યારા અ ગર્લ - 1 pinkal macwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યારા અ ગર્લ - 1

( વ્હાલા વાચક મિત્રો હું ફરી એકવાર તમારી સાથે જોડાવા આવી ગઈ છું. હવે આપણે મારી આ નવી વાર્તા "યારા - અ ગર્લ" સાથે નવી સફરે જઈશું. આ વાર્તા નો વાસ્તવિકતા સાથે ક્યાંય છેડો અડતો નથી. પણ હા તમે સપના માં ચોક્કસ તેને અનુભવી શકો. આશા છે કે મારી "યારા" તમને એક નવો અને રોમાંચક અનુભવ કરાવશે. ને તમારો પ્રેમ અને કિંમતી સમય મારી "યારા" ને મળશે. So let's start the journey.)


ચંદ્રાપુર નામના નું એક નાનકડું શહેર હતું. આમ તો ગામ જ કહેવાય પણ ત્યાં ના લોકો ખૂબ મહેનતુ અને સમજદાર હતા. ત્યાં જીવન જરૂરિયાત ની બધી સગવડો ઉપલબ્ધ હતી. લોકો સુખી હતા. એટલે તેને નાનું શહેર માનવામાં આવતું.

ત્યાં કમલભાઈ રહેતા હતા. તેઓ ખેડૂત હતા. તેમની પાસે સારા એવા પ્રમાણમાં જમીન હતી. કમલભાઈ એ ગામના નહિ હતા બહાર થી આવી ને ત્યાં વસેલાં. થોડા ગાય, ભેંસ, બળદ એવા પાલતુ પ્રાણીઓ પણ હતા. સમજદાર અને સ્વભાવે ખૂબ પ્રેમાળ હતા. ત્યાં ના લોકો તેમનું ખૂબ માન રાખતા. તેઓ ભણેલા હતા એટલે કોઈ ને કઈ મદદ ની જરૂર પડે તો તરતજ દોડી જતા. પૈસે ટકે સુખી હતા. તેઓ વિધુર હતા અને સંતાનમાં એક દીકરી હતી જે ભણવા માટે પોતાના મામા ના ત્યાં રહેતી હતી.

કમલભાઈ ક્યાં છો? આશાબેને બૂમ પાડી.

આવ્યો બેન આવ્યો. કમલભાઈ ઘરમાં થી ઝડપ થી ચાલતા ચાલતા આવ્યા.

આવો બેન. બોલો શુ કહેતા હતા.

હું શું કહું? આ તમારી લાડલી ક્યારે આવવાની છે ઘરે?

આશાબેન એ કાલે આવી જશે. જુઓ આ બધી એની જ તૈયારીઓ ચાલે છે. આ બધી સાફ સફાઈ, ઘર ની વસ્તુઓ ની વ્યવસ્થા આ બધું સરખું કરી રહ્યો છું.

તમે પણ શુ કમલભાઈ એકલા એકલા લાગી પડ્યા છો. અમારા જેવા ને મદદ માટે બોલાવ્યા નહી?

અરે બેન ક્યાં વધારે કામ છે? ને હું ક્યાં એકલો છું? આ દેવો છે ને મારી મદદ માટે. અમે બન્ને મળી ને કરી દઈશું બધું.

હા એતો મને પણ ખબર છે કે તમે બન્ને કરી દેશો. પણ મને કહ્યું હોત તો મદદ મળી જતી ને?

તમારો ખૂબ ખૂબ આભાર બેન. તમે ખરેખર ખૂબ ધ્યાન રાખો છો મારુ.

એતો રાખવું તો પડે જ ને ભાઈ બેનપણી ને વચન જો આપ્યું છે. હું એમ વચનભંગ કરું એવી નથી.

ખબર છે મને તમે તો વચન માટે કેટલાય વર્ષો થી દરેક પરિસ્થિતિમાં મારી સાથે ઉભા રહ્યા છો. આટલું તો મારી સગી બેન હોત તો એ પણ ના કરત.

લો હવે ભાઈ ભૂતકાળ માં ના જતા રહેતા નહિ તો કામ અધૂરું રહી જશે. ને દેવા તું જલ્દી જલ્દી હાથ ચલાવ.

હા હા આશાબેન. તમે ચિંતા ના કરો બધું ટાઈમ પર થઈ જશે, દેવા એ કહ્યું.

આશાબેન પોતાના ઘરે ચાલ્યા ગયા. કમલભાઈ અને દેવો પાછા કામે લાગી ગયા.

સાંજ સુધીમાં બધું જ કામ પૂરું થઈ ગયું.

દેવા બહુ થાકી ગયા નહીં?

હા સાહેબ, પણ બધું કામ પતી ગયું.

હા એ વાત સાચી. એક કામ કર ખાવામાં આજે ખીચડી કરી દે તું પણ થાકી ગયો છે. ચાલ પછી સુઈ જઈએ.

રેવા દે દેવા એની કોઈ જરૂર નથી. હું ખાવાનું લઈ ને આવી છું, ઘરમાં પ્રવેશતા આશાબેન બોલ્યા.

અરે બેન પણ તમે શુ કામ તકલીફ લીધી. અમે કરી લેતા, કમલભાઈ બોલ્યા.

એમાં શાની તકલીફ? તમે બન્ને થાકી ગયા છો. શાંતિ થી જમી ને સુઈ જાવ. આ લે દેવા રસોડામાં લઈ જા. હું જાવ હવે.

ચાલ ભાઈ તારું થોડું કામ હળવું થઈ ગયું. જલ્દી થી પીરસી દે એટલે જમી લઈએ.

હા ચાલો સાહેબ. બન્ને સાથે રસોડામાં ગયા અને બધું કાઢી ને જમવા બેસી ગયા.

આ આશાબેન ના હાથમાં જાદુ છે. કેટલી સરસ રસોઈ બનાવી છે નહિ દેવા?

હા સાહેબ. બેન રસોઈ ખૂબ સરસ બનાવે છે.

જમી લીધા પછી કમલભાઈ પોતાના રૂમમાં આવી ગયા. એમને વાંચનનો ખૂબ શોખ. રોજ રાત્રે ચોપડી લઈ ને વાંચતા વાંચતા સુઈ જતાં.

સવાર માં દેવો ચા લઈ ને એમના રૂમમાં આવ્યો ત્યારે એ નાહીધોઇ ને તૈયાર થઈ ગયા હતા.

સાહેબ બહુ વહેલા ઉઠી ગયા?

હા દેવા રાત્રે ક્યારે સુઈ ગયો તે ખબર જ ના પડી અને સવારે વહેલી આંખ ખુલી ગઈ. આજે તો એક જ ઊંઘમાં સવાર થઈ ગઈ.

સારું સારું ચાલો ચા પી નાસ્તા માટે આવી જાવ. નાસ્તો તૈયાર જ છે.

ના દેવા ચાલ આજે ચા પણ નાસ્તા સાથે જ પી લઈશ.

બન્ને સાથે બહાર બગીચામાં આવી ગયા. કમલભાઈ રોજ સવારે ત્યાં જ બેસી નાસ્તો કરતા. ને દેવો પણ તેમની સાથે જ નાસ્તો કરતો. દેવો પણ એક અનાથ હતો. એકવાર કમલભાઈ કોઈ કામ થી મોટા શહેર ગયા હતા. ત્યાં આ દેવો એમને રસ્તામાં બેભાન હાલતમાં મળેલો. કમલભાઈ તેને તરત દવાખાને લઈ ગયા ને ત્યાં તેની સારવાર કરાવી. ને બધો ખર્ચો આપી જતાં રહ્યાં. ને પોતાનું સરનામું ત્યાં આપતા ગયા. રખે ને કોઈ જરૂરીયાત પડે. પણ એ સરનામું લઈ દેવો જ તેમને શોધતો એમના ઘરે પહોંચી ગયો. ને પછી દેવો કાયમ માટે ત્યાં જ રોકાય ગયો. દેવો એ કમલભાઈ ના ઘરના સદસ્ય જેવો હતો. કમલભાઈ એનું ખૂબ ધ્યાન રાખતા અને દેવો કમલભાઈ.

સાહેબ નાનીબેન ની ગાડી કેટલા વાગ્યા ની છે? નાનીબેન એટલે કમલભાઈ ની દીકરી યારા.

સાંજે ચાર વાગે છે. તું ચિંતા ના કર હું ટાઈમ પર જઈ ને લઈ આવીશ એને. તું તો એની પસંદ ની રસોઈ તૈયાર કરી દે જે.

હા સાહેબ તમે બિલકુલ ચિંતા ના કરો બધું જ થઈ જશે. જો જો ને નાનીબેન તો રસોઈ ખાઈને ખુશ ખુશ થઈ જશે.

સારું સારું હવે જા તૈયારીઓ કર.

દેવા ના ગયા પછી કમલભાઈ દીકરીના રૂમને સરખો કરવા જતા રહ્યાં.

ત્રણ વાગ્યા એટલે કમલભાઈ ગાડી લઈ દીકરી ને લેવા સ્ટેશન પહોંચી ગયા. ગાડી ટાઇમસર હતી. જેવી ગાડી આવી એટલે કમલભાઈ પ્લેટફોર્મ પર દીકરીના ડબ્બા આગળ આવી ઉભા રહી ગયા. નાનકડું શહેર હતું એમનું એટલે વધારે ભીડ નહોતી રહેતી.

પપ્પા પપ્પા, કમલભાઈ ની દીકરી યારા એ બૂમ પાડી.

કમલભાઈ તરતજ એ તરફ વળ્યા અને દીકરી ને ઊંચકી લીધી.

પપ્પા પપ્પા નીચે મુકો મને. હવે હું નાની નથી રહી. તમે મને આમ ઊંચકશો તો પડી જવાશે.

કમલભાઈ એ દીકરી ને નીચે ઉતારી. બેટા તું ભલે મોટી થઈ ગઈ પણ આ બાપ માટે તો તું હજુ નાની જ છે. ને દીકરીનો ભાર બાપ ને ના લાગે સમજી.

હા યારા તારા પપ્પા આ ઉંમરે પણ સ્ટ્રોંગ છે એમને કંઈ નહીં થાય.

સાળાસાહેબ તમને વધારે વજન લાગ્યું લાગે છે? કમલભાઈ એ પોતાના સાળા નરેશભાઈ ને કહ્યું.

ના રે ના બનેવીલાલ ભાણી નું વજન મામા ને ના લાગે સમજ્યા. બન્ને એકબીજાને ભેટી પડ્યા.

દેવાકાકા હું આવી ગઈ, યારા એ દેવા ને જોઈ ને બૂમ પાડી ને પછી તેને પગે લાગી.

અરે અરે આ શુ કરો છો નાનીબેન? મને આમ પગે ના લગાય.

દેવા તું યારા ના નિયમો મા થી નહિ છૂટી શકે, નરેશભાઇ બોલ્યા.

મામા કોઈ નિયમ નથી આ. દેવાકાકા મારા કાકા છે. બધા એકસાથે હસી પડયા.

જા દીકરા તારા રૂમમાં જા ને ફ્રેશ થઈ જા. પછી સાથે જમી ને ખૂબ વાતો કરીશું. ચાલ નરેશ તું પણ ફ્રેશ થઈ જા. દેવા નરેશ નો સમાન એના રૂમમાં મૂકી દે.

સાંજે બધા જમવા માટે ભેગા થઈ ગયા.

વાહ શુ વાત છે દેવાકાકા, જમવાનું તો મારી પસંદ નું બનાવ્યું છે ને?

