ઉનાળાની ધોમ ગરમીમાં શેખર રેલ્વે સ્ટેશને પહોંચ્યો.
૨:૩૦ ની જમ્મુ જતી ટ્રેન માં રીઝવેશન કરાવેલ હતું એટલે ૨:૦૦ વાગ્યે બપોરે નિયત સમયે પ્લેટ ફોર્મ પર પહોંચ્યો.એ વખતે અમદાવાદની ગરમીનો ચમકારો સામાન્ય માણસ માટે ખુબ અસહ્ય હતો પણ શેખર એક ટ્રેઈન્ડ અફસર હોવાથી એને ગરમીથી કંઈ ફરક પડતો નહોતો ઊપરથી છુટ્ટીઓના દીવસ હોવાથી હેલ્મેટ, સેફ્ટી જેકેટ,સેફ્ટી સૂઝ, પાણી ની વજનદાર બોટલ,રાઈફલ વગેરે આર્મી પોશાકની જગ્યાએ જીન્સનું પેન્ટ,વ્હાઈટ ટી-શર્ટ અને સ્પોર્ટ્સ સૂઝ શેખર માટે ખુબ આરામદાયક હતા.
ઇન્ડિયન આર્મીમાં એક વરસની ટ્રેનીંગ લીધા બાદ કશ્મીરમાં ઈલેકશન ડયુટી ત્યારબાદ સ્થાનિક તંગદિલી ને લીધે ૨ વરસ સળંગ પુરા કર્યા બાદ આજે ત્રણ વરસ બાદ ઘરે જવા ૧૫ દિવસની રજા મંજૂર થયેલ હતી.આજે ત્રીજા દિવસે એક આર્મી મિત્રના લગ્નમાં હાજરી આપવા માટે જમ્મુ જવાનું હતું ત્યારબાદ બહેનના ખુબ આગ્રહને કારણે મેરેજ ફંકશન પતાવીને બહેનને ત્યાં ૮-૯ દિવસ દિલ્હી રોકાવવાનો પ્લાન કરેલ હતો અને ત્યાંથી પાછું અમદાવાદ ના આવવું પડે એટલે ૧૦-૧૨ દિવસ જેવો સામાન લઈ ને સીધું જ કાશ્મીર ફરજ પર જવાનું પ્લાનિંગ હતું પણ શેખરને ખબર નહોતી કે આ રેલયાત્રા એનુ આ પ્લાનિંગ ક્યાં મુકામે લઈ જશે?
પ્લેટફોર્મ પર ગરમીને લીધે લોકોમાં મુસાફરી કરવાનો બહુ ઉત્સાહ દેખાતો ન હતો.
પ્લેટફોર્મ પર પહોચતા શેખરે તરત જ ફોન કર્યો," સામાન આવવામાં કેટલી વાર લાગશે?"
એટલામાં જ સામે ડ્રાઈવર દેખાયો.એ ફોન પર જવાબ જ આપવા જતો હતો ત્યાં એ બંનેની નજર એકબીજા સાથે મળી ગઈ.
ફોન ખીસામાં મુકીને એ શેખર જોડે આવ્યો,
"આ રહયો સાહેબ,આ રહયો તમારો સામાન"
"થેંક્યું"
"મોટી બહેનને ત્યાં ના ગયા હોત તો મને તમારી પાસે બીજા ઘણા દીવસ રહેવા મળત અને હા તમારી પેલી મીલેટરી વાળી બીયર મસ્ત હતી હો...?"
બંને એક બીજાને જોઈને હસીને ભેટી પડયા એમ પણ આર્મી માં જોડાયા પછી શેખરની ગેરહાજરીમાં ડ્રાઈવર એ ઘરમાં બધાને શેખરની જેમ સાચવી લીધા હતા વળી શેખરના સ્કુલ મિત્રનો ભાઈ હોવાથી શેખરનું પણ એની સાથે સારૂ બનતુ હતું.
સામાન પોતાના કંપાર્ટમેન્ટ માં ગોઠવીને બહાર પ્લેટફોર્મ પર ઉભો રહયો.
એટલામાં ગાડી ઉપડવાનો સમય થયો, મુસાફરી કરવાવાળા અમુક પોતપોતાની જગ્યા લેવા લાગ્યા,અમુક લોકો બારીમાંથી સ્ટેશને મુકવા આવેલા સબંધીઓને હર્ષ ભેર આવજો કહેતા હતા,અમુક પ્લેટફોર્મ પર મૌજુદ લોકો હરખભેર "આવજો" કહીને મહેમાનોને વિદાય આપવા લાગ્યા.
(શેખર મનોમન વિચારવા લાગ્યો,કેટલી અદ્ભૂત ક્ષણ છે આ કોઈક મારા જેવા છે જે કયારે પાછા ફરશે એ નક્કી નથી અને કેટલાકને પાછા ફરવું નથી.સામાજીક બંધન માટે લગ્ન કરવા પડે બાકી હું અહીંથી ફરજ પર પરત ફરીશ પછી મારા સ્વજનો મને જરૂર મળી શકશે પણ જરુરી નથી એ લોકો મને મળે ત્યારે હું જીવીત હોવું? કેટલીવાર ના પાડી છતાંય મને બહેન કેમ લગ્ન માટે આટલો આગ્રહ કરે છે એ ખબર નથી પડતી?)
આ જોઈને શેખરનો મુડ ખરાબ થઈ ગયો હતો.કેમ કે એ એક બાહોશ પહેલી હરોળનો સૈનિક હતો.અને એને ખબર હતી કે એ એક એવા હોદ્દા પર છે અને એવા મોરચે એની ફરજ હોય છે જેમાં સાંજે જીવતા પાછા ફરાય એ પણ નકકી નથી અને આ વાત એના ઘરના દરેક સદસ્યો સારી રીતે જાણવા છતાં પણ કેમ લગ્ન માટે આગ્રહ કરતા હતા એની એને ખબર પડતી નહોતી.અને એ દીલ્હી બહેનના ઘરે છોકરી જોવા પણ જઈ રહયો છે એ વાતની ડ્રાઈવર પાસેથી ખબર પડી ગઈ હતી.
(પહેલી હરોળના સૈનિક એક પછી એક અઘરી તાલીમમાં ઉતીર્ણ થયેલા હોય છે અને કોઈ પણ જગ્યાએ યુધ્ધ હોય કે તોફાન એમાં સોથી આગળ રહીને દરેક પ્રકારની પરીસ્થીતીમાં અગ્રેસર રહીને લડવા માટે તત્પર રહેવાનું હોય છે.)
શેખરે મુડ લાવવા સ્ટેશન પરથી ચા લઈને એના કંપાર્ટમેન્ટમા ચડવા જ જતો હતો ત્યાં એને ૩૦-૩૨ વરસનો યુવાન અને એક બાળકી જેવી છોકરી ડબ્બામાં ચડતા હતા એટલે એ રોકાયો અને એમના ચડવાની રાહ જોવા લાગ્યો.
"ચલ જલ્દી સમજ નઈ પડતી?"
"હમેં નહીં આના હૈ આપકે સાથ."
છોકરીનો અવાજ એવો લાગ્યો જાણે એ બિમાર હોય પણ એ બન્ને ની પીઠ શેખર બાજુ હતી એટલે એ પુરો અંદાજ લગાવી શકયો નહી.
"ચલ નહિતર અહીં તને મારવી પડશે."
શેખરે વિવેક કર્યો"ભાઈ, કંઈ ઉતાવળ નથી....શાંતિથી ચડજો"
ટ્રેન ઉપડવાનો હોર્ન વાગ્યો, ટ્રેન ઉપડી.
કમનસીબે એ ભાઈ અને છોકરી સામેની સીટ પર જ બેઠા હતા.
કલાકમાં એ બંન્ને ને જોઈને ઘણી વાર વિચાર્યું કે આ બન્ને એકબીજા ના કોણ થતા હશે????
એટલામાં મોબાઈલમાં થોડી અપડેટ જોઈ.
એમાં કાર્તિકેય નો મેસેજ હતો.
"Shekhar?Tu train mei baitha ki nahi?"
શેખરે ટાઈપ કર્યું,"ha,Intezar kar raha hu ki Marvar Junction kab aayega."
"kyu?"
"kuch nahi akelapan mahesus kar raha hu,tu aa baad mei baat karenge."
"ok.,meet u soon at station."
કાર્તિકેય પણ શેખરની જેમ ફૌજી હતો. એ લોકો ટ્રેનીંગ માં હતા ત્યારે એકબીજાને ઓળખતા થયા અને ધીમે ધીમે ક્યાં મિત્રો બની ગયા એ જ ખબર ના પડી. બન્ને સાથે આર્મી મિત્રને ત્યાં મેરેજ ફંકશન એટેન્ડ કરવા જવાના હતા.
ટ્રેન માં કલાક જેવું થયું હશે.
પેલા યુવાને પાણીની બોટલ ધરી તોય પેલી છોકરીએ ના પાડી,
"મુઝે ઘર ભેજ દો."
શેખરે આંખ તીછરી કરીને તાળો મેળવવા પ્રયત્ન કર્યો કે કોણ હશે આ બન્ને?
અલગ અલગ રીતે તાળો મેળવવાનો પ્રયત્ન કર્યો પણ કંઈ જ સુઝ્યું નહીં.પણ એક વાત નક્કી થઈ કે પેલી છોકરી ઘેન માં જ છે.બીજુ છોકરી હીન્દી માં વાત કરે છે અને પેલો યુવાન ગુજરાતીમાં??? જો દૂરના સગા કેમ ના હોય?.... વાત તો માતૃભાષા માં જ વાત કરે અથવા છોકરી એજયુકેટેડ દેખાય છે એ પ્રમાણે અંગ્રેજી માં વાત કરે અને બંનેની પર્સનાલીટીનો પણ મેળ પડતો નથી અને છોકરી હજું સુધી ભાનમાં નથી આવી? હજુ સુધી કોઈ દવા પણ નથી ગળાવી?, હશે જાણવું પડશે તો જ સંતોષ થશે.
એને તાળો મેળવવા કંઈક કરવાનું વિચાર્યું અને બેગમાં ભૂખ લાગે ત્યારે મુકેલું ફૂડ પેકેટ તરત હાથમાં આવે એ રીતે મુકી દીધું પછી બારીની બહાર જોવાનો ડોળ કરતા યોગ્ય તકની રાહ જોવા લાગ્યો.
એટલામાં મારવાર જંકશન આવ્યું બહાર જઈને કાર્તિકેય ના મમ્મી પપ્પા ને હર્ષ ભેર મળીને બંને પોત-પોતાની જગ્યાએ ગોઠવાયા.
થોડીવારમાં પેલો યુવાન આવ્યો પેલી છોકરીને ચત્તી સુઈ જવા કહ્યું અને એના નાકમાં દવાના ટીપા નાખ્યા ત્યારે કાર્તિકેય અને શેખરે નોટિસ કર્યું પેલી છોકરી વધારે ઘેનમાં આવી ગઈ અને પેલા યુવાને એને હચમચાવીને બેઠી કરી અને કીધુ,
"બેસતાય નથી આવડતું? સીધી બેસ..."
પેલી બોલી,"મુઝે મમ્મા કે........" બોલતા જ ઘેનની દવાની અસર હેઠળ પાછળ સીટના ટેકા પર ઢળી પડી.
કાર્તિકેય અને શેખર એકબીજા સામે જોવા લાગ્યા..
શક ઉભો ના થાય એના માટે પેલો યુવાન બોલ્યો,
"ભગવાન શા માટે છોકરીઓ પેદા કરતા હશે? પેલાએ તો એની પાસે શું નહીં કર્યું હોય..? ભગવાન હવે હાલત સુધારે તો સારું..."
"ધ્યાન રાખશો આનું?, ગાડી ઉભી રહેવાની છે કંઈક ખાવાનું લઈ ને આવું" પેલો યુવક ત્યાંથી જમવાનું લેવા જતો રહ્યો.
કાર્તિકેય એ શેખરને કીધું "કેવું કહેવાય નહીં? કંઈ સમજાતું જ નથી."
"સેઈમ હીયર, ક્યારનો નોટીસ કરું છું, કંઈક અલગ જ લાગે છે." શેખરે જવાબ આપ્યો.
"એટલે?"
"કીડનેપ નો કેસ લાગે છે." પછી શેખરે જે જે બાબતોની અત્યાર સુધીમાં નોંધ કરી હતી એ કાર્તિકેય ને સમજાયું.
કાર્તિકેય એ પુછ્યું,"કંઈ કરવું છે?"
"મે એક પ્લાન બનાયો છે તુ ધ્યાન રાખ, પેલો આપણા કોચ નજીક આવે એટલે કહેજે."
કાર્તિકેય આગળ દરવાજા આગળ ગયો.
પ્લાન મુજબ શેખર ફૂડપેકેટ કાઢી પેલી છોકરીને જોરથી હચમચાવી અને પુછ્યું,"મમ્મી કે પાસ લે જાઉંગા લેકીન ઘર કા કોઈ ભી મોબાઈલ નંબર બોલો." એને હચમચાવા નું ચાલું રાખ્યું એટલામાં પેલી હોઠ ફફડાવતા તૂટક અવાજે નંબર બોલી.
"૯ ૯ ૨ ૫ * ૩ ૪ * ૫ *૯"
"OK" શેખરે એની જગ્યા લીધી. કાર્તિકેય આવ્યો અને શેખરને બેઠેલો જોઈને સમજી ગયો અને ફટાફટ જગ્યા લઈ લીધી.
પાછળ પેલો છોકરી જોડે વાળો માણસ આવ્યો.શેખર નાટકીય રીતે ફૂડપેકેટ ધરીને બેઠેલો.
"શું થયું?" પેલાએ પુછ્યું
"કંઈ નહીં... ખાના હૈ ખાના હૈ... બબડતી હતી એટલે આ પેકેટ ધર્યું પણ ખાતી જ નથી....એમ પણ અમદાવાદ થી કંઈ ખાધું નથી..બીમાર લાગે છે??"
"હા...બહુ...એક છોકરાએ એની જોડે...... ત્યારથી ગાંડા જેવી થઈ ગઈ છે. ચાલતો ધંધો મુકીને ગામડે મુકવા જવું છું"
વાત સાચી લાગી પણ એક વાર ફોન તો કરવો જ જોઈએ.એવુ વિચારીને શેખર ઉભો થયો.
બીજા કોચના દરવાજે ઉભા રહીને આર્મી કેમ્પમાં ફોન કર્યો,
"અરજન્ટ, આ નંબર ડાયલ કરો.વાત કરવી છે."
