Dark Future. books and stories free download online pdf in Gujarati

ડાર્ક ફ્યુચર

I.M.Sony પોતાના Dark Future નામના મોર્ડન આર્ટના - કેનવાસ પરના છેડે પોતાની ઇનિસિયલ - સાઈન કરી ને ઈશાન મહેશભાઈ સોની એ વાંસની આરામ ખુરશીમાં બેસી ને નિરાંત નો શ્વાસ લીધો. તેને પણ આજે નવાઈ લાગતી હતી કે કાયમ ફ્રેશ કલર ઉપયોગ કરનાર, કાયમ એનથુઝીએસ્ટિક થીમ પર કામ કરનાર આજે કેમ આવી ડાર્ક ફુયુચર જેવી થીમ પર કામ કરવા તૈયાર થયો. એક માણસ જેવી આકૃતિ જાણે કોઈ વિચાર મુદ્રા માં ભવિષ્યના અંધકાર માં ગરકાવ થતી હોય એવુ મોડર્ન આર્ટ આજે તેણે તૈયાર કર્યું ત્યારે તેને પણ એમ થતું હતું કે જે ભાવ આર્ટ માં ઉડી ને આંખે વળગવો જોઈએ એ ભાવ ચિત્ર માં આવશે કે કેમ ? પણ જયારે ફાઇનલ ટચ આપ્યો ત્યારે તેને પણ અજંપા ભર્યો આત્મ સંતોષ થયો. હવે તેને પણ આ સમજાતુ ન હતું કે આત્મસંતોષની સાથે આજે આવી અજંપાભરી લાગણી નો ભાવ કેમ થાય છે. પછી મન વાળ્યું કે થીમ જ ડાર્ક ફુયુચર છે અને તે ભાવ લાવવાની મથામણ કરતા કરતા એ ભાવની મન પર પણ અસર તો થાય જ ને !
વડોદરામાં રહેતો ઈશાન જ્ઞાતિ એ પરજીયા સોની સુખી સંપન પરિવાર નો દીકરો પણ માં – બાપ તો નાનપણ માં જ ગુજરી ગયા . દાદી સાથે થોડા વર્ષ રહ્યો ત્યાંર બાદ દાદી પણ ગુજરી ગયા . પિતાની સંપતી નું વ્યાજ અને સારા એરીયા માં આવેલ ઘર માં તેને કોઈ આર્થિક તકલીફ તો હતી નહિ. સ્કૂલ માં હતો ત્યારથી જ ગુજરાતી ભણાવતા બહેન એને કવિતા ભણાવે અને આ સાહેબ તેની નોટબુક માં બેનનું સ્કેચ તૈયાર કરે. બેનને એમ ખબર પડે કે એનું ભણવામાં ધ્યાન નથી એટલે પાસે જઈ ને મારવા માટે હાથ ઉપાડે ત્યારે પોતાનું જ આવું અદભુત સ્કેચ જોઈ ને હાથ હવામા જ અટકી જતો. બધા શિક્ષક એમ જ કહે કે તું તો ફાઇન આર્ટજ કરજે અને એવુંજ થયું. સ્વભાવે ધુની અને મૂડી એટલે મિત્રોની ભારે ખોટ . કોઈ ની સાથે ટયુનિંગ સેટ જ ન થાય. રાત્રે બાર વાગે મૂડ આવે તો ડ્રોઈંગ કરવા બેસી જાયને સવારો સવાર ડ્રોઈંગ કરે ને બપોરે એક વાગે ઉઠે. આવો મૂડી સ્વભાવ.
કલાકાર તરીકે તો હવે તેની પણ એક આગવી ઓળખ ઉભી થતી જતી હતી. વડોદરાના સારા સારા આર્કિટેક્ટ તેના ચિત્રો મોટા મોટા બંગલા કે કોર્પોરેટ ઓફીસીસ માટે મંગાવે એટલે આવક પણ ખુબ સારી . ઉપરાંત હવે એક્ઝિબિશન થઈ જાય એટલા તો ડ્રોઈંગ તેની પાસે તૈયાર થઇજ ગયેલા. આજે સવાર થીજ બ્રશ લઈ ને આ મોર્ડન આર્ટ ની પાછળ પડેલો તે પૂરું કરી નેજ જમ્પયો. થાકી પણ એટલો જ ગયેલો. અને કાલે સવારે તો અમદાવાદ હુસેન સાહેબ નું એક્ઝિબિશન પણ જોવા જવાનું છે. ટીફીણવાળા માસી ને ત્યાંથી આવેલું ટિફિન તો ક્યારનું ઠંડુ થઈ ગયેલું. આમ પણ થાકને કારણે જમવાનો મૂડ ન હતો . પણ જેમ તેમ થોડું ઘણું જમીને સુઈ ગયો. એક નીંદરે સવાર પડી ગઈ.
હુસેનસાહેબના ચિત્રો જોવાની એક અલગ જ તાલાવેલી હતી એક અલગ જ ઉત્સાહ હતો પણ સાથો સાથ કઈક એવી બેડ ફીલિંગ થતી હતી કે એ પણ સમજી શકતો ન હતો. પણ ફટાફટ તૈયાર થઈ , ચા પણ એકદમ કડક મસાલેદાર બનાવી ને પીધી. ગાડીની ચાવી લઈ ને ઝડપથી પાર્કિંગ માંથી ગાડી બહાર કાઢી ને હાઇવે પર પુર ઝડપે અમદાવાદ તરફ દોડાવી. આજે તો ખૂબ મોટા મોટા કલાકારો મળવાનું થશે તેમનું માર્ગદર્શન મળશે એવા ખ્યાલોમા , મુકેશ નું તેનું પ્રિય ગીત ' યે કોન ચિત્રકાર હૈ યે કોન ચિત્રકાર હૈ ' કાર ટેપ માં વગાડે છે અને એકદમ ખુશમિજાજ માં સાથે ગાય પણ છે એમ છતા પણ તેને કઈક ન સમજાય તેવી બેડ ફીલિંગ થતી હતી .
અમદાવાદમાં હુસેનસાહેબના ચિત્રોના એક્ઝિબિશનમાં પહોચ્યો . એક પછી એક ડ્રોઈંગ જોતો જાય છે . એક લેડીના ચિત્ર માં હુસેનસાહેબ ની આર્ટ ને બારીકાઇ થી જોતો હતો . જોતો હતો એમ તો ન કહેવાય પણ અભ્યાસ કરતો હતો . બસ ત્યાજ પાછળ થી એક મધુર રણકાર સંભળાયો કેમ ઇશાન બહુ ગમી ગઈ ?
પાછળ ફરી ને જુવે તો જાનકી !
અરે જાનકી તું અહી ?
કેમ તમને કલાકારો ને જ અહી અવાય અમારી જેવા એ ન અવાય ?
અરે એમ નથી , પણ ઘણા વખતે જોઈ એટલે અચાનક એમ થયું કે તું અહી ક્યાંથી !
જાનકી ની સાથે એક સુંદર કન્યા જાણે કે હુસેનસાહેબે તેમના ડ્રોઈંગ માંથી હમણાં જ બહાર મૂકી હોય તેવી ગુલાબી ગુલાબી . ઇશાને તો જાણે આદત મુજબ કોઈ ચહેરો એક પલક માટે જુવે તો પણ જાણે સ્કેચ તૈયાર કરવાનું હોય એમ મનમાં મુરત ઉતારી લે .
પણ આજે તો ચેહરો મનમાં નહી જાણે હદય માં ઉતરી ગયો હોય તેવું લાગ્યું.
ત્યાજ જાનકી એ કહ્યું એ ભાઈ ....તને હજી આનું પોટ્રેટ બનાવવા નો ઓડર નથી આપ્યો હો !
અને ઇશાન જાણે કોઈ ધ્યાન માંથી જાગ્યો હોય તેમ સ્વસ્થતા ધારણ કરી .
પણ જાનકી તો આ જોઈ ને ખડખડાટ હસી પડી ને સાથે આવેલી ઈશાની ને ગાલ પર શરમ ના શેરડા પડી ગયા.
ઇશાન બાય ધ વે ... આ મારી કઝીન ઈશિતા ....
તમારા વડોદરામાં જ ફાઈનલયર માં છે .
ઈશીત્તા આ ઇશાન
ખુબ સુંદર ડ્રોઈંગ કરે છે . મારા થી બે વર્ષ કોલેજ માં પાછળ હતો . પણ તેના ડ્રોઈંગ હમેશા કોમ્પિટિશન માં પ્રથમ નંબરે હોય .
