મારી કિશોર કવિતા Kashyap Pipaliya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી કિશોર કવિતા

અરજી-પત્ર


લખુ છું અરજી-પત્ર વાંચશો જરા

કહેવા શું માગું છું સમજશો ખરા,

શબ્દો લખવા જતા આંખ ભીની થાય છે;

સ્પષ્ટ લખાયેલ શબ્દ પણ ઝાંખા દેખાય છે,

ઘણી કાળજી રાખી છે આંસુ લૂછવામાં છતા,

એકાદ આંસુ પડે પત્ર પર તો માફ કરશો જરા

ભલે ગયા તમે પણ તમારી યાદો છે આ શેરીમાં;

શૈશવ નો થપ્પો-દા દોડે છે હજુ આ કેડીમાં,

તમે ગયા ત્યારે કઇ બોલી નહોતો શક્યો

સંતાડી ગયા હદય અમારું હજી ગોતી નથી શક્યો

હદય થી વિચારવું છે મારે મન થી વિચાર્યું ઘણું,

પણ ક્યાં સંતાડયુ છે હદય મારુ એ કહેશો જરા

સંતાડયુ હદય તમે એ તો પાકું છે;

લોકો કહે છે કે તેને તમારી સાથે રાખ્યું છે?

ખબર નથી કોણ સાચું કોણ ખોટું પણ,

જો તે છે તમારી પાસે તો,

સંભાળી ને રાખશો જરા.


ખબર નથી

કેવું લાગે મને ખબર નથી,

ડગમતો જવાબ આ, અડગ નથી,

લાગે, લાગશે, અને લાગ્યું કહેવા વાળા ઉભા છે હારબંધ;

ક્યારેક દુ:ખે તો ક્યારેક બળે છે શબ્દો આ જાણે ડંખ,

કહેણો ને પારખવાની, મારી નજર નથી

મારી ચીવટ એક જવાબમાં કે બસ મને ખબર નથી.

દ્રશ્ટીકોણનાં ડુંગર ઊંચા, સામે જાણે હઠ;

ચડતા પણ મારે નળામાં જાણે ઉર્મિઓ ની લઠ,

ખબર બધી છતા પુછે છે .. ક્યારે ચડશો , ક્યારે ચડશો?

રુચી મારી એક જવાબમાં કે બસ મને ખબર નથી.

પાષાણ જેવા હ્રદય પર ચડાવી પ્રેમ નુ પાણી;

જુના ટૂંકા કપડા પહેરાવે ખેંચી- તાણી,

નાનો અમથો તરાગડો ખેંચાયેલ દેખી ફાટવાનું કારણ પુછે છે,

થીંગડું મારુ એક જવાબમાં કે બસ મને ખબર નથી.

“ખબર નથી” જવાબ સાંભળી જતા સૌને હું જાણુ છું,

ચહેરા પર ના આશ્ચર્ય અને ઉદ્ગાર ને હું માણું છું,

મજા આવે છે અસમંજસ ના સાંનિધ્ય મા રહેતા રહેતા;

જાણુ છું બધું, જો પુછે કોઇ,

સવાલ ને પછાડ આપતો જવાબ એક “ ખબર નથી.”

બસ, હમણાં


સંસ્મરણો તાજાં થયા બસ, હમણાં..

યાદો બની આબેહૂબ બસ, હમણાં...

લાગ્યું યાદો નો સથવારો જ રહેશે જીવનભર

પણ યાદો બદલાઈ અસ્લિયત મા બસ, હમણાં.

એમને હસતા જોતા હતા ફક્ત અમારી યાદમાં,

આજે જોયા આબેહૂબ શીતનાં એક માહમાં

શીત થી વધું શીતળતા હતી એમના હોઠો પર,

હસતો રહ્યો હું, આ સાંભળી લાગેલા શીતનાં ઘાવ-ચોટો પર.

છે આ હકીકત નથી કોઈ શમણા,

લાગે છે કે એમને હસતા જોયા બસ, હજુ હમણાં.

આંખોમાં આંખો પરોવી પણ એ કઈ ના બોલ્યા,

મૌન ના કાંટા પર અમારા હદયો તોલ્યા

પ્રશ્ન હતો કે કોના હદયનાં ભાવ હતા બમણા?

હતો વધારે પ્રેમભાવ એમના હદયમાં, ખબર પડી બસ, હમણાં.

છેવટે ટિક ટિક કરતો આવ્યો,સમય છુટા પડવાનો,

દૂર જતા રહીએ એ પહેલા એકવાર એમને મળવાનો

વિચાર્યું આજે પૂછી જ લેશ જેથી ના રહે કોઈ ભ્રમણા

પ્રત્યુત્તર મા સ્મિત આપી એ તો જતા રહ્યા બસ, હમણાં.


