મહત્વાકાંક્ષા નું ભારણ... Margi Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મહત્વાકાંક્ષા નું ભારણ...

આજની આ દેખાવડા જીવનમાં માતાપિતા એ ખુબ જ બાળકો પર અભ્યાસ નું દબાણ આપે છે. આ વાત મોટા બાળકો ની નહીં પણ નર્સરી માં ભળતા જ એક બાળક ની સત્યઘટના છે.




વેદ હજી તો સાડા ત્રણ વર્ષ નો છે. વેદ ખુબ જ મસ્તી વાળો છોકરો છે. અને ગોળમટોળ પણ. વેદ ને ક્યારે પણ રડતાં કે ઉદાસ દેખ્યો જ નથી કોઈને.



સ્કૂલ શરુ થઇ. વેદ ને નર્સરી માં મુક્યો. સ્કૂલ માં લેવા મુકવા વેદની મમ્મી રીટા બેન જ આવતા. તેવી રીતે બીજા પણ બાળકોને તેમની મમ્મી લેવા મુકવા આવતી. બાળકો ના સ્કૂલ છૂટે એના પહેલા જ બધી મમ્મીઓ 10 મિનિટ પહેલા જ ઉભા રહેતા. એમાં જ એક મમ્મીઓ નું ગ્રુપ બની ગયું. રોજ દરેક વહેલા કામ પતાવી ને આવી જાય. અને બધી જ મમ્મીઓ ત્યાં ઉભા ઉભા ગોપલગોષ્ટિ કરતા. સ્કૂલ છૂટ્યા પછી પણ લગભગ 20 થી 25 મિનિટ તો જેના ઘરે કામ પતી ગયું હોય એ ઉભા રહેતા. ને વાતો ના ધડાકા બોલાવતા.



બધા એ ભેગા થઈને એક દિવસ પીકનીક જવાનું નક્કી કર્યું. બધા પોતપોતાના ઘરે થી અલગ અલગ નાસ્તો લઈને આવ્યા હતા. અને ત્યાં બધા એ ભેગા થઈને નાસ્તો કરવા બેસ્યા.



જયારે બધા ત્યાં નાસ્તો કરવું બેસ્યા, તો ત્યાં ગ્રુપ માંથી વેદ નો દોસ્ત નિખિલ નાસ્તો કર્યાં પહેલા શ્લોક બોલ્યો. અને પછી જ નાસ્તો કર્યો. આ જોઈને ત્યાં બધા એ અરે વાહ કહીને નિખિલના વખાણ કર્યાં. બધા સાથે નાસ્તો કરી ને બધા ત્યાંથી છુટા પડ્યાં ને ઘરે ગયા.



રોજ ના જેમ બધા આવીને ઉભો રહે. અને વાતો પણ થાય. એવામાં એક દિવસ સ્કૂલ ના શિક્ષકે નિખિલ ના વખાણ કર્યાં અને કહ્યું કે નિખિલ ભણવામાં ખુબ જ હોશિયાર છે. આ વાત સાંભળતા વેદની મમ્મી રીટાબેન ને થોડી મનમાં ખટકી. રીટાબેનનું મોઢું પડી ગયું. પણ, આ વાત ની કોને ખબર ના પડી.



રીટાબેનના મનમાં ખાટકેલી આ વાત નું સ્વરૂપ તો કઈ અલગ જ હતું. બધાના વચ્ચે ઉભા તો રહે પણ તેમનું મગજ તો બીજે જ હોય. અને ધીરે ધીરે વેદ ઉપર દબાણ કરવા લાગ્યા. ઘરે વેદને રમાડવાના સમય માં તેને ખુબ જ ભણવા લાગ્યા. વેદ ને ટ્યૂશન પણ મૂકી દીધો. વેદ જો ઘરે ભણવા ના બેસે તો તેની મમ્મી બોલે, અને કોઈ દિવસ તો મારે પણ ખરા... ઘરમાં પણ વેદના અભ્યાસ ને લઈને ઝગડા થવા લાગ્યા હતા. વેદના પપ્પા રીટાબેન ને સમજાવતા. પણ રીટાબેન બિલકુલ કોઈનું ના સાંભળે. વેદ જે હંમેશા રમુજીમાં રહેતો છોકરો હસવાનું ભૂલી ગયો. બધા એ વેદનો આ બદલાયેલા સ્વભાવની વાત રીટાબેનને કરી પણ ખરા. પણ રીટાબેને વાત ને કાપી નાખી. અને કહેવા લાગ્યા કે અરે ના એવુ કઈ જ નથી. દાદા દાદી આવ્યા હતા ને એટલે.



થોડા દિવસ પછી સ્કૂલમાંથી પરીક્ષાપત્રક આવ્યું. સ્કૂલ માં પરીક્ષા લેવાની હતી. 25 દિવસ પછી. જ્યારથી રીટાબેનના હાથ માં પરીક્ષા પત્રક આવ્યું ત્યારથી તો જાણે રીટાબેન ને વેદ ની ધોરણ 10 ની પરીક્ષા હોય એવી મહેનત નર્સરી માં કરાવવા લાગ્યા. વેદ ભણવા માં હોશિયાર તો હતો જ છતાં તેની મમમય ને તેનાથી સંતોષ નહોતો.



દરરોજની જેમ જ બધા ઉભા ઉભા વાતો કરતા હતા ને એટલામાં જ વાત વાત માંથી પરીક્ષાની વાત નીકળી. તો બધા એ પોતાના બાળકો વિશે વાતો કરી. કોને કેટલું આવડે છે. એવી જ વાતો કરતા હતા ને એટલામાં જ ત્યાં રેખા બેન બોલ્યા કે મારી રુચા ને તો બધું જ આવડી ગયું છે. તેના પપ્પા રોજે બેસે છે તેને લઈને. સ્કૂલ છૂટી ને બધા ઉભા હતા. એટલામાં રુચા રમતા રમતા 1 થી 20 સુધી બોલી ગઈ. અને એ વખતે રીટાબેનનું ધ્યાન રુચા પર જ હતું.



ઘરે પહોંચીને રીટાબેને વેદ ને 1 થી 10 સુધી બોલવાનું કહ્યું. પણ વેદ એટલો બિવાઈ ગયો હતો કે તે કઈ બોલી જ ના શક્યો. તો રીટાબેને વેદ ને ખુબ જ માર્યો. અને બોલવા લાગ્યા કે કાલે જ પરીક્ષા છે. તને કઈ જ નથી આવડતું. તું શું કરીશ. ન બોલવાના શબ્દો બોલ્યા. ને તેને ખાવાનું આપ્યા વગર ભણાવવા બેસાડી દીધો. વેદ રડે જાય પણ રેખાબેન ના મગજ માં બસ એક જ નસ કામ કરે કે વેદ ને કેમ ના આવડે. આજ વાત ને વેદ ને ખુબ જ ગંભીર બનાવી દીધો.



પરીક્ષા આવી ને પતી પણ ગઈ. વેદ ને 5 માર્ક ઓછા આવ્યા. તો રેખા બેન ખુબ જ બોલ્યા. રેખાબેન ને આનંદ ના થયો જે તેમનો છોકરો સ્કૂલ માં 2nd નંબર માં આવ્યો. પણ 5 માર્ક ઓછા આવ્યા એમાં વેદ ને ખુબ જ બોલ્યા ને હાથ પણ ઉંચકી લીધો.




વેદ ને છેલ્લા 3 મહિના થી આ ભણવાનું દબાણ ચાલુ જ હતું. ને વેદના દિલ અને દિમાગ પર એટલી ખરાબ અસર પડી કે, વેદ હસવનું બિલકુલ ભૂલી ગયો. તેને આટલી નાની ઉંમર માં જ ટેન્શન આવવા લાગ્યું. વેદની આ સ્થિતિ થી તેની તબિયત દિવસ જાય એમ બગડતી જ રહેતી. અને છેલ્લે તેને ડૉક્ટર પાસે લઇ ગયા તો ડૉક્ટર એ કહ્યું કે, આ બાળક ખુબ જ ટ્રેસ થી જીવી રહ્યો છે. તેને મનોચિકિત્સક ને ત્યાં જ દવા કરાવી પડશે.



વેદ ના પપ્પા ના નીચેથી જમીન હતી ગઈ. અને રીટાને કહેવા લાગ્યા કે, આ બધું જે થયું એ તારા કારણે જ થયું છે. અને જેટલી ભૂલ તારી છે એટલી જ મારી પણ છે. હું પણ તને ના રોકી શક્યો. આજે આપણું ફૂલ જેવું બાળક જે હસતું ખીલતું હોવું જોઈએ એ આજે આવી ભયાનક બીમારી થી ગુજરી રહ્યું છે. લે રીટા તારો છોકરો નંબર તો લઈને આવ્યો. પણ હવે તેના 2 વર્ષ બગડશે. વેદને આ પરિસ્થિતિ માંથી બહાર નીકળતા જ 2 વર્ષ લાગશે.



રીટાબેન ની મહત્વાકાંક્ષા નું ભારણ આજે વેદની તબિયત પર ખુબ જ ભયાનક અસર થઇ. અને રીટાબેન ના મુખ પર આજે કોઈ જ શબ્દ જ નથી રહ્યા.