યારા અ ગર્લ - 21 pinkal macwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સોલમેટસ - 6

    એસપી ઝાલા અને કોન્સ્ટેબલ અર્જુન બંને સેક્ટર-૨૮માં બેસેલા આરવ...

  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

શ્રેણી
શેયર કરો

યારા અ ગર્લ - 21


રૂપ બદલવાના કારણે કોઈ તેમને ઓળખે તેમ નહોતું. બન્ને મહેલમાં પ્રવેશ્યા અને ત્યાં થી રાજકુમારી કેટરીયલ પાસે ગયા.

રાજકુમારી ચુપચાપ આંખો બંધ કરીને બેસેલી હતી. ફિયોના અને બુઓન તેની સામે જઈ ને ઉભા રહ્યા. તેઓ પોતાના મૂળ રૂપમાં આવી ગયા.

રાજકુમારી કેટરીયલ, ફિયોના બોલી.

અચાનક આવેલા અવાજ થી કેટરીયલે આંખો ખોલી. સામે ફિયોના ને જોઈ એકદમ આશ્ચર્યચકિત થઈ ગઈ.

ફિયો....ના બોલતાં બોલતાં રાજકુમારી ઉભી થવા ગઈ પણ એ અશક્તિ ના કારણે નીચે પડવા ની હતી પણ ફિયોના અને બુઓને તેને સંભાળી લીધી.

રાજકુમારી સંભાળો, ફિયોના બોલી.

ફિયોના તું આવી ગઈ? હું તમારી રાહ...ને વાક્ય અધૂરું રહી ગયું. રાજકુમારી બેભાન થઈ ગઈ.

રાજકુમારી રાજકુમારી ફિયોના બોલતી રહી પણ કઈ જવાબ મળ્યો નહિ. ફિયોનાની આંખો માં આંસુ વહી રહ્યા હતા.

ફિયોના તારી જાત ને સંભાળ. જલ્દી હવે આપણે અહીં થી નીકળવું પડશે. આપણે હજુ ઘણો લાંબો રસ્તો કાપવાનો છે, બુઓને કહ્યું.

હા બુઓન, ચાલો રાજકુમારી ને લઈ લો, ફિયોના બોલી.

બુઓને રાજકુમારી કેટરીયલ ને પોતાના હાથોમાં ઉઠાવી લીધી. હવે બન્ને જણ પેલા રસ્તા તરફ આગળ વધવા લાગ્યા. ફિયોના બુઓન ને દોરી રહી હતી.

બુઓન આ રહ્યો એ રસ્તો, ફિયોના બોલી. પછી તે નીચે બેસી પેલા રસ્તા માટે નીચે પાથરેલી કાર્પેટ હટાવવા લાગી. કાર્પેટ હટતા એક દરવાજો દેખાયો. ફિયોના એ તેને ખોલવાનો પ્રયત્ન કર્યો. પણ વર્ષો થી બંધ હોવાના કારણે તે ખોલી ના શકી.

ફિયોના તું રાજકુમારી ને પકડ હું તેને ખોલું છું, બુઓને કહ્યું.

હા બુઓન, ફિયોના બોલી પછી તેણે રાજકુમારી ને નીચે બેસી પોતાની પાસે લઈ લીધી.

દરવાજો ખૂબ જામ હતો. બુઓન તેને ખોલવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ખૂબ મહેનત કર્યા પછી એને દરવાજો ખોલવામાં સફળતા મળી.

બન્ને ને હાશકારો થયો.

ફિયોના તું પહેલા રાજકુમારી ને લઈ ને નીકળી. હું અહીં બધું પહેલા જેવું કરી દઉં જેથી કોઈ ને શંકા ના જાય, બુઓને કહ્યું.

હા બુઓન, ફિયોનાએ કહ્યું. પહેલા એ અંદર ગઈ પછી બુઓને રાજકુમારી ને પણ અંદર મૂકી.

