યારા અ ગર્લ - 8 pinkal macwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યારા અ ગર્લ - 8



અમારો ઈરાદો કેટરીયલને એક ગુપ્ત અને સલામત જગ્યાએ પહોંચાડવાનો હતો જેથી બાળકનો જન્મ સહીસલામત રીતે થઈ શકે. ને એ સુરક્ષિત રહે.

પણ અમારી મહેલ છોડવાની વાત મોરોટોસને ખબર પડી ગઈ અને એણે અમારી શોધખોળ ચાલુ કરી દીધી. અમારા માટે એ લોકો થી બચવું મુશ્કેલ હતું. અમે સલામત જગ્યા શોધી રહ્યા હતા પણ કેટરીયલને માટે આવી હાલતમાં ભાગવું અશક્ય હતું. એ ખૂબ થાકી ગઈ હતી. એની હિંમત જવાબ આપી રહી હતી. એને લઈને ફરવું મુશ્કેલ બની રહ્યું હતું.

હવે મારા થી નહીં ચલાય, હું ખૂબ થાકી ગઈ છું ઓરેટોન. કેટરીયલ એકદમ નંખાય ગઈ હતી. તે પરસેવાથી રેબઝેબ થઈ ગઈ હતી. મોટું પેટ લઈ હવે એનું ચાલવું પણ અશક્ય હતું.

કેટરીયલ તારે હિંમત કરવી પડશે આપણા બાળક માટે.

ના હવે નહીં. હું ખૂબ થાકી ગઈ છું અને પેટમાં દુખાવો ચાલુ થઈ ગયો છે. બાળક કોઈ પણ સમયે જન્મી શકે છે. બાળક ના જન્મ માટે હવે રોકવું જ પડશે.

ગ્લોવર તું કેટરીયલ ને સંભાળ. હું અહીં કઈ વ્યવસ્થા કરું છું.

ઓરેટોને પોતાના જીવન રક્ષક હીરાથી અમે જ્યાં હતાં તે જગ્યા ને અદ્રશ્ય કરી દીધી જેથી કોઈ અમને જોઈ ના શકે. પણ આ વધુ સમય ટકે તેમ નહોતું કારણકે મોરોટોસ આ ભ્રમ ને તોડી શકે તેમ હતો. એટલે હું એ લોકો ને ત્યાં મૂકી સૈનિકો ને ભ્રમમાં નાંખવા માટે બીજી દિશામાં ભાગવા લાગ્યો. ને હું એ લોકો ને ભ્રમિત કરવામાં સફળ રહ્યો.

હું જ્યારે પાછો એ જગ્યાએ આવ્યો જ્યાં ઓરેટોન અને કેટરીયલ ને હું મૂકી ને ગયો હતો પણ ત્યાં કોઈ નહોતું. હું ગભરાય ગયો કે એ લોકો પકડાઈ તો નથી ગયા ને? હું એ લોકો ને શોધવા લાગ્યો. ને મને એ લોકો નદીના કિનારે મળ્યા પણ એ લોકો મોરોટોસના સૈનિકો થી ઘેરાયેલા હતાં. ઓરેટોન એ લોકો સાથે લડી રહ્યો હતો. કેટરીયલની હાલત નાજુક હતી. એ દર્દ થી કણસી રહી હતી. એને જોઈને લાગતું હતું કે એના પેટમાં બાળક નહોતું. હું ગભરાય ગયો.

ઓરેટોન ઓરેટોન હું બુમો પાડતો એની મદદ માટે એ લડાઈમાં કૂદી પડ્યો.

ગ્લોવર તું કેટરીયલને સંભાળ હું આ લોકો ને જોવું છું. તું એને સલામત જગ્યાએ લઈ જા.

પણ ઓરેટોન તું એકલો આ લોકો સામે.......

ગ્લોવર બીજો કોઈ રસ્તો નથી. તું જા કેટરીયલને બચાવ. એનું બચવું જરૂરી છે. તું મને વચન આપ કે તું કેટરીયલ ને બચાવી લઈશ, એની મદદ કરીશ. આ એક મિત્ર ની વિનંતી અને એક રાજકુમારનો આદેશ છે.