આ ફોન પ્રાઈવેટ નંબર પરથી લગાવવા શેખરે ઓફીસના માધ્યમનો ઉપયોગ કર્યો જેથી સામે છેડે વાત કરવા વાળા ને નંબરની જગ્યાએ **** અથવા પ્રાઈવેટ નંબર ડીસ્પલે પર દેખાય.
તરત જ ફોન ઉપડયો.
"હેલ્લો, નંબર દીખતા નહીં હૈ,આપ કોન બોલ રહે હો?"
"એક માહીતી જોઈએ છે."
ઉત્સાહ માં આવીને, "પુછો?"
"આપકે ઘર કે સભી લૌગ આપકે પાસ મૈં હૈં?"
"મતલબ, આપકો લગતા હૈ મેરી બેટી આપકે આસપાસ હૈ ના?? પ્લીઝ બતા દો,૩ દીન સે કહાં ગયી,પતા નહીં કયું અબતક વાપિસ નહીં લૌટી હૈ?"
"વો મીલી હૈ લેકીન વહા ઘર મૈં આપકે અલાવા કીસીકો પતા ન ચલે, વો બાત કા ખયાલ રખના ઔર હા નૌકર કો ભી મત બતાના કયું કી આપકી બેટી કી જાન ખતરે મેં પડ શકતી હૈ ઔર હા દો દીન ઇંતજાર કરના પડેગા."
સામેવાળા ના જવાબની રાહ જોયા વગર ફોન મુકીને શેખર પોતાની જગ્યાએ જઈને બેઠો અને કાર્તિકેય ને ઈશારો કરીને પેલો જુએ નહીં એ રીતે વોટ્સ એપ ચેટ કરતા કરતા મિશનનો પ્લાન બનાવ્યો.
કલાક રહીને પેલો ઉભો થયો અને ટ્રેન ના ટોઈલેટ ઘુસ્યો અને પ્લાન મુજબ બંન્ને પાછળ ગયા.બહાર આવવા જેવો પેલાએ દરવાજો ખોલ્યો એટલામાં પેટ ઉપર શેખરની લાત પડી પાછો ટોઈલેટ માં જઈને પડયો.અંદર જઈને શેખરે એના મોઢા પર બે પ્રહાર કર્યા કે પેલો ટોઈલેટ માં લથડાઈ પડયો. માર મારતા મારતા પુછ પરછ કરી તો આખુ ષડયંત્ર ખબર પડી કે દરેક રાજ્યોમાં થી કેટલાય લોકો છોકરીઓને પકડીને ગોરખપુર લઈ જવામાં આવે છે ત્યારબાદ ઈન્ટરનેશનલ લેવલે હરાજી થાય છે અને મોજશોખ માટે લોકો છોકરીઓને ખરીદી લઈ જાય છે.આના બદલામાં એને ૨ -૩ લાખ મળે છે પછી જેટલી રૂપાળી છોકરી હોય એટલા વધારે રૂપિયા મળે.
લોહી ઉકળી ઉઠ્યું બીજા ત્રણ-ચાર મુક્કા મારી દીધા.
અને પેલાએ જે નાકની દવા છોકરીને આપેલી એ દવા કાર્તિકેય એ એનું માથું ભીસીને પકડી રાખ્યું અને શેખરે એના નાકમાં એ દવાના ટીપાં નાખી દીધા (કેમ કે જયારે પેલા એ છોકરીનાં નાકમાં દવાના ટીપાં નાખ્યા ત્યારે શેખરને અંદાજ આવી ગયેલો કે એ બેહોશી ની દવા હોવી જોઈએ) અને પેલાને ઘેન ચડવા લાગ્યું અને એ પણ પેલી છોકરીની જેમ ઉંઘ માં આવી ગયો.ધીમે ધીમે પેલાને છોકરી જોડે ઉઘાડી દીધો ત્યારબાદ પેલાને હચમચાવી ને ઘેનમાં કયા જવાનું હતું કયા સ્ટેશન એ ઉતરવાનું? ક્યાં નંબર પર ફોન કરવાનો? કોને મળવાનું? બધુ પુછી લીધું.અને એનો ફોન લઈ લીધો.
શેખરને અને કાર્તિકેય એ વાત ધ્યાનમાં લઈને મિશન પ્લાન બનાવ્યો કે વધારે લોકો સાથે લડાઈ કરવાની થાય તો દઈને બીજા આર્મી મિત્રોની મદદ લેવાનું નક્કી કર્યું.
પેલો છોકરીને લઈને ગોરખપુર રેલ્વે સ્ટેશન ઉતરીને પાછળ માલગાડીના ગોડાઉનના ભાગમાં જઇ સંજયભૈયા ને ફોન કરવાનો હતો.
બરાબર બે કલાક બાદ ગોરખપુર સ્ટેશન આવવાનું હતું.એક U.P. police માં ફરજ બજાવતાં પોલીસ મિત્રનો પણ કાર્તિકેય એ સંપર્ક કરી દીધો હતો.