બુઓને પાછા આવી ને બધી વસ્તુ પહેલાં જેવી કરી દીધી. બધું બરાબર છે કે નહિ તે ચકાસી લીધું. તેણેે રાજકુમારી કેટરીયલ પલંગ પર સુતા હોય એમ બધું ગોઠવી દિધું જેથી સવાર સુધી કોઈ ને ખબર ના પડે અને એ લોકો મોસ્કોલા પહોંચી જાય. પછી તેણે દરવાજો બંધ કર્યો.

બુઓન અને ફિયોના રાજકુમારી ને લઈ આગળ વધી રહ્યા હતા. રસ્તો અંધારીઓ હતો. બન્ને જણ સાચવી ને આગળ વધી રહ્યા હતા.

આ બાજુ રમતો નો મેળો બરાબર જામ્યો હતો. બધા આનંદ માણી રહ્યા હતાં. પણ ઉકારીઓ નું મન ખૂબ ચિતિંત હતું. તેને ફિયોના અને બુઓન ની ચિંતા થઈ રહી હતી. એ લોકો નીકળ્યા હશે? કોઈ સમસ્યા તો નહિ થઈ હોય ને? એને આ બધા પ્રશ્નો મનમાં થવા લાગ્યા. તે શારીરિક રીતે ત્યાં હાજર હતો પણ માનસિક રીતે એ ફિયોના અને બુઓન પાસે હતો.

સેનાપતિ કવીન્સી પોતે સૈનિકો ની એક ટુકડી લઈ વોસીરો ના પહાડ ની પાછળ હાજર હતો. તે ફિયોના અને બુઓન ની રાહ જોઈ રહ્યો હતો. તેણે બધી તૈયારી કરી રાખી હતી. પણ રસ્તો કઈ બાજુ ખુલશે તેની તેને ખબર નહોતી.

ને એ ખબર તો ફિયોના ને પણ નહોતી. આ રસ્તા નો પહેલીવાર તેણે ઉપયોગ કર્યો હતો. તેઓ ધીરે ધીરે આગળ વધી રહ્યા હતા.

ફિયોના આ રસ્તો કેવી રીતે ખુલશે તને ખબર છે? બુઓને પૂછ્યું.

ના બુઓન મને ખબર નથી. પણ મોસ્કોલા થી કોઈ આવ્યું હશે તે મદદ કરશે, ફિયોના બોલી.

હા મદદ તો મળી રહેશે, બુઓન બોલ્યો.

બન્ને જણ ઘણું ચાલ્યા હતા. ને હવે થાકી ગયા હતા. ને રસ્તો પૂરો થઈ ગયો.

ફિયોના તું જો રસ્તો આવ્યો કે નહિ, બુઓને પૂછ્યું.

હા બુઓન હું જોવું જ છું. પણ મને કઈ સમજ પડતી નથી. બધા પથ્થરો સરખા જ છે, ફિયોના બોલી.

બુઓને રાજકુમારી ને નીચે મૂકી. હજુ પણ તે બેભાન હતી.

બન્ને જણ બહાર નીકળવા માટે રસ્તો શોધવા લાગ્યા. પથ્થરો ને હટાવી એ તોજ રસ્તો ખુલે તેમ હતો. બન્ને ત્યાં કોઈ વસ્તુ કે કઈ બીજું રસ્તો ખોલવા માટે છે કે નહિ તે શોધવા લાગ્યા. પણ તેમને કઈ મળ્યું નહીં. બન્ને નિરાશ થઈ ગયા.

ફિયોના રસ્તો નહિ ખુલે તો આપણી મહેનત પર પાણી ફરી વળશે, બુઓન હાંફતા હાંફતા બોલ્યો.

બુઓન હું ક્યારેય અહીં આવી નથી એટલે મને ખબર નથી આ કેવી રીતે ખુલે છે, ફિયોના બોલી. એ પણ હાંફી રહી હતી.

એ બન્ને એ પૂરતા પ્રયત્ન કર્યા પણ દરવાજો ના ખોલી શક્યા. બન્ને ને હવે ચિંતા થવા લાગી. હવે શું થશે? બન્ને નીચે બેસી ગયાં.

ફિયો.....ના. ફિયો....રાજકુમારી હવે ભાનમાં આવવા લાગી હતી. તે ફિયોના નું નામ બોલવા પ્રયત્ન કરી રહી હતી.

