ટુથ બિહાઇન્ડ લવ - 14 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટુથ બિહાઇન્ડ લવ - 14

ટુથ બિહાઇન્ડ લવ

પ્રકરણ-14

નીલમ રડતી આંખે પોતાની ખાસ બહેનપણીઓને બધી વાત કહી રહી હતી આવનાર ગેસ્ટે એને ખૂબ મોંઘુ અને સરસ પર્સ ગીફટ આપ્યુ અને બીજાએ દસ હજાર રૃપિયા રોકડા. નીલમે બહાર જઇને જોયું તો કવરમાં આટલા બધાં પૈસા જોયા જે એનો અડધો પગાર જેટલાં હતો એણે બહાર જઇને એનાં બોસ સરફરાશને ફોન કર્યો.

"સર આમાં તો દસ હજાર રૂપિયા છે... મારાથી ના લેવાય સોરી સર હુ એમને પાછાં આપી દઊં છું. સરફરાશે કહ્યું "અરે એરે એમાં શું થયું એ આપણાં ગેસ્ટ છે અને એમણે ખુશ થઇ આપ્યા લઇ લેવાનાં આમાં સંકોચ શું કરવાન આ લોકોને તો આવી આદત જ હોય અને એ લોકો માટે દસ હજાર કંઇ નથી એટલે કોઇ જ સંકોચ વિના રાખી લે. એ લોકો છે ત્યાં સુધી કેર લેજે બસ. અને તારે જવું હોય જઇ શકે છે. ટેક કેર....

શ્રૃતિ મને એટલી સારી રીતે કહેલું કે... હું ના જ ના પાડી શકી. આરબ લોકોને ખૂબ ધનિક હોવાથી પૈસાની કિંમત નથી હોતી. બધુ સાંભળેલું અને અનુભવ્યુ હું તો પૈસા અને પર્સ લઇને ઓફીસથી ઘરે આવવા નીકળી ગઇ અને ઘરે આવી માં ને પાંચ હજાર આપી બાકીનાં મારી પાસે રાખ્યા માં ખૂબ ખુશ થઇ ગઇ... એણે પૂછ્યું ક્યાંથી લાવી આટલા પૈસા પગારને તો વાર છે હમણાં તો જોઇન્ટ કરી જોબ.

માં ને કહ્યું બધું જ સારું અને પર્સ પણ બતાવ્યું તો કહે આ લોકો બહુ મોટાં માણસો લાગે છે.. પણ નીલમ તું સાચવજે કોઇ લાલચમાં ના આવીશ... બહુ સારાં થાય માણસો ત્યારે પણ ખૂબ ડર લાગે છે.

શ્રૃતિ-સ્તુતિ અને અનાર એકબીજાની સામે ફરી જોઇ રહ્યાં. અનારે કહ્યું" આન્ટીએ શું ખોટું કીધું એમણે અજાણતાં ભવિષ્યવાણી જ કરી દીધેલી.

નીલમે અનાર સામે જોઇ કહ્યું તારી વાત સાચી છે અનાર પણ મને જે અત્યારે સમજાઇ ગયું એ મને નહોતું સમજાયું. હું તો ખૂબ આનંદમાં હતી. બીજે દિવસે જોબ પર ગઇ એ દિવસે શુક્રવાર હતો અને મને આશ્ચર્ય થયું સરફરાશ સર અને ગેસ્ટ વ્હેલાં આવી ગયેલાં.

પહોંચી એવી સરે મને અંદર બોલવી કહ્યું "ગુડમોર્નીગ નીલમ... જો તું સમયસર આવી ગઇ.. તારે આપણાં ગેસ્ટ સાથે જવાનું છે એમને ઘણી ખરીદી કરવાની છે તો તું ગાઇડ કર જે અને કંપની આપજે. હું તમને લોકોને ડ્રાઇવર સાથે કાર આપી દઊં છું આપણાં બજાર બતાવી અને સારી સારી બ્રાન્ડેડ શો રૂમમાં જ લઇ જજે. અને પછી તમે લોકો તાજ આવી જજો મારે ત્યાં ખૂબ અગત્યની મીટીંગ છે અને ત્યાં આપણાં પ્રોજેક્ટ માટે શ્રીલંકા અને સીંગાપુરથી ગેસ્ટ આવેલા છે. તો પ્લીઝ ટેક કેર.. એમ બોલીને એ ગયાં. જતાં જતાં પાછાં આવ્યા અને કહ્યું "તું કેશીયર પાસેથી 5000/- કેશ લઇ લેજે અને તારો સારો શોભે એવો ડ્રેસ લઇ લેજે.. આ કંપની પૈસા ખર્ચે છે બસ બાકીનું તું સંભાળી લેજે. ગેસ્ટનું ખાસ જોજે એમ કહીને જતાં રહ્યાં.