સંબંધો ને સથવારે ચાલશું


સંબંધો ને સથવારે ચાલશું

પ્રેમ પુણ્ર,વિશ્વાસ ને પામશું.

રાહમાં ભલે હોય જો અંગારા, તો પણ બીક નથી..

એ અંગારા પર થોડું મક્કમતાનું પાણી છાંટી ચાલશું

ભલે આવે પ્રશ્નોના કાંટા રાહમાં

ભલે ઉકેલ બને જંજાળ થોડી વારમાં

પ્રશ્નોનાં પાસા તો આડા આવશે જ

પગથીયા બનાવી પાસાનાં

આપણે તેના પર ચાલશું

ભલે વિશમનો વરસાદ પડે

કે પડે અંગારા અવિશ્વાસના..

સદ્ભાવનાની છત્ર નીચે આપણે દટીને ચાલશું

ભલે હોય પથ્થર રાહમાં,

પગમાં ન હોય ચાખડી..

વિનયના પગરખા પહેરશું,

ભલે હોય કેડી સાંકડી

ધીરે ધીરે કરતા ભલે પણ મંજિલ સુધી ચાલશું

ઘણા ચાલે એકલાં, પણ અમે તો સંબંધ ના સથવારે ચાલશું.

અસમંજસ


સમય સાથે ભૂલી જવાય છે વીતેલી વાતો

અત્યાર ના તોહ્ફા સામે ખોવાય જાય પહેલા ની સોગાતો..

ખબર છે કોણ સાથે છે મારી વર્તમાનમાં..

પણ નથી ભુલાતી પહેલાની જુની સંગાથો.

યાદો આગળ ખડકાય છે દરવાજા..

દેખાય છે ખીલેલા ફુલ, કરમાતા

અમારા પર પ્રશ્નો તો ઘણા ઉઠાવ્યા...

બસ હવે બાકી છે અમારી ફરિયાદો..

જિંદગીની દીવાલ પર ખડકીનું ખાનું કમાલનું..

ખોલવા જતા દેખાય છે તાળું સવાલનું.


ધીરે-ધીરે


શરૂઆત કરી તમે,

સંબંધનાં અંત ની ધીરે-ધીરે

પહેલા નહોતો જાણતો, પણ હવે જાણવા માંડ્યો છુ

ધીરે-ધીરે..

હું તો દોષી માનતો હતો રસ્તા ને જ,

હવે જાણ્યું કે કેમ ડગલા માંડતા હતા તમે

ધીરે-ધીરે

વિતાવેલી ક્ષણો ને રોજ હુ ખંખોળતો,

વિખેરાયેલી પંક્તિઓ રોજ ભેગી કરતો..

મને લાગ્યું કે મારી પંક્તિઓમાં જ કઇક ખોટ છે

પણ હવે જાણ્યું કે કેમ તમે સાંભળવા નુ બંધ કર્યું

ધીરે-ધીરે

તમને મળવા માટે રોજ ઉતાવળો થઈ જતો

વાટ તમારી જોવા જલદી સ્થળે પહોચી જતો લાગ્યું કે તમારે કોઈ કામમાં મોડું થયુ હશે

પણ હવે જાણ્યું કે કેમ મોડા પડતા રહ્યા તમે

ધીરે-ધીરે.

આવો સ્વભાવ તમારો નોહ્તો જાણ્યો

તમારો આવો નજારો મે નોહ્તો માણ્યો

લાગ્યું હતુ કે સંબંધ ની શરૂઆત થઈ રહી છે.

પણ હવે જાણ્યું કે અંત તરફ આગળ વધુ છું હું ધીરે-ધીરે

પાછું ના ફર્યા

જોયા તમને જતા.. પણ પાછું ના ફર્યા

હતા આપણે પાસે જ પણ સાથે ના રહ્યા.

રોજ માનતા કરુ છું તમારા આગળ વધવાની

પણ તમે આગળ વધીને પાછું ના ફર્યા.

રસ્તાનાં પેલા નુક્કડ પર રોજ જુઉ છુ રાહ

પસાર થતા નાખશો નજર અમારા પર

એવી રોજ કરુ છુ ચાહ

નજરથી પીછો કર્યો તમારો ઘણે દૂર સુધી

પણ હશે તમારે ઉતાવળ,એટલે પાછું ના ફર્યા

રોજ તમને યાદ કરુ છુ.. છતા

મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે.. તેમ છતા

શોધુ છુ જવાબ પ્ર્શ્નોનાં પણ ના મળ્યા..

