યારા અ ગર્લ - 20 pinkal macwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યારા અ ગર્લ - 20



બધું બરાબર જોયા પછી એ ત્યાં થી બહાર નીકળી ગઈ અને પોતાના રહેણાંક માં ગઈ. એ પુરી રાત સુઈ ના શકી. એનું મન રાજકુમારીની હાલત જોઈ ભરાઈ આવ્યું હતું.

ઉકારીઓ ફિયોના ક્યાં છે? તમે એને જોઈ? બુઓને પૂછ્યું.

ના બુઓન મેં એને નથી જોઈ, ઉકારીઓ એ કહ્યું.

તો આવો આપણે તેના રહેણાંક પર જઈ ને જોઈએ, બુઓને કહ્યું.

બન્ને જણ ફિયોના પાસે ગયા. ફિયોના ચુપચાપ ઉદાસ ચહેરે બેઠેલી હતી.

ફિયોના બધું બરાબર છે ને? બુઓને પૂછ્યું.

અચાનક અવાજ આવવા થી ફિયોના એકદમ સતેજ થઈ ગઈ.

અરે બુઓન આવ, ફિયોના ઉભી થઈ ને બોલી.

ફિયોના તું ઉદાસ છે? કઈ થયું? ઉકારીઓ એ પૂછ્યું.

તું રાત્રે મહેલમાં ગઈ હતી? બુઓને પૂછ્યું.

હા બુઓન હું મહેલમાં ગઈ હતી. ને ત્યાં...... ફિયોના આગળ કઈ બોલી ના શકી તેનું ગળું ભરાઈ આવ્યું.

એની હાલત જોઈ ઉકારીઓ અને બુઓન એકબીજાની સામે જોવા લાગ્યા.

એટલે રાજકુમારી કેટરીયલ....હજુ બુઓન વાક્ય પૂરું કરે તે પહેલા જ ફિયોના બોલી,

મહેલમાં કેદ છે.

ઉકારીઓ અને બુઓન બન્ને નીચે બેસી ગયા.

રાજકુમારી એમના મહેલમાં જ છે. પણ એમની હાલત બિલકુલ બરાબર નથી બુઓન, ફિયોના બોલી.

હા ફિયોના ખબર છે મને. કોઈપણ વ્યક્તિ આટલા બધા વર્ષો સુધી જો કેદમાં રહે તો એની હાલત કેવી હોય? બુઓન બોલ્યો.

પણ હવે આપણે કોઈ રાહ જોવાની જરૂર નથી. આપણે આજે જ રાત્રે રાજકુમારી કેટરીયલ ને ત્યાં થી છોડાવી મોસ્કોલા લઈ જઈશું, ફિયોના કડક શબ્દોમાં બોલી.

ધીરજ રાખ ફિયોના. હવે આપણ ને ખબર છે કે રાજકુમારી ક્યાં છે. બસ હવે અહીં થી કેવી રીતે નીકળવું તે નક્કી કરવાનું છે, બુઓન બોલ્યો.

તું મને એમ કહે કે પેલો ખુફિયા રસ્તો હજુ ત્યાં છે? બુઓને પૂછ્યું.

હા એ રસ્તો છે, ફિયોના એ કહ્યું.

તો હવે મોસ્કોલા સંદેશો મોકલી આપો કે આવતીકાલે આપણે રાજકુમારી કેટરીયલ ને લઈ ને નિકળીશું. ને વોસીરોની નદી પાસેના પહાડની પાછળ ના ભાગે મળીશું. તો ત્યાં થી મોસ્કોલા જવાની તૈયારી કરી રાખે, બુઓને કહ્યું.

આ વ્યવસ્થા હું કરી દઈશ બુઓન, ઉકારીઓ એ કહ્યું.

સારું તો હવે આપણે આજ ના રમતોત્સવ પર ધ્યાન આપીએ નહીંતો કોઈ ને આપણી પર શંકા જશે, બુઓને કહ્યું.

હા હવે આપણે નીકળીએ, ઉકારીઓ એ કહ્યું.

