Vasudhaiv Kutumbakm books and stories free download online pdf in Gujarati

વસુધૈવ કુટુમ્બકમ

શિર્ષક :- વસુધૈવ કુટુંબકમ

દીકરીના લગ્નની એક જગ્યાએ વાત ચાલી રહી હતી અને બંને તરફથી હા જ હતી પણ દીકરી ને ત્યાં લગ્ન નહોતા કરવા એટલે જમતા જમતા મમ્મી પપ્પાના દેખતા બળાપો કાઢ્યો, "મારે આ ઘરમાં લગ્ન નથી કરવા..... મારી વાત સમજો, સાસુ સસરા એમાંય વળી સસરાના મમ્મી-પપ્પા જીવતા છે, એમની તબિયત સારી નથી જ્યાં સુધી આ લોકો હોય ત્યાં સુધી મારે વૈતરા જ કરી ખાવાના.....?"

મમ્મી હાકારો પુરાયો,"વાત તો દીકરી ની પણ સાચી છે."
પપ્પાએ ઈશારો કરી ભાત અને દાળ પીરસવા કહ્યું મમ્મીએ ભાત અને દાળ આપ્યા.
પપ્પાએ જમતા જમતા જ કહેવાનું શરૂ કર્યું,
"એકલા રહેવાનું તો કોને ના ગમે બેટા,
મરજી થાય ત્યારે ઉઠવાનું, મરજી થાય ત્યારે ફરવા નીકળવાનું, વેલેન્ટાઈન ડે, બર્થ ડે ,એનિવર્સરી વગેરે સેલિબ્રેટ કરવાનું પણ વડીલો સાથે રહેવાનો એકસાથે જમવા બેસવાનો પણ ફાયદો છે, પપ્પા અને દાદા પાસેથી આપણને ભૂતકાળના સારા-ખરાબ અનુભવો સાંભળવામાં પણ આપણને ખબર ના હોય એવી રીતે આપણું ઘડતર થાય છે.જેમકે મારો દાખલો આપું તો લગ્ન પછી હું અવાર-નવાર તારી મમ્મીના પિયરમાં જતો હતો એમાં વાત વાત માં તારા નાની મને કહેતા કે પોતાનું એક ઘર અને ગાડી હોવી જ જોઈએ. હુ કામમાં સારું એવું કમાયેલો મેં પણ મનથી નક્કી કરી લીધું હવે ઘર અને ગાડી લઈ લેવી જોઈએ. પણ આપણા ઘરમાં કોઈપણ વસ્તુ ખરીદતા પહેલા જમવા બેસીએ ત્યારે ચર્ચા કરવી જરૂરી હતી એટલે મેં ઘરે આઈને જમતા જમતા મમ્મી પપ્પા ને આ વાતની રજૂઆત કરી. એમને કીધું,"તારી સાસરીવાળા તારા માટે બહુ સારું વિચારે છે પણ એમને આપણા ઘરમાં દખલગીરી ન કરવી જોઈએ,ભવિષ્યમાં આવનાર ખર્ચાઓ વિશે વિચારીને આપણે અત્યારથી પ્લાનિંગ કરવું જોઈએ. એક કામ કર બચત કરી કરીને પૈસા ભેગા કર પછી ગાડી લે ,અત્યારે લોન લેવાની એવી કોઈ જરૂર નથી."......મારું મન પણ એવું જ માનતું હતું કે અત્યારે આવા ખોટા ખર્ચા કરવાની કંઈ જરૂર નથી" મે પૈસા ભેગા કરવાના ચાલુ કર્યા. દોઢેક વર્ષ પછી તારા જન્મ માટે તારી મમ્મીને હોસ્પિટલમાં એડમિટ કરવાની વાત ચાલતી હતી ત્યારે તારા નાનીએ એવું કીધું કે "મારી દીકરીની પ્રાઈવેટ હોસ્પિટલમાં જ ડીલીવરી થવી જોઈએ, ગવર્મેન્ટ માં ડોક્ટરોના ઠેકાણા નહીં", તમે નહીં માનો એ વખતે ગાડી અને ઘર લેવા માટે જે પણ બચત કરેલી એના અડધા રૂપિયા તો હોસ્પિટલમાં જ ખર્ચ થઈ ગયા ,જો ગાડી ઘર લીધું હોત તો? એ વિચાર માત્ર થી મને કંપારી છૂટી ગઈ.મનોમન નક્કી કરી લીધું ગમે ત્યારે ગમે તેવો ખર્ચ આવી શકે છે માટે એ જ સમયે ઘર અને ગાડી લેવાનો વિચારને માંડી વાળ્યો, તારા માનવામાં નહીં આવે એ વખતે મે ઘર ગાડી લેવાના ૫,૦૦,૦૦૦/- રૂપિયા બેંકમાં ફિક્સ ડિપોઝીટ કરી ત્યારે આજથી ૪ વરસ પહેલા ૨૦ વર્ષની પાકતી મુદતે ૪૦ લાખ રૂપિયા થયા, જ્યારે બેટા તારુ ડોક્ટરી માં એડમિશન લેવાનું હતું ત્યારે ૩૫ લાખ રૂપિયા donation જે આપ્યું એ આ જ હતું, donation ભરતી વખતે પણ મને વિચાર આવ્યો કે જો ઘર અને ગાડી લીધી હોત તો અત્યારે પણ ઘર અને ગાડી ના હપ્તા ભરતા હોત તો તારુ ડોનેશન કેવી રીતે ભરી શકત? તું ડોક્ટર કેવી રીતે બનત?આ વિચારે મને રીતસરનો ધ્રુજાવી મુકેલો, જો મારા મમ્મી પપ્પાએ એ મને ટોક્યો ના હોત તો તુ ડોક્ટર ના બનત. એમ પણ તારા ભાવિ સાસુ-સસરા બહુ સોશિયલ છે અને મારા માનવા પ્રમાણે મારા કરતા પણ ઊંચી વિચારધારા ધરાવે છે તને હું તું જન્મી ત્યારથી ઓળખું છું મને લાગે છે આ ઘર તારા માટે બધી રીતે યોગ્ય છે."
દીકરી સમજી ગઈ,"હવે હું આ ઘરમાં જ લગ્ન કરીશ,......થેન્ક યુ પાપા....તમે મારી આંખ ઉઘાડી."

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED