ટ્રુથ બિહાઇન્ડ લવ - 9 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટ્રુથ બિહાઇન્ડ લવ - 9

પ્રકરણ-9

અમારાં નાગરોમાં રૂપ અને કળા જન્મથી સાથે જ હોય એવાં આશીર્વાદ છે એમાં કોઇ શંકા નથી છોકરીઓ શ્યામ હોય કે ગોરી પણ એનો દેખાવ ફીચર્સ બધાને ગમે એવો આકર્ષક હોયજ.

શ્રૃતિ કહે "એય દીદી આપણાં વખાણને સાચાં કર્યા પણ ઘણાં થયાં હવે શું કહેવા માંગતી હતી માં નો અનુભવ એ કહે ને મને પણ ખૂબ કયુરિઓસીટી છે હું પણ કંઇ જાણતી નથી બધું માં તને જ કહે ?

સ્તુતિએ કહ્યું "નાગર છું ને એટલે બોલવામાં પણ પારંગત છું એમ કહી હસવા માંડી. અરે કહું છું એજ સાંભળ....

માં જ્યારે પાલિકામાં પ્રમોશનનો સમય આવ્યો માંની કામગીરી એટલી સારી હતી કે માં નું પ્રમોશન પાકું જ હતું એમાં કોઇ ડખલ કરી શકે એમ નહોતું કારણ કે જેન્યુઅન હતું અને છેક ઉપરથી ઓથોરીટીની ભલામણ હતી પણ એમાં એક જ લોચો હતો એને અંધેરીથી દૂર નાં સબબમાં છેક વિક્રોલી ટ્રાન્સફર આપવાની વાત હતી.

માં એ પ્રમોશન લેવાની જ ના પાડી... કીધું કે એને અંધેરી ઓફીસથી ટ્રાન્સફર આપવામાં ના આવે. ત્યારે એનાં ઇમીજીએટ બોસ પાસે ગઇને અરજી આપી એમણે કહ્યું "અનસુયા દીદી હું ભલે તમારો ઉપરી છું પણ તમારાથી નાનો છું તમે દાદાર ઓફીસે આપણાં જે મુખ્ય ચીફ બોસ છે એમને વાત કરો તો કંઇ કામ થાય... હવે એ પ્રમોશનમાં માંની પોઝીશનનો ખૂબ વધતી હતી સાથે સાથે પગારમાં વધારો સીધો 7000 નો થવાનો હતો જે ઘરમાં મદદરૃપ હતો અને આવો વધારો વારે વારે નહોતો આવતો.

માં એ કહ્યુ ઓકે અને એણે ફોન કરીને એનાં ચીફનો સમય માંગ્યો. એમણે ક્યું તમે શનિવારે ઓફીસ છૂટે અહીં આવીને મળી જજો અમારું કામ તો મોડાં સુધી ચાલે છે અને બધો સ્ટાફ છેક 8.00 પછી ઘરે જાય છે તમારે ત્યાં સાંજે 6.00 વાગે બંધ થાય છે બધું માં એ આભાર માની ને કહ્યું ઓકે અને માં તો આવેલા સમયે મળવા ગઇ. ત્યાંની ઓફીસ તો ધમધમાટ ચાલુ હતી પણ બધા રીલેક્ષ થઇને કામ કરતાં હતાં અને એના ચીફ મી. દેશમુખને મળવા એમની ચેમ્બરમાં ગઇ એમણે એ તરત જ અંદર બોલાવી લીધી માં એમની સામે બેઠી અને બધી વાત કરી અને સાથે લાવેલી અરજી એમણે આપી.

મી. દેશમુખે અરજી વાંચી અને રહેલાં માંને કોન્ગ્રેચ્યુલેશન કહ્યું. મીસ અનસુયા તમને આ વખતે ગણી સારી બઢતી મળી તમે એક સાથે 3 પ્રમોસન સાથે લઇ લીધાં કહેવું પડે પણ તમારું કામ અને સીનીયારીટી પણ એવાં છેને એટલે તમે હકદાર છો. પણ આ ટ્રાન્સફર પ્રમોશન સાથે હોય જ છે કારણ કે તમારાં જેવા સીન્સીયર માણસો જ જે બ્રાંચ કામ ના કરતી હોય બરોબર એને સુવ્યસ્થિત કરવા માટે જ ત્યાં એપોઇન્ટ કરવામાં આવે છે.

માંએ આજીજી કરીને કહ્યું "સર વાત તમારી સાચી છે પણ મારી પણ મજબૂરી છે મને ઘરે બે નાની છોકરીઓ છે. મારાં હસબંડ પણ છે સેન્ટ્રલ બ્રાંચમાં છે ઘરે આવતાં એમને રાત્રીનાં 8 વાગી જાય છે અને સવારે 10 થી સાંજનાં 6.30 સુધી હું બહાર હોઊં છું ઘરમાં બીજુ કોઇ વડીલ નથી જે છોકરીઓ સંભાળે એટલે વિનંતી કરુ છું... પ્રમોશન મારાં માટે જરૂરી જ છે કેમકે આર્થિક ઘણો ફાયદો છે મને જે મારાં કુટુંબને મળશે. પણ આ ટ્રાન્સફર કેન્સલ કરીને અંધેરી બ્રાંચમાં જ રાખો જ્યાં મારું ઘર છે.

દેશમુખ એની જાત પર ગયો એ મોમની સામે આમ તાંકી રહ્યો પછી નરમાશ અને લૂચ્ચાઇથી બોલ્યો.... કંઇ નહીં હું એનાં પર વિચાર કરીશ અને કોઇ પણ કામની કિંમત હોય છે બધું એમ જ નથી મળતું એટલે તમેય વિચારી લો. કારણ કે આ ટ્રાન્સફર રોકવા મારે. નિયમોની વિરૂધ્ધ જઇ અંધેરી બ્રાંચમાં તમારી કામની દ્રષ્ટિએ ઘણી જરૂર જ છે એવાં રીપોર્ટ બનાવી ઉપરથી પાસ કરાવવાનું કામ કરવું પડે છે ઉપર પણ મારે મારું કામ કરે તો વળતર સમયે વે ચૂકવવું પડે છે આ બધાં વ્યવહાર અને રાજકારણ આપ જાણતાજ હશો. તમારી તૈયારી હોય તો હું....

અનસુયાબહેન સાંભળી રહ્યાં... સ્તુતિ એ માં એ સાંભળી રહી બધીજ વાત સમજી ગઇ.. છતાં એણે સ્પષ્ટ કરવા પૂછ્યું "સર હું જાણુ છું આ બધાં કામ કઠીન હોય છે અને તે નિયમો વિરૂધ્ધ જઇ તમે સાબિત કરીને કામ કરવા પડે પણ હું સાચેજ અંધેરી બ્રાંચ એવી સંભાળું છું કે... તમે સંભાળો છો એટલે જ હું આ કામ કરવા તૈયાર થયો છું ને... પણ હું કામ કરુ એની પણ કિંમત હોય છે જે મારે પણ ઉપર ચૂકવવાની છે.

માં એ પૂછી લીધું. "બોલો શું કિંમત આપવાની છે ? દેશમુખે સ્પષ્ટ સવાલ સાંભળીને થોડો ખચકાયો પણ જાડી ચામડીનો સુવ્વર એકદમ નીચતાથી અને નાગઇથી બોલ્યો... 1 લાખ ઉપર આપવાનાં અને મારી સાથે રીસોર્ટમાં આનંદ કરાવવા આવવાનું બોલો છે મંજૂર ? અને પછી નફ્ફટની જેમ હસી રહ્યો.

માં એ સાંભળીને એનું.... એનો ચેહરો તમતમી ગયો ગુસ્સામાં બોલવા ગઇ પછી શાણપણ વાપરીને કહ્યું "સર તમે આ શું બોલો છો. હું બ્રાહ્મણ ઘરની છોકરી અને કોઇની પત્નિ બે દીકરીઓની માં છું હું એવાં લક્ષણ કે ચરિત્રની નથી... બહુ બહુ તો પૈસાની વ્યવહાર કરવા મારાં હસબંડને કહું બાકી મને શરત મંજૂર નથી. એમ કહીને ઉભી થઇ ગઇ.