રાજકુમારી હું અહીં છું. તમે હવે સુરક્ષિત છો, ફિયોના રાજકુમારી ને સાંત્વના આપતા બોલી.

પણ રાજકુમારી કેટરીયલ વધારે કઈ બોલી ના શકી. તેનામાં તાકાત જ નહોતી કે એ કઈ બોલી કે કરી શકે.

ફિયોના એકદમ ઉભી થઈ ગઈ ને બોલી, બુઓન કઈ પણ કર પણ આ દરવાજો શોધ અને ખોલ. આટલે આવ્યા પછી આપણે હાર ના માની શકીએ.

બુઓન ઉભો થઈ ગયો. એણે ફરી પ્રયત્ન ચાલુ કર્યા. અચાનક એને કઈક યાદ આવ્યું ને એ બોલ્યો,

ફિયોના ગ્લોવરે તને રાજકુમારી ને આપવા કઈ આપ્યું હતું.

હા બુઓન યાદ આવ્યું ફિયોના એકદમ ગ્લોવરે આપેલો જીવન રક્ષક હીરો શોધવા લાગી.

આ રહ્યો. ગ્લોવરે મને રાજકુમાર ઓરેટોન નો જીવન રક્ષક હીરો આપ્યો હતો. જો કઈ સમસ્યા આવે તો રાજકુમારી આની મદદ થી આપણી મદદ કરી શકે, ફિયોના બોલી.

લાવ હું જોવું કદાચ આ હીરો આપણી કોઈ મદદ કરી શકે, બુઓન બોલ્યો. પછી એણે પેલો હીરો લઈ ને દરવાજો શોધવાનો પ્રયત્ન કર્યો. પણ કઈ મળ્યું નહિ. તે નિરાશ થઈ ગયો.

ફિયોના આના થી કઈ મદદ મળશે એવું લાગતું નથી, બુઓન નિરાશા સાથે બોલ્યો.

બુઓન આ હીરો આપણા કહેવા થી કોઈ કામ નહિ કરે. આ માટે આપણે રાજકુમારી કેટરીયલ ની મદદ લેવી પડશે, ફિયોના એ સમજ આપતા કહ્યું.

પણ રાજકુમારી તો બેભાન છે. આપણી મદદ કેવી રીતે કરશે? બુઓન બોલ્યો.

અરે! હું કેવી રીતે ભૂલી ગઈ કે આ જીવન રક્ષક હીરો છે. તે આપણી નહિ પણ રાજકુમારી ની મદદ જરૂર કરશે, ફિયોના બોલી. ફિયોના એ બુઓનના હાથમાં થી હીરો લઈ લીધો. ને રાજકુમારી નો હાથ પકડી તેમાં એ હીરો મુક્યો.

ને જેવો હીરો રાજકુમારી કેટરીયલ ના હાથને અડયો તેમાં થી એક પ્રકાશ નીકળ્યો. જે રાજકુમારીની આજુબાજુ ફરવા લાગ્યો. ધીરે ધીરે રાજકુમારી કેટરીયલ ને ભાન આવવા લાગ્યું. હવે તે થોડી સ્વસ્થ થવા લાગી. રાજકુમારી એ પોતાના હાથના હીરાની સામે જોયું.

ઓરેટોન, રાજકુમારી બોલી ને હીરાને મુઠ્ઠીમાં બંધ કરી દીધો. તેની આંખોમાં થી આંસું વહી રહ્યા હતા.

રાજકુમારી કેટરીયલ, તમે બરાબર તો છો ને? ફિયોના એ તેની નજીક જતાં પૂછ્યું.

રાજકુમારી કેટરીયલે નિસ્તેજ આંખો થી ઉપર નજર કરી તેણે પહેલા ફિયોના અને પછી બુઓન ની સામે જોયું. ફિયોના તું આવી ગઈ? કેટરીયલ બોલી.

હા રાજકુમારી હું આવી ગઈ, ફિયોના બોલી. પછી બન્ને એકબીજા ને વળગી ને ખૂબ રડ્યા. બુઓન ની આંખોમાં પણ પાણી આવી ગયું. પણ તેણે પોતાની જાત ને સંભાળી લીધી.

ફિયોના અત્યારે આપણે અહીં થી બહાર નીકળવું અત્યંત જરૂરી છે. તું તારી જાત પર કાબુ રાખ, બુઓને કહ્યું.

ફિયોના એ તરત જ કેટરીયલ ને પકડી ઉભી કરી ને બોલી, રાજકુમારી આપણે અત્યારે તમારા મહેલના ખુફિયા રસ્તા ની અંદર છીએ. પણ અમને અહીં થી બહાર નીકળવાનો રસ્તો મળી નથી રહ્યો.

કેટરીયલે ફિયોના ની સામે જોયું. પછી પોતાના હાથ ની મુઠ્ઠીમાં બંધ હીરો હતો તે ખોલ્યો. ને તેને પથ્થરો ની દીવાલ તરફ કર્યો. જીવન રક્ષક હીરામાં થી પ્રકાશ નીકળવા લાગ્યો અને પેલી દીવાલ પર અડવા લાગ્યો. ને ધીરે ધીરે એ દીવાલ ખસવા લાગી. ને એમાં થી બહાર જવાનો રસ્તો થઈ ગયો.

બુઓન અને ફિયોના ખૂબ ખુશ થઈ ગયા.

પછી કેટરીયલે હીરાને મુઠ્ઠીમાં બંધ કરી દીધો.

પહેલા બુઓન બહાર નીકળ્યો. તેણે આજુબાજુ જોયું તે મોસ્કોલાથી આવેલ ટુકડીને શોધવા લાગ્યો.

ત્યાં જ કવીન્સી આવી ગયો ને બોલ્યા, બુઓન.

બુઓન તરત તેની તરફ ફર્યો ને બોલ્યો, સેનાપતિ કવીન્સી. અમે રાજકુમારી કેટરીયલ ને લઈ આવ્યા છીએ.

પછી બન્ને તરતજ પેલા રસ્તા ની તરફ ગયા. ત્યાં બહાર ફિયોના ઉભી હતી. પણ કેટરીયલ હજુ અંદર હતી.

કવીન્સી અંદર ગયો ને કેટરીયલ ની સામે ઉભો રહી ગયો. કેટરીયલ તેને જોઈ જ રહી.

કેટરીયલ નું કૃશ શરીર, અંદર ઉતરી ગયેલી નિસ્તેજ આંખો, શરીર ની લથડી ગયેલી ચામડી, ધોળા થઈ ગયેલાં વાળ પોતાની મોટીબેનની આવી હાલત જોઈ કવીન્સી રડી પડ્યો. તેણે કેટરીયલ નો હાથ પકડી ચૂમી લીધો. ને ચોધાર આંસુ એ રડવા લાગ્યો.

કેટરીયલ તેને જોઈ રહી. તેને વિશ્વાસ નહોતો આવતો કે તેનો ભાઈ તેની સામે છે. તેને કવીન્સીના માથા પર હાથ ફેરવ્યો ને બોલી, કવીન્સી તું.... ને ફરી તે બેભાન થઈ ગઈ. જો કવીન્સી એ તેને પકડી ના હોત તો એ નીચે પડી જાત.

કવીન્સી એ કેટરીયલ ને ઊંચકી લીધી ને ઘોડાગાડીમાં બેસાડી દીધી. પછી ત્યાં થી એ લોકો મોસ્કોલા ના મહેલ તરફ જવા રવાના થયા. સૂરજ વિદાય લઈ ને ચાંદ ને આમંત્રિત કરી ચુક્યો હતો.

રમતોત્સવ પૂરો થઈ ગયો હતો. આ વર્ષે ઉકારીઓ ના સાથીઓ એ બાજી મારી લીધી હતી. બધા ખૂબ ખુશ હતા.

રાજા મોરોટોસે ઉકારીઓ ને ઇનામ આપતા અભિનંદન આપ્યા.

ઉકારીઓ ખૂબ જ સુંદર પ્રદશન કર્યું તમે અને તમારા સાથીઓ એ. ખૂબ ખૂબ અભિનંદન, રાજ મોરોટોસે કહ્યું.