હા નાનીબેન બધું તમારી પસંદ નું છે. ચાલો જમવા લાગો.

દેવા તારી રસોઈ ખૂબ સરસ છે, નહિ યારા?

હા મામા દેવાકાકા તો ઓલ ઇન વન છે.

જમ્યા પછી બધા ગાર્ડનમાં બેઠા.

યારા હવે આગળ શુ કરવાની ઇચ્છા છે દીકરા? કમલભાઈ એ પૂછ્યું.

પપ્પા મારે હવે કંઈ જ કરવું નથી. હવે હું અહીં રહી ને તમારું કામ સંભાળીશ. ને તમે મને ગાઈડ કરજો.

અરે પણ આટલું બધું ભણી તો કઈ ઉપયોગ તો કર એનો દીકરા.

જુઓ પપ્પા હું જે પણ ભણી એ હું આપણી આ ખેતી અને કામ ને સારી રીતે કરી શકું એટલે ભણી. તો હવે આ ભણતરને અજમાવું તો પડશે ને કે તે કામ લાગે છે કે નહિ?

સારું સારું જેવી તારી ઈચ્છા.

બનેવી હું કાલે સવારે નીકળી જઈશ, નરેશભાઈ એ કહ્યું.

કેમ નરેશ? આવ્યો છે તો થોડા દિવસ રોકાય જા ને?

ના બનેવી ઘરે પણ ઘણા કામ છે. ને મારુ કામ પણ પૂરું થઈ ગયું છે. હવે તમે સાંભળો આ તમારી દીકરી.

બધા હસી પડ્યા.

બીજા દિવસે નરેશભાઈ એમના ઘરે ચાલ્યા ગયા.

કમલભાઈ ક્યાં છો?

આશામાસી, કેમ છો તમે? તમારા ઘરે બધા કેમ છે?

આવી ગઈ તું. અમે બધા મઝામાં છીએ. તું કેમ છે? ભણવાનું પતી ગયું?

હું એકદમ મઝામાં માસી. ને ભણવાનું પણ પૂરું. હવે પપ્પા ના કામ માં મદદ કરીશ.

ખૂબ સરસ દીકરા. અહીં રહેવાનો તારો નિર્ણય ખૂબ જ સરસ છે. હવે તારા પપ્પા ને પણ એકલું નહિ લાગે.

કોને એકલું લાગે છે બેન? કમલભાઈ એ પૂછ્યું.

તમને ભાઈ. આ યારા નો અહીં રહેવાનો નિર્ણય મને ખૂબ ગમ્યો. તમને પણ કમ્પની મળી રહેશે.

હા બેન. હવે બન્ને મળીને કામ સંભાળીશું. કેમ દીકરા બરાબર ને?

એકદમ બરાબર પપ્પા.

યારા એના પપ્પા નું કામ શીખવા લાગી. યારા નાનપણ થી જ ખૂબ હોશિયાર હતી. તેને ઝાડ પાન ફૂલ છોડ એ બધું બહુ ગમતું. એ ખૂબ સુલજેલી છોકરી હતી. એને કોઈ ના કરે એવા કામો અને એડવેન્ચર કરવા ગમતા. ભણતી હતી ત્યારે એ રૉકિંગ કેમ્પ, ફોરેસ્ટ કેમ્પ એ બધું કરવા માં આગળ રહેતી. તેને પ્રાણીઓ ખૂબ ગમતા. તેને શાંત અને રમણીય જગ્યાઓ એ ફરવાનું ગમતું. તે સ્પોર્ટ્સ માં પણ ખૂબ હોંશિયાર હતી. એટલે એને બધા all in one કહેતા.

તે તેના પપ્પા ને ખેતી કરતા જોઈને પોતે પણ મોટી થઈ ને ખેતી જ કરશે તેવું નક્કી કરી દીધેલું. ને એટલે તેણે કૃષિવિજ્ઞાન માં ભણતર મેળવ્યું હતું. એટલે તેના માટે કામ નવું નહિ હતું. તેને તો કામમાં મજા પડવા લાગી. કમલભાઈ પણ તેની કામ શીખવાની અને કરવા ની ધગશ જોઈને ખુશ થઈ જતા. સમય પોતાની ગતિ થી ચાલવા લાગ્યો.

યારા કાલે હું બાજુના શહેરમાં થોડો સામાન લેવા જવાનો છું. તારે કઈ લાવવું છે?

ના પપ્પા તમે જઈ આવો મારે કઈ લાવવું નથી.

સારું સારું. હું સવારે વહેલો નીકળી જઈશ. તું ને દેવો બધું સંભાળી લેજો. બપોર સુધીમાં આવી જઈશ.

કઈ વાંધો નહિ પપ્પા તમે શાંતિ થી જઈ આવો. અમે જોઈ લઈશું બધું.

બીજા દિવસે કમલભાઈ વહેલા ઉઠી શહેર જવા નીકળી ગયા. ને યારા પોતાના કામમાં લાગી ગઈ.

હજુ તો સવાર ના દસેક વાગ્યા હશે ત્યાં કોઈ માણસ ગાડી લઈ ને કમલભાઈ ના ઘરે આવી ઉભો રહ્યો.

કોનું કામ છે ભાઈ? યારા એ પૂછ્યું.

મારુ નામ જીવો છે હું શહેર થી તમને લેવા આવ્યો છું. તમારા પિતાનો અકસ્માત થયો છે.

યારા તો અકસ્માત સાંભળતા જ બધું છોડી દોડી ને જીવા પાસે આવી. શુ વાત કરો છો ભાઈ? પપ્પા નો અકસ્માત? દેવાકાકા જલ્દી આવો.

દેવો દોડતો દોડતો ઘરમાં થી આવ્યો. શુ થયું નાનીબેન?

ત્યાં સુધી તો યારા ની આંખમાં આંસુ આવી ગયા હતા. દેવાકાકા આ ભાઈ કહે છે કે પપ્પા નો અકસ્માત થયો છે. આપણે શહેર જવાનું છે.

ત્યાં સુધીમાં આશાબેન અને બીજા બેચાર જણ પણ ત્યાં આવી ગયા. આશાબેન બોલ્યા શુ થયું ભાઈ?

બેન સવારે કમલભાઈ દુકાનમાં થી સામાન લઈ નીકળતા હતા તો એક ગાડી એ એમને ટક્કર મારી દીધી. એ સામાન સાથે ઉછળી ને નીચે પછડાયા. એમને ખૂબ વાગ્યું છે. એમને દવાખાનમાં દાખલ કર્યા છે. તમે જલ્દી ચાલો.

યારા, આશાબેન, દેવો અને બીજા બે પુરુષો ગાડીમાં બેસી ને દવાખાને આવી ગયા.

કમલભાઈ ને જે રૂમમાં રાખ્યા હતા ત્યાં બધા જાય છે. ત્યાં એક નર્સ હાજર હોય છે. કમલભાઈ બેભાન હાલત માં છે. એમના માથા પર અને પગમાં પાટા બાંધેલા છે.

શુ થયું પપ્પા ને? એમની તબિયત કેમ છે? યારા એ પુરી સ્વસ્થતતા થી નર્સ ને પૂછ્યું.

તમે કોણ છો? નર્સે પૂછ્યું.

હું એમની દીકરી છું યારા.

બેન પેશન્ટ હમણાં ભાનમાં નથી. તમે ત્યાં સુધી ડોકટર ને મળી લો.

યારા અને આશાબેન ડોકટર ને મળવા ગયા.

ડોક્ટર સાહેબ હું યારા છું કમલભાઈ ની દીકરી.

આવો બેન બેસો. આ તમારા પપ્પા ના જ રિપોર્ટ જોવું છું.

સાહેબ શુ થયું છે એમને? કોઈ તકલીફ તો નથી ને?

બેન તમારા ઘરમાં બીજા કોઈ વડીલ છે? હોય તો બોલાવી લો, ડોક્ટરે કહ્યું.

ડોક્ટર સાહેબ આ મારા માસી છે તમે જે પણ હોય તે કહો હું સાંભળવા તૈયાર છું.

જુઓ બેન કમલભાઈ ને માથામાં ખૂબ વાગ્યું છે. શરીર પર બે ફ્રેક્ચર છે. એમના માથાના અંદરના ભાગમાં લોહી બંધ થતું નથી. આ લોહી બંધ કરવા ઓપરેશન કરવું પડશે. પણ..

પણ શુ ડોક્ટર? જે હોય તે બોલો.

જુઓ આ લોહી ઓપરેશન કર્યા પછી બંધ થઈ જશે તેની કોઈ ગેરંટી નથી. આવા કેસ માં સફળતા ભાગ્યેજ મળે છે.

યારા આ સાંભળી હતાશ થઈ ગઈ. પણ તરત જ સ્વસ્થ થઈ ને તેણે ઓપરેશન માટે ડોકટર ને કહી દીધું.

પણ દીકરા આ ઓપરેશન સફળ ના થયું તો? આશાબેને પૂછ્યું.

કઈ નહિ માસી જો ઓપરેશન નહિ કરીએ તો પણ જે થવાનું છે એ થશે જ. તો પછી એક ચાન્સ લેવામાં શુ વાંધો છે? કદાચ કઈક સારું થઈ જાય. કોઈ ચમત્કાર થઈ જાય. એટલું બોલી બન્ને ડોક્ટર ની રૂમમાં થી બહાર આવી કમલભાઈ ની રૂમમાં આવ્યા.

દેવાકાકા મામા ને સંદેશો કહેવડાવી દો કે જેટલું જલ્દી બને એટલું જલ્દી અહીં આવી જાય.

ચિંતા ના કરો નાનીબેન મેં સંદેશો મોકલી દીધો છે.

સાંજ સુધીમાં તો યારા ના મામામામી દવાખાને આવી ગયા. અત્યાર સુધી પોતાને સંભાળી બેઠેલી યારા મામા મામી ને જોતા જ રડી પડી. મામી એ એને સાંત્વન આપ્યું.

પછી સ્વસ્થ થઈ ને જે કઈ બન્યું તે મામા ને તેણે જણાવ્યું. નરેશભાઈ ડોક્ટર ને મળી ને બધી માહિતી મેળવી લીધી. ઓપરેશન નો સમય પણ નક્કી થઈ ગયો.

યારા સવારે છ વાગે ઓપરેશન થશે, નરેશભાઈ એ કહ્યું.

સારું મામા. દેવાકાકા તમે માસી અને બધા ને લઈ ને ઘરે જાવ. અમે અહીં રોકાઈ એ છીએ. ને માસી તમે જરા ઘરે જોઈ લેજો. હું અહીં જ રોકાઈશ.

તું બિલકુલ ચિંતા ના કર દિકરા હું બધું જોઈ લઈશ. ચાલ દેવા આપણે હવે જઈએ.

રાત્રે આઠ વાગે કમલભાઈ ભાનમાં આવ્યા. ડોકટર આવી ને જોઈ ગયા. બધું બરાબર હતું.

યારા બેટા અહીં આવ મારી પાસે, કમલભાઈ એ યારા ને કહ્યું.

યારા કમલભાઈ પાસે આવી ને બેઠી. પપ્પા તમે બિલકુલ ચિંતા ના કરતા બધું બરાબર છે. સવારે એક નાનકડું ઓપરેશન છે પછી ઘરે જઈશું.

કમલભાઈ દીકરી ની સામે જોઈ વિચારવા લાગ્યા ખરેખર હવે એ મોટી થઈ ગઈ છે. બેટા મારે તને એક વાત કરવાની છે.