દેશમુખે કહ્યું "અરે અરે તમે તો નારાજ થઇ ગયાં. આ તો બધુ આવુ ચાલે છે તમારો ટેસ્ટ લેતો હતો બાકી હું પણ એવાં ચરિત્રનો નથી... પણ એક ખાસ વાત જણાવું તમે આ પ્રમોશન લેશો પછી તમે સીધાં મારાં હાથ નીચે આવશો મનેજ રીપોર્ટ કરવાનાં છે. અને મારા રીપોર્ટ થકી આગળનું પ્રમોશન આવશે. તમે પૈસાની વ્યવસ્થા કરીને જણાવજો... નાઉ યુ મે ગો. અને માં ત્યાંથી ગુસ્સામાં બહાર નીકળી ગઇ.

અનારે કહ્યું "કેમ આગળ શું થયું ? પૈસા આપવા ગયાં ? આગળ કોઇ હેરાનગતિ થઇ એતો કહો ?

સ્તુતિએ કહ્યું કહું છું... આપણે તો નીલમની વાત પરથી મારી માંની વાત પર આવી ગયાં. શ્રૃતિ કહે તમે શરૂ જ એવું કર્યું તો પછી શું થાય ? હવે વાત પુરી કરો હવે તો જાણવાની તાલાવેલી વધી છે.

સ્તુતિ કહે "માં એ ઘરે આવીને પહેલાંજ પાપાને સઘળી વાત કરી. પાપા શાંતિથી સાંભળી રહ્યાં કંઇ જ બોલ્યા નહીં. પછી કંઇક વિચાર કરીને કહ્યું "તું આ બધી ચિતામાથી બહાર આવી જા અને મારાં પર છોડ તું તારી રીતે તારાં સમયે તારી બ્રાંચમાં જ્જે કામ કરવા બાકીનું તું જોઇ લઇશ.

શ્રૃતિ કહે "પછી શું થયું ? પાપાએ શું કર્યુ ? માંને પ્રમોશન મળ્યું કે...

સ્તુતિ કહે કહે બે દિવસ મોમ ગઇ જોબ પર પણ ત્રીજે દિવસે ઘરે જ રહી ખબર નહીં પાપા કંઇક પ્રયત્ન કરી રહેલાં અને એક વીક પછી માં પર કાગળ આવી ગયો અને પ્રમોશન ગ્રાન્ટ થયું અને બ્રાંચ અંધેરી જ. માં એટલી ખુશ થઇ ગઇ કે વાત ના પૂછો.

શ્રૃતિ કહે આતો ભારે સસપેન્સ.. પણ પાપા એ એવું શું કર્યું ? સ્તુતિ કહે મને ખબર નથી હું એ સમયે એટલી મોટી પણ નહોતી કે બધું પૂછ્યા કરુ પણ મંમીનાં બધાં જ પ્રોબ્લમો પાપાએ સોલ્વ કરી નાંખેલા. વળી જાણવા જેવી વાત થોડા સમય આશરે મહિના પછી માં એ જમતાં જમતાં પાપાને કહ્યું કે પેલા દેશમુખને પ્રી મેચ્યોર રીટાર્યડ કરી દીધાં અને પાપાની સામે જોઇ હસવા લાગી.. પાપા માં સામે જોઇને હસી પડયાં અને બોલ્યાં "બધુ મારો મહાદેવ કરે છે....

અનાર કહે તારાં પાપા તો છુપા રુસ્તમ છે પણ યાર તારાં પાપાને પૂછીને જાણી તો લે જે જે કે એમણે એવો શું ખેલ કરેલો કે સાપ મર્યો અને લાકડી તૂટી નહીં. બધાં ત્રણે જણાં એક સાથે હસી પડ્યાં.

અનારનાં ફોનમાં ફરીથી કોઇ ફોટાં અને વીડીયો આવ્યાં. ડાઉન્ડલોડ થયાં અને શ્રૃતિ-અનાર અને સ્તુતિ ત્રણે જણાં એ જોઇને સ્તબ્ધ થઇ ગયાં... .અનારને ખૂબ ગુસ્સો આવ્યો. શ્રૃતિ-સ્તુતિએ નફરથી જોયા કર્યું અને અનારે ફોનમાં મેકવાન અને નીલમ બંન્નેનાં ફોન બ્લોક કરી દીધાં.

પ્રકરણ -9 સમાપ્ત.