ઈશાને પૂછ્યું કે હવે ડ્રોઈંગ ની પ્રેક્ટીસ ચાલુ છે કે મૂકી દીધી ? હવે તો ઘર , સંસાર , બાળકો માંથી સમય જ નથી રહેતો .
જાનકી એ પૂછ્યું કે તારું કેમ ચાલે છે એકે એક્ઝીબીશન કર્યું કે નહી ?
ઇશાન કહે બસ હવે થોડા દિવસોમાં જ કરવા નો છું તને કાર્ડ મોકલીશ ચોક્કસ આવજે .
હું આવું કે ન આવું આ ઈશિતા ને આર્ટના એક્ઝીબીશન જોવા ખુબ જ ગમે છે એ ચોક્કસ આવશે .
ઈશાને તરત જ તક ઝડપી લીધી કે તો ચોક્કસ મારે ત્યાં પધારો મારા ડ્રોઈંગ જોવા એમ કહી ને તેનું આર્ટીસટીક વીઝીટીન્ગ કાર્ડ તેણે જાનકી ને ઈશિતા ને આપ્યું.
ઈશિતા તો કાર્ડ જોઈ ને જ ઈમ્પ્રેસ થઇ ગઈ કે કાર્ડ માં આટલી સરસ આર્ટ છે તો તેના ડ્રોઈંગ કેટલા આર્ટીસટીક હશે ! પણ મનના ભાવ કોઈ વાચી ન જાય એટલે ચેહરા પર ફરી સ્વસ્થતા ધારણ કરી ને કાર્ડ ને પર્સ માં મૂકી દીધું .
ત્રણેય જણા એક પછી એક ડ્રોઈંગ જોતા જાય છે અને હુસેનસાહેબની ડ્રોઈંગ ની બારીકાઇ તેની ટેક્નીકાલીટી વગેરે ની સમજ આ બન્ને ને આપતો જાય પણ જાનકી કરતા ઈશિતા ને વધુ રસ પડતો હોય તેવું તેની બારીક નજરે ઓબજર્વ કરી લીધું . લંચ અવર પહેલા જ જાનકી ને ઈશિતા એ કહ્યું ચાલો અમે રજા લઈએ . ફરી ક્યારેક મળીશું. આમ કહી બાય કહેતા જાનકી ને ઈશિતાના હાથ ને ઇશાન જોતો રહ્યો . જીવન માં આજે પહેલી વખત એવું લાગ્યું કે ડ્રોઈંગ , કલર , કેનવાસ , પીછી આ સિવાય પણ દુનિયા છે . એક અલગ જ આનંદ તેને લાગતો હતો પણ ન જાણે કેમ હદયના કોઈક ખૂણા માં રહેલી બેડ ફીલિંગ્સ આજે ફરી તેણે ફિલ કરી . એ સમજી નહોતો શકતો કે આવું કેમ થાય છે ?
પછી તો આ એક્ઝીબીશન જોવા આવેલા નામાંકિતોને મળવાનું થયું. ડ્રોઇગ માં નવી નવી ટેકનીક , વૈશ્વિક ફલક પર થઇ રહેલા ફેરફારો વગેરે અંગે ની ચર્ચા આ બધામાં ક્યારે સાંજ પડી ગઇ ખબર જ ન રહી. સાંજે 7.30 વાગે અમદાવાદ થી ફરી ગાડીમાં રિટર્ન થવા સેલ્ફ મારે છે ત્યાંજ પેલી બેડ ફીલિંગ એકાદ ક્ષણ માટે - ફ્રેકશન ઓફ સેકન્ડ માટે થઈ. ગાડી 80-90 સ્પીડે ચાલતી હતી અને હેડલાઈટ એટલી ફૂલ અને સીધી કે સામે વાળા ની આંખ ને આંજી નાખે તેવી. બે ચાર જણા એ તો બાજુ માંથી પસાર થતા ગાળો પણ આપી પણ આને સમજાણું નહી કે શામાટે પેલો ખીજાતો ગયો . એકાદ કલાક ગાડી ચલાવી ને વડોદરાથી થોડો દૂર હતો. ત્યારે હાઈવે પરના રાધાકૃષ્ણના સુંદર મંદિર માંથી એક આધેડ વ્યક્તિ ને બહાર આવતા જુવે છે. તેની ચિત્રકાર તરીકે ની નજર તેની પર પડી, સોનેરી ફ્રેમ ના ચશ્મા, ગોરો ઉજળો વાન, ભરાવદાર મૂછો, ઉંચી છ ફૂટ ની હાઈટ જાણે તેની ટેવ મુજબ એક નજર માં જ તેનું સ્કેચ દોરવાનું હોય એમ તેના મનમાં છબી ફિટ થઇ જાય છે.