ટપકાં ની માયાજાળ Amita Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટપકાં ની માયાજાળ


આજે પણ અે ઓફિસ માં થી મોડો નીકળ્યો. મેઈન દરવાજો વોચમેન અે બંદ કરી દીધેલો. એટલે પાછળ ના ગેટ થી થોડું ફરી ને આવવાનું હતું. અે બેગપેક લટકાવી ને ઝડપી ચાલે બહાર નીકળ્યો. હજી ઘરે જઈ અને જમી ને બધા ફ્રેન્ડ્સ ને મળવા જવાનું હતું. આજે બધા અે ખાસ હિદાયત આપેલી કે જો હોં, સ્વપ્નિલ મોડો ના પડતો, નહીં તો અમે શાર્પ 8 વાગે જીનલ ની બર્થડે કેક કાપી નાખશું, તારી રાહ નહીં જોઈયે.

આમ જોવા જાવ તો એને એનો વાંધો ય ક્યાં હતો, પણ સ્વભાવ માં જે શિસ્ત અને અનુશાસન વણાઈ ગયેલા, તેનું શું કરવું ! અને એક વાર કમિટમેંટ કર્યા પછી એ કદી પાછો ના પડતો, સલમાન ખાન ની જેમ સ્તો ..! એટલે સમયસર પહોંચવા એણે પગ ઉપાડયા. બહાર નીકળવાના અે અજાણ્યા રસ્તા ની એક દીવાલ પર સામે એને એક ચિન્હ દેખાયું અને અચાનક....

એમ. બી.અે ના પહેલા વર્ષ પછી વેકેશન માં અમદાવાદની એક કંપની માં ઇન્ટર્નશીપ કરતો સ્વપ્નિલ ભણવા માં ખૂબ જ તેજસ્વી, ખંતીલો અને મહેનતુ હતો. દેશ માટે કંઇક કરી છૂટવા માટે ની એની ઈચ્છા હતી, જે માટે એનું આઇ.અે.એસ. બનવાનું સ્વપ્ન હતું. પણ બે વાર પ્રયત્ન કરેલો અને છેવટે એણે પ્રેક્ટીકલ થઈ ને સારી ઇન્સ્ટિટ્યૂટ માં એમ. બી. અે. માં એડમીશન લઈ લીધું હતું. આ ઉંમર નાં બીજાં છોકરાં બસ ધમાલ મસ્તી કરે અને મોજ મજા કરે, પણ એને આગળ વધવાની ખૂબ ધગશ હતી .કંઇક સ્વપ્ન એની આંખો માં તરવરતાં અને અે પૂરા કરવા અે તન મન થી અને પૂરા દિલ થી મચી પડતો.

જ્યારે ઇન્ટર્નશીપ ની વાત હતી, ત્યારે સ્વપ્નિલ ને પોતાની કરિયર ના પ્રોગ્રેસ માટે બહારગામ જ જવું હતું.પણ કેમ્પસ માં પહેલી જ કંપની ના પહેલા જ ઇન્ટરવ્યુ માં અે પહેલા જ પ્રયાસે પાસ થઈ ગયેલો અને અે અમદાવાદ માં જ હતી. એની પાછળ બીજા મિત્રોઅે તો ઓછા પગારે કે ઓછી સારી કંપની માં પણ અમદાવાદ માં જ લેવાનું નક્કી કરેલું. કારણ કે મિત્રો ની આવી મોજ ફરી ક્યાં મળવાની ? રોજ રાતે બધાં ક્યાંક ને ક્યાંક મળતાં. આ એમની જીંદગી ની મોજ નું છેલ્લું વર્ષ હતું. પછી તો બધાં જોબ માં લાગશે અને આખા ભારત માં ક્યાં ને ક્યાં છૂટા પડી જશે. કોણ ક્યાં હશે , કોણે ખબર ! એટલે રોજ રાતે ૮ વાગે મળવાનો વણલખ્યો નિયમ હતો.

સ્વપ્નિલ, જીનલ, પાર્થ, સોહમ,ગીત, નિમેષ, જાહ્નવી, ગાર્ગી, મીનાલી, વિશ્વા, પ્રતિષ્ઠા અને મંજુષા એમ આખા બાર જણ નું છોકરા છોકરીઓ નું ગ્રુપ કોલેજના પહેલાં જ વર્ષ થી હતું. એકમેક નાં ખૂબ અંગત થઇ ગયેલાં મિત્રો એકબીજા ની ટીખળ કરવાનું કદી ચૂકતા નહીં. અને એમાં સ્વપ્નિલ સૌથી સીધો, એટલે એની જ ખેંચવામાં સૌ ને ખૂબ મજા આવતી.

...અચાનક દીવાલ પર ચિહ્ન જોઈ ને એના પગ અટકી ગયા. મગજ માં કંઇક ઝબક્યું અને તરત જ ભૂસાઈ ગયું. અે ફટાફટ ઘર બાજુ વળ્યો. જલ્દી જ ઘરે થી ફ્રેશ થઈ ને દોડતો જીનલ ના ઘરે પહોંચ્યો ,ત્યારે સવા આઠ વાગી ચૂક્યા હતાં અને કેક કપાઈ ચૂકી હતી. હવે બધા ની હડફેટે સ્વપ્નિલ આવવાનો જ હતો. જીનલ અે કહ્યું, " આવો ને લાટ સાહેબ, અમને તો ખબર જ હતી તમે મોડા પડશો. " સ્વપ્નિલે કહ્યું," યાર, હેપ્પી બર્થ ડે એન્ડ સો સોરી, ઓફિસ માં જ મોડું થઈ ગયું ". વિશ્વા તરત બોલી, " તું ખાલી ઇન્ટર્ન છે ત્યાં, પરમેનેન્ટ જોબ થોડી છે, તે મોડે સુધી બેસી રહે છે ? ". સ્વપ્નિલ કંઇક જવાબ આપવા ગયો , ત્યાં પાર્થ ને નિમેષ બોલ્યા, જવા દે ને યાર.. રાજા મહારાજા તો હમેશા છેલ્લે જ પધારે ! ".ના .. ના.. પણ સાંભળો ને" એમ કહેતાં સ્વપ્નિલ ને કોઈ અે સાંભળ્યો નહીં અને કેક થી એનું મોં રંગી નાખ્યું. " અરે, મારી બર્થડે ક્યાં છે, તે મને લગાવો છો ..? " " મહારાજ કા સ્વાગત કરે રહે હૈ, હમેં અપની ફરજ બજા ને દીજિયે ના, સપના-અે-આઝમ ".. એમ કરતાં મિત્રો ની ટોળકી મસ્તી અે ચડી ને બાર ક્યાં વાગી ગયા, અે ખબર જ ના પડી.

રાતે સૂતી વખતે સ્વપ્નિલ ના આંખ માં ઊંઘ નથી. કંઇક કારણ થી મન બેચેન લાગે છે. બે કલાક પાસાં ફેરવતાં ફેરવતાં તંદ્રાવસ્થામાં એને ફરી પેલું ચિહ્ન દેખાય છે. અર્ધ જાગૃત અવસ્થા માં એના સુષુપ્ત મગજ માં કંઇક હિલચાલ થાય છે પણ અે સમજી નથી શકતો અને થોડી વાર માં થાકી ને સૂઈ જાય છે.

બીજે દિવસે ફ્રેશ થઈ ને ઓફિસ ના કામ માં એવો ગરકાવ થઈ જાય છે. આખો દિવસ વીતી જાય છે. બોસ એના કામ થી ખુશ છે અને એને આવતા અઠવાડિયે બરોડા નો એક પ્રોજેક્ટ પૂરો કરવાનું કામ સોંપે છે. સ્વપ્નિલ બેહદ આનંદ માં આવી જાય છે. કામ પતાવતા આજે પણ ફરી મોડું થાય છે અને અે પાછલા રસ્તે થી નીકળે છે. પોતાની ટેલેન્ટ અે આટલા ટૂંકા સમય માં સાબિત કરી શકયો, અે વાત પર ખુશ થઈ અે સિટી બજાવતો ચાલતો હોય છે. ત્યાં ફરી દીવાલ પર એને અે ચિન્હ દેખાય છે. ફરી એના પગ થંભી જાય છે. આજે એણે બરાબર જોયું. દીવાલ પર કોક નાનું પોસ્ટર હતું , જેમાં આડા અવળા અને નાની મોટી સાઇઝ ના ટપકાં હતા . થોડીક વાર ઊભા રહી ને એણે અે ચિન્હ જોયું પણ એને કંઈ સમજ ના પડી. એણે ખિસ્સા માં થી મોબાઈલ કાઢી ને એનો ફોટો લઈ લીધો.

રાત્રે ફરી મિત્રો ને મળ્યો. સૌ પ્રથમ એણે ખુશ ખબર આપ્યા કે એને બરોડા નવા પ્રોજેક્ટ માટે સિલેક્ટ કર્યો છે. બધાં અે ખુશ ખુશાલ થઈ ને તાળીઓ પાડી. અને પછી ફરી થી રૂટીન મજાક, મસ્તી , વગેરે વગેરે. પ્રતિષ્ઠા અે કહ્યું, યાર આજે તારો ખુશી નો દિવસ છે , પણ છતાં તું મૂડ માં નથી. કેમ ? " એણે કહ્યું, " હા, મારા મગજ માં કંઇક ઘુમરાય છે " . અચ્છા, તો બચ્ચુ, એમ કહે ને કે તું કોઈ ના પ્રેમ માં પડ્યો છે, કઈ છોકરી છે બોલ ? .. ગીત અે કહ્યું. " અરે , છોકરી ની વાત નથી. એક ચિહ્ન મને અપસેટ કરી રહ્યું છે. " એમ કહી એણે બધા ને ફોટો બતાડ્યો. મિનાલી તો મજાક ચડી , "શું છે આ , હાહાહા.. ટપકાં ટપકાં ટપકાં..નાના મોટા ટપકાં..જાડા પાતળા ટપકાં.. રંગબેરંગી ટપકાં.. કોઈ ટપકાં લ્યો ભાઈ ટપકાં....રસ્તે કા માલ સસ્તે મેં.. ? "તો જાહ્નવી અે કહ્યું, " અે યાદ છે, આપણે નાનાં હતાં તો ચિત્રકામ શીખવા નાના નાના ટપકાં જોડતાં ,ખબર છે ," ને પછી તો બધા અે આ ફોટો જોઈ ને ખૂબ હસ્યા કે તને વગર કારણે ટેનશન લેવાની આદત થઇ ગઇ છે. રસ્તે દીવાલ પર આવા હજારો પોસ્ટર હોય , પણ અે બધાં માં થી અર્થ ના શોધાય કે ડિસ્ટર્બ તો ના જ થવાય.

રાતે એની આંખ માં ઊંઘ નથી. વારે ને વારે એ સતત મોબાઈલ માં આ ચિન્હ જોઈ ને કંઇક સમજવા મથે છે પણ એને કંઈ જ ગતાગમ નથી પડતી.બીજે દિવસે હવે એનું ઑફિસ ના કામ ધ્યાન નથી. જઈ ને સીધી આ પેપર ની પ્રિન્ટ લે છે. અને ફરી ધારી ધારી ને જુવે છે. અચાનક એને યાદ આવે છે કે ગયા વીક માં એના માસી ને મળવા રાજકોટ ગયેલો , કદાચ ત્યાં પણ એણે આવું પોસ્ટર રસ્તા માં જોયેલું. પણ પાક્કું કઈ યાદ આવતું નથી અને એને બાજુ માં મૂકી અે કામે લાગે છે.

