Anyay ni ramat books and stories free download online pdf in Gujarati

અન્યાય ની રમત

*અન્યાય ની રમત* વાર્તા.... ૧૮-૧૧-૨૦૧૯

મનસુખલાલ નામ પ્રમાણે જ મનનું સુખ પામનારા હતાં... અને પોતાના વિચારો થી ચાલનારા હતાં... કોઈ ને શું લાગશે એવું ના વિચારે પોતાના વિચારો પર બીજા બધા ને ચલાવે અને સ્ત્રી ઓ ને તો એ પગની જુતી બરાબર સમજતા.... મનસુખલાલ ની મણિનગર માં મોટી અને પ્રખ્યાત ફરસાણ ની દુકાન હતી..... મનસુખલાલ ની પત્ની ઈલા બેન એક નાનાં ગામડાં નાં હતાં .... મનસુખલાલ કાયમ સુટ બુટમા રહેતાં અને અડધી બોટલ સ્પ્રે છાંટી ફરતા.... મનસુખલાલ ને ત્રણ સંતાનો હતા... મોટો રવિશ.... બીજા નંબરે હરિશ અને ત્રીજા નંબરનો સુરેશ.... ત્રણેય ભાઈઓ ભણતા હતા પણ ભણવું જરૂરી ન હતું... મોટો રવિશ દસમાં માં નાપાસ થયો એટલે ધંધામાં જોડી દીધો... બીજા બે પણ બાર પાસ થયા અને ધંધામાં જોડાઈ ગયા.... આમ એક જ ધંધામાં અને એક જ દુકાનમાં ચાર જણ બેસે તો કામ શું હોય??? એટલે વચેટ હરિશે કહ્યું કે એ બીજું કામ કરે પણ મનસુખલાલે ના કહી કે ચકલાં ચૂથવાનો ધંધો કરવો નથી એમ કહી એક ધંધામાં જોડી રાખ્યા એટલે બીજો કોઈ વિકાસ થાય નહીં આવી રમત પોતાના સંતાનો સાથે રમી પાંગળા બનાવી દીધા... રવિશ નાં લગ્ન નાતમાં અમદાવાદ થી દૂરના ગામડામાં રહેતી ભારતી સાથે કરાવ્યા.... રવિશ ના લગ્ન ને એક વર્ષ થયું અને હરિશ સાથે ભણતી છોકરી રેવતી સાથે ભાગીને લગ્ન કરી ઘરે આવ્યા...
આમ ઘર મોટું હતું પણ રૂમો ઓછી હતી એટલે હરિશ અને વહુ ને બીજે રહેવા મોકલ્યા.... કારણ કે ભારતી બે જીવ સોતી હતી.... દરેક સંતાનો ના લગ્ન વીસ વર્ષે કરાવી દીધા... સુરેશ ના લગ્ન પણ નાતની છોકરી માલતી સાથે કરાવી દીધા...આ બાજુ ભારતી ને પહેલા ખોળે દિકરી આવી... રૂમ ની તકલીફ છે કહી રવિશ ને પણ જુદાં કાઢ્યા... સમય ના વહેણ વહી રહ્યા ...દરેક ભાઈ ને ઘેર એક દિકરી અને એક દિકરો જન્મ્યો.... દરેક ને હવે એકલાં ધંધા થી ત્રણ ઘર કેમ ચાલે એટલે તકલીફ પડવા માંડી એટલે રવિશ અને હરિશે વાત કરી પિતાને....
મનસુખલાલ એ દુકાન સિવાય ગામડાની જમીન અને ગામનું ઘર હતું એ બધું વેંચીને જેટલા પણ રૂપિયા આવ્યાં એના પાંચ ભાગમાં વહેંચી.... એક ભાગ એમનો... એક ભાગ ઈલા બેન નો... એક ભાગ રવિશ નો .. એક ભાગ હરિશ નો.. અને એક ભાગ સુરેશ નો... એમને નાનપણથી જ સુરેશ બહું વહાલો હતો અને સુરેશ નો દિકરો તો એમની જાન હતો એટલે અન્યાય ની રમત રમી બન્ને ને સમજાવી દીધાં... વિરોધ કરી પણ કેમ શકે એવી દલીલો ની રમત રમ્યા કે તમે મને કમાઈ ને કંઈ આપ્યું છે ... બન્ને ને ભાવનાઓ ની મીઠી બોલી નો મરહમ લગાવી દીધો જેથી આ રમત વિશે અવાજ ના ઉઠાવે.... જે મકાનમાં રહેતા હતા એ મકાન પણ સુરેશ ના નામ પર કરી દીધું .... અને આ બન્ને મોટા ને લાગણીઓ ની ફરી રમત રમી આંખ માં આંસુ લાવી કહે અમે જીવીએ ત્યાં સુધી અમારે પણ ખાવા પીવા તો જોઈએ ને... આમ મનસુખલાલ અન્યાય ની એવી રમત રમી ને છોકરાઓ ને અધમરા કરી નાખ્યાં.... મનસુખલાલ ની આબરૂ એટલી કે આ બન્ને છોકરાઓ કોઈ ને સાચી વાત કરે તો કોઈ માને જ નહીં એવી સ્થિતિ થઈ ગઈ....
પણ ભગવાન ના ઘરે દેર છે અંધેર નથી એવો આ બન્ને નો વિશ્વાસ પાકો છે એટલે આ અન્યાય ની રમત ને ભૂલી ને નવી જિંદગી જીવવા મથી રહ્યા....
ભાવના ભટ્ટ અમદાવાદ....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED