શ્રી વશિષ્ઠ નારાયણ અને શ્રી દેવી Ca.Paresh K.Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

 શ્રી વશિષ્ઠ નારાયણ અને શ્રી દેવી

#ચાર્ટડ ની ઓડીટ નોટ્સ#

#CA.PARESH K.BHATT#

-: શ્રી વશિષ્ઠ નારાયણ અને શ્રી દેવી :-

જે રાષ્ટ્ર માં જૂતા ને ચપ્પલ શો રૂમ માં વહેચતા હોય અને પુસ્તકો માટે સ્ટોલ કરવા પડે કે લારીમાં વેચાય ત્યારે જ્ઞાની માણસ ઉકરડામાં મૃત્યુ પામે ને નટીઓ દારુ પીય ને ફાઈવ સ્ટાર હોટલ માં મૃત્યુ પામે તો પણ તેને રાષ્ટ્રીય સમ્માન સાથે સ્વર્ગ માં કે નર્ક માં વળાવવા માં આવે એમાં કોઈ નવાઈ પામવા જેવું નથી . કારણ જે રાષ્ટ્ર માં જ્ઞાન ની પૂજા ભુલાતી જાય ને નટ નટીઓ ના મંદિરો બંધાતા જાય તે રાષ્ટ નો જ્ઞાની માણસ ઉકરડા માં જ મૃત્યુ પામે તેની રાજ્સતા નોંધ પણ ન લે એવું બને. આપણે માં સરસ્વતી નું પૂજન કર્યા પછી જ દરેક સ્કુલ માં શિક્ષણ શરુ થાય છે અને અમેરિકા આપણા કરતા અનેક ગણું ભોગવાદી હોવા છતાં જ્ઞાન ની કિંમત તો એ લોકો જ કરે છે . આપણે તો ગાય હોય કે માતા-પિતા વસૂકી જાય એટલે તેને પણ તરછોડી દઈએ છીએ ને પછી ઉકરડે મૃત્યુ પામતા મળે ત્યારે ફાઈવ સ્ટાર હોટલ માં બેસણું રાખતા પણ શરમાતા નથી . વશિષ્ટ નારાયણ જેવી મહાન ગણિતજ્ઞ હસ્તી નો મૃતદેહ ઉકરડા માં થી મળે તે પણ સરસ્વતી ને પૂજતા દેશ માં ! અહો આશ્ચર્યમ જ ને !

જોન નેશ અમેરિકા ના ગણિતજ્ઞ અને વશિષ્ઠ નારાયણ ના સમકક્ષ કહી શકાય. રોકેટ લોન્ચિંગ વખતે નાસા નું કોમ્પુટર બંધ પડે ત્યારે વશિષ્ઠ નારાયણ પોતે જાતે ગણતરી કરે અને જયારે કોમ્પુટર સરખું થાય ત્યારે બન્ને ની ગણતરી ઓ ને પરિણામ એક સરખુ જોવા મળે ત્યારે એ કેટલા જીનીયસ હતા તેનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ સામે આવે . જોન નેશ ને નોબલ પારિતોષિક મળે . જોન નાશ અને વશિષ્ઠ નારાયણ બન્ને સ્કીત્ઝોનીફેનીયા થી પીડાય . બન્ને વ્યક્તિ ની બુદ્ધિ અને દર્દ સરખા પણ ભોગવાદી અમેરિકા એ તેનું બુદ્ધિ પૂજન કરી ને તેને મૃત્યુ સુધી સંભાળ્યા જયારે સરસ્વતી ના પૂજક એવા આપણે આવા બુદ્ધિ ધન ને ઉકરડે મૃત્યુ પામવા મજબુર કર્યું તેમની સાર સંભાળ લેવા માટે કોઈ જ આગળ ન આવ્યું અરે તેમના મૃત્યુ ની પણ નોંધ ન લેવાઈ જયારે શ્રી દેવી જેવી એક નટી ને રાજકીય સમ્માન સ્મશાને લઇ જવાય અને સાથે સાથે આપણે તેના મૃત્યુ નું લાઈવ પ્રસારણ મીડિયા માં આખો દિવસ જોઈએ . જયારે વશિષ્ટ નારાયણ જેવી વ્યક્તિ ની ટીવી ખાસ નોંધ પણ ન લે અને લે તો પણ એક એકસીડન્ટ ના સમાચાર ની કલીપ ની જેમ ઉડતી નોંધ લેવાય .

ત્યારે ખરેખર વિચાર માંગી લે એવી વાત છે કે જ્ઞાન પૂજન ની વાતો કરતા દેશ માંથી જ આજે સૌથી વધુ Brain Drain થાય છે એ શા માટે ? શું આટલી ભણેલ ગણેલ વ્યક્તિ ને રાષ્ટ્ર માટે પ્રેમ નથી એમ ? આજે ખુબ ભણેલ વ્યક્તિ ને તેના દેશ માં નોકરી ન મળે અને તેને બીજા દેશ માં નોકરી માટે જવું પડે છે ત્યારે આપણ ને તેની રાષ્ટ્ર ભક્તિ માટે નાક નું ચીટકું ચડે છે ! પણ ખરેખર તો જે દેશ માં સરસ્વતી પૂજન થતું હોય એ દેશ ના યુવાન ની શક્તિ નો રાષ્ટ્ર યોગ્ય દિશા માં ઉપયોગ કરે અને તેમને રાષ્ટ ઘડતર માં વાળે એ જરૂરી છે નહિતર આ દેશ માં નેતા ને નટ-નટી નું જ પૂજન થશે . સરસ્વતી ની પૂજા તો ફક્ત સ્કુલ માં ફોર્માલીટી ખાતર જ રહી જશે ! અને ભાવી પેઢી આપણ ને સૌ ને આ માટે જવાબદાર ઠેરવશે !

अस्तु

DT.૧૯.૧૧.૨૦૧૯.