રાતે અે પ્રિન્ટ લઇ ને બધા ને બતાડે છે અને વાત કરે છે કે મને અલપ ઝલપ યાદ આવે છે કે મેં કદાચ રાજકોટ માં આવું ચિન્હ જોયું હતું. તો આ શું છે , આપણે જરૂર થી શોધવાનું છે. બધાં ફરી એની વાત પર હસવા લાગ્યાં અને ચિડાઈ ને અે ઊભો થઈ ને ઘરે આવતો રહ્યો.

બીજા દિવસે અે ગુસ્સે થઈ ને મિત્રો ને મળવા નથી જતો. એના મગજ માં બસ આ ચિન્હ જ ઘુમરાય છે. અને છેવટે અે રાજકોટ એના કસિન વૈભવ ને ફોન કરે છે કે હું તને એક ફોટો વોટ્સએપ થી મોકલું છું. આપણે જે જે વિસ્તાર માં સાથે ફર્યા, ત્યાં ક્યાંય દીવાલ પર આવી ટાઇપ નું કોઈ ચિન્હ વાળુ પોસ્ટર હોય તો તું તપાસ કર, અને મને ફોટો મોકલ. વૈભવ ને થોડી નવાઈ લાગે છે પણ મોટાભાઈ નું કોઈ પણ કામ કરવા અે હમેશા તૈયાર જ હોય છે અને વાયદો કરે છે કે બે દિવસ માં હું બધી જગ્યાએ ફરી લઉં અને તમને જાણ કરું.

હવે બરોડા પ્રોજેકટ માટે જવાનો સમય થઈ ગયો છે. એકલા જવાનું છે એટલે કાર ના બદલે ટ્રેન માં જવા નીકળે છે. જેવો અે સ્ટેશન ની બહાર નીકળે છે,ત્યાં ફરી એને પેલા જેવું જ ચિન્હ દેખાય છે.અે અચાનક ઊભો રહી જાય છે. ફરી એનો ફોટો પડે છે ને ઓફિસ ના ગેસ્ટ હાઉસ પહોંચે છે.જેવો અે વૈભવ ને યાદ કરાવવા મેસેજ લખવા જાય છે ત્યાં તો જુવે છે કે વૈભવ અે લખેલું કે રાજકોટ ના રેસ કોર્સ રોડ માં મને આવું પોસ્ટર મળ્યું. અે જ ચિન્હ, બસ ખાલી આડા અવળા ટપકાં ... એને હવે થાય છે કે જરૂર કંઇક રહસ્ય છે .શોધવું j પડશે.

ત્રણે ઈમેજ ની કૉપી કાઢી અે એક સાથે લઇ ને બેસે છે. બસ તાકી રહે છે. પણ કંઈ સમજણ પડે એવું નથી. અચાનક એને જાહ્નવી ના શબ્દો યાદ આવે છે કે નાના હતાં, તો અમે ટપકાં જોડતાં. તાત્કાલિક અે પેન કાઢી ને ટપકાં જોડવા લાગ્યો. અને અમદાવાદ ની કોપી માં મોટાં અક્ષરે , એના થી નાના અક્ષરે , એથી નાના અક્ષરો માં ૧,૪,૩૮ અને ૫૧ એમ લખેલું મળ્યું. ઓહ..તો આ બધા નો કંઇક ગર્ભિત અર્થ જરૂર છે!! રાજકોટ ના ચિહ્ન માં એણે મોટા અક્ષરે , એથી નાના અક્ષરે ૩ અને એથી નાના અક્ષરે ૭,૯ અને ૧૧ વાંચવા મળ્યું. અને બરોડા ના ચિન્હ માં મોટા અક્ષરે , એથી નાના અક્ષરે અને એથી નાના અક્ષરે ૧,૭,૧૪,૧૭ લખેલું હતું.

