓછી કરાવી આપીશ.
જતીન:- સાહેબ ખૂન મેં કર્યું જ નથી, તો પછી હું કઈ રીતે કહું કે આ ખૂન મેં કર્યું છે.?
રાજન :-તો પછી કોણે આ કર્યું છે?
જતીન:- એ મને નથી ખબર
રાજન :-ઠીક છે ,હું તને પાછો મળવા આવીશ .જો જતીન સાચેસાચી વાત પોલીસને કહી દે ,પોલીસને મદદ કરવા બદલ કોર્ટ તારી સજા ટૂંકાવી આપશે. માટે વિચારી ને કહેજે. ગુડબાય (બંને જાય છે)
રાજન :-રોશનીની લાશની બાજુમાંથી શું શું મળ્યું હતું?
કમલ :-એક શરાબનો શિષો, ઝેરી દવાની બોટલ અને લોહીથી રંગાયેલ છરો.
રાજન :-એટલે એમ કે ખૂન કર્યા પહેલા શરાબનો નશો કર્યો હશે અને પછી ખૂન કર્યું હશે, પણ આ ઝેરી દવાનો ઉપયોગ શું કરવાનો હશે. વેલ કમલ, તુ મારી સાથે પેલા દિપક પાસે આવીશ.
કમલ :- ચાલ.
બેય જણા કોમલની જીપ લઈ દિપક પાસે જાય છે.
રાજન:- દિપક , તે રોશની નું ખૂન થતા નજરો નજર જોયું છે.
દિપક:- હા, સાહેબ મેં રોશનીનું ખૂન કરનાર જતીનને છરા સાથે રોશનિની લાશ પાસે જોયો હતો.
રાજન :- દિપક ,આ વાત વિસ્તારથી જણાવ.
દિપક:- મારા અને રોશનીના લગ્ન થવાના હતા તે વાત જતીનને પસંદ ન હતી. કારણકે ,જતીન રોશનીને પ્રેમ કરતો હતો. અમારા લગ્નને આગલે દિવસે રાત્રે રોશનીના રૂમમાં એક કાગળ પથ્થર સાથે વીંટાળીને આવ્યો .રોશનીએ અંદર વાંચ્યું તો, તેમાં લખ્યું હતું કે હું આજે રાત્રે જુના મંદિર પાછળ ઉભો હોઈશ, ત્યાં તું આવી જજે .તારૂ ખૂબ જરૂરી કામ છે. લીખીતન દિપક . આ વાંચતા જ રોશની તરત જ મંદિર પાછળ જવા નીકળી. જતાં જતાં તેની બહેનપણી રમીલાને તેણે કહ્યું કે હું દિપક ને મળવા જાઉં છું. માટે તું મારી જગ્યાએ મારા રૂમમાં સુઈ જા, જેથી બાપુજી ને ખબર ન પડે .અને રમીલા એ પથ્થર ભેગી આવેલી ચિઠ્ઠી વંચાવી. ત્યાર બાદ તે ત્યાંથી નીકળી સીધી મંદિર પાછળ પહોંચી ગઈ. હું ગામમાં ગયો હતો અને પાછા વળતાં ખૂબ રાત વીતી ગઈ હતી. હું મંદિર પાસે પહોંચ્યો ત્યારે, ત્યાં મંદિર પાછળ કંઈક ખળભળાટ અને કોઇ પુરુષનો અવાજ સંભળાયો. હું તે તરફ આગળ વધ્યો અને ત્યાં પહોંચ્યો ,તો જોયું કે જતીન રોશનીની લાશ પાસે બેઠો હતો અને હાથમાં લોહીથી રંગાયેલ છરો હતો અને બોલતો હતો રોશની આઇ લવ યુ .મને જોતાં જ તે છરાનો ઘા કરી ત્યાંથી ભાગી ગયો. મેં એને પકડવાની ખૂબ જ કોશિશ કરી પણ તે હાથમાં ન આવ્યો. પછી મેં વાડીમાં જઈ શામજી બાપાને બધી વાત કરી. રૂમમાં તપાસ કરતા રમીલા મળી. રમીલાએ બધી વાત કરી અને અમે બધા ત્યાં પહોંચ્યા. ઘડી બે ઘડી તો બધા મારા પર શંકા કરવા લાગ્યા, કારણ કે ચિઠ્ઠીમાં મારું નામ હતું પણ પછી બધા જતીનને ગોતવા લાગ્યા. ગામના જમીનદાર માનસિંહ આવ્યા. તેમને બધી વાત સાંભળી અને કહ્યું ચાલો પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ લખાવી આવીએ . અને તરત જ હું અને માનસિંહ ફરિયાદ લખાવી આવ્યા . પછી તો આ ઇન્સ્પેક્ટર સાહેબ ને ખબર છે તેમ જતીન પકડાયો .છરા પર ,દારૂની બોટલ પર તથા દવાની બોટલ પર જતીનના ફિંગર પ્રિન્ટ આવ્યા. સારું કર્યું કે જતીન પકડાયો, નહીં તો મારી તરફ પણ શંકાથી જોવામાં આવત.