ના ગ્લોવર તું એની વાત ના સાંભળીશ. એણે પોતાનો જીવન રક્ષક હીરો ખોવી દીધો છે. એ આલોકો સામે વધુ નહિ ટકી શકે. તું મને નહિ ઓરેટોનને બચાવ, કેટરીયલે મને કહ્યું.

મારા માટે મારા રાજકુમારનો આદેશ મહત્વનો હતો. પણ રાજકુમારે પોતાનો જીવન રક્ષક હીરો ખોવી દીધો હતો જે એના માટે ખતરનાક સાબીત થઈ શકે તેમ હતું. એનો જીવ પણ જઈ શકે તેમ હતો. હું દ્વિધામાં આવી ગયો કે શું કરું? પણ મેં આદેશ ને માન આપી ને કેટરીયલને લઈ ને ત્યાં થી નીકળી ગયો. એ લોકો એ અમારો પીછો કરવાનો પ્રયત્ન કર્યો પણ ઓરેટોને એમને અમારા સુધી પહોંચવા ના દીધા. હું કેટરીયલને લઈ ને એક સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયો જેના વિશે મારા સિવાય કોઈને ખબર નહોતી.

કેટરીયલ તમે અહીં આરામ કરો હવે તમે સુરક્ષિત છો. હું ઓરેટોન ની ખબર લઉં છું. તમે કોઈ પણ સંજોગોમાં અહીં થી બહાર નીકળતા નહિ. નહિ તો તમારા જીવને જોખમ આવી શકે છે.

હું કેટરીયલને ત્યાં મૂકી ઓરેટોનની મદદે જતો હતો તો રસ્તામાં મને ખબર પડી કે ઓરેટોન હવે આ દુનિયામાં નથી. હું તરતજ કેટરીયલ પાસે ગયો પણ એ પણ એ જગ્યાએ નહોતી જ્યાં મેં એને સુરક્ષિત રાખી હતી. હું ચારેતરફ એને શોધવા લાગ્યો પણ એ મને ના મળી.

હું તરત જ મહેલ તરફ ગયો. મને ખબર હતી કે મારુ ત્યાં જવું યોગ્ય નહોતું. પણ સચ્ચાઈ જાણવા ત્યાં જવું પડે તેમ હતું. હું લપાતો છુપાતો મહેલમાં ગયો. ત્યાં ઓરેટોન અને કેટરીયલના મોતના સમાચાર મળ્યા. આખા રાજ્યના લોકો ત્યાં ભેગાં થયા હતા અને બધા ની સામે એમની લાશ પડી હતી. મોરોટોસે ઓરેટોન, કેટરીયલ અને એના બાળકને મરેલા ઘોષિત કરી ને એમના મોતનો આરોપ મારી ઉપર લગાવી દીધો. પોતાનો આવનાર એક નો એક વારસદાર મરી ગયો એવું દર્શાવી રાજા મોરોટોસે લોકો ની જૂઠી લાગણીઓ મેળવી લીધી. ને પોતાને સાફ આ બધામાં થી બચાવી ને મને ગુનેગાર બનાવી દીધો.

હું અંદર થી એકદમ તૂટી ગયો. મારી પાસે સચ્ચાઈ હતી પણ તેનો કોઈ પુરાવો નહોતો. હું કોને કહેતો કે મોરોટોસ જૂઠો છે ને હું સાચો. મને એ વાત નું દુઃખ નહોતું કે લોકો મને ગુનેગાર માનવા લાગ્યા હતા દુઃખ હતું તો એ વાત નું કે હું ઓરેટોન કે કેટરીયલને બચાવી ના શક્યો. હું એમના બાળકને બચાવી ના શક્યો. મારા દોસ્તનો આદેશ પૂરો ના કરી શક્યો. ને ત્યાર પછી હું આવી જ રીતે ભટકવા લાગ્યો. એક જગ્યા એ થી બીજી જગ્યાએ કેમકે મોરોટોસે મારા મોતનો હુકમ બહાર પાડી દીધો હતો. હું છેલ્લા તેવીસ ચોવીસ વર્ષ થી ભાગી રહ્યો છું. પોતાને છુપાવવા માટે. ગ્લોવર ગળગળો થઈ ગયો. એની આંખમાં આંસુ હતા અને પોતે પોતાના રાજકુમાર માટે કઈ ના કરી શક્યો તેની વેદના પણ.