હજુ કઈ વિચારે એ પહેલાં જ સામેથી એક ટ્રક ફૂલ સ્પીડમાં આવે છે. એમાં પોતાની સ્પીડ ને કન્ટ્રોલ કરવા જાય છે ત્યાંજ ગાડીની લાઇટ આધેડ પર પડે છે તેની આંખો એકદમ અંજાય જાય છે કઈ તરફ જવું કઈ નિર્ણય નથી લઈ શકતો. ચારે તરફ અંધારું છે. ગાડીની સ્પીડ 80 થી 90 ની આસપાસ છે . હજુ કઈ ઈશાન નિર્ણય લે એ પહેલાં તો પેલા આધેડને જોરદાર ટલ્લો મારીને ઉછાળી ફેંક્યા. રોડ પર હાઇવે નો ટ્રાફિક હતો. આ બધુજ ફ્રેક્શન ઓફ સેકન્ડમાં બને છે. તેને ખબર હતી કે જો ઉભો રહીશ તો પોલીસના લફડા થશે , પબ્લિક એકઠી થઈ જશે તો મને અધમુવો કરી નાખશે આમ એક સેકન્ડમાં ઘણા વિચારો તેને આવી ગયા.પણ ગાડી ને બ્રેક મારવાનો વિચારન આવ્યો. પાછું વાળી ને જોવાની પણ હિંમત ન ચાલી. ઘરે પહોંચ્યો, ગાડી પાર્ક કરી ને ફટાફટ ઘરમાં જઇ , પાણીની બોટલ ફ્રીજ માંથી કાઢી ને ગટગટાવી ગયો. પણ હજુ શ્વાસ હેઠો નહોતો બેસતો. તેને બસ એ આધેડનો ચહેરોજ નજર સાંમેં આવતો હતો. માસીનું ટિફિન આવેલું પડ્યું હતું પણ ટિફિન ખોલવાની જ ઈચ્છા નહોતી થતી. જેટલો થાક આખા દિવસ માં ન લાગ્યો એટલો તેને એક કલાક માં લાગ્યો હોય તેવું થયું . ભૂખ પણ મરી ગઈ . તેને સતત એક જ વિચાર આવતો હતો કે મેં ગાડી ઉભી કેમ ન રાખી ? મારી ફરજ હતી કે મારે તેને હોસ્પિટલ લઇ જવા જોઈતા હતા પણ હું કાયર ની જેમ ભાગી ગયો ? કદાચ કોઈએ ગાડી નો નંબર નોધી લીધો હશે તો પોલીસ અહિયાં આવશે ? પછી એ પણ વિચાર આવ્યોં કે રાત નુ અંધારું હતું અને ગાડી પણ સ્પીડ માં હતી એટલે એવી તો શક્યતા નહી જ હોય ! છતાં પણ જો પોલીસ આવે તો બે ત્રણ દિવસ માં આવે . આવા વિચારો તેના મગજ માં ઘમાસાણ ચાલતા હતા . તેને તંદ્રા છે કે ઊંઘ એ પણ નક્કી નહોતો કરી શકતો કે ઊંઘ માં વિચારો આવે છે કે તંદ્રા માં ? જેમ તેમ સવાર થયું . એક કપ મસાલા વાળી ચા બનાવી ને પીધી પછી કઈક શાંતિ થઇ . આ બધા વિચારો વચ્ચે પેલી બેડ ફીલીગ્સ ફિલ ન થઇ એ કદાચ આ બનાવ અંગે ની કોઈ આગોતરી ફીલિંગ હશે ?
તેને થયું કે કામ માં મન પરોવું તો આ વિચારો માંથી છુટકારો મળે. થોડા સમય રહી ને પોતાના ભવિષ્ય માં કરવાના એક્ઝીબીશન તરફ ધ્યાન આપવાનું નક્કી કર્યું . એક એક્ઝીબીશન પણ કેટલી તૈયારી માંગી લે એ જોવા તો એ અમદાવાદ ગયો હતો . પોતે પણ કામનું લીસ્ટ તૈયાર કરવા લાગ્યો . પણ હવે પેલી બેડ ફીલિંગ્સ ની જગ્યાએ તેની નજર સામેં પેલા અંકલ નો ચેહરો જ આવતો હતો .