ગોરખપુર રેલ્વે સ્ટેશન આવ્યું.
પેલો યુવાન પણ ભાનમાં આવવા લાગ્યો હતો એને લઈને કાર્તિકેય આઇ.ડી કાર્ડ ના જોરે રેલ્વેના બંધ વખારમાં પહોંચ્યો.બધો સામાન પણ પહોંચાડી દીધો.
આ બાજુ ગોરખપુર સ્ટેશન પર ઉતર્યા પછી શેખર એ બાળકીને લઈને રેલ્વે સ્ટેશન ના છેલ્લા પ્લેટફૉર્મ પર જ્યાં માલગાડીનો સામાન ઉતરે એ ભાગમાં શેખર પહોંચ્યો અને કીડનેપર એ ઇન્ફોર્મેશન આપી એ પ્રમાણે હાથના કાંડા પર રૂમાલ બાંધી ને ઉભો રહયો .ધીમે રહીને ત્રાસી આંખે આજુબાજુ માં નજર નાખી લીધી. પેલા માણસે કીધું એમ એક જણની રાહ જોવાની હતી અને સામે બાળકોને લેવા આવનાર માણસને એક હાથના કાંડા પર હાથરૂમાલ બાંધી રાખવાનો હતો પણ કાર્તિકે આ મિશનમાં સાથ આપવાની હા પાડી અને કાર્તિકે પેલા કીડનેપરની જોડે જ બેઠો હતો એટલે જેવી ખબર પડે કે એને ખોટી ઇન્ફોર્મેશન આપી છે એટલે એ કીડનેપરનો ખેલ ખલાસ......
આના માટે લોકલ પોલીસ નો સાથ લેવામાં તકલીફ ઉભી થાય એમ હતી કેમ કે ભારત આખાના કીડનેપ થયેલા બાળકોને એકવાર અહીં ભેગા કરવામાં આવતા હતા એનો મતલબ એવો નીકળે કે ગોરખપુરથી કીડનેપ કરવામાં આવતા બાળકોનું સંચાલન થતું અને આટલા મોટા ષડયંત્રનુ સંચાલન કરવું લોકલ પોલીસના સપોર્ટ વગર શકય નહોતું.
એટલામાં ભીખારી જેવો લાગતો એક પુરુષ ચાલતા ચાલતા ગોડાઉનમાં પ્રવેશ્યો. ધ્યાન જ ના આપ્યું એના પર કેમ કે એ અદ્દલ રેલ્વે સ્ટેશન પર ભીખ માગતા ભીખારી જેવો જ લાગતો હતો એટલામા એ નજીક આવ્યો,
"ભગવાન કે નામ પે કુછ દે દે બાબા."
"કુછ નહીં હૈ નીકલ યહા સે"
"ભગવાન કે નામ પે કુછ દે દે બાબા."
"દીમાગ ખરાબ મત કર મેરે ભાઈ લે પકડ ૧૦ રુપિયા ઔર આગે જા" નજર આજુબાજુ કંઈક શોધી રહી હતી.
"હા હા હા ક્યાં એકિટંગ કર દી મૈને? તુને તો મુઝે ભીખારી માન હી લીયા"
જોરદાર ઝટકો લાગ્યો શેખરને, ધારણા એવી હતી કે આવશે ગાડી કે રીક્ષાવાળો પણ આ તો ભીખારી પણ નોટીસ કર્યું ત્યારે ખબર પડી ભીખારીનો દેખાવ તો ઉભો કરેલો હતો બાકી આ ષડયંત્રની ની એક કડી હતી.
"કયા ફટકા લડકી લેકે આયા હૈ તું,યે વાલી તો દુબઈ જાયેગી દેખના યે અગર બીકી તો દસ લાખ સે કમ નહીં મીલેગા."
એટલામાં આગળની કડી સુધી પહોંચવા શેખરના મનમાં એક પ્લાન ધડાઈ રહ્યો હતો.
"દેખ,યે માલ ઉઠાને મૈં બહુત લફડા હુઆ હૈ, મે ખુદ ઈસકા દસ લાખ લેગા ?"
"આ ગયા દસ લાખ લેને, જૈસે હર બાર ઐસા બધીયા માલ લૈકે આતા હૈ ઐસે બાત કર રહા હૈ"
"બોલાના દસ લાખ ચાહીએ મતલબ ચાહીએ. અભી તક તીન ગુના પૈસા ઘુસ ગયા હૈ ઈસે ગુમ કરને કે લિયે ઔર વાપીસ જાકે પુલીસવાલો કો ખીલાના પડેગા વો અલગ...."
"નહીં માનેગા તુ?"
"બિલકુલ નહીં."
"બોસ સે મીલના પડેગા."
"તૈયાર હું."
"એક બાર સોચ લેના..... યે વન વે હૈ...તેરી ટીકટ ભી કટ શકતી હૈ.."
"મીલ લેંગે સા'બ અગર સહી દામ નહી મીલા તો અખ્ખા જીંદગી જેલ મૈં કાટના પડેગા. ઔર સાલા આજ કી પુલીસ સે બચકે રહેના છોટા કામ થોડીના હૈ"
"સાલા તુમ ગુજરાતી ઓ કા હીન્દી માશા અલ્લાહ હૈ, મઝા આ ગયા ચલ મીલવાતા હું અપને બોસ સે"
બોસને મળતા પહેલા એનું નામ વાતચીતમાં સંજયભૈયા છે એ ખબર પડી.
થોડીવાર પછી શેખર અને સંજયભૈયા એક રૂમમાં બેઠા હતા. અહીં બિલ્ડીંગ નું નામ "વિલાશ ગ્રુપ ઓફ હોટલ" એવું આપેલું હતું.
૬થા માળ પર ઓફિસ બનાવેલી હતી.એકથી પાંચ માળનું કન્સ્ટ્રક્શન ધાબા ભરીને રોકી દેવામાં આવ્યું હતું અથવા તો ખોટા ધંધા કરવા જાણી જોઈને રોકી દીધેલું હતું.
૧ થી ૫ માળ સુધી સીડી પર અને બહારની સાઈડમાં કેટલાંય લુખ્ખા તત્વો પહેરેદારી કરતા હતા પણ શેખર માટે આ રોજનું હતું.
કોઈ ને શક જાય એમ નહોતો કેમ કે આર્મી વાળાના બોડી દેખાવે સામાન્ય હોય પણ બહું ફોલાદી હોય એવું જ શેખર નું બોડી સ્ટ્રકચર હતું. ઉપરથી પેલા કીડનેપરના કપડા પહેરેલા હતા. આ બાજુ કાર્તિકેય એ રેલ્વે સ્ટેશન પર આઈડી કાર્ડ બતાવીને એક વખારમાં શેખર પાસે નક્કી થયા મુજબ બીજા આવી શકે એવા બે સાથી આર્મી મિત્રોને બોલાવી લીધા હતા.અને એમના સાથી મિત્રોએ બીજા મિત્રોનો સંપર્ક કરીને રેલ્વે સ્ટેશન એ બોલાવી લીધા હતા.
ઓફડયુટી હોવાથી હથિયાર સાથે રાખવાની પરમીશન ન હતી માટે આર્મી વાળા હતા છતાં ય બધા હથિયાર વિહોણા હતા.
આ બાજુ સંજયભૈયા અને શેખર ની ઓફીસમાં બોસની એન્ટ્રી થઈ. ૬ ફુટ હાઈટ વ્હાઈટ ઝભ્ભો, ગળામાં સોનાની ચેઈન..
સંજયભૈયા એ ફોન પર વાત કરી એટલે બધી ખબર હોવાથી પેલા લુખ્ખા કહેવાતા બોસ એ ઈશારો કર્યો અને ઉભા થઈને એની પાછળ ગયા એ ધાબા પરના રૂમમાં લઈ ગયો.
શેખર નું લોહી ઉકળી ઉઠ્યું પોતાની જોડે આયેશા કરતાં પણ સુંદર દેખાતી બીજી ૨૦-૨૨ જેવી છોકરીઓ કેદ કરેલી હતી.
"યે સબ લડકીઓ કે બદલે મેં હમેં દસ લાખ મીલતા હૈ ઔર તું એક લડકી કા દસ લાખ માંગતા હૈ?"
"ભાઈ બહુત બડા લફડા હોને વાલા હૈ યે લડકી કે પીછે....ઈસીલીયે ઇતના માગ રહા હૈ"
"થોડી દેર બૈઠ અલગ સે તેરે કો તીન લાખ દેતા હું નીકલ યહાં સે.....એક રૂપિયા ભી જયાદા નહીં મીલને વાલા સમજા ના"
"ભાઈ કુછ ખાના પડેગા,યે સાલી કી વજહ સે કુછ ખા ભી નહીં પાયા."
"ઠીક હે,સંજય ઉસે જો ખાના હૈ વો ખીલા દે બાદ મેં યહા સે પેમેન્ટ લેકે ઉસકો દફા કર દે."
સંજયભૈયા ને તો કોઈ પણ રીતે શક જાય એવી ભૂલ કરી જ નહોતી પણ હવે એ પ્લાન બનાવવાનો હતો કે બધી છોકરીઓને કેવી રીતે બચાવી શકાય??
એટલામાં એક જોરદાર પ્લાન ઘડાઈ રહ્યો હતો.
સમય ઓછો હતો એટલે જેમતેમ કરીને પ્લાન અમલમાં મુકવાનું નક્કી કરી લીધું.
જમતા જમતા શેખરે પૂછ્યું,"યે અચ્છે ઘર કી લડકીઓ કો આપ કૈસે સેટ કરતે હો?"
"મતલબ?"
"મતલબ અગર યે લડક બીક ગઈ લેકીન વો ઉસે ખરીદને વાલે કો ખુશ રખે ઉસકા ક્યાં ગેરન્ટી?"