પછી બધા ત્યાં થી રમતોત્સવના સ્થળે જવા નીકળ્યા.

વોસીરો ની રોનક તો આજે જોતા જ બનતી હતી. ચારેબાજુ ખૂબ રોનક હતી. આખું વોસીરો શણગારવામાં આવ્યું હતું. રાજમહેલને પણ નવપરણિત નવોઢા ની જેમ શણગારવામાં આવ્યો હતો. ચારેતરફ લોકો ની અવરજવર હતી. લોકો ખૂબ ખુશ દેખાતા હતા.

એ લોકો રમતોત્સવના સ્થળે પહોંચી ગયા. ચારેબાજુ લોકો ખીચોખીચ ભરેલા હતા. લોકોમાં ખૂબ ઉત્સાહ દેખાતા હતો.

ઉકારીઓ અને તેમના સાથીઓ એ તેમની જગ્યા લીધી. હવે બધા રાજા મોરોટોસ ની રાહ જોઈ રહ્યા હતાં.

રાજા મોરોટોસ આવી ગયો. બધા એ ઉભા થઈ ને તેમનું સ્વાગત કર્યું. હવે રમતોત્સવની શરૂઆત થઈ ગઈ.

પહેલો દાવ તલવારબાજી નો ઉકારીઓ અને ક્લિઓપેટર વચ્ચે હતો. ને તલવારબાજી માં ક્લિઓપેટરની સામે બુઓન હતો. બન્ને જણ વચ્ચે બરાબર નો જંગ જામ્યો હતો. ક્લિઓપેટર તલવારબાજીમાં શ્રેષ્ઠ હતાં ને એમાં આજ સુધી કોઈએ તેમને હરાવ્યા નહોતાં. પણ આજે બુઓન ક્લિઓપેટર પર ભારી પડી રહ્યો હતો.

ઝીટન ઉકારીઓની તૈયારી ખરેખર સારી છે. તલવારબાજી પર ભારી પડી રહ્યા છે, રાજા મોરોટોસે હસતાં હસતાં કહ્યું.

રાજા મોરોટોસ મને પણ એમજ લાગી રહ્યું છે, ક્લિઓપેટરે કહ્યું.

ને બુઓન ક્લિઓપેટર પર ભારી પડ્યો ને મુકાબલો જીતી ગયો. આવું પહેલીવાર બન્યું હતું. ચારેબાજુ લોકો જોર જોર થી ખુશીના માર્યા બૂમો પાડવા લાગ્યા.

બુઓન આભાર આટલા વર્ષોમાં પહેલીવાર તલવારબાજીમાં અમે જીત્યા છીએ. ને એ પણ તમારા લીધે, સોનિમે ઉત્સાહ સાથે કહ્યું. બધાએ બુઓન ને ઊંચકી લીધો ને ખુશી થી કિલકારીઓ કરવા લાગ્યા.

હવે આગળના ખેલ ચાલ્યા. બધા લોકો હર્ષ ઉલ્લાસ થી કિલકારીઓ કરતા હતા. આખું વાતાવરણ આનંદમય હતું.

પણ ફિયોના ઉદાસ હતી. એનું મન રાજકુમારી કેટરીયલમાં લાગેલું હતું.

ફિયોના આટલા આનંદમય વાતાવરણમાં આવો ચહેરો રાખીશ તો કોઈ ને શંકા જશે, બુઓને કહ્યું.

બુઓ મારુ મન ખૂબ ઉદાસ છે. રાજકુમારીનો ચહેરો નજર સમક્ષ થી ખસતો જ નથી, ફિયોના એ કહ્યું.

બસ આજ નો દિવસ. કાલે આપણે રાજકુમારી ને છોડાવી લઈશું. હવે ચહેરા પર ની આ ઉદાસી હટાવી દે ને રમતો પર ધ્યાન આપ, બુઓને શાંતિ થી કહ્યું.

આખો દિવસ રમતોમાં વીતી ગયો. આજ નો દિવસ ઉકારીઓના સાથીઓ ને નામે રહ્યો. રાત્રે બધા ઉકારીઓના રહેણાંક પર ભેગાં થાય છે.

બુઓન મેં મોસ્કોલા ગ્લોવર ને સંદેશો મોકલી દીધો છે, ઉકારીઓ એ કહ્યું.

આભાર ઉકારીઓ. હવે કાલ ની યોજના મેં બનાવી લીધી છે. આવતીકાલે પહેલો મુકાબલો ઘોડેસવારીનો છે જેમાં હું અને ફિયોના ભાગ લઈશું. ને એ જાણી જોઈ ને હારી જઈશું. મુકાબલા દરમિયાન અમે જાણી જોઈ ને ઘાયલ થઈ જઈશું.ને અમે આરામ માટે ચાલ્યા જઈશું. એ પછી હું અને ફિયોના રૂપ બદલી રાજકુમારી કેટરીયલના મહેલમાં જઈશું. ને તેમને ત્યાં થી લઈને ખૂફિયા રસ્તા થી મોસ્કોલા નીકળી જઈશું. અમારી જગ્યા એ લોકો લઈ લેશે જેનું રૂપ અમે લીધું છે. એટલે કોઈ ને તમારી પર શંકા ના જાય, બુઓને યોજના સમજાવતા કહ્યું.

બરાબર, પણ તમે લોકો શાંતિ થી નીકળી જશો ને? ઉકારીઓ એ પૂછ્યું.

હા ઉકારીઓ તમે ચિંતા ના કરો. બધું બરાબર થઈ જશે. બસ તમે અહીં સંભાળી લેજો, બુઓને કહ્યું.

સારું તમે જાવ, ઉકારીઓ એ કહ્યું.

એ રાત ધાર્યા કરતા વધારે લાંબી લાગી ઉકારીઓ, ફિયોના અને બુઓન ને. ત્રણેય ના મન કાલે શું થશે? બધું બરાબર થશે કે નહીં? એ વિચારોમાં ફરવા લાગ્યું. રાત કાળી હતી પણ સવાર ના પ્રકાશ ની આશા તેના કરતા વધારે ઉજળી હતી. હવે બસ આવનાર કાલ ની રાહ જોવાઇ રહી હતી.

આ બાજુ જ્યાર થી યારા ને ખબર પડી કે રાજા મોરોટોસ નો જીવન રક્ષક હીરો આગ ઑકે છે ત્યાર થી એનું મન ખિન્ન થઈ ગયું છે. એને માત્ર એક જ વિચાર આવે છે કે માત્ર પોતાના હક્ક માટે હજારો લાખો લોકો ની બલી ના ચડાવવાય. માત્ર કોઈ એક ને થયેલ અન્યાય નો બદલો લેવા માટે હજારો નિર્દોષ સૈનિકોના લોહી ના રેડાવા જોઈએ. તેનું મન સતત તેને આ યોગ્ય નથી તેવું કહી રહ્યું હતું.

પોતાના મન સાથે ઘણો બધો સંઘર્ષ કર્યા પછી યારા એક નિર્ણય પર આવી ગઈ. એણે વિચારી લીધું કે તે શું કરશે? હવે તેને શાંતિ લાગી. એ દિવસે તેને સારી ઉંઘ આવી.

બીજા દિવસે બધા રાજા ચાર્લોટ સાથે તેમના સભાખંડમાં બેસેલા હતા.

રાજા ચાર્લોટ વોસીરો થી દૂત સંદેશો લઈ ને આવ્યો છે, એક સૈનિકે આવી કહ્યું.

રાજા ચાર્લોટે તેને અંદર લઈ આવવા કહ્યું.