*****
એકાદ બે મહિના પછી ફરી ધીમે ધીમે રૂટીન કામ માં લાગી જતા ને એક્ઝીબીશન ની તૈયારી પુર જોશ માં ચાલતી હતી ત્યાજ અચાનક એક દિવસ તેના ફોન ની રીંગ વાગી એટલે પીછી ને એક બાજુ મૂકી ને ફોન નું ક્રેડલ ઉપાડી ને હલો કહ્યું ત્યાંતો સામે થી અવાજ આવ્યો
હેલો , મી.ઇશાન ?
હા, બોલું છું ,
હેલો હું ઈશિતા બોલું છું
આટલું સાંભળીને તો ઇશાન ખરેખર પગથી માથા સુધી હલી ગયો .
કેમ છો મી.ઇશાન ?
બસ બસ મજા મજા ....એટલું બોલતા તો અટવાઈ ગયા જેવું લાગ્યું .
મારે મારી ફ્રેન્ડ ના મેરેજ પ્રસંગે તેને એક ડ્રોઈંગ ગીફ્ટ કરવું છે તો ક્યારે આવું આપને ત્યાં ડ્રોઈંગ જોવા ?
ઇશાન કહે સાંજે પધારો ..
સારું હું સાંજે આવીશ ....મળીએ ....બાય ...
બાય ...
અને બસ ઇશાન આજે કઈક જુદી જ લાગણી અનુભવતો હતો , જીવન માં મિત્રો નો કાયમ દુકાળ ધરાવનાર , સૌ ધૂની ને મૂડી કહે , ને કોઈ સાથે લાંબુ ટ્યુનિગ થાય જ નહી ને. એટલે મુંજાતો હતો કે ઈશિતા આવે તો શું વાત કરવી , શું કોફી ઓફર કરવી કે ચા ? ઇશાન કોઈ નું અપમાન ન કરે તેમ વિવેક પણ આવડે નહી .
સાંજે ડોરબેલ વાગી કે ઇશાન ઉભો થઇ ને જેવો દરવાજો ખોલે છે ત્યાં જ સામે સુંદર ગુલાબી ડ્રેસ પહેરેલી ઈશિતા ઉભી હતી . બસ જાણે તેનું પોટ્રેટ દોરવાનું હોય તેમ જોતો ઉભો છે એટલે ઈશિતા એ કહ્યું કે અંદર આવવા નું નહી કહો ?
ઇશાનને પોતાની અવિવેકતા નું ભાન થતા જ બોલાઈ ગયું અરે આવ આવ ઈશિતા , એમ કહી ને ડ્રોઈંગ રૂમ ના સોફા માં બેસાડી . ઈશિતા ને જ વાત ની શરૂઆત કરવી પડી કે આમ તો મારે , આપણે મળ્યા ને એકાદ અઠવાડિયામાં જ આવવું હતું આવી ન શકાયું .
એની વે મને તમારા ડ્રોઈંગ બતાવશો જરા ?
પણ ઈશાને મનમાં ગોખી રાખ્યા મુજબ ને ગોખેલું બોલતો હોય એમ જ પૂછ્યું કે પહેલા કહો શું ચા લેશો કે કોફી ? ચા તો ઘરમાં હતી જ પણ કોફી ખાસ લઈ આવી ને રાખેલ .
ચા હું પીતી નથી ને કોફી હમણાં જ પીય ને આવી છું .
પણ આવા જવાબની અપેક્ષા હતી નહી એટલે હવે આગળ શું પૂછવું એ મુંજાઈ ગયો . ઈશિતા એ વાચી લીધું કે કઈક મુંજવણ છે .
ત્યાં જ ઈશિતા કહે આપણે ડ્રોઈંગ જોવા ઉભા થઈએ ?
ઇશાન થોથવાતા અવાજે કહે હા હા આવો અંદર મારા સાધના ખંડ માં
ઈશિતા કહે સાધના ખંડ માં ?
હા , ચિત્રો ને હું મારી સાધન કહું છું જેમ મહાપુરુષો ધ્યાન માં બેસે અને ધ્યાનસ્થ થઇ જાય એમ હું જયારે ચિત્ર કરવા બેસું ત્યારે ચિત્ર્સ્થ એટલે કે ચિત્રમય થઇ જાવ છું એટલે જ હું તેને મારી સાધના કહું છું .