ગ્લોવર, ભોફીને એના ખભે હાથ મુક્યો.

ગ્લોવર પોતાની જાત ને સંભાળવા લાગ્યો, ત્યાં મોલીઓન તેની પાસે આવી ને તેના ખોળામાં લપાઈ ગયા. જાણે તેને સાંત્વન ના આપતા હોય. ને એમની એ હરકત થી ગ્લોવર હસી પડ્યો.

યારા, વેલીન, અકીલ બધા એ શાંતિ થી ગ્લોવર ની વાત સાંભળી.

ગ્લોવર તમને વાંધો ના હોય તો એક પ્રશ્ન પૂછું? યારા એ પૂછ્યું.

ગ્લોવરે તેની સામું જોયું ને નજરો થી જ પરવાનગી આપી દીધી.

ગ્લોવર જીવન રક્ષક હીરો એટલે શુ? યારા એ પૂછ્યું.

જીવન રક્ષક હીરો એ વોસીરો ના રાજપરિવાર ના લોકો ની શક્તિ છે. વોસીરો રાજપરિવારમાં જે કોઈ જન્મ લે છે તેના જન્મ ની સાથે એક હીરો પણ જન્મે છે. આ વોસીરોના રાજપરિવારને એક વરદાન છે. આ હીરો એ વ્યક્તિ ની તાકાત હોય છે જેના જન્મ સાથે તે જન્મ્યો હોય. એ હીરા વગર એ વ્યક્તિ અધુરો છે. એ હીરા માં એ વ્યક્તિ ની શક્તિઓ હોય છે ને જો આ હીરો તેના થી દૂર થઈ જાય તો તેનું મોત નક્કી છે.

તો તમે વેલીન નો પીળો હીરો જોઈને અચરજ કેમ પામ્યા હતા? તમે એ હીરો જોઈ ને એક અજબ દુવિધામાં આવી ગયા હતા ગ્લોવર, કેમ? યારા એ પૂછ્યું.

ગ્લોવરે યારા ની સામે જોયું ને પછી કહ્યું, કેમકે મને લાગે છે કે એ પીળો પથ્થર રાજકુમાર ઓરેટોન નો જીવન રક્ષક હીરો છે. જે ખોવાય ગયો હતો.

હે? યારા, અકીલ અને વેલીન એક સાથે જ બોલી પડ્યા. કોઈ ને કઈ સમજ પડી નહિ બધા ગ્લોવર ની સામે પ્રશ્નવાચક દ્રષ્ટિ થી જોઈ રહ્યા હતા.

ગ્લોવરે વારાફરતી બધાની સામે જોયું ને પછી જવાબ આપ્યો, મેં કહ્યું કે આ પીળો પથ્થર ઓરેટોનનો જીવન રક્ષક હીરો હોઈ શકે છે.

એ લોકો આ સાંભળી નવાઈ પામ્યા. એક એક મિનિટ એનો મતલબ તમે એમ કહેવા માંગો છો કે આ પીળો હીરો રાજકુમાર ઓરેટોન નો છે? યારા એ પૂછ્યું.

હા, હું એમ જ કહેવા માંગુ છું, ગ્લોવરે જવાબ આપ્યો.

પણ એ કેવી રીતે શક્ય બને? આ હીરો વેલીન ને જંગલમાં થી એક વર્ષ પહેલા મળ્યો છે. પૃથ્વી પરના જંગલમાં થી! અકીલે ફોડ પાડ્યો.

હા હા મને ખબર છે. પણ મને લાગે છે કદાચ આ હીરો ઓરેટોન નો છે, ગ્લોવરે વિશ્વાસ થી કહ્યું.

