બધી જ પ્રવૃત્તિઓ હંમેશાં સુખદ અનુભવની ખોજ માટે જ હોય છે, તમેં પણ માતૃભારતી પર સ્ટોરીઓ સુખદ અનુભવની ખોજમાં જ વાંચી રહ્યા છો સાચું નેં?
રેટિંગ આપવાથી સ્ટોરીમાં રહેલાં નાનામાં નાના સુખદ અનુભવનાં ટીપાંને શોધી કાઢવાની જાગૃતિ ટકાવી રાખી શકશો.નહી તો તમારી મનગમતી પ્રવૃત્તિઓ પણ જાગૃતિ નાં અભાવે સમય જતાં બોરીંગ લાગવા માંડશે.
અધુરી આસ્થા - ૧૪
જુના અંકોમાં તમે વાંચયું તેમ.
ભુતીયા બંગલામાં પ્રેમી યુગલની અદ્રશ્ય શક્તિ દ્વારા હત્યા થઈ.ગુડાઓએ નેત્રહીન રાજેન્દ્રનું અપહરણ કર્યું અને અજ્ઞાત સ્ત્રી દ્વારા તેને બચાવવામાં આવ્યો. ગુડાઓ રઘુ અને પોકીયો ભુતિયા બંગલાની અંદર પહોંચે છે. ત્યાં તેઓને માનવ અને મેરીની મુલાકાત થાય છે.રાત્રે પકીયાનો મેરી ચુડેલ સાથે સંઘર્ષ થાય છે.રઘુ બંગલાની રહસ્યમય તિજોરીમાંથી ચોરી કરે છે.એક સ્ત્રી દ્વારા માનવએ રઘુ પર કરેલાં ખુની હુમલામાં રઘુનો બચાવ થયો.
હવે આગળ
રાત્રે ૧:૦૦ વાગ્યે
રઘુની આંખો ખુલી અને તે બંગલામાં પેલાં સોફા પર સુતેલો હતો તેની સામે પેલી યુવતીનાં પેઉન્ટીગની બે રોમન સૌનિકો રક્ષા કરી રહ્યા હતા.
રઘુએ "નિતુ ..નિતુ તું કહાં ચલી ગઈ થી, એક તું હી તો મેરી અપની થી."
કોઈ પ્રેમથી રઘુનાં માથાને પંપાળી રહ્યું છે.આમ તે વધારે જોરથી પોતાના હાથોંમાં સમાવેલા ગુલાબી, મુલાયમ હાથને વળગીને રડવા લાગ્યો.
થોડીવાર પછી મનનો ભાર હળવો થતાં તે જાગૃત થઈને સોફા પર બેઠો થયો.તેની બાજુમાં ૨૫-૨૮ વર્ષની એક સ્ત્રી ચહેરા પર મઘુર ભાવો સાથે તેનાં તરફ જોઈ રહી.બન્નેની આંખો મળતાં બન્ને હરખનાં આશુઓથી પલળી ગયા, ત્યારબાદ બન્ને એકબીજાને ગળે મળીને હૈંયાઓને ઠંડક વાળી, બન્ને છુટા પડ્યા ત્યારે સ્ત્રીએ કઈ પણ બોલ્યાં વિના પોતાનો વાળનો અંબોડો છોડી નાખ્યો અને રઘુનાં ખોળે માથું મૂકી સુઈ ગઈ.
રઘુ"અભી ભી યાદ હૈ,"
સ્ત્રી"હાં મેરે રઘુનાથજી,યે બાલ બરસો સે આપકે હાથ કી બની ચોટી કો તરસ રહે હૈં."
રઘુ ખુબ જ હેતથી વાળની સુંવાળી લટોને એક એક કરીને સંવારી રહ્યો છે.
રઘુ"તુમ ક્યા જાનો નીતુ તુમ્હારે બીન એક એક પલ મેં નકૅ કી આગ મેં કૈસે જલા હું" એમ કહીને તે પોતાની આપવીતી સંભળાવી રહ્યો છે.
સ્ત્રી"વો બાત તો સહી હૈ પર તુમ સરજી સે પંગા મત લો. તુમ ઇસ બંગલે કે કોઇ ભી ચીઝ કો યહાં સે નહિ લે જા સકતે ક્યુકી ઇસ જગા કા માલિક સરજી હૈ હમ સબ તો બસ ઉસકે મહેમાન હૈ"
રઘુ"ઓ સરજી સરજી સરજી કિસ ખેતકી મુલી હૈ યે સરજી મેં ઉસકો જડ સે હી મિટા દુંગા."
