મૃત્યુ પછીનું જીવન - ૧૦ Amisha Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

શ્રેણી
શેયર કરો

મૃત્યુ પછીનું જીવન - ૧૦

મૃત્યુ પછીનું જીવન—૧૦

આપણે પહેલાં જોયું ,કે રાઘવ મૃત્યુ પછી એની પ્રેમીકા હીનાના ઘરમાં ફરી રહ્યો છે . હીના રાઘવને છોડી એનાં દોસ્ત સુજ્જુને પસંદ કરવાનાં પોતાનાં નિર્ણય બદલ આજે પણ અફસોસ કરી રહી છે . એની પાસે બધું જ છે , છતાય એ રાઘવના પ્રેમ વિના અધુરી છે ...હવે આગળ ...

રાઘવ રડતી હીનાને સાંત્વના આપી રહ્યો છે , કોઈ અદ્રશ્ય સ્પર્શનું સુકુન મળતાં હીનાને રાહત થાય છે અને રડતાં રડતાં ત્યાં જ લોઅર સીટીંગ પર સુઈ જાય છે ...અને રાઘવ સુતેલી હીના , વર્ષોથી થાકેલી હીનાના માથા પર હાથ ફેરવતો રહે છે ...પણ રાતનું કાળું અંધારું ઘેરું થતા અચાનક એને એનાં મિત્રો ની ગેંગ યાદ આવી જાય છે ..

એ નીકળી પડે છે ...અંધારાને ચીરતો , શાંત શહેરની સુમસામ સડકો પર...બસ ચાલતો જ રહે છે .ઘણી વાર પોતાને ય આ સડકો પર ચાલવાની બીક લાગી હતી , ક્યાકથી કોઈ ગોળી આવી જાય, કોઈ દુશ્મન પ્રગટી જાય ..પણ હવે એને એવો કોઈ ભય નહોતો ; મુક્ત આકાશ નીચે ખુલી હવામાં કોઈ પણ ડર વિનાની નિર્ભય ક્ષણોને શાંતિ થી માણી રહ્યો હતો. કદાચ વર્ષો થઇ ગયાં આવી ક્ષણ માણ્યાને ....!

એ સુના ,ખાલી રસ્તાઓ પર ફરતો રહ્યો, તમરાઓનું સંગીત સાંભળતો રહ્યો , જીંદગીને યાદ કરતો રહ્યો ..જીંદગીની સફર કેવી રહી? ક્યારેક ધીમી , ક્યારેક ફાસ્ટ , ક્યારેક રોમાંચક , ક્યારેક ડરામણી, ક્યારેક દુઃખદ , ક્યારેક સુખદ ...પણ વધુ માં વધુ રોચક રહી ...બોરીંગ તો ક્યારેય ન રહી ....જીંદગી જીવવાની મજા તો ખુબ આવી , બોસ ...! થેંક્યુ ગોડ ...! ઉપરવાળાને સલામ કરીને રાઘવ બોલ્યો ...

એને યાદ આવ્યું , હજુ કાલે જ તો એ, સલીમ , જીવો ...બધાયની મહેફિલ ભરાઈ હતી , અહીં જ ... આ સામે દેખાય , એ જ ચાયની ટપરી પર ...આ જ તો એ જગ્યા હતી , જે વર્ષોથી એવીને એવી જ હતી, સંઘર્ષથી કામયાબીની સફરમાં સાથ આપનારી ...! એમ તો એનાં મોટાં ઘરમાં અનેક જગ્યાઓ હતી ; જ્યાં મહેફીલો થતી , પાર્ટીઓ થતી; પણ એ તો દુનિયાને માટે ..પણ જુના દોસ્તોની ચાયની મસ્તી તો આ ટપરી પર જ થતી ...! ઘણાં લોકોનાં આશ્ચર્યભર્યા સવાલો વચ્ચે પણ આ કરોડપતિ રાઘવને આ ટપરી પર આવવું એટલું જ ગમતું . કાલે જ બધાય મિત્રો મળ્યા હતાં ...ખુબ ખુબ હસ્યાં હતાં ,ફરી ક્યારે આવું હસવા મળશે એવો ડર ભુલીને...આ બધાની વચ્ચે રાઘવ માફીયા, બિઝ્નેસમેન કે બિલિયોનેર નહોતો રહેતો, માત્ર એક સાધારણ દોસ્ત બનીને રહેતો , જેનાં ઘણાં બધા દોસ્તો હતાં , જે દોસ્તોને માટે જીવ આપી દેતો .