એનો મતલબ એ થયો કે ઓરેટોન પૃથ્વી પર ગયા હતા? વેલીને વિચારી ને કહ્યું.

ના એ શક્ય નથી. ઓરેટોન પૃથ્વી પર શા માટે જાય? એને ત્યાં શું કામ? ગ્લોવરે પ્રશ્ન કર્યો.

પોતાના બાળકને બચાવવા, વેલીન બોલી.

એટલે તું કહેવા શુ માંગે છે?

એક મિનિટ ગ્લોવર હું સમજી ગયો વેલીન શું કહેવા માંગે છે, વેલીન એવું કહે છે કે ઓરેટોન પોતાના બાળકની સલામતી માટે પૃથ્વી પર ગયો હશે. ને એ પોતાનું બાળક ત્યાં જંગલમાં મૂકીને પાછો અહીં આવી ગયો હશે. બરાબર ને વેલીન? ભોફીને પૂછ્યું.

એકદમ બરાબર ભોફીન. હું એજ કહેવા માંગુ છું.

બધા વેલીન ની વાત ના વિશે વિચારવા લાગ્યા. એ લોકો સમજી રહ્યા હતા કે શું થયું હશે? પણ કેવી રીતે થયું હશે?

પણ વેલીન જો તું કહે છે એ વાત સાચી હોય તો આ હીરો ઓરેટોન જ્યારે પૃથ્વી પર થી પાછા અહીં આવ્યા ત્યારે ત્યાં જ પડી ગયો હશે બરાબર? અકીલે કહ્યું.

હા અકીલ એકદમ બરાબર, વેલીન બોલી.

તો પછી આટલા વર્ષ થી આ હીરો ક્યાં હતો? ને ઓરેટોન નું બાળક ક્યાં? અથવા તો પછી યારા જ તો......અકીલ આટલું બોલી યારા સામે જોવા લાગ્યો. બધાની નજર યારા તરફ ગઈ.

આમ શુ જુઓ છો મને? તમને શું લાગે છે હું અહીંની રહેવાસી છું? ઓરેટોનની દીકરી છું? વોસીરો ની વારસદાર છું? શું યાર તમે લોકો પણ કોઈ કનેક્શન છે આ વાતમાં? યારા એકદમ બેફિકરાઈ થી બોલી.

હા કનેશન છે યારા. આ વાત તેવીસ ચોવીસ વર્ષ જૂની છે. ને તારી ઉંમર પણ એટલી જ છે. તું એ જંગલમાં થી મળી હતી જે જંગલના રસ્તે આપણે અહીં આવ્યા. ને વેલીન ને પીળો હીરો પણ એજ જંગલમાં થી મળ્યો છે. તારી પાસે પણ લોકેટમાં લીલો હીરો છે, જે તારા જન્મદાતા સાથે જોડાયેલો છે, ભોફીને કહ્યું.

ના ભોફીન કોઈ ચાન્સ નથી. મારામાં બધાજ ગુણો પૃથ્વીવાસીઓ જેવા છે. મારી પાસે કંઈપણ અજુગતું કહી શકાય તેવું નથી. ને એવું કશું મારી સાથે અજુગતું ક્યારેય કઈ થયું પણ નથી, યારા બોલી.

પણ યારા તારા સપના? તારા ગળાનું લોકીટ? અકીલે પૂછ્યું.

શું અકીલ તું પણ? એ સપના છે, એતો કોઈ ને પણ આવી શકે. પહેલા મારી મમ્મી ને આવતા હતા હવે મને આવે છે. સપના ને ક્યાં સાંકળો બાંધેલી હોય છે કે એ એકજ જગ્યાએ રોકાય જાય? યારા બોલી.

તું ભલે ગમે તે કહે પણ કોઈ તો કનેશન છે યારા આટલી બધી વાતો માત્ર કોઈનસીડન્ટ ના હોઈ શકે, વેલીને કહ્યું.

અત્યાર સુધી શાંત ગ્લોવર એકદમ બોલી પડ્યો, કોઈ કનેક્શન નથી. એકપણ વાતમાં કનેક્શન નથી.