ફરહાદે મને કહ્યું "મેમ હું તમારાં લોકો સાથે આવવાનો છું બોસની કાર લઇને તમે કહેશો ત્યાં જઇશું તમે વિચારી લેજો અને આ પાંચ હજાર બોસે આપના કીધેલા એ એકાઉન્ટમાથી રાશીદભાઇએ આપ્યાં છે.

શ્રૃતિ મને તો બધુ સ્વપ્ન જેવું લાગી રહ્યું હતું અને માનવામાં જ નહોતું આવી રહ્યું કે કંપની હું હમણાંજ જોઇન્ટ થઇ છું. અને આટલાં પૈસા ખર્ચે છે. માંની ટકોર યાદી પણ આવી ત્યારે થોડો ડરનો થડકો મનમાં આવી ગયો પણ કોઇ કશું ખોટું કરતું નહોતું એટલે વિશ્વાસ પડવા લાગ્યો હતો.

સરનાં ગયાં પછી મેં ગેસ્ટને કહ્યું તમારે શું શોપીંગ કરવું છે ? તો એમણે કપડાં અને ડાયમંડ ઝવેલરીની વાત કરી તો હું એ પ્રમાણે પ્લાન બનાવીને ફરહાદને સાથે લઇને નીકળી ગઇ પ્હેલાં બ્રાન્ડેડ રેડીમેઇડ કપડાં લેવાં લઇ ગઇ ત્યાં ખૂબ ખરીદી કરી. જેણે પર્સ આપેલું એ શેખ સાહેબે મને બે ડ્રેસ ગીફટ કર્યા... આટલાં મોઘા હું કદી ખરીદી જ નહીં... મેં લઇ લીધાં પછી એ લોકો એ કહ્યું ઝવેલરી માટે લઇ જા અને અને ઝવેરી બજાર ગયાં ત્યાં પણ ખરીદી કરી... એ લોકો નેકલેસ કેવો લાગે છે એ જોવા માટે મારાં નેક પર મુકાવતાં... હું તો ખાલી ટ્રાયલમાં પાગલ થઇ ગઇ હતી. કેટલા સુંદર અને ખૂબ કિંમતી હતાં. એમણે બધી જવેલરી પસંદ કરીને પેક કરાવી અને અને કારમાં પાછાં આવ્યાં ત્યાં શેખ સાહેબે ફરહાદને બધાં જ સામાન જે ખરીદેલો એમની હોટલ પર પહોચાડવા કીધો ફરહાદે ખૂબ નમ્રતાથી બધુ સમજી લીધું. આમ અમને બધુ પરવારતા સાંજના 7.30 થઇ ગયાં હતાં. હું પણ થાકી હતી. મારાથી બોલાતું નહોતું કે ઘરે જવાનો સમય થઇ ગયો.

મેં એમને કહ્યું "સરે તાજ જવાનું કહ્યું છે તો એ લોકો એ કહ્યું હાં હવે ત્યાંજ જઇએ ખૂબ થાક્યા છીએ ત્યાંજ રીલેક્ષ અને ફ્રેશ થઇશું અને તાજ પહોંચતાં. ફરહાદ સાથે તે સાથે જ હતો એને અને બીજા શેખને ખૂબ બનતું હતું જાણે મિત્રો મને થોડું આશ્ચર્ય થયું પણ વિચારેલું કે હું હમણાં જોઇન્ટ થઇ છું પણ આ ફરહાદતો ઘણાં સમયથી એટલે અવારનવાર આવનાર ગેસ્ટને ઓળખતો હશે. જે મોટાં શેખ હતાં એ ફરહાદને ભાવ નહોતાં આપતાં. આ બધુ હું જોયા કરતી હતી.