પપ્પા હમણા કંઈજ નહિ. પહેલા તમે સારા થઈ જાવ પછી શાંતિ થી વાત કરીશું.

ના બેટા પછી મોડું થઈ જશે. નરેશ તું આને કહે કે મને સાંભળી લે એકવાર.

બનેવી તમે પહેલા સારા થઈ જાવ પછી વાત કરીશું ને.

ના નરેશ પછી મોડું થઈ જશે. મારે હમણાં જ વાત કરવી છે.

યારા પરિસ્થિતિ ને જાણતી હતી. હા બોલો પપ્પા શુ વાત કરવી છે તમારે?

કમલભાઈ એ દિકરીનો હાથ પોતાના હાથમાં લીધો ને બોલવાનું ચાલુ કર્યું.

યારા હું એક અનાથ હતો. હું અનાથાશ્રમમાં રહી ને મોટો થયો. ને ત્યાં જ ભણ્યો. ભણ્યા પછી નાનું મોટું કામ કરતો. એકવાર તારી મમ્મી ના ગામમાં માં દુર્ગા નો મોટો પટ્ટોઉસત્વ હતો. હું મારા મિત્રો સાથે ત્યાં ગયેલો. ને ત્યાં તારી મમ્મી સાથે મુલાકાત થઈ હતી. અમે બન્ને એકબીજા ને પસંદ આવી ગયા. ને તારા આ મામા એ અમારી વાત તારા નાના ને કરી. હા ના કરતા તારા નાના અમારા લગ્ન માટે માની ગયા. લગ્ન પછી હું અને તારી મમ્મી ચંદ્રાપુરમાં આવી ને વસ્યા. તારી મમ્મી ની ખાસ બહેનપણી આશાબેને અમારી ખૂબ મદદ કરી. તારા નાના અને મામા એ પણ અમને ખૂબ મદદ કરી. અમારો સંસાર ધીરે ધીરે ચાલવા લાગ્યો. હું અને તારી મમ્મી ખૂબ મહેનત કરતા. ને એમ કરતા અમે આ મૂડી ઉભી કરી. પણ આ બધામાં એક બાળક ની ખોટ અમને સાલતી. લગ્નના દસ વર્ષ થઈ ગયા પણ અમને માબાપ બનવાનું સુખ ના મળ્યું. આ વાત થી અમે દુઃખી રહેતા. પણ બધું ભગવાન પર છોડી દીધેલું.

એકવાર હું અને તારી મમ્મી કેદારનાથ, રુદ્રપ્રયાગ, ઋષિ અગસ્ત્ય ની યાત્રા એ ગયા હતા. ત્યાં થી પાછા આવતા અમે ત્યાં ના જંગલો જોવા ગયા હતા. તારી મમ્મી ને પેંટિંગ બનાવવા નો શોખ હતો. એટલે એને કુદરતી વાતાવરણ, પહાડો, ઝરણાં આ બધું ખૂબ ગમતું. એકવાર એ જંગલો માં મંદાકિની નદી થી પાછા આવતા અમને મોડું થઈ ગયું. અંધારું જામવા લાગ્યું હતું. ત્યારે રસ્તામાં અમને કોઇ બાળક ના રડવાનો અવાજ આવ્યો. ગાડી ઉભી રાખી અમે આજુબાજુ જોયું તો અવાજ એક મોટા પથ્થર પર થી આવતો હતો. હું અને તારી મમ્મી એ પથ્થર પાસે ગયા તો ત્યાં એક છાબમાં એક સુંદર બાળક વિટાળેલું હતું. તારી મમ્મીએ એ બાળક ને લઈ લીધું. અમે આજુબાજુ જોયું પણ કોઈ મળ્યું નહિ. એટલે અમે બાળક ને લઈ ને આવી ગયા.