રાજન:- દિપક, તે જતીનને રોશનીના પેટ પર છરો મારતા જોયો હતો કે........
દીપક:- ના સાહેબ, પણ તેના હાથમાં લોહી વાળો છરો હતો એટલે..............
બસ કદાચ બીજા કોઈએ માર્યો હોય અને જતીન તે છરો તેના પેટમાંથી બહાર કાઢતો હોય એવું બની શકે.........
દિપક :- સાહેબ રોશનીને જતીન પ્રેમ કરતો હતો. અને તેને એક વખત શામજીબાપાને ને કહ્યું પણ હતું કે જો રોશની મારી નહીં થાય તો હું તેને કોઈની થવા પણ નહીં દઉં .માટે આ ખુન તેને જ કર્યું હશે.
રાજન :- એ બધું સાચું પણ ખાલી તારી વાત પરથી જતીને જ ગુનો કર્યો છે, તેમ માની લેવું ભૂલ ભરેલું છે .દિપક તે પથ્થર ભેગી આવેલી ચિઠ્ઠી મને બતાવશો.
દિપક હા સાહેબ ચાલો શામજીબાપા ને ત્યાં.
દિપક, રાજન અને કમલને લઇને શામજી બાપા પાસે જાય છે.
કમલ :- દિપક આ વાડી પહેલા જતીનની જ છે ને.........
દિપક :- ના સાહેબ, આ વાડી ગામના જમીનદાર માનસિંહ ની છે.
રાજન :- પણ શામજીભાઈ તો જતીન ની વાડી માં મજૂરી કરતા હતા ને.
દિપક:- કરતા હતા પણ ,રોશની નું ખૂન થયા પછી માનસિંહે શામજી બાપા ને કહ્યું કે આ ખેતરના માલિકે તમારી દીકરીનું ખૂન કર્યું છે હવે તેના ખેતરમાં તમારે ના રહેવું જોઈએ માટે તમે મારા ખેતરે રહેવા ચાલો અને ત્યારથી શામજીભાઈ માનસીહ ની વાડી માં રહે છે.
રાજન:- દિપક ,આ માનસિંહ અને જતીન વચ્ચેની દુશ્મનાવટ છે.
દિપક :-સાહેબ એની તો અમ મજુર માણા ને ક્યાંથી ખબર હોય.
રાજન :-તો પછી જતીન ની વાડી માં ઉભા પાકની માવજત કોણ કરે છે.
દિપક :- જતીન જેલમાં ગયો તે વાતના આઘાતથી તેનો બાપ બીમાર પડી ગયો .તે દવાખાનામાં દાખલ છે .અને શામજીબાપા માનસિંહ ની વાડી માં રહેવા જતા રહ્યા માટે જતીનની વાડી માં ઉભો પાક ખેદાન-મેદાન થઇ ગયો છે.
રાજન:- દિપક, શામજીભાઈ ક્યાં છે?
દિપક:- વાડીમાં હશે ,તમે આ ખાટલા પર બેસો હું હમણાં બોલાવી લાવુ છું.
દિપક શામજી બાપા ને લઈને આવે છે.
સાહેબ આ પોતે જ એ અભાગી દીકરીના પિતા શામજીબાપા છે અને શામજી બાપા આ છે cid ઇન્સ્પેક્ટર રાજન સાહેબ.
શામજી બાપા :- જે ભગવાન સાહેબ.
રાજન:- શામજીભાઈ રોશનીના ખૂનની ફરીથી તપાસ શરૂ થઇ છે.