આમ રઘુ બબળાટ કરતો કરતો જાગી જાય છે.પરંતુ તે હજુ પણ Lounger chair પર જ સુતો હતો. એ મનમાં વિચાર કરવા માંડ્યો તેના સપનામાં પણ આ સરજી એને શાંતિ લેવા દેતો નથી.અને કરી આટલા વર્ષો પછી નિતુ શું કામ તેનાં સપનામાં આવી તે પણ તેને ના સમજાયું. છતાં અત્યારે તો એનાં મગજમાં બંગલામાંથી નીકળવાનો પ્લાન જ ઘુઘવતો હતો. તે ઝડપથી ચોરેલી જ્વેલરી અને બીજી વસ્તુઓ પોતાના અડ્ડા પર સેટ કરવી હતી અને એ પણ સવાર પડતા પહેલાં.
રઘુએ આ વાત તો તેણે માની જ લીધી હતી કે માનવે તેને હવામાં ઉછાળ્યો તેં તેનો ભ્રમ જ હતો એટલે કે તે પણ એક સપનું જ હતું.
***** લોકો હંમેશાં પોતાનાં(life style) ગુજરાનને જ જીવન સમજી લે છે એટલે જ તો (life style) ગુજરાન લઈને ચિંતિત હોય છે. પરંતુ જ્યારે (life style) તે ગોઠવાઈ જાય પછી જ લોકોનું ખરાં જીવનની શરૂઆત થાય છે.
આ (life style) ગુજરાન એ આજુબાજુનાં વાતાવરણમાંથી સંગ્રહ કરેલી માહિતીઓનું વધારી-ચઢાવીને નક્કી કરેલી ધારણાઓ માત્ર છે.આમ જો તમારે કઈક મેળવવું અથવા તો કાંઈક નિર્માણ એટલે કે ક્રિએટ કરવું હોય તો તમારે તમારૂં (life style) ગુજરાન નાનું જ રાખવું જોઈએ.
રાત્રિના એક વાગ્યા હતાં. તે જરા પણ ટાઈમ બગાડવા નહોતો માગતો. તેણે પંદરેક મિનિટમાં તો બંગલાની અંદરથી પેલી યુવતીનુ પેઇન્ટિંગ અને પેલા રોમન સૈનીકોનાં એન્ટીકો ઉપાડ્યા અને ઝડપથી ઔડીની પછળની સીટ પર ગોઠવી અને ગાડી લઈને ગેટ પર પહોંચી ગયો. જેવો તે ગેટ પાસે પહોંચ્યો કે ગેટ આપમેળે જ ખુલી ગયો. તેમ છતાં તેણે ગાડી ફૂલ સ્પીડે મારી મૂકી.
***** કોઈ માણસ માટે આશ્ચર્ય જેવી કોઈ વસ્તુ નહી હોવાનાં ઘણાં બધાં કારણો હોઈ શકે છે.તેમાંથી મુખ્ય એ કે માણસને માત્ર મંજિલમાં જ રસ હોય છે તેનાં રસ્તાઓ પર નહીં પણ અટલ સત્ય એ છે કે માણસ ને એક મંજિલ મળી જતા તરત બીજી મંજિલની ખ્વાઇશ થવાની જ.
રઘુએ જ્યારે પુરપાટ ઝડપે સો-એક મીટર દૂર આવેલા સ્મશાનની નજીક પહોંચ્યો ત્યારે દૂરથી બે-ત્રણ ચિતાઓ સળગી રહી દેખાઈ .જેવો તે જમણી બાજુએ વળી નેં બહારની તરફ જોતાં જ તે.
ચમકી ગયો
વિરામ
શું આસ્થાનું રાજેન્દ્રનું સપનું માત્ર હતું ? શું આસ્થા નામની સ્ત્રીનું કોઇ અસ્તિત્વ છે કે નથી? રાજેન્દ્રનું અપહરણ કયા કારણોસર થયું ? રાજુ અને તેની બહેન આગળ શું કરશે
ભુતિયા બંગલાનું શું રહસ્ય છે? સરજી કોણ છે? મેંગો ભાઈ ડોન કોણ છે?ભુત બંગલાને ગજવી નાખતી ચિસો કોની હતી ? માનવ અને રઘુનો શું અંજામ થયો ?શું રઘુ જેવા લુખ્ખાની પણ લવ સ્ટોરી છે ?રઘુને બચાવવા વાળી સ્ત્રીનું રહસ્ય શું છે?
રઘુએ સ્મશાનમાં કઈ વસ્તુ જોઈ.
આ બધા જ રહસ્યો જાણવા માટે વાંચતા રહો અધુરી આસ્થા સીરીઝ.
વાચકમિત્રો, તમારા સજેશન મારા માટે હીરા-મોતી સમાન છે.તમારા સજેશન મને માતૃભારતી એપ પર મેસેજ કરો