બીજા દિવસે અમે એ બાળક ને લઈ ને પાછા ત્યાં ગયા. કદાચ કોઈ બાળક ને શોધતુ આવ્યું હોય તો. અમે ચારેબાજુ તપાસ કરી પણ કોઈ માહિતી મળી નહિ. અમે એ બાળક ના માતાપિતાની શોધમાં જંગલ ની અંદર સુધી ગયા. ત્યાં અમે ત્યાંના આદિવાસીઓ જે પાંજરી નામે ઓળખાતા એ લોકો ને મળ્યા. ને બાળક ની વિશે ભાળ કાઢવાનો પ્રયત્ન કર્યો પણ કઈ માહિતી મળી નહિ. એટલે હું અને તારી મમ્મી એ બાળકને લઈ ને અહીં આવી ગયા. ને ત્યાં પેલા આદિવાસી લોકો ને અમારું સરનામું આપી આવ્યા. જો કોઇ બાળક ને શોધતુ આવે તો તેને અમારી પાસે મોકલી આપે.

ને એ બાળક એટલે તું બેટા. તારા આવ્યા પછી તારી મમ્મી તો ગાડી થઈ ગઈ. તારા માં જ ખોવાય ગઈ. ને સાચું કહું દિકરા તારા આવવા થી અમારી અધૂરપ પુરી થઈ ગઈ. અમે તારા ઉછેરમાં લાગી ગયા. પણ એ ક્યારેય ના ભુલ્યો કે તું કોઈ ની અમાનત છે. હું જ્યારે સમય મળતો ત્યારે પેલા જંગલમાં જઈ ને આદિવાસીઓ ને મળતો ને તારા માટે કોઈ આવ્યું કે નહિ તે પૂછતો. પણ હંમેશા નિરાશા મળતી. આ નિરાશા અમારા માટે તો સારી જ હતી. કેમકે તું અમારી પાસે હતી.

તું મોટી થવા લાગી. અમે અમારું ધ્યાન તને મોટી કરવામાં લગાવી દીધું. જ્યારે અમે તને લઈ આવ્યા ત્યારે શરૂઆતમાં કોઈ કોઈવાર સપનામાં તારી મમ્મી ને બે આંખો, પ્રકાશીત ઝાડ, ગુફા દેખાતી જે એને કઈક કહેતી ના હોય એમ એને લાગતું. એનું માનવું હતું કે આ બધા નું તારી સાથે કોઈ જોડાણ છે. એ સપના એને ઘણીવાર આવતા. ને તું પંદર વર્ષ ની હતી ત્યારે તારી મમ્મી આપણા બે ને મૂકી ને ભગવાન પાસે જતી રહી. મેં ત્યારે જ વિચારી લીધું હતું કે હું આ બધું તને સમય આવે ત્યારે જણાવી દઈશ. ને બેટા આજે આ સમય આવી ગયો. તું અમારી જીંદગી નું અણમોલ રત્ન છે દીકરા. અમે પુરી ઈમાનદારી થી તારી પરવરીશ કરી. પણ છતાં ક્યાંય કોઈ......

પપ્પા આ શુ બોલો છો? મને તો ક્યારેય એવું ના લાગ્યું કે હું તમારી દીકરી નથી. હું તમારી જ દીકરી છું. તમે અને મમ્મી દુનિયાના બેસ્ટ પેરન્ટ્સ છો.

કમલભાઈ એ દીકરી નો હાથ ચૂમી લીધો. બન્ને ની આંખોમાં આંસુ હતાં.

બસ ચલો હવે આરામ કરો. સવારે તમારું ઓપરેશન છે. ને યારા તું પણ આરામ કર સવાર ની આમ ની આમ છે થાકી ગઈ હશે, નરેશભાઈ એ બન્ને ને કહ્યું.

હા મામા. પપ્પા તમે આરામ કરો. યારા ત્યાં થી ઉભી થઈ ને બહાર આવી ખૂબ રડી. ને ભગવાન ને કમલભાઈ ના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા લાગી. તેની મામી એ તેને શાંત પાડી ને આરામ કરવા રૂમમાં લઈ આવી.


ક્રમશ................