ઉકારીઓ એ ખૂબ જ નમ્રતાપૂર્વક પૂર્વક કહ્યું, રાજા મોરોટોસનો ખૂબ ખૂબ આભાર.

ઝીટન આ વર્ષે તમે હારી ગયા, રાજા મોરોટોસે કહ્યું.

જી રાજા મોરોટોસ, કઈ વાંધો નહિ. જીત પણ અમારા મિત્ર ની જ થઈ છે. અમે ખૂબ ખુશ છીએ, ઝીટને કહ્યું.

હા સાચી વાત. તમારા લોકો ની આ વાત જ મને ખૂબ ગમે છે. જીત ભલે જેની પણ થઈ હોય. પણ બધા સાથે રહે છે અને આનંદ પણ બધા સાથે માણે છે, રાજા મોરોટોસ બોલ્યો.

ઝીટન અને ઉકારીઓ એ માથું નમાવી રાજા મોરોટોસ નું અભિવાદન કર્યું અને આભાર માન્યો.

પછી ઉકારીઓ ઝડપ થી પોતાના રહેણાંક તરફ ગયો. એને જાણવું હતું કે બધું બરાબર હતું કે નહિ?

સોનિમ બધું બરાબર છે? કોઈ સમસ્યા? ઉકારીઓ એ પૂછ્યું.

ના ઉકારીઓ કોઈ સમસ્યા નથી, સોનિમે કહ્યું.

હાશ. તો એનો મતલબ બધું બરાબર રીતે પતી ગયું છે. કોઈ સમસ્યા થઈ નથી, ઉકારીઓ એ સંતોષ નો શ્વાસ લેતા કહ્યું.

ને વાત પણ સાચી હતી હજુ સુધી કોઈ ને કઈ ખબર પડી નહોતી. રાજા મોરોટોસ પણ અજાણ હતો.

કવીન્સી અને તેના સાથીઓ રાજકુમારી કેટરીયલ ને લઈ મહેલમાં પહોંચી ગયા.

મહેલમાં ધમાલ મચી ગઈ. બધા રાજકુમારી કેટરીયલના આવવા થી ખુશ હતા. રાજકુમારીની શારીરિક હાલત સારી નહોતી એટલે વૈદ્યઓની ફોજ તેમની સેવા માટે ઉતારી દેવામાં આવી હતી.

બધા રાજકુમારી ના કક્ષમાં હાજર હતા.

રાણી કેનોથ રાજકુમારીની હાલત જોઈ ખૂબ દુઃખી થઈ ગયા હતા. એક માતા તરીકે કોઈ પણ સ્ત્રી માટે પોતાની દીકરીની આવી હાલત જોઈ દુઃખ થવું સ્વભાવિક હતું. તેઓ કેટરીયલની સામે ઉભા હતા અને રડી રહ્યા હતાં.

રાણી કેનોથ સંભાળો તમારી જાત ને. આ સમય આમ નબળા થવાનો નથી. પણ મજબૂત થવાનો સમય છે, રાજા ચાર્લોટે સાંત્વન આપતા કહ્યું.

રાણી કેનોથ એકદમ ભાવુક થઈ ગયા અને મોકળા મને રાજા ચાર્લોટના ખભા પર માથું મૂકી રડી પડ્યા. રાજા ચાર્લોટે તેમના વાંસા પર પ્રેમ થી હાથ ફેરવા લાગ્યા. પોતે પણ ક્યાં દીકરીના દુઃખ થી દુઃખી નહોતા? પણ પિતા તરીકે એ કેનોથ ની જેમ રડી નહોતા શકતા. એ પણ દીકરીની હાલત જોઈ અંદર થી હચમચી ગયેલા. પણ સમય અત્યારે ધૈર્ય રાખવાનો હતો.

રાજા ચાર્લોટ રાજકુમારી શારીરિક અને માનસિક રીતે નબળા થઈ ગયા છે. આટલા દિવસ ની તકલીફો એ એમના શરીરને નબળું બનાવી દીધું છે. પણ તેમનું મનોબળ હજુ પણ મજબૂત છે. આપ ધૈર્ય રાખો રાજકુમારી કેટરીયલ જલ્દી સારા થઈ જશે, વૈદ્ય એ રાજકુમારીની પરિસ્થિતિનો ચિતાર આપ્યો.

ફિયોના રાજકુમારી કેટરીયલ ને સંભાળવાની પુરી જવાબદારી તારી છે. ધ્યાન રાખો કે તેમની સભાળમાં કોઈ કચાસ ના રહે, રાજા ચાર્લોટે આદેશ આપ્યો.

જી રાજા ચાર્લોટ, હું કોઈ પણ કચાશ નહિ રાખું. રાજકુમારી જલ્દી સ્વસ્થ થઈ જશે, ફિયોના એ નમ્રતાપૂર્વક કહ્યું.

રાજા ચાર્લોટે ભોફીન અને ગ્લોવરની વચ્ચે ઉભેલી યારા ની સામે જોયું. તેની આંખોમાં થી આંસુ વહી રહ્યા હતાં.

રાજકુમારી યારા, રાજા ચાર્લોટે યારા ની સામે જોતા કહ્યું.

યારા એ તરત જ તેમની સામે જોયું અને પછી દોડી ને રાજા ચાર્લોટની પાસે ગઈ ને તેમની છાતી પર માથું મૂકી રડી પડી.

રાજા ચાર્લોટે પ્રેમ થી તેના માથા પર હાથ ફેરવ્યો ને બોલ્યા, યારા તમે આમ હિંમત ના હારો. હવે તમારે જ કેટરીયલ ને સંભાળવાની છે. એ જલ્દી સારી થઈ જશે.

પણ દાદાજી માતા ની હાલત તો જુઓ. કોઈ વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે કોઈ ને આવી તકલીફ કેવી રીતે આપી શકે? યારા ખૂબ ભાવુકતા થી બોલી.

હવે કઈ જ નહિ થાય. તમે શાંત થઈ જાવ. હું હવે બધું બરાબર કરી દઈશ, રાજા ચાર્લોટે કહ્યું.

રાણી કેનોથે યારા ને સંભાળી લીધી. ને બધા ત્યાં થી નીકળી ગયા.

ત્યાં થી નીકળ્યા પછી ગ્લોવર મોકળા મને રડી પડ્યો.

ગ્લોવર સંભાળ પોતાને, ભોફીને કહ્યું.

ભોફીન રાણી કેટરીયલ ની હાલત તો જો. આ બધું મારા કારણે થયું છે. હું મારી ફરજ ચુકી ગયો. મેં મારા રાજકુમાર ને આપેલું વચન નિભાવ્યું નહિ, ગ્લોવર રડતા રડતા બોલી રહ્યો હતો.

ભોફીને તેના ખભા પર હાથ મુક્તા કહ્યું, ગ્લોવર તને ક્યાં ખબર હતી કે રાણી કેટરીયલ જીવીત છે? તું એમને શોધવા મહેલ સુધી તો ગયો જ હતો, ભોફીને તેને શાંત પડતાં કહ્યું.

હા પણ મેં બરાબર તપાસ ના કરી. જો મેં થોડું ધ્યાન આપ્યું હોત તો આજે આ પરિસ્થિતિના ઉભી ના થઈ હોત, ગ્લોવરે કહ્યું.

સાચી વાત. પણ ત્યારે પણ પરિસ્થિતિ તમારા હાથમાં નહોતી ગ્લોવર, યારા એ કહ્યું.

ને ગ્લોવર તમને શુ ખબર કે રાજા મોરોટોસ પોતાના સગા ભાઈ સાથે અને તેની પત્ની સાથે આવો વ્યવહાર કરશે? વેલીન બોલી.

ગ્લોવર હંમેશા પરિસ્થિતિ આપણા હાથમાં નથી હોતી. ત્યારે તમારા થી જે થયું તે તમે કર્યું જ હતું, અકીલે કહ્યું.

ગ્લોવર બધાં ને સાંભળી રહ્યો હતો. તેનું મન તેને કોષી રહ્યું હતું.