રાજા ચાર્લોટ, વોસીરો થી ઉકારીઓ એ સંદેશો કહેવડાવ્યો છે કે રાજકુમારી કેટરીયલ ને ક્યાં કેદ કરી રાખ્યા છે તેની ખબર પડી ગઈ છે. આવતીકાલે બુઓન અને ફિયોના રાજકુમારી ને લઈ ને વોસીરોની નદી પાસેના પહાડની પાછળ ના ભાગે આવશે. તો ત્યાં થી રાજકુમારી ને મોસ્કોલા લઈ જવાની તૈયારી કરી રાખે, દૂતે સંદેશો આપ્યો.

સભાખંડમાં બેઠેલા બધા લોકો આ સમાચાર સાંભળી ખુશ થઈ ગયા.

સેનાપતિ કવીન્સી સૈનિકો ને તૈયાર કરો. રાજકુમારી કેટરીયલ મોસ્કોલા આવી જાય એટલે આપણે વોસીરો પર ચઢાઇ કરવાની છે, રાજા ચાર્લોટે આદેશ આપ્યો.

રાજા ચાર્લોટ સૈનિકો તૈયાર છે બસ આપના આદેશની રાહ જોવાઇ રહી છે, સેનાપતિ કવીન્સીએ કહ્યું.

ક્ષમા દાદાજી, પણ હું ઈચ્છું છું કે જ્યાં સુધી માતા કેટરીયલ આવી ના જાય અને તેમની સાથે વાત ના થાય ત્યાં સુધી આપણે કોઈ લડાઈ કરવી નથી, યારા એ કહ્યું.

પણ રાજકુમારી યારા એ શક્ય નથી. હવે આપણે શાની રાહ જોવાની છે? સેનાપતિ કવીન્સી એ પૂછ્યું.

સેનાપતિ કવીન્સી આપણે માતા કેટરીયલ ની રાહ જોવાની છે. તેમની વાત સાંભળવા ની રાહ જોવાની છે, યારા એ કહ્યું.

પણ રાજકુમારી યારા ત્યાં સુધી તો મોરોટોસ ને ખબર પડી જશે કે કેટરીયલ કેદમાં થી ભાગી ગઇ છે. ને એ પોતાના માણસો ને કેટરીયલ ને શોધવા મોકલશે. ને એને ખબર પડી જશે કે કેટરીયલ મોસ્કોલામાં છે, રાજા ચાર્લોટે કહ્યું.

હા તો શું વાંધો છે. રાજા મોરોટોસ ને બહાર થી ખબર પડે એ પહેલા આપણે જ દૂત મોકલી તેમને જાણ કરી દો કે માતા કેટરીયલ આપણી પાસે છે, યારા એ શાંતિ થી કહ્યું.

રાજકુમારી આ તમે શુ કહી રહ્યા છો? આનું પરિણામ શું આવશે એ તમને ખબર છે? કવીન્સીએ પૂછ્યું.

હા સેનાપતિ કવીન્સી. રાજા મોરોટોસ માતા કેટરીયલ ને શોધવાનું બંધ કરી દેશે. તેમને લાગશે કે આપણે તેમના કપટ વિશે કઈ જાણતા નથી. તે એ વિચાર માં પડશે કે માતા કેટરીયલ જીવીત છે એ કોને અને કેવી રીતે ખબર પડી? માતા કેટરીયલ કેવી રીતે કેદમાં થી આઝાદ થયા? એ મોસ્કોલા કેવી રીતે પહોંચ્યા? કોણે માતા કેટરીયલ ની મદદ કરી? હજુ સુધી કેમ બધા ને તેના કપટ ની ખબર પડી નથી? યારા એ શાંતિ થી જવાબ આપ્યો.

પણ રાજકુમારી એ શક્ય નથી. આપણે શા માટે રાજા મોરોટોસ ને સાવધાન થવાનો મોકો આપવો છે? રાજા ચાર્લોટે પૂછ્યું.

હું રાજા મોરોટોસ ને નહીં પણ હું એ લડાઈ ને એક મોકો આપવા માંગુ છું જેને હું રોકી શકું છું, યારા એ કહ્યું.

પણ રાજકુમારી તમે..... હજુ કવીન્સી પોતાની વાત પુરી કરે તે પહેલા જ યારા બોલી,

ક્ષમા દાદાજી પણ હાલમાં હું આજ ઈચ્છું છું. ને પછી યારા સભાખંડમાં થી ચાલી ગઈ.

રાજા ચાર્લોટ રાજકુમારી યારા જે કહે છે તે યોગ્ય નથી, કવીન્સી એ કહ્યું.

ક્ષમા રાજા ચાર્લોટ પણ હાલમાં રાજકુમારી યારા માનસિક રીતે ખૂબ દબાણમાં છે. તેઓ રાજનીતિ ને જાણતા નથી. તેમનું જીવન એક સામાન્ય વ્યક્તિ જેવું વીત્યું છે. તેઓ ની ઉપર માણસોના સંસ્કારો ની અસર છે. તેઓ શરૂઆત થી જ લડાઈ ની વિરુદ્ધ છે જો આ પરિસ્થિતિમાં આપણે તેમની વાત નહીં માનીએ તો સમસ્યા થઈ શકે છે, ગ્લોવરે સમજ આપતા કહ્યું.

પણ ગ્લોવર પૃથ્વી પર ની રાજનીતિ તો કપટનીતિ બની ગઈ છે. એ લોકો તો આપણા કરતા પણ આગળ નીકળી ગયા છે, કવીન્સી એ કહ્યું.

ક્ષમા સેનાપતિ કવીન્સી પણ એ રાજનીતિ કરતા લોકો ને લાગુ પડે છે. રાજકુમારી યાર જેવા સામાન્ય વ્યક્તિઓ ને નહિ. ને તમે ભૂલી રહ્યા છો કે રાજકુમારી યારાનો ઉછેર એક સામાન્ય વ્યક્તિ તરીકે થયો છે. તેઓ આપણા નીતિ નિયમો ને હજુ સમજી શક્યા નથી, ભોફીને ખૂબ નમ્રતાપૂર્વક કહ્યું.

રાજા ચાર્લોટ મારી આપને નમ્ર અરજ છે કે આપણે રાજકુમારી યારા ને થોડો સમય આપીએ. કદાચ રાણી કેટરીયલ તેમને સમજાવી શકે? ગ્લોવરે કહ્યું.

ગ્લોવર તું જાણે છે કે આમ કરવું એક રાજા માટે યોગ્ય નથી. રાજા મોરોટોસે એક મોટો અપરાધ કર્યો છે. જેની સજા તેને મળવી જોઈએ. ને આપણે જો આમ બેસી રહીશુ તો એ રાજકુમારી કેટરીયલ અને યારા બન્ને ને નુકશાન પહોંચાડવા નું વિચારશે, રાજા ચાર્લોટ કહ્યું.

રાજા ચાર્લોટ હું જાણું છું પણ હાલમાં આપણે રાજકુમારી યારા ને સમજવાના છે. તેમના વિચારો જાણવાના છે. ને હજુ આપણે રાણી કેટરીયલ ને પણ મળ્યાં નથી, ગ્લોવરે નમ્રતાપૂર્વક કહ્યું.

પણ ગ્લોવર આપણે મોરોટોસ ને આમ જવા ના દઈ શકીએ, કવીન્સી એ ગુસ્સા સાથે કહ્યું.

હું સમજુ છું. પણ રાણી કેટરીયલ અને રાજકુમારી યારા હવે સુરક્ષિત છે. રાજા મોરોટોસ ની હિંમત નથી કે તે મોસ્કોલામાં આવી તેમને નુકશાન પહોંચાડી શકે. પણ એ સાવધાન જરૂર થઈ જશે. પણ તેમ છતાં તેના કરતા આપણે હાલમાં વધુ સશક્ત છીએ. આપણે જ્યારે ઇચ્છીએ ત્યારે યુદ્ધ કરી શકીએ છીએ, ગ્લોવરે ખૂબ શાંતિ થી કહ્યું.

સેનાપતિ કવીન્સી ગ્લોવર ની વાત બરાબર છે. હાલમાં આપણે કેટરીયલ અને યારા પર ધ્યાન આપવાની જરૂર છે. યુદ્ધતો આપણે ગમે ત્યારે કરી શકીશું, રાજા ચાર્લોટે કવીન્સી ને શાંત પાડતા કહ્યું.

જેવી આપની ઈચ્છા, કવીન્સી એ ઉદાસ ચહેરે કહ્યું.

કવીન્સી રાજકુમારી કેટરીયલ અને ફિયોનાના મોસ્કોલા લઈ આવવાની વ્યવસ્થા કરો. ને હમણાં જ તે લોકો ને લેવા માટે એક ટુકડી રવાના કરો વોસીરો, રાજા ચાર્લોટે કહ્યું.

જી રાજા ચાર્લોટ, કવીન્સી એ કહ્યું.

હવે બધા ને રાજકુમારી કેટરીયલની રાહ હતી. પણ બધાના મન ચિંતામાં હતાં.

આજ ની સવાર અનોખી હતી. રાત્રે કોઈ ને ઉંઘ ના આવી. ફિયોના અને બુઓન વહેલા જ જાગી ગયા હતાં. બન્ને એ પોતપોતાની રીતે તૈયારી કરી લીધી હતી.

બુઓન બહુ વહેલા ઉઠી ગયા? સોનિમે પૂછ્યું.

હા બુઓન આ રાત ખરેખર ભારે પડી. આજ ની ચિંતામાં ઉંઘ પણ ના આવી, બુઓને કહ્યું.

હા મને પણ ચિંતા થતી હતી, સોનિમે કહ્યું.

સોનિમ ચિંતા ના કરીશ. બધું સારું થઈ જશે, ફિયોના એ કહ્યું.

હા આજે એક ઐતિહાસિક દિવસ છે ચાલો થોડી તૈયારીઓ કરી લઈએ. આજે પણ આપણે ક્લિઓપેટર ને હરાવવાના છે, ઉકારીઓ હસતાં હસતાં કહ્યું.

ને પછી બધા ત્યાં થી તૈયારીઓ જોવા નીકળી ગયા.

રમતોત્સવમાં પહેલો જ મુકાબલો ઘોડેસવારી નો હતો. ને આ માટે બુઓન અને ફિયોના ક્લિઓપેટરનો મુકાબલો કરવાના હતા. ઘણીવાર જીતવા ની જેમ હારવાની પણ તૈયારીઓ કરવી પડે છે.

મુકાબલો ચાલુ થઈ ગયો. ચારેબાજુ લોકો જોર જોર થી બૂમો પાડી રહ્યા હતા. કોઈવાર ક્લિઓપેટર તો કોઈવાર ઉકારીઓના સાથી આગળ દોડતા હતા. ને અચાનક બુઓને પોતાના ઘોડાની પીઠ પર એક કાંટો ખોસ્યો ને તેના થી ઘોડો ભડક્યો ને એણે પોતાની દિશા બદલી ને એજ સમયે ફિયોનાનો ઘોડો રસ્તામાં આવી ગયો ને બન્ને જણ પોત પોતાના ઘોડાને સંભાળતા નીચે પટકાયા. ને ક્લિઓપેટર મુકાબલો જીતી ગયા.

ઉકારીઓ શું થયું? આમ અચાનક ઘોડો કેમ ભડક્યો? રાજા મોરોટોસે પૂછ્યું.

ખબર નહીં રાજા મોરોટોસ કદાચ કઈક થયું હશે, ઉકારીઓ એ માંડ માંડ જવાબ આપ્યો.

ઉકારીઓ બરાબર તાલીમ નથી આપી લાગતી? ઝીટને ટીખળ કરતા કહ્યું.

હા ઝીટન એવું જ લાગે છે, રાજા મોરોટોસે હસતાં હસતાં કહ્યું.

બુઓન અને ફિયોના ત્યાં થી બહાર નીકળી ગયાં. ને રાણી કેટરીયલના મહેલ પર કાગડાનું રૂપ લઈ જવા નીકળ્યા.


ક્રમશ............