પણ ક્યાં ખબર હતી કે આવતી કાલે હું અહી આવીશ , પણ આમ આ સ્વરૂપમાં ,સાવ એકલો , શરીર વિના ... એક રાતમાં તો કેટલું બધું બદલાઈ ગયું ? કહો , બધું જ બદલાઈ ગયું ....શું નું શું થઇ ગયું? ન જાણ્યું જાનકીનાથે , કાલે શું થવાનું છે...! આપણે તો ખેર માણસો છીએ ...આવું કઈક બા બોલતી , પણ એનો અર્થ આજે સમજાણો...જીંદગીમાં કોઈ નિશ્ચિતતા નહી ? હજું આગળ ક્યાં જઈશ, શું ખબર, દેવદુતો મને ક્યાં લઇ જશે?

એટલામાં અચાનક ક્યાંકથી ચાર પાંચ કુતરાઓની ગેંગ આવી ચઢી ...બધા જોર જોરથી ભસવા લાગ્યાં ..

‘ અરે...આમને શું થયું ? આ બધાની પણ મંડળી જામી લાગે છે ...એ લોકો શું પીતા હશે પાર્ટી માં? અરે .. આ તો જાણે મને જોઇને જ ભસી રહ્યો છે . શું એ મને જોઈ શકે છે ? બા કહેતી તી , કુતરાઓને આત્મા દેખાય છે , એ સાચું હોય ? ઓ ભાઈ , મેં તારું શું બગાડ્યું છે ? અરે, આ ગેંગ નો લીડર લાગે છે , રાઘવ ધ ગ્રેટ જેવો ...

રાઘવને પોતાની જાત પર હસવું આવી ગયું . કાલ સુધી એની આગળ પાછળ આમ જ લોકો ફરતાં ને આજે કુતરાય ભસીને ભગાડવાની કોશિશ કરે છે ? કમ ઓન ...રાઘવ ,યુ આર નોટ ગ્રેટ ...ડેસ્ટીની ઈઝ ગ્રેટ ...! સાંભળો લોકો ,અને સમજી લેજો , કોઈ રાઘવ ધ ગ્રેટ રહ્યો નથી અને રહેવાનો નથી..

રાઘવ જોર જોર થી હસી રહ્યો , પોતાની જાત પર ; એની ખાસ અદાથી...એને યાદ આવ્યું ,જયારે એ આમ હસતો , હીના એને જોતી રહેતી. હીનાને રાઘવનું આમ હસવું ખુબ ગમતું ... ગવાર ગોમતીને પણ ...ગોમતીથી યાદ આવ્યું , એ શું કરતી હશે ? ઘરની શું હાલત હશે એનાં વિના ..?

રાઘવને ઘરની , ગુડિયાની તીવ્ર યાદ આવવા માંડી , એ ભાગ્યો ઘર તરફ ...મારું ફેમીલી ...મારા વિના કોણ સંભાળશે એમને ? કેશુભા છે ને ! એમણે હમેશાં એક પાર્ટનર નહી ,એક વડીલની ગરજ સારી છે ,એ જરૂર સંભાળી લેશે આ લોકોને ...

-અમીષા રાવલ

-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ઘરે એક નવો જ આઘાત રાઘવની રાહ જોઈ રહ્યો છે , જેનાથી રાઘવ એકદમ અજાણ છે ....આ બધા સવાલોનો જવાબ મેળવવાં વાંચતા રહો આગળનાં એપિસોડ્સ ...

આપ સૌનાં અદભુત પ્રતિસાદ બદલ ખુબ ખુબ આભાર ..