"સાલા તેરા દીમાગ ઈતના લંબા ચલેગા વૌ તો મેને સોચા ભી નહીં થા.? ઉસમેં ઐસા હોતા હૈ કી હમ લોગ ઉસે તબ તક મારતે-પીટતે રહે જબ તક વો તૈયાર ના હો જાયે?"
એટલામાં સંજયભૈયા પર ફોન આવ્યો અને ખુશ થઈ ગયો.
"ઔર એક લડકી સ્ટેશન પે આ ગયી હૈ તુ ખાના ખા મૈં આયા.."
હવે સામેથી તક મળી છે તો જતી નથી કરવી.
જેવો સંજયભૈયા નીકળ્યો એવો શેખરે કાર્તિકેય ને મેસેજ કર્યો,
"1 ko hi nahi 22 ko bachana hai aur 23 vi ladki ko lene wo platform pe gaya hai.back up ready hua?"
"ha 4 fauji aur ek armed police frd saath mei h"
"50 se jyada logon ke samne ladna padega. kya karna hai?...mission pura karna hai ya high comnand ko information deke yahaan se nikal jana hai."
"sab log taiyar hai..marna bhi kyu na pade?"
"ok, plan batan raha hun...
6 floor ki building hai..
6th floor pe ladkiya hai,
mei 6th floor se ordar du tab tum ghus jana aur sab ko mar mar ke 6th floor pe aa jaana, kyu ki ladkiyo ke seer pe gun rakhke wo log hume blackmail kar sakte hai..aur ha 22 ladkiyo ko le jaa shake aisa bada vehical manage kar lena.....clear?
"yes"
"live location send kar diya."
"got it."
"follow me.."
"ok"
કાર્તિકેયનો રીપ્લાય વાંચી શેખરે ફોન ખીસ્સામાં મુકીને જમવા લાગ્યો. આ બાજુ આર્મી કેમ્પમાં ફરજ બજાવતા એક મિત્ર એ લોકલ મીલેટ્રીનો કોન્ટેક્ટ કરી બેકઅપ મંગાવી લીધો કેમ કે ૨૨ છોકરીઓને સુરક્ષિત જગ્યાએ લઈ જવા કોઈ સાધન મળ્યું ન હતું.
૧૫ મીનીટ જેવી થઈ હશે ત્યાં સંજયભૈયા એ રીક્ષા માં બેઠા બેઠા થી બુમ પાડી અને જોડે રીક્ષા માં બેસવાનો ઈશારો કર્યો.
થોડી જ વારમાં "વિલાસ ગ્રુપ ઓફ હોટેલ" પાસે પહોંચી ગયા.
નીચેથી ખબર પડી એટલે સીડી ચડતા ચડતા ૬થા માળે પહોંચ્યા.આ બાજુ લોકેશન ફોલો કરતા કરતા કાર્તિકેય,બીજા ચાર આર્મી મિત્રો અને એક પોલીસકર્મી કુલ છ જણ "વિલાસ ગ્રુપ ઓફ હોટેલ" થી થોડે દૂર શેખરના ઓર્ડર ની રાહ જોતા હતા.
સંજયભૈયાએ પેલી છોકરીને બીજી બધી છોકરીઓ ના રૂમમાં ધક્કો મારીને હડશેલી.
આ બાજુ શેખરે ૬થા માળની જે બાજુ એની ૬ જણની ટીમ ઉભી હતી એમને એટેક કરી દેવાની સાઈન કરી.
થોડીવાર માં તો યુધ્ધ ચાલુ થઈ ગયું.ત્રણ જણ પાછળથી આવતા લોકોને મારી ને પાડે અને કાર્તિકેય સાથે બીજા બે જણા આગળ રહીને સુકાન સંભાળે.
એમાં ય પોલીસવાળા એ બે Riot Shield ની પણ વ્યવસ્થા કરેલી એટલે જયારે મોટી સંખ્યામાં જયારે એ લોકો એટેક કરતા અથવા વજનદાર વસ્તુ ઓના ઘા કરતા ત્યારે Riot shield બચવા માટે ખુબ ઉપયોગી થઈ રહેતું. અને જે લુખ્ખાઓ પર એટેક કરે એનો હાથ અથવા પગ તોડીને જ આગળ વધતા.
એમાં પણ ૨૨ થી વધારે છોકરીઓ ની હરાજીની વાત ખબર પડી ત્યારથી બધા નું લોહી ઉકળી ઉઠ્યું હતું. જેને લીધે એમના પ્રહાર એટલા ખુન્નસથી થતા હતા કે એકવાર પ્રહાર કર્યા પછી કોઈ ને હોંશ રહેતો ન હતો.
લોકલ લુખ્ખાઓ હતા એટલે કોઈ ની પાસે બંદૂક જેવા હથિયારો ન હતા.લાકડી પાઈપ જેવા હથિયારો હતા જેને પહોંચી વળાય એમ હતું.અને આર્મી ની ટ્રેનીંગ મુજબ આગળ વધતા જતા હતા.
સંજયભૈયાએ બુમ પાડી,"કહાં ગયી વો નયી લડકી?,સાલા પુરા સ્ટીન્ગ ઓપરેશન કી વજહ વહી હૈ.."
એ રૂમમાં ગયો અને પેલીને છરો કાઢીને ઘા કરવા જતો હતો ત્યાં જ શેખરે એનો છરાવાળો હાથ પકડીને પ્રહાર કર્યો.અને છરો હાથમાંથી ઝુંટવી લીધો.
સંજયભૈયા બઘવાઇ ગયો અને શેખરે એને બીજી બે ફટકારી એટલામાં આજુબાજુ પહેરેદારી કરતા બીજા બે લુખ્ખાઓ આવ્યા એટલે પેલા લોકોને ગભરાઈ નાખવા શેખરે વજન ઉચકીને દોડવાની લીધેલી ટ્રેનીંગ નો લાભ લઇ સંજયભૈયાને ઊંચકી ને પેલા લોકો બાજુ છરો લઈને દોડયો અને એમને છરાના ઘા કર્યા એટલામાં જેટલા લુખ્ખાઓ રસ્તા માં આડા આવ્યા એટલા લોકોને મારતા મારતા બાકીની ટીમ પણ છઠ્ઠા માળે પહોંચી ગઈ. હવે પેલો છ ફૂટ ઉચી કાયા વાળો બોસ આવ્યો. "સાલે, ગદ્દારી કર દી તુને હમારે સાથ."
કહીને તમંચો શેખર બાજુ ધરીને સ્ટરીગર દબાઈ પણ ગોળી શેખરને વાગે એ પહેલા પહેલી હરોળનો સૈનિક કમ મિત્ર કાર્તિકેય Riot Shield વડે કવર કરતા શેખર અને બોસની વચ્ચે આવીને ઉભો રહ્યો અને ગોળી Riot Shield પર વાગી.શેખર બચી ગયો.કાર્તિકેય તરત ઘોડાની ઝડપે Riot Shield આડું રાખીને બોસ બાજુ દોડયો અને પેલા બોસની બંદુક માંથી બીજી ગોળી છુટે એ પહેલા બોસને Riot Shield વડે નીચે પાડી દીધો.
એક કલાક સુધી લડત આપ્યા બાદ આર્મી બેકઅપ આવી ગયો.
હવે શેખર, કાર્તિકેય અને બીજા સાથીઓ ભાગી ના જાય એટલે એ પચાસેક લોકો પહેરો ભરીને અલગ અલગ વજનદાર લોખંડની પાઇપ,રોડ જેવા હથિયારો લઇ ને ઉભા હતા કેમ કે બહાર છટકવા માટે એક જ દરવાજો હતો.પણ તાલીમબદ્ધ આર્મી બેકઅપ ના જવાનો એ પચાસેક જેટલા લુખ્ખાઓ પર તુટી પડયા,ઓલરેડી એમના હાલ કાર્તિકેય અને ટીમે ખરાબ કરેલા હતા હવે તો એ લોકો જીવ બચાવીને ભાગવા માંગતા હતા.
થોડી વારમાં બે સૈનિકો ઉપર આવ્યા અને બધાને મીલેટ્રીની ગાડી માં બેસવા કહ્યું.
અમુક છોકરીઓ બેહોશ હતી એમને કંધા પર ઊંચકીને મીલેટ્રીની ટ્રક જેવી ગાડીમાં બેસાડીને આર્મી કેમ્પ બાજુ ગાડી મારી મુકી સાથે પેલા બોસ અને સંજયભૈયા ને બાંધીને લઈ ગયા.
શેખર અને એની ટીમે આર્મી ની છાવણીમાં જઈને રીપોર્ટ આપ્યો, અને
ઓફડયુટી હોવા છતાં પણ કાયદો હાથમાં લેવાની મજબુરી જણાવી અને મદદ માટે આભાર માન્યો.
ત્યાર બાદ પેલી છોકરીઓના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા અને ઘરે પહોચાડવા માટે કાયદાકીય પ્રોસેસ ચાલુ કરવામાં આવી.
મેજરે છાવણીમાં બધાને ભેગા કરી જે રીતે નિશસ્ત્ર રહીને સામાન્ય રીતે મીશન પાર કર્યું એના માટે સમગ્ર ટીમને શાબાશી આપી.અને આર્મી મિત્રના લગ્નમાં જવા સરકારી જીપની વ્યવસ્થા કરી આપી.
કીડનેપ થયેલી છોકરીઓ માં એક છોકરી શેખરના સમાજની હોવાથી એની સાથે શેખર ની એન્ગેજમેન્ટ થઈ.
છ મહીના પછી પ્રધાન મંત્રી ના હસ્તે ટીમને "પરમવીર ચક્ર" નો ખિતાબ આપવામાં આવ્યો.
સમાપ્ત
જય હીંદ