ઈશિતા તો રૂમ માં પડેલા જુદા જુદા ચિત્રો ને જોતી જ રહી ગઈ તેને થયું કે કોઈ મહાન વ્યક્તિના ચિત્રો જોઈ રહી છે .તેનાથી બોલાઈ જ ગયું કે તમારી ચિત્ર્સ્થ થવાની સાધના નું આ અદ્ભુત ફળ - આ સર્જન ....ખરેખર તમારા પર સરસ્વતી માતા ની કૃપા છે .
થેંક્યું .... થેન્ક્સ ફોર એપ્રીસીએશન ....
ઇશાન પોતાના જુદી જુદી સ્ટાઈલ ને જુદા જુદા વિષયો પર ના પેન્ટિંગ દેખાડતો ગયો ..... પેન્સિલ સ્કેચ, ઓઈલ પૈંટ , વોટર કલર ને તેમાં પણ નેચર , ગ્રામ્ય જીવન , યુદ્ધ , રાજામહારાજાના સમયના , રાજસ્થાન, રણ, મારવાડી જીવન,ઈમોશન , ગણપતી , એનીમલ, બર્ડ્સ અને પોર્ટટ્રેટ પણ દેખાડ્યા ......પોટ્રેટ માં આંખો ના અદ્ભુત ભાવ , હોઠો ના વળાંક , ગાલ પર ના શેડ ને આબેહુબ જાણે કે એમ લાગે કે હમણાં જ એ બોલી ઉઠશે ? આ દેખાડતા દેખાડતા એક આધેડ નું તૈયાર કરેલું પોટ્રેટ હાથ માં આવ્યું ત્યાં તો ફરી પેલા આધેડ નો ચેહરો નજર સામે આવી ગયો એજ સોનેરી ફ્રેમ ના ચશ્માં , ભરાવદાર મૂછો ...અને ઇશાન ખબર ન પડતા બેચેની અનુભવવા લાગ્યો ત્યાજ
ઈશિતા એ પૂછ્યું કે તમે મોર્ડન આર્ટ નથી કરતા ?
ઇશાન કહે હા બસ થોડા સમય પહેલા જ એક બનાવ્યું છે એમ કહી ને ડાર્ક ફ્યુચર દેખાડ્યું .
શું કહેવા માંગો છો આ મોર્ડન આર્ટ માં ?
એજ કે માનવ નું ભવિષ્ય અંધકારમય છે . એ ધીમે ધીમે ભવિષ્યના અંધકાર તરફ ધકેલાતો જાય છે . ઈશિતા તો જોઈ જ રહી કે મનના ભાવો ને પણ આટલા આબેહુબ ચિત્ર માં ઉતારી શકાય !
અને ઈશિતા એ તેની બહેનપણી માટે રાજસ્થાની દુલ્હન નું એક સુંદર ચિત્ર પસંદ કર્યું અને પૂછ્યું કે આની શું પ્રાઈઝ છે ?
તમે આ પસંદ કર્યું તેમાં જ બધી કીમત ચૂકવાઈ ગઈ .
એમ ન ચાલે તમારે કઈક કીમત તો લેવી જ પડે
ઇશાન કહે સારું કીમત તો તમારે ચૂકવવી જ પડશે ...બસ
બોલો શું ? કેટલા રૂપિયા ?
ઇશાન કહે રૂપિયા નહી સમય ?
સમય ?
હા સમય ...
હું તમારું પોટ્રેટ બનવા માંગું છું . એટલે થોડા દિવસ તમારે બે ત્રણ કલાક મારે ત્યાં આવવું પડે ?
ઓહો.....તમે તો ઉચી કીમત માંગી લીધી ?
સસ્તું તો હું કઈ વેચતો જ નથી .
હું મારો ફોટો મોકલું તો ન બનાવી શકો ? તમને ન બનાવી શકું બીજા ને બનાવી શકું
બન્ને ખડખડાટ હસી પડે છે .
ઇશાન કહે ફોટા પરથી બને પણ તેમાં હાવ ભાવ લાવવા હોય તો એ મજા ન આવે ...ન છૂટકે બનાવીએ એ અલગ વાત છે . તમે સામે બેઠા હો અને દોરવાની જે મજા આવે એ કઈક અલગ જ હોય !