તાજ પહોચતાં કાર વેલેપાર્કિંગ માટે ગઇ અને ચારે અંદર હોટલમાં પ્રવેશ્યા. તાજ વિશે ઘણું સાંભળ્યું હતું પણ રૂબરૂ અનુભવ એ દિવસે કર્યો. હું તો હોટલની એક મહેલ જેવી ચકાચૌધ જોઇને એટલી ચોંકી અને આકર્ષિ ગયેલી કે... મે જીવનમાં જોયું શું છે ? પૈસો તો હોવો જ જોઇએ.. પૈસાવાળાનો કેવો રૂઆબ અને મજા છે કેવી એમની આસ્તાગાસ્તા થાય છે વટ છે. મે પણ એ લોકો સાથે અંદર મનમાં હું પણ ખૂબ પૈસાવાળી હોઊ એવો રોબ આવી ગયેલો.... ખબર નહીં મારી મતી મરી ગઇ હતી અને અને અંદર પ્હોચ્યાં ત્યાં કોઇ હોટલનાં માણસ દોડતો દોડતો શેખ સાહેબ પાસે આવ્યો અને એકદમ અદબથી કહયું "સર તમે આ તરફ આવો અને એ અમને બધાને ખાસ હોલમાં લઇ ગયો જ્યાં હોલ ખૂબ મોટો હતો ત્યાં મોટાં મોટાં કાચના આકર્ષક ઝુમ્મર લટકતાં હતાં દિવાલો પર તૈલ ચિત્રો એવાં સરસ હતાં. ઠંડુ ઠડું વાતાનુકૂલિત વાતાવરણ અને ધીમું મ્યુઝીક વાગી રહેલું. સોફા ટેબલો એટલાં સરસ હતાં મેં કદી આવાં જોયા જ નહોતાં અને ફલોર પર કાલીન કાશમીરી ગાલીચા હતાં એવું લાગે પગ મૂકીશ તો ગંદા થશે એટલું બધુ સ્વચ્છ હતુ બધુ હું તો જોઇને જ આશ્ચર્યમાં ડૂબી ગઇ કે આવી પણ દુનિયા હોય ? ફરહાદ બીજા શેખ સાથે વાતો કરતો ચાલી રેહેલો જે શેંખ હતાં એમણે મારી સામે પ્રેમથી જોયું અને મારો હાથ એમનાં હાથમાં લીધો અને એક કપલની જેમ અને એક ટેબલ પર જઇને અટક્યાં ત્યાં એમણે બેસવા ઇશારો કર્યો મને એટલાં માનથી કહેતાં અને વર્તતા કે હું જાણે હીપ્ટોનીઝ થઇ હોઉ એમ એ કહે એમ કરતી.. મેં આવી દુનિયા જ પહેલીવાર જોઇ હતી. થોડીવારમાં એમણે એનાં લોગ જભ્ભામાંથી નાની બોટલ કાઢી અને એનો સ્પ્રે એમનાં અને મારાં પર કર્યો. એવી સુગંધ હતી કે મારું નાક અને અંગ અંગ તરબતર થઇ ગયું હતું. મારાથી ના રહેવાયુ પૂછાઇ ગયું "આ કેવું પરફ્યુમ છે ખૂબ સરસ છે અને સાવ અલગ છે. એમણે જવાબ ના આપ્યા પણ હસ્યાં પછી તેઓએ મારી સાથે કંઇક અજીબ વાતો કરવા માંડી હું એમની વાતોમાં જ ગુંથાયેલી રહી.

થોડીવારમાં બેરો આવીને બધાં ડ્રીંક મૂકી ગયો મને આશ્ચર્ય થયું કે પૂછ્યા વિના ઓર્ડર લીધા વિનાં જ મૂકી ગયો ? પણ કંઇ બોલી નહીં પણ મને બીજુ આશ્ચર્ય એ થયું કે ફરહાદ અને બીજો શેખ અમારી સાથે નહોતાં.

શેખ સરે મને પેગ બનાવીને આપ્યો અને કહ્યું "ધીસ ઇઝ ફોર યુ એન્ડ વેરી સ્પેશીયલ લીકર.. ટેઇક ઇટ એન્ડ એન્જોય.. એમનો આગ્રહ એટલાં પ્રેમથી હતો કે હું ના જ ના પાડી શકી અને એ પણ ખૂબ ખુશ હતાં. મને સમય જોવાની પડી જ નહોતી હું ખૂબ એન્જોય કરી રહી હતી. અને સાથે ડ્રીંક લીધું. પછી એમણે બેરાને બોલાવીને ડીનર ઓર્ડર કર્યુ શું હતું મને કંઇજ ખબર ના પડી પણ ખાવાની ખૂબ મજા આવી હતી મને થતું હતું કે બધુ જ નોનવેજ છે.. પણ ખબર નહીં. ક્યો ઉન્માદ હતો હું કંદી અને ધર્મ બધું ભૂલી.. દારૂ પીધો નોનવેજ પણ ખાધું અને પછી મગજ તો આનંદમાં જ તરબતર હતું અને પછી અમે ઉઠ્યાં અને હોટલમાં....

પ્રકરણ -14 સમાપ્ત