કેમ ગ્લોવર? કેમ કોઈ કનેક્શન નથી? કેટલી બધી વસ્તુઓ મેચ થાય છે એકબીજા સાથે? ભોફીને પૂછ્યું.

ભલે મેચ થતી હોય પણ જે વસ્તુ નું કોઈ મહત્વ જ ના હોય એના વિશે શુ વિચારવાનું ભોફીન? ગ્લોવરે પૂછ્યું.

કેમ ગ્લોવર કેમ કોઈ કનેક્શન નથી? તમે તો આખી સ્ટોરીને જાણી લીધી છે, અકીલે કહ્યું.

હા એટલે જ કહું છું કે આ વાતમાં કોઈ કનેક્શન નથી. જ્યારે પણ રાજપરિવારનો કોઈ પણ વ્યક્તિ મરી જાય તો તેનો જીવન રક્ષક હીરો તૂટી ને ભુક્કો થઈ જાય છે ને હવામાં ઓગળી જાય છે. ને ઓરેટોન હવે આ દુનિયામાં નથી તો પછી એનો જીવન રક્ષક હીરો કેવી રીતે મોજુદ હોય શકે? ને અહીં વોસીરોમાં જ એવી ઘણી જગ્યાઓ છે જ્યાં એ પોતાના બાળકને સુરક્ષિત રાખી શકે છે. એના માટે એણે પૃથ્વી પર જવાની જરૂર નહોતી. શું ખબર કેટરીયલે કોઈ બાળક ને જન્મ આપ્યો હોય પણ એ જીવીત ના હોય? કદાચ મારી ભૂલ થતી હોય આ હીરો જીવન રક્ષક હીરો ના પણ હોય?

પણ એવું પણ બને કે ઓરેટોન મર્યો જ ના હોય? એ હજુ પણ જીવતો હોય? વેલીને પૂછ્યું.

ના એ શક્ય નથી કેમકે મેં પોતે તેની લાશ જોઈ હતી તેના ચહેરા સાથે. તો પછી આ હીરો એનો ના હોય શકે, ગ્લોવરે કહ્યું.

પણ એનું બાળક જીવતું હોય તો? તમને ખબર ના હોય? અકીલે પૂછ્યું.

ના કોઈ ચાન્સ નથી. જો એ બાળક જીવતું હોત તો અત્યાર શુધી ખબર પડી ગઈ હોત કેમકે રાજપરિવારનું કોઈ પણ બાળક જન્મ સાથે અમુક શક્તિઓ લઈ ને જન્મે છે. ને એ શક્તિઓ સમય રહેતા બહાર આવી જ જતી, ગ્લોવરે કહ્યું.

તો પછી આ બધું...... યાર આ બધું કન્ફ્યુઝનવાળું છે. મને કઈ સમજ પડતી નથી, વેલીને કહ્યું.

હા, વેલીન. પણ છતાં એક પ્રશ્ન ત્યાં હજુ પણ છે કે આપણે અહીં આવ્યા કેવી રીતે? જે દુનિયા કોઈને દેખાતી નથી એ દુનિયામાં આપણે પ્રવેશ્યા કેવી રીતે અને કેમ? યારા એ પૂછ્યું.

યારા ખૂબ કન્ફ્યુઝ થઈ ગઈ હતી. તેને હવે આ બધું નકામું લાગતું હતું. એને તો પોતાના માતાપિતા ને શોધવા હતા. ને એમાં આ બધું થવું? કઈ સમજ નહોતી પડતી યારા ને. એ ખરેખર અકળાઈ ગઈ હતી.

એકદમ સાચીવાત છે યારા ની. ભલે તમે લોકો ના માનો પણ મને લાગે છે કોઈ તો કનેક્શન છે? બસ અત્યારે આપણે તેને સમજી શકતા નથી. ને ગ્લોવર તું સાચો પણ હોય શકે. પણ સાચો જ છે તે નક્કી કરવું થોડું મુશ્કેલ છે, ભોફીને કહ્યું.

એટલે તું એમ કહેવા માંગે છે કે હું ખોટું બોલું છું? ગ્લોવરે ગુસ્સા સાથે પૂછ્યું.

મેં એવું નથી કહ્યું ગ્લોવર. પણ આ બધું થોડું અટપટું છે. સમજ ની બહાર છે. પણ આ સમસ્યાનો હલ આપણી પાસે છે, ભોફીને કહ્યું.

શું હલ છે ભોફીન? અકીલે પૂછ્યું.

"ઓકિટીન" અકીલ જેને મળવા આપણે જઈ રહ્યા હતા. ને એ માટે આપણે ગ્લોવરની મદદ માંગવા આવ્યા હતા, ભોફીને કહ્યું.

ઓકિટીન? પેલું ઝાડ ભોફીન? ગ્લોવરે પ્રશ્ન કર્યો.

હા ગ્લોવર તું તો જાણે છે કે ઓકિટીન એ આપણી આ દુનિયાનું સૌથી વૃદ્ધ અને બોલતું ઝાડ છે. એની પાસે ભૂત, ભવિષ્ય બધા ની માહિતી છે. એ દરેક પ્રશ્નોના જવાબ એની પાસે છે જે આ દુનિયાના છે. એટલે એજ આ ગુંચ ને ઉકેલી શકશે. અમે એની પાસે આ પ્રશ્નોના જવાબ શોધવા જતાં હતા. પણ એ તારી મદદ વગર શક્ય નથી, ભોફીને કહ્યું.

હું એમાં શું મદદ કરી શકું? ગ્લોવરે પૂછ્યું.

ગ્લોવર તું વર્ષો થી આ જંગલમાં એકલો ફરે છે. તું અહીંના દરેક રસ્તા થી માહિતગાર છે. એવા રસ્તા પણ જેના વિશે કોઈ જાણતું નથી. આ લોકો આપણી દુનિયાના નથી. ને હું જો આમને મુખ્ય રસ્તાઓ પર થી લઈ જઈશ તો સમસ્યા થઈ શકે છે. એટલે તારી પાસે આવ્યા છીએ. તું અમને કોઈ બીજા રસ્તા થી ઓકિટીન સુધી લઈજા, ભોફીને કહ્યું.

ગ્લોવરે ભોફીનની સામે જોયું. ને હું મદદ કેમ કરું? ગ્લોવરે પૂછ્યું.

પ્લીઝ ગ્લોવર તમે અમારી મદદ કરો. હું મારા માતાપિતા ને શોધવા માંગુ છું. ને તમારા સિવાય કોઈ મારી મદદ કરી શકે તેમ નથી પ્લીઝ, યારા એ ખૂબ જ ભાવુકતા થી ગ્લોવરને પોતાની મદદ કરવા વિનંતી કરી.

ગ્લોવરે યારા ની સામે જોયું. એને યારા ની આંખોમાં પોતાના માતાપિતા માટે તડપ દેખાતી હતી. તે જાણે તકલીફમાં હોય એવું લાગતું હતું. એને બધાની સામે વારાફરતી જોયું પછી કહ્યું, સારું હું મદદ કરીશ.

બધા એકદમ ખુશ થઈ ગયા.

યારા દોડીને ગ્લોવરની પાસે ગઈ ને તેને ગળે લગાવી લીધો. Thank you ગ્લોવર. ખૂબ ખૂબ આભાર આપનો.

ગ્લોવર એકદમ ભાવુક થઈ ગયો. પણ એણે પોતાની જાત ને સંભાળી લીધી.

પણ આપણે કાલે સવારે નિકળીશું. આજે તમે લોકો આરામ કરો ને ખાવપીવો, ગ્લોવરે કહ્યું.

સરસ, તો પછી ચાલો, ભોફીને બધાને દોરતા કહ્યું.

હા હા ચાલો પણ જવાનું ક્યાં છે ભોફીન? અકીલે પૂછ્યું.

એ તો સરપ્રાઈઝ છે અકીલ, ને ભોફીન ચાલવા લાગ્યો.

ક્રમશ.................