શેની મજા હું સામે બેઠી હોવ એ મજા ?
ઇશાન કે અરે એમ નહી એમ નહી, કેહાવાનો મતલબ એમ છે કે ભાવ નું નિરીક્ષણ કરતા કરતા જે બ્રશ ચલાવવા ની મજા હોય એ ફોટામાંથી ન આવે એમ .

******
થોડા દિવસો ની બેઠક બાદ ઈશાની નું અફલાતુન ....અદ્ભુત પોટ્રેટ તૈયાર થઇ ગયું ..ઈશાની ને પણ એમ થયું કે શું હું આટલી સુંદર છું ? પણ જેમ પોટ્રેટ તૈયાર થઇ ગયું એમ જ રોજ ની આટલા દિવસ ની બે ત્રણ કલાક ની મુલાકાત માં બન્ને એટલા નજદીક આવી ગયા કે બન્ને ના મન માં ને હદયમાં એક બીજાની છબી જાણે ઉતરી ગઈ હોય .
હવે પોટ્રેટ માટે નહી પણ હદય માં ઉતરી ગયેલ છબી નો રંગ ઝાંખો ન પડે એ માટે મળવા નું નિયમિત થઇ ગયું . એક દીવસ ઈશિતા કહે કે મારા મમ્મી – પપ્પા ની મેરેજ એનીવર્સરી આવે છે એટલે એક પોટ્રેટ હું સરપ્રાઈઝ ગીફ્ટ માં આપવા માંગુ છું આપણે કોઈ દુર પીકનીક પર જઈએ અને તું ત્યાં આ પોટ્રેટ તૈયાર કર ...બોલ ક્યારે જવું છે ?
ઇશાન કહે આવતા રવિવારે જઈએ ..... સવાર થી સાંજ સુધી નો સમય જોઇશે બોલ ઓકે ?
ઓકે ....
*****
રવિવાર ની ખુશ્બુ માં સવાર હતી આજે આખો દિવસ ઈશિતા સાથે રેહવા મળશે એ વાત થી જ ઇશાન રોમાંચિત હતો . સવારે સાત વાગે ફોલ્ડીંગ ખુરશી , કેનવાસ , સ્ટેન્ડ , કલર ની ટ્રે , જુદા જુદા કલર ને બ્રશ વગેરે બધું જ મૂકી ને ઈશિતા ની રાહ જોતો બેઠો હતો . ઇન્તજાર ની ઘડી મીઠી હોય તેનો આજે તેને અહેસાસ થયો . જેવી ઈશિતા આવી કે બન્ને લોંગ ડ્રાઈવ પર ઉપડી ગયા . એક સરસ મજાની ડુંગરાળ જગ્યા આવી ને બાજુ માં નાનકડા સરોવર જેવું પણ , જાણે કે ફિલ્મ નું લોકેશન હોય તેવું લાગતું હતું . બસ ગાડી ઉભી રાખી હજુ આઠ વાગ્યા હતા બને સવાર ની ગુલાબી ઠંડી માણતા હતા . ધીમે ધીમે સ્ટેન્ડ , કેનવાસ , કલર ની ટ્રે બધું બહાર કાઢી ને તૈયારી શરુ કરી દીધી સામે ફોલ્ડીંગ ખુરશી પણ મૂકી .
બધુજ તૈયાર કર્યું એટલે ઈશાને કહ્યું કે ચાલ હવે લાવ ફોટો અહી કેનવાસ ની ઉપર ની તરફ લગાવી દે .
ઈશાને પૂછ્યું કે કોનું ડ્રોઈંગ કરવાનું છે મમ્મી કે પપ્પા નું ?
