અતિ સર્વત્ર વર્જયેત્ VIKAT SHETH દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અતિ સર્વત્ર વર્જયેત્


એક સંસ્કૃત કહેવત છે,
'अति सर्वत्र वर्जयेत्'

અર્થ : અતિરેક નુકશાનકારક સાબિત થાય છે પછી એ કંઇ પણ કેમ ના હોય....?

સારાંશ :

દરેક વ્યક્તિ માટે એના સંજોગો-પરિસ્થિતિ પ્રમાણે એના દુઃખ નો પ્રકાર અલગ-અલગ હોય છે એમાંય વળી અમુક દુઃખોનું કારણ વ્યક્તિ પોતે જ હોય છે.
રસ્તા ઉપર રહેતા લોકોને ઘરની જરૂરિયાત હોય છે,ઘરમાં રહેતા લોકોને ગાડી,ફ્રીજ,ટીવી,એર કન્ડિશનર અથવા તો મોટા મકાન ની જરૂરિયાત હોય છે,ધંધો કરતાં લોકોને એક સારી ઓફીસ ની જરૂરિયાત હોય છે, ઓફિસવાળા પોતાને કષ્ટ ન પડે એએ માટે સારા સ્ટાફની જરૂરિયાત હોય છે.આ જરૂરિયાત ઉપર જ્યારે પૂર્ણવિરામ મુકાઈ જાય ત્યાર પછી ઇચ્છાઓ-સપનાઓનો દોર ચાલું થાય છે, જેમાં પોતાનું એક ફાર્મહાઉસ હોવાનું સપનું જોઈએ, વિદેશ યાત્રા પર જવાની ઈચ્છા હોય, મનગમતા ફંકશનો કરવાની ઈચ્છા હોય, સંતાનો સારામાં સારી સ્કુલમાં- કોલેજોમાં ભણે, મોંઘા મોંઘા ટ્યુશન ક્લાસીસોમાં શિક્ષણ લેવા જાય, મોંઘામાં મોંઘી ગાડી લાવી આપવાની ઇચ્છા...........આ બધું પોતાની જાતે જ ઉભું કરેલું અદ્રશ્ય પ્રકારનું દુ:ખ છે.

અમુક ઉદાહરણ આપની સમક્ષ રજુ કરું છું જેનો અતિરેક નુકસાનકારક,કષ્ટદાયક અને અસહનીય સાબિત થશે.

૧)અતિપ્રિય વસ્તુ:
જેની પાછળ કરેલ સમય અને મૂડીનું નુકસાન તમે ભવિષ્યમાં તકલીફ ભોગવતા હશો ત્યારે સમજાશે અને તમને અનહદ પસ્તાવો થશે),

૨)મનપસંદ વ્યક્તિ :
મનપસંદ વ્યક્તિની ગેરહાજરી તમને માનસિક રીતે બહુ દુઃખી રાખે છે, તમને કંઈપણ કરતાં રોકી રાખે છે,તમારી પ્રગતિ અટકાવે છે અને જો ભવિષ્ય માં અણબનાવ થશે અને તમારી વચ્ચે અબોલા થઈ જશે તો એના માટે જિંદગીમાં બહુ બધુ જતું કર્યાં નો આક્રોશ તમને સતત બેચેન રાખશે અને અમૂલ્ય જીવન માટે નફરત થઇ જશે એ તો અલગ જ....

૩)ઊંચી મહત્વકાંક્ષા:
જ્યારે તમારી કોઈ મહત્વાકાંક્ષા નો અતિરેક થઈ જાય ત્યારે તમે વર્તમાનમાં જીવતા નથી. તમે જાતે જ તમને ચાહવા વાળા લોકોને ખોઈ બેસો છો અને જ્યારે મહત્વકાંક્ષા પૂરી થશે ત્યારે તમે જે મહત્વકાંક્ષા પૂરી કરવા માટે પુરુષાર્થ કર્યો હતો એનો આનંદ લેવા સક્ષમ નહિ હોવ અથવા તમારી જોડે સમય નહીં હોય અથવા તમારી સફળતાને બિરદાવવા વાળું કોઈ નહિ હોય.

અને જો..... એ મહત્વકાંક્ષા પૂરી ના થઈ તો ભવિષ્યમાં "બહુ મહેનત કરી પણ કોઈ શ્રેય ના મળ્યો આના કરતા પુરુષાર્થ ના કર્યો હોત તો સારું?"જેવી પોતાની જાત માટે ધૃણા જરૂર થશે. એક લેટેસ્ટ દાખલો આપું હમણાં હમણાં એક મોટી બ્રાન્ડ CCD ના માલિકે આત્મા હત્યા કરી એની પાછળ મુખ્ય કારણ ધંધામાં પ્રગતિ કરવાની મહત્વાકાંક્ષા જવાબદાર હતી, એ સિવાય વર્લ્ડ સ્ટાર માઈકલ જેકસનના મૃત્યુ પાછળ જવાબદાર વસ્તુ એના લુક માં કોઈ બાંધછોડ ના થાય તે માટે એને કરાવેલી સર્જરીઓ અને ઉંમર ના દેખાય એ માટે અવારનવાર લીધેલા ડ્રગ્સ જવાબદાર હતા.
આ તો બધી મોટા માણસની વાત થઈ પણ સામાન્ય માણસ કે જે ૪૦ વર્ષની ઉંમર થાય ત્યાં સુધી માત્ર ને માત્ર મનગમતુ ઘર, મોબાઈલ, ફ્રીજ, ટીવી, ટુ વ્હીલર, ફોર વ્હીલર વિગેરે માટે તનતોડ મહેનત કરતો રહે છે અંતે જ્યારે આરામ ફરમાવવાનો સમય આવે છે ત્યારે તેની શારીરિક કાર્યક્ષમતા ઘટી જાય છે એ વખતે એની પાસે બચત જેવું કઈ હોતું નથી અને એના માટે અને નાછૂટકે દોડવું પડે છે એ વખતે એને બહુ પસ્તાવો થાય છે. ઘણા લોકો તો કમાવવાની લાલચમાં પોતાની જોડે હોય એ પણ ગુમાવી બેસે છે. સાહસ કરવું બહુ સારી વસ્તુ છે પણ સક્ષમ રહીને ગણતરીપૂર્વકનું સાહસ કરવું એ બહુ સાચી વસ્તુ છે.

૪)કોઈના પર ઊંચો વિશ્વાસ:
આનો અર્થ કોઈને સીધેસીધો નથી સમજાતો.
આનો અર્થ ત્યારે જ સમજાશે જ્યારે કડવો અનુભવ થશે.

૫)વધારે પડતું જ્ઞાન:
જ્ઞાન બહુ સારી વસ્તુ છે પણ જ્ઞાનનો અતિરેક ને લીધે તમે સામાન્ય માણસો સાથે હળી મળી શકતા નથી અને એ લોકો ને તમે તુચ્છ સમજો છો, લોકો પણ તમને જ્ઞાની સમજી તમારી સાથે નિખાલસતાથી વાત કરી શકતા નથી અને તમારી જિંદગી બંધ ઓરડામાં જીવવા જેવી થઈ જાય છે.

શાંતિથી વિચારજો મારા મિત્રો- અત્યારે તમને એમ થતું હશે કે મને ખબર પણ ના પડી..... કે મારી આટલી ઉંમર થઈ ગઈ?
ભવિષ્ય ની ગણતરી અત્યારથી નહિ કરો તો બાકીની ઉંમર પણ આવી રીતે નીકળી જશે.
એના માટે બહુ વાંચવામાં આવેલું સરસ વાક્ય છે એ રજૂ કરુ છું.

"પ્રાપ્ત છે એ જ પર્યાપ્ત છે, આ એક જ લીટી માં સુખ નો સાર છે." (જેને લખ્યું છે એને ખૂબ ખૂબ ધન્યવાદ)

જેની પાસે ઓછું છે ને? એને કોઈ પણ સુખી કરી શકે છે
પણ જેને ઓછું પડે છે ને એને ઈશ્વર પણ સુખી કરી શકતો નથી.