સ્માઈલી સાથે વાત થશે??" રોમી એ ડરતા ડરતા ફોન પર સ્માઈલી ના મમ્મી ને કહીયું..
" ના , બેટા એને થોડીક ટાઈમ એકલા જ રેહવું છે!" સ્માઇલી ના મમ્મી એ રોમી નવા કહીયું..
"આન્ટી એને સમજાવો ને મારે લાસ્ટ ટાઈમ વાત કરવી છે " રોમી એ રડતા રડતા કહીયું.
"બેટા ના પાડે છે એ" સ્માઇલી ના મમ્મી એ કહીયું..
રોમી મન માં ને મન માં બસ મારી જ ભૂલ છે મને કોઈ પાસેથી પ્યાર મળીયો જ નહીં .. એક સ્માઇલી હતી એને પણ આજે મને મૂકી ને જતી રહી.. પપ્પા ને મમ્મી ના છૂટાછેડા થઈ ગયા છે મમ્મી મને મળવા પણ નહીં આવતી .પપ્પા મારી હોસ્ટેલ ની ફી ભરવા માટે જ આવે છે.. મારુ કોઈ આ દુનિયા માં છે જ નહીં.. મારે જીવી ને શું કામ છે??
**********************
બ્રેકિંગ ન્યુઝ
હું પ્રભા શર્મા MDTV તરફ થી તમારું ભાવભરીયું સ્વાગત કરું છું .. બ્રેકિંગ ન્યુઝ ..
પાશાલાલ પુરોહિત હોસ્ટેલ માંથી 21 વર્ષ ના રોમી એ હોસ્ટેલ માં પોતાની જાત ને પંખે લટકી ને પોતાનું જીવન ટુકાવ્યું... રોમી એ કેમ આત્મહત્યા કરી ?? શું કારણ હશે ?? શું એના જીવન માં કંઈક પ્રોબ્લેમ હતી??? રોમી કોઈ છોકરી ને પ્રેમ કરતો હતો?? જો એ કોઈ છોકરી ને પ્રેમ કરે છે તો કોણ છે એ છોકરી?? નામ શું છે ??
જો તમારે એના આત્મહત્યા કરવા પાછળ નું કારણ જાણવું જોય તો અમારી સાથે જોડાયા રહો .. કાલે એના રહસ્યમય જીવન સાથે અમે તમને એનું જીવન ચરિત્ર કહીશું.. તમે જોવા નું ભૂલશો નહીં!!
તમે જોતા રહો NDTV નમસ્કાર..
********************
આત્મહત્યા વિશ્વ માં દરરોજ ના 100 થી ઉપર આત્મહત્યા ના કેસ બને છે... વધારે આત્મહત્યા સ્કૂલ કોલેજ ના વિધાર્થી ઓ કરે છે કોઈ રિઝલ્ટ ના ડર થી તો કોઈ પ્રેમ માં ફેલ થયા હોય તો ક્યાં સુધી ચાલવાનું આ???
કોઈનો મમ્મી જોડે ના બને કોઈને પાપા જોડે ના બને ઘર માં કંકાસ ઉતપન થાય નાની નાની ઘર માં ઝગડા થાય કોઈ સમાજ શું કહેશે ?? હું આ કરીશ તો ?? મારે માથે દેવું છે આ બધું જયારે સાથે ભેગું થાય તયારે એ માણસ અમદાવાદ માં તો કાંકરિયા તળાવ જઈ ને કૂદકો મારવા નું વિચારે છે.. પણ ત્યાં પણ હવે સીક્યુરી વધી ગઇ છે...
કેમ એટલી નાની વાત માં આત્મહત્યા કરવાની?? દેવું થયું તો નીકળી જશે માથેથી, પરીક્ષા માં ફેલ થયા તો બીજી વાર આપી ને પાસ થઈ જશે .. ને મમ્મી પાપા સાથે તો એને હક છે આપણે ને સાચો માર્ગ બતાવાનો.. ને રહી વાત છોકરી ના પ્રેમ ની ભલે ને એ રિજેક્ટ કરે એના કરતા પણ સારી મળી જશે એ મનની ને આગળ ચાલવાનું એ નાની વાત માં તમે તમારું અમૂલ્ય જીવ ખોઈ બેસવાનું??
એક મારો ફ્રન્ડ છે એને સ્કૂલ માં બોર્ડ ની સેકન્ડ ટ્રાય એ પાસ થયો જયારે પહેલીવાર તે ફેલ થયો તયારે એને પણ આત્મહત્યા ની ટ્રાય કરી હતી પણ એને હોસ્પિટલ માં ફટાફટ સારવાર મળી તો એને જીવન પાછું મળીયુ.. એ અંદરો અંદર ગુસવાતો હતો એને કાંઈ સૂઝતું નહતું ... વાત વાત માં બસ મારવા ની વાત કરે પણ અમે બધા એને સમજાવતા પણ મને વિશ્વાસ નહતો આવતો કે એ આત્મહત્યા પણ કરે પણ બધા જ ફ્રન્ડ મળીને એને પેહલા જેવો બનાવ્યો એને પુસ્તક નું જ્ઞાન નહીં પણ આ અમૂલ્ય જીવન નું જ્ઞાન આપ્યું .. યુટ્યુબ પર મોટિવેશન ના વીડિયો પણ મોકલતા ને એ પાછો રિકવરી કરવા લાગ્યો ને જોત જોતા માં એને સેકન્ડ ટ્રાય આપીને પાસ થયો અત્યરે મારો ફ્રન્ડ એ પોતાનો બિઝનેસ ચલાવે છે ને અત્યરે પોતાની એ વાત પર ગિલ્ટી ફીલ કરે છે કે મેં કેવી ખોટી ટ્રાય કરી હતી..
બસ કોઈ પણ માણસ ડિસપ્રેશન માં હોય તો એને બહાર લાવાની ટ્રાય કરો નાની નાની વાત માં એની કાળજી લો... ખબર નહીં કાલે એ શું કરી બેશે?? આજે ભલે ને ફેલ થયા પણ કાલે જીત પણ મળે એજ આશા સાથે આગળ વધવાનું બસ એટલે લાઈફ માં મોજ મોજ છે..
લાઈફ એક વાર મળી છે મોજ થી જીવી લેવાનું ભગવાન પણ મૂંઝાઈ કે મેં આને ખોટો(ખોટી) પૃથ્વી પર માનવ સ્વરૂપે મોકલો મેં??
બસ આતો હું ન્યૂઝ જોતી હતી આત્મહત્યા કેમ ઘટે ?? એ ટોપિક પર ન્યૂઝ ચાલતા હતા ટીવી પર તો મેં પણ થોડુંક લખવાનું વિચારીયું.