તમારી પાછળ જ હતા અમે.. બસ તમે પાછુ ના ફર્યા

વિરહનો તડતપો ખૂબ આકરો હતો..

વર્ષાની રાહમાં હું બેબાકળો હતો..

આવ્યા તમે વાદળી બની ..અને જતા રહ્યા..

ઘણી ઘડી ઊભો રહ્યો હુ.. પણ તમે પાછું ના ફર્યા..

હવે તો રસ્તો પણ જાણે છે મને આ વિસ્તારનો

માને છે મને નમૂનો તમારા તિરસ્કારનો

પણ રોજ લડી એ રસ્તા સાથે તેને જતા કર્યા

વાટમાં ઊભો રહુ છું તમારી પણ તમે પાછું ના ફર્યા

વાટમાં ઊભો એમની નક્કી કર્યું આજે વાત કરીશ

ઉભા રાખી એમને આ કવિતાનો ઇઝહાર કરીશ

ધ્યાનથી કવિતા સાંભળી એ જતા રહ્યા

સ્મિત ની રાહ મા ઊભો રહ્યો હુ,પણ એ પાછું ના ફર્યા.

જીવન જુઓ, જાણો અને જીતો

જીવન જુઓ, જાણો અને જીતો

રોતા ચહેરાઓ ની હસતી સ્મિતો;

માણો જીવન અને મોજ કરો,

ઠેકી જાવ નિરાશા,દુ:ખ ની ભીંતો.

રીતો વાપરો નીરાળી, જીવન જીવવામાં મજા છે,

દુ:ખ, હતાશા, નિરાશા,ચિંતા-ભાવ નથી પણ સજા છે;

ખીસામાં રાખો પોતાનાઓ ની પ્રીતો,

જીવન જુઓ, જાણો અને જીતો.

રાખો સાથે અરીસો જોતા રહો સમયે-સમયે,

ક્યાંક વીખી તો નથી રાખ્યું ને માથું?

તડકા,છાયા,પવને?

શીખી લો જરા બે-ત્રણ પટીયા પાડવાની રીતો,

જીવન,જુઓ, જાણો અને જીતો.

ઓળખીતા આડા ઊતરે તો મોં ના ચડાવતા,

પૂછે કોઈ સવાલ તો દાંત ના કકડાવતા;

ખુલ્લી મુકજો, હસી-ખુશી ની નીકો,

જીવન,જુઓ, જાણો અને જીતો.

ભૂલ પડે જો કોઇ થી તો ગુસ્સો ના કરો,

ના અફળાવતા વઢ નો ચકળતો ચરો;

અરે.. હાથ પકડી ને ઘૂંટાવો સમજણ નો લીટો,

બીજુ તો શુ કેવું મારે, બસ જીવન,જુઓ,જાણો અને જીતો.

તોહ્ફા

કેમ છો મજામાં ? થી લઈને..

સારુ ચાલો આવજો સુધી.

ચુપચાપ વાતો સાંભળતા થી લઈ ને..

નિરંતર વાતો કરવા સુધી.

નજીવી વાતો પર રિસાવા થી લઈ ને..

નાની એવી વાત થી મનાવા સુધી.

દરેક બાબતે ખોટું બોલવાથી લઈ ને..

સાચુકલું સત્ય બતાવવા સુધી.

મોટું મજાક કરવાથી લઈ ને..

મજાક ની પોલ ખોલવા સુધી.

અમને આશ્ચર્ય મા મૂકવાથી લઈ ને..

પોતાને આશ્ચર્ય મા મૂકવાની માગણી સુધી.

તમારી તોહ્ફા ની માગણી થી લઈને..

અમારી તોહ્ફા દેવાની અદા સુધી.

શરૂઆત ભલે થઈ આજ થી પણ

અંત નહી થાય આપની માગણી સુધી.

રંગ


કોરો કુમાર સજી શોળે શણગાર

ધોળું અંતર પાથરી જુએ રંગ ની વાટ

રંગાણા બધા જે હતા સંગ મા,

ગમતો જે રંગ તે નહોતો તે રંગ મા વાટ વાટ મા વાટ ટપી ગઈ;

સમય ટપક્યો ટીપે ટીપે,

શોધવા ને લોક મા કહેતો ફરે

કહેશો અગર રંગ કોઈ દીઠે;

રંગ મળ્યો ઘેરો રંગ મળ્યો,

તંગ મુંજવણ નો ભંગ મળ્યો

ધોળા મા એને આખો રેડ્યો

એક એક તાંતણો રંગીન કર્યો;

ઝાંખો પડ્યો,ઊડી ગયો,ફાટ્યો એક એક ત્રાગડો,

નવા ને જુનું કરી ગયો, ઉપર પડ્યો જ્યારે તડકો.