અચાનક તે ગુસ્સામાં આવી ગયો. ને યારા ની સામે જઈ ને બોલ્યો,હું રાજા મોરોટોસ ને ક્યારેય માફ નહીં કરું. હું તેનો નાશ કરી દઈશ.

પણ ગ્લોવર એનો નાશ કરવા થી શું થશે? એતો મરી જશે? શું રાજા મોરોટોસનું મોત આ સમસ્યાનો ઉકેલ છે? યારા એ ખૂબ શાંતિ થી પૂછ્યું.

હા રાજકુમારી યારા. આજ માત્ર ઉકેલ છે. રાજા મોરોટોસ ની મોત જોઈ ભવિષ્યમાં કોઈ ફરી આવો ગુનો કરવાનું વિચારશે નહિ, ગ્લોવર ગુસ્સામાં બોલી રહ્યો હતો.

તો પછી તમે માત્ર રાજા મોરોટોસ ને મારી નાંખો, યારા એ શાંતિ થી કહ્યું.

બધા યારા ની સામે જોવા લાગ્યા.

આમ શું જુઓ છો. હું બરાબર કહું છું. રાજા મોરોટોસ ને મારી નાંખો. પણ માત્ર રાજા મોરોટોસ ને બીજા કોઈ ને નહીં. ગુનો રાજા મોરોટોસે કર્યો છે તો સજા પણ તેને જ મળવી જોઈએ, યારા એ કહ્યું. ને જો તમારામાં હિંમત હોય તો રાજા મોરોટોસ ને બંધી બનાવો અને એને પણ માતા કેટરીયલની જેમ કેદમાં રાખો.

આટલું બોલી યારા ત્યાં થી ચાલી ગઈ. ને બધા તેને જતી જોઈ રહ્યાં. એની ચાલમાં એક મક્કમતા હતી.

ભોફીન તે સાંભળ્યું રાજકુમારી યારા એ શું કહ્યું? ગ્લોવરે અચરજ સાથે જતી યારા ને જોઈ પ્રશ્ન કર્યો.

હા ગ્લોવર સાંભળ્યું. આ અવાજ અને અવાજ ની સખ્તાઈ એ યારા ની નહીં હતી. પણ રાજકુમારી યારા ની હતી. એક માતાના દુઃખ ને જોઈ હચમચી ગયેલી દીકરી ની હતી, ભોફીન કહ્યું.

હા યાર મને પણ એવું જ લાગે છે. યારા બદલાઈ રહી છે, અકીલે કહ્યું.

એતો સ્વભાવિક જ છે. કોઈપણ બાળક પોતાની માતાની આવી હાલત જોઈ બદલાઈ જ જાય. ને યારા પણ એક માણસ છે તેનું બદલાવું સ્વભાવિક છે, વેલીને કહ્યું.

ગ્લોવર આ જુસ્સો કઈક નવું જરૂર કરશે. તૈયાર થઈ જાવ હવે દિવસો આવી ગયા છે કે આપણે રાજા મોરોટોસ નો સામનો કરવો પડશે, ભોફીને ઉત્સાહ સાથે કહ્યું.

ને બધા એ તેના ઉત્સાહ ની નોંધ લીધી.

પણ હજુ યારા ના મનને સમજવું મુશ્કેલ હતું. અત્યાર સુધી લડાઈ નો વિરોધ કરતી રાજકુમારી યારા શું વિચારી રહી છે? આજે તેણે મોરોટોસને માંરી નાંખવાની અને બંધી બનાવાની વાત કરી હતી. હવે એ કઈ દિશા તરફ આગળ વધી રહી છે તે નક્કી કરવું મુશ્કેલ હતું.

અત્યાર સુધી એક રાજકુમારી કે એક સાધારણ વ્યક્તિ માટે શું કરવું તે નિર્ણય કરવો કદાચ મુશ્કેલ હતો. પણ આજે એક દીકરી માટે એ મુશ્કેલ નહોતું. આજે એક દીકરીના અવાજ ની મક્કમતા એ દર્શાવી રહી હતી કે રાજા મોરોટોસ માટે કપરા દિવસો આવી રહ્યા છે.


ક્રમશ................