હવે એ મૂંઝાયો. આ પઝલ તો ઉકેલ્યે જ છૂટકો. એકદમ એને સ્ટ્રાઈક થયું..એણે છેલ્લા મહિના ના છાપાં ઉથલાવવા માંડ્યા. અને એનું ધ્યાન ગયું કે આતંકવાદીઓ અે અમદાવાદ માં ૪ જગ્યા અે કરેલા બોમ્બ બ્લાસ્ટ માં માર્યા ગયેલાં ઓ ની સંખ્યા ૧૧૭. અને રાજકોટ માં ૩ જગ્યા અે થયેલા બોમ્બ બ્લાસ્ટ માં ૮૯ માર્યા ગયા.

તો આ સમાચાર સાથે આને કંઈ લાગે વળગે છે ? શું આ આતંકવાદી ઓ નો કોઈ પ્રકાર નો કોડ છે ? એણે હવે કનેક્શન શોધવા માટે મગજ કસવા માંડ્યું. ત્રણે પ્રિન્ટ સાથે રાખી, તો મોટા અક્ષર ૧, ૩ અને હતાં. એથી નાના માં ૪,૩ અને ૪ હતા . ઓહ આનો શું અર્થ ? આ આંકડા ની માયાજાળ માં જેમ વિચારતો ગયો એમ ડૂબતો જ ગયો.અને........ અચાનક એનું દિલ થંભી ગયું ! અમદાવાદ નો આર ટી ઓ નંબર એટલે ૧ અને ૪ જગ્યા અે બ્લાસ્ટ થયા. રાજકોટ નો આર ટી ઓ નંબર એટલે ૩ અને ૩ જગ્યા અે બ્લાસ્ટ થયાં. તો હવે ૬ નંબર એટલે કે બરોડા નો વારો છે ?

એનું દિલ જોર જોર થી ધડકવા લાગ્યું. હજી એને સૌથી નાના અક્ષર વાળા આંકડા નો અર્થ સમજાયો ના હતો. ફરી થી એણે છાપાં ના અે ન્યૂઝ ને ઉથલાવ્યા. અને ૨-૩ વાર વાંચતા જ એને સ્ટ્રાઈક થયું કે આ તો જે એરિયા માં થયું , એના પિન કોડ છે. બસ, હવે બધો તાળો મળી ગયો ! એનો અર્થ એમ કે બરોડા ના માથે મોત તોળાય છે ! આ તો બહુ સિરિયસ મેટર થઈ.

તાત્કાલિક એણે ડી.આઇ. જી. નો સંપર્ક કર્યો અને પહેલાં ચિન્હ જોયું ત્યાર થી માંડી ને છેક સુધી ની વાત કરી. એમને પણ વાત માં તથ્ય લાગ્યું.તો આતંકવાદીઓ તો આમ ખુલ્લેઆમ એમના પોસ્ટર ભરચક વિસ્તારમાં લગાવી ને એક બીજા સાથે આવા કોડ થી કોમ્યુનિકેશન કરે છે ! ને બધી પોલીસ અંધારા માં જ બેસી રહી છે ! તાબડતોબ બરોડા માં પિન કોડ દ્વારા શોધેલા એરિયા માં પોલીસ ટુકડી તૈનાત કરવામાં આવી અને બ્લાસ્ટ ની તૈયારી કરતાં આતંકવાદીઓ ને પકડી લેવામાં આવ્યાં.

બીજે દિવસે છાપાં માં હેડ લાઈન હતી, " ટપકાં ચિન્હ ની માયાજાળ નો આંતર સૂઝથી તેજસ્વી સ્વપ્નિલ દ્વારા ઉકેલ ! આતંકવાદીઓ દ્વારા થનારી મોટી હોનારત નો બચાવ ! "

મિત્રો અે અમદાવાદ થી અભિનંદન વર્ષા કરી, ત્યારે એની આંખ ના હર્ષ ના અશ્રુ માં એનો આઇ.અે.એસ. ના બની શક્યા નો વસવસો ઓગળી ગયો.