શામજી બાપા :-પણ સાહેબ તેનું ખૂન તો પેલા જતીને કર્યું છે ને અને જતીન તો અત્યારે જેલમાં છે તો પછી.......
રાજન:- તે વાત સાચી છે કે ખોટી તેની તપાસ કરવાની છે. માટે મને તે ચિઠ્ઠી બતાવશો જે રાતે રોશનીના રૂમમાં પથ્થર સાથે આવી હતી.
(શામજી બાપા પોતાની ઓરડીમાંથી શોધી આવીને) આ રહી તે ચિઠ્ઠી
રાજન :-ચિઠ્ઠી જોઈને વેલ, શામજીભાઈ રોશનીના બીજા કોઈ દુશ્મન એટલે કે તમારા કોઈ દુશ્મન છે કે જેને......
શામજી બાપા:- સાહેબ અમારા મજુર માણા ના દુશ્મન કોણ હોય??
રાજન :-ઠીક છે, ત્યારે અમે જઈએ છીએ.
ચાલ કમલ સીધા રાજેશ ની હોસ્પિટલ.
કમલ અને રાજન જીપમાં બેસી રાજેશની હોસ્પિટલ પહોંચે છે.
રાજેશ :-શું વાત છે ,આજે તમે બંને અહીંયા ભૂલા પડ્યા.
રાજન:- રાજેશ રોશનીના ખુંન ની તપાસ cid ઇન્સ્પેક્ટર ને સોંપવામાં આવી છે એટલે કે મને સોંપવામાં આવી છે.
રાજેશ :- મને ખબર છે . સરે આપણને આ વાત કરી હતી.
રાજન :- તો પછી રોશનીના પીએમ રિપોર્ટ જોવા છે.
રાજેશ :-(ફાઈલ ગોતીને) આ રહ્યા રિપોર્ટ. રાજન, રિપોર્ટમાં તો છરાથી જ ખૂન કરવામાં આવ્યું છે. વધારે ખાસ કંઈ છે નહીં.
કમલ:- પણ રાજન, રોશની લાશ લેવા ગયા ત્યારે લાશ અર્ધનગ્ન હાલતમાં હતી .મને લાગે છે કે તેનું ખૂન કરતા પહેલા તેની ઇજ્જત લૂંટવાની કોશિશ કરી હોય કારણ કે ,તેના કપડા પણ તુટેલ હતા. તેમાં સફળતા ન થતાં તેનું ખૂન કરવામાં આવ્યું હોય.
રાજન :-એવું પણ બની શકે ને કે પોતાની ઈજ્જત લૂંટાતી બચાવવા પોતે જાતે જ છરો પોતાના પેટમાં ભોકી દીધો હોય.
કમલ:- હા ઇ વાત પણ સાચી હોઈ શકે.
રાજન:- જો જતીન રોશનીને પ્રેમ કરતો હોય તો પછી તે તેની ઇજ્જત લૂંટવાની કોશિશ ન કરે .માટે આ કેસમાં જતીન નો હાથ ન હોઈ શકે .તો પછી કોનો હોઈ શકે ? મને લાગે છે કે જતીન જ આમાં કંઈ ઉમેરી શકે .કમલ જતીન પાસે જઈએ.
કમલ અને રાજન જતીન પાસે પોલીસ સ્ટેશનમાં જાય છે.
રાજન :-જતીન રોશની નું ખૂન થયું તે છરો તારા હાથમાં હતો.
જતીન:- હા સાહેબ પણ..........
રાજન :- રોશનીના લગ્નને આગલે દિવસે પથ્થર સાથે ચિઠ્ઠી લખીને તે જ રોશનીના રૂમમાં ઘા કર્યો હતો અને લીખીતન દિપક લખ્યું હતું.
જતીન:- ના સાહેબ, કઇ ચીઠ્ઠી ની વાત કરો છો. આવી કોઇ ચિઠ્ઠી મે લખી નથી.
રાજન :- (પોતાના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી કાઢીને) આ ચિઠ્ઠી તે નથી લખી?
જતીન :- ના સાહેબ.
રાજન:- તો જતીન રોશની નું ખૂન થયું ત્યારે ત્યાં તું શું કરતો હતો.
જતીન :- સાહેબ હું રોશની ના પ્રેમમાં પાગલ બની ગયો હતો. હું રાત્રે સુવા જાવ તો ઊંઘ ન આવતી.
સતત રોશનીના જ વિચારો આવ્યા કરતા હતા. રોશની વગર જીવવું મને અશક્ય લાગતું હતું અને તેનાથી કંટાળી તે રાત્રે મેં ખૂબ જ દારૂ પીધો હતો. પછી ઝેરી દવા ખાઈ આત્મહત્યા કરવા માટે તે ખંઢેર જેવા મંદિર પાસે ગયો હતો. ત્યાં જઈને જોયું તો એક સ્ત્રી તરફડિયા મારતી હતી .હું ત્યાં તરત જ પહોંચી ગયો અને જઈને જોયું તો (જતીન ની આંખમાં આંસુ આવી ગયા )ત્યાં જઈને જોયું તો રોશની હતી ,તેના પેટમાં છરો હતો . મેં ત્યાં બેસી તેના પેટમાંથી છરો કાઢ્યો .ત્યાં જ દીપક આવ્યો અને કહેવા લાગ્યો જતીન તે આ શું કર્યું ?હું ડરનો માર્યો હેબતાઈ ગયો. શું બોલું ,શું કરું, કંઈ સૂઝતું ન હતું .એટલે છરા નો ત્યાં જ ઘા કરીને હું ત્યાંથી ભાગી ગયો અને આખરે મને જેનો ડર હતો તે જ થયું. હું પકડાઈ ગયો. મારા જેલમાં જવાના આઘાતથી મારા બાપુ બીમાર પડી ગયા. તે દવાખાનામાં દાખલ છે .સાહેબ હવે મારે બચવાનો કોઈ રસ્તો નથી. અને અધૂરામાં પૂરું અમારો જુનો દુશ્મન માનસિંહ પણ મારી વિરુદ્ધમાં છે .માટે સાહેબ હવે બધું છોડી દો. ભલે મને સજા થતી. આમેય રોશની વગર જીવવું અઘરું લાગશે.
રાજન:- જતીન તારા કહેવા પ્રમાણે તે આ ખુંન કર્યું નથી તો પછી કોણ હશે??
કમલ, રાજને ફોન કરી અહીં તેડાવી લે.
રાજ કમલ નો ફોન આવતા જ પોલીસ સ્ટેશને આવે છે.
રાજન :- રાજ, જતીન નો કેસ તું લડે છે. માટે તારી પાસે કોઈ એવી કડી છે જેના પરથી સાચા ખૂનીને શોધી શકાય.
રાજ:- ના ખાસ કંઈ નહીં ,પરંતુ મેં જ્યારે કોર્ટમાં અપીલ કરી કે જતીનના આ કેસની તપાસ સીઆઈડીને સોંપવામાં આવે ત્યારે કોઈ સૂર્ય દીપ સિંહ નામની વ્યક્તિ નો ફોન આવ્યો હતો અને તેમાં તેને મને કહ્યું કે જતીનને દોશીત જાહેર કરું તો મને મોં માંગી રકમ મળશે. નહીં તો જીવથી જઈશ......
રાજન :- તે એ નંબર સેવ કર્યો છે રાજ????
રાજ:- આ રહ્યો એ નંબર....
રાજન નંબર જોઈ ને આ નંબર કયા નો છે તે જોવું પડશે.
જતીન :- સાહેબ મને બતાવો જોઈ. કદાચ મને ખબર પડે .(જતીન નંબર જોવે છે) નંબર જોઈ ને
હા સાહેબ આ નંબર અમારા ગામના એસ.ટી.ડી પી.સી.ઓ નો છે .
રાજન:- ઓહ નો ,રાજ એસટીડી બુથ પર તપાસ કરવાથી ખાસ કંઈ જાણવા મળશે નહીં .પણ એક વાત તો ખરી જ કે જતીન તારા જ ગામની કોઈ વ્યક્તિ તને ફસાવવા માગે છે.
જતીન :- માનસિંહ ......સાહેબ આ કામ માનસિંહ નું હોવું જોઈએ.
રાજન :- જો રાજ, તારા પર ફરી એ વ્યક્તિ નો ફોન આવશે અને હવે એ શું કરવાનો છે એની તને જેવી ખબર પડે કે તરત જ મને જણાવજે.
રાજ:- ઓકે, રાજન
અને બન્યું પણ એવું જ .રાજના મોબાઈલની રીંગ વાગી ,રાજ મોબાઇલ ઓન કરી હેલો........
સૂર્યદીપ :-વકીલ તને કહ્યું હતું કે જતીનને સજા થવા દે પણ જવા દે હવે........
રાજ :-(વચ્ચે ) પણ જુઓ મને થોડો સમય આપો. કાલે મને ફોન કરજો .હું તમને કાલે બતાવીશ કે મારે શું કરવું.
સૂર્યદીપ :- જો વકીલ તું મને ગોળ-ગોળ રમાડ નહીં. કાલે મારે તરો જવાબ હા માં જ જોઈએ .સમજ્યો નહીં તો .........ફોન કટ થાય છે
રાજ પોતાના મોબાઇલમાંથી રાજન સાથે વાત કરે છે હેલ્લો રાજન.....
રાજન :- હા બોલ રાજ ફોન આવ્યો.........
રાજ :- હા કાલે પાછો ફોન કરશે .જો હું રકમ લેવાની હા પાડું તો જગ્યા પણ કાલે જ કહેશે.
રાજન :- રાજ, તું એને રકમ લેવાની હા પાડ અને જગ્યા નું સરનામું પુછી મને જણાવ.
રાજ :- ઠીક છે.
રાજન :- ડરતો નહિ લાગે ને રાજ???
રાજ :- (ઊંચા અવાજે) રાજન, તું કેમ ભૂલી જાય છે સરે શીખવેલ બહાદુરી . આવું બોલીને તું મારું નહીં પણ ,સર નું અપમાન કરે છે.
રાજન :- સોરી રાજ હું તો મજાક કરતો હતો.
રાજ :- ઓકે ,ચાલો ત્યારે કાલે મળીશું.
સાંજે ભોજન લીધા બાદ પ્રાર્થના માટે પટાંગણમાં ભેગા થયા. પ્રાર્થના બાદ સૌ પોતપોતાની વાતો વાગોળવા લાગ્યા .ચારેકોર અંધકાર વધવા લાગ્યો. સુમસામ રાત્રિમાં માત્ર તપોવન ધામમાં જ ઝીણો ઝીણો ગણગણાટ સંભળાતો હતો . એટલામાં પરમાનંદ એ બધાનું ધ્યાન પોતાના તરફ દોર્યું અને બોલ્યા આજે બધા ખૂબ જ આનંદમાં હોય તેમ લાગે છે.
બધા :- બહુ જ ખુશ છીએ સર.
પરમાનંદ :- ભાઈ રાજન તમારા પેલા કેસમાં કેટલે પહોંચ્યા??
રાજન :- સર બહુ જલદી આ કેસનો નિવેડો આવી જશે.
રાજ:- સર હવે આ કેસમાં ખરાખરીનો ખેલ શરૂ થવાનો છે........ પેલા ફોન ની ધમકી ની વાત રાજ બધાને કહે છે.
પરમાનંદ :- રાજ, રાજન, જો જો આ બધી વાતમાં તમારે ખૂબ જ કાળજી રાખવી પડશે જો જરા પણ ગફલત માં રહેશો તો જીવને જોખમ થશે માટે સંભાળીને કામ કરજો.
રાજન :- સર અમે પણ આપના જ શિષ્યો છીએ તમે ચિંતા ન કરો અમને કંઈ નહીં થાય.
પરમાનંદ:- એ તો મને તમારા પર પુરે પૂરો ભરોસો છે. છતાં પણ, મારે તમને સાવચેત તો કરવા જ પડેને .બસ હવે સુઈ જાવ ખૂબ થાકી ગયા હશો. ચાલો બધાને ગુડ નાઈટ.
બધા :- ગુડનાઈટ સર
શું સૂર્યદીપસિંહ રોશની નું ખૂન કર્યું હશે? શું સુર્યદીપસિંહ રાજ અને રાજન ની વાત મા ફસાય ને પકડાઈ જશે ?
શું જતીન ખરેખર નિર્દોષ હશે??
આ બધા પ્રશ્નોના જવાબ જાણવા વાચો
પ્રકરણ-૩
ક્રમશ:...............
આપના પ્રતભાવ ની રહે ......