આવતી ૧૫ તારીખે મમ્મી પપ્પા ની એનીવર્સરી છે . પપ્પા ની તો હાજરી નથી એટલે મમ્મી ને પપ્પા નું પોટ્રેટ ભેટ આપવા માંગુ છું એમ કહી ને પપ્પા નો ફોટો કેનવાસ પર લગાવે છે કે જોઇને જ ઇશાન ને જાણે ધરતીકમ્પ આવ્યો હોય તેવો આચકો લાગ્યો . પોતાની જાત ને માંડ માંડ સંભાળી શક્યો . એજ સોનેરી ફ્રેમ ના ચશ્માં , ભરાવદાર મૂછો .....ઇશાન ને શું કરવું એ ખબર ન પડી એટલે ખુરશી માં બેસી ગયો . ઈશિતા તો ફોટો કેનવાસ પર પીન થી ભરવવા માં પડી હતી એટલે ઇશાન સામે ધ્યાન જ ન ગયું . ઈશાને માંડ માંડ પોતાની જાતને સ્વસ્થ કરી ને કુદરત ને નિહાળતો બેઠો હતો . તેના જ મોર્ડન આર્ટ ડાર્ક ફ્યુચર ને યાદ કરતો હતો . ન ખબર પડતા એ પણ એજ સ્ટાઈલમાં અત્યારે બેઠો હતો . ત્યાજ ઈશાની થર્મોસ માં લાવેલી ગરમા ગરમ કોફી નો કપ તેની સામે ધર્યો . અને જાણે કોઈ આઘાત માંથી બહાર આવ્યો એમ એણે કોફી નો મગ પકડ્યો કે
ઈશાની એ કહ્યું શું થયું તું કેમ એક દમ મુડલેસ લાગે છે .
કઈ નહી એતો જરા રાત્રે સરખી ઊંઘ ન હોતી થઇ ને એટલે .
ચાલ આ ગરમા ગરમ કોફી પીય લે મૂડ આવી જશે . ઇશાન ને પણ થયું કે ગમે તેમ કરી ને આ સમય ને સાચવી લવ પછી ઈશાની થી ક્યાંક દુર દુર ચાલ્યો જઈશ.
તેણે બ્રશ હાથમાં લીધું પણ તેની સામે તો એજ રાત નો સમય , સામે થી આવતો ટ્રક , સોનેરી ફ્રેમ પહેરી ને આવતા આધેડ તેની ભરાવદાર મૂછ , આ દ્રશ્યો જાણે કે ફિલ્મ ના ફ્લેશબેક ની જેમ જ પસાર થતા હતા એમ છતાં એણે પરાણે સ્વસ્થતા ધારણ કરી ને પીછી હાથ માં પકડી અને પોટ્રેટ તૈયાર કર્યું . બપોરે જમવા માં પરાણે પરાણે એક સેન્ડવીચ ખાધી અને તે પણ પીછી ફેરવતા ફેરવતા . સાંજ તો માંડ માંડ પડી ...પોટ્રેટ પણ માંડ માંડ પૂરું થયું . ઈશિતા સાથે ની વાતો માં કઈ રસ પડતો ન હતો બસ એમ જ થતું હતું કે ક્યારે આ પૂરું કરું અને વડોદરાથી ક્યાંક દુર દુર કાયમ માટે જતો રહું . એક એક પલ તેને એક એક યુગ જેટલી લાગતી હતી. સૂર્ય લાલ ચોળ થઇ જઈ ને ડૂબવા માટે ક્ષિતિજ માં કુદકો મારે એટલી જ વાર હતી . પોટ્રેટ પણ પૂરું થઇ ગયું હતું બસ અંતિમ સિગ્નેચર જ કરવાની બાકી હતી .....અને તેણે પોટ્રેટ ના અંતે સિગ્નેચર કરી - એ સામાન્ય રીતે દેખાય તેમ લખે પણ હાઈલાઈટ થાય એમ ન લખે . પણ આજે અચાનક જ આમ હાઈલાઈટ થાય એમ લખાઈ ગયું. ઈશાની ડૂબતા સૂર્ય ને જોવા માં વ્યસ્ત હતી અને જોતા જોતા જ બોલી કે ઇશાન જો તો ખરો ડૂબતો સુરજ કેવો લાગે છે ? પણ ઈશાને જવાબ ન આપ્યો એટલે પાછુ ફરી ને જોયું તો ઇશાન ની પીછી સિગ્નેચર ” I M SORRY “ કરીને અટકી ગઈ હતી એટલે ઈશાની ને થયું કે ” I M SORRY “ કેમ લખ્યું છે ?
પપ્પાના પોટ્રેટ સામે જુવે છે. " I am sorry " વાંચે છે. છાપામાં આવેલ સમાચાર યાદ આવે છે કે મારુતિ વેગનારે ટક્કર માંગેલી અને ઈશાન સામે જુવે છે અને ઇશનના પગ પર હાથ મૂકે છે ત્યાં તો ઈશાનના ગરમ ગરમ આંસુ તેના હાથને ભીંજવી નાખે છે.

अस्तु . 24.02.2020.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED