Featured Books
શ્રેણી
શેયર કરો

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - 3

(આગળના ભાગમાં આપણે જોયું કે સંધ્યા અને મીરાં પોતાના ક્લાસરૂમમાં આવે છે. ત્યાં સુરજ અમુક છોકરાઓ સાથે લડાઇ કરતો હતો.તો હવે જોઈએ આગળ.)


સંધ્યા સુરજ નેે રોકવા માટે જાય છે.તો મીરાં તેેેને રોકે છે.પરંતુ સંધ્યા માનતી નથી.તે સુરજને કહે છે કે તમે અહીં ભણવા આવો છો કે બીજા ને હેરાન કરવા?સુરજ તેની વાતોમાં ધ્યાન નથી આપતો.એ વાત થી સંધ્યા વધુ ગુસ્સે થાય છે,અને સુરજ નો હાથ પકડી તેને રોકે છે.હજી સુરજ કાંઈ બોલવા જાય એ પહેલાં સર આવી જાય છે.તો બધા પોતાની જગ્યાએ જઈ બેસી જાય છે.
જતા જતા સુરજ સંધ્યા ને એમ કહેતો જાય છે કે મારી લડાઈ માં પડવાની કોઈ જરૂર નથી.મારે તારી સાથે કોઈ મતલબ નથી તો મારાથી દૂર જ રહેજે.નહીતર પછતાવાનો વારો આવશે.
સંધ્યા સુરજને ત્યારે તો કાંઈ કહેતી નથી.પરંતુ મનમાં બોલે છે,(પછતાવુ તો તારે પડશે.તુ જે હોય એ હું તારાથી ડરતી નથી.હુ તને સુધારીને જ રહીશ.)
સુરજ આટલું કહીને પોતાની જગ્યાએ બેસી જાય છે. જ્યાં કાર્તિક તેની રાહ જોઈને બેઠો હતો.
(કાર્તિક સુરજ નો બેસ્ટ ફ્રેન્ડ અને તેના પપ્પા ના બિઝનેસ પાર્ટનર નો છોકરો હતો. જ્યારે સુરજ એકલો પડી ગયો ત્યારે કાર્તિક સુરજના જીવનમાં આવ્યો હતો.સુરજના મમ્મી સુરજ અઢાર વર્ષનો થયો ત્યારે એક એક્સિડન્ટ માં મૃત્યુ પામ્યા હતા.સુરજના પપ્પા ને મોટો બિઝનેસ હોવાથી તે ઘરમાં પુરતું ધ્યાન ન આપી શકતા.સુરજ તેની મમ્મી થી જ વધુ નજીક હતો.તેને ખાસ કહી શકાય એવાં કોઈ મિત્રો ન હતાં.બધા ને સુરજના રૂપિયા થી મતલબ હતો સુરજથી નહીં.એટલે સુરજ વધુ મિત્રો ના બનાવતો.તેના મમ્મી ના મૃત્યુ પછી તેના જીવનમાં અંધારું છવાઈ ગયું ત્યારે કાર્તિક એ જ તેનો સાથ આપ્યો હતો. કાર્તિક સુરજના સગા ભાઈ જેવો હતો.)
મીરાં સંધ્યા અને સુરજની બધી વાતો સાંભળી જાય છે.એટલે સંધ્યા ને સુરજ થી દૂર રહેવાનું કહે છે.સંધ્યા મીરાંને તો પોતે સુરજ થી દૂર રહેશે એવું જણાવી દે છે.પણ સંધ્યા એ તો વિચારી લીધું હતું કે જ્યાં સુધી તે આ કોલેજમાં છે ત્યાં સુધી તો સુરજને તેની મનમાની નહીં જ કરવા દે.
કોલેજ નો એક દિવસ તો જેમ તેમ પૂરો થઈ જાય છે.સંધ્યા અને મીરાં ઘરે જવા નીકળે છે.ત્યા મીરાંને તેના મામાનો કોલ આવે છે કે તે લોકો આજે તેના મિત્ર ને ત્યાં કોઈ પ્રસંગ માં જવાના છે તો આવવા મા મોડું થાશે.તો મીરાં જમીને સુઈ જાય.સંધ્યા આ વાત સાંભળીને મીરાંને પોતાની ઘરે રોકાવાનું કહે છે.મીરા ના મામા પણ હા પાડી દે છે.કોલ કટ કરી સંધ્યા અને મીરાં સંધ્યાની ઘરે જવા નીકળે છે.
બંને ઘરે પહોંચી ને ફ્રેશ થઈને નીચે ડીનર માટે આવે છે.સંધ્યા ના મમ્મી એ મીરાં ની પસંદ નો શીરો બનાવ્યો હતો.જે જોઈ સંધ્યા મસ્તી માં મીરાંને કહે છે જો મીરાં તારા આવવાથી મારી તો કોઈ ખબર પણ નથી પૂછતુ.જમવાનુ પણ તારી પસંદનું બનાવ્યું છે.આ સાંભળી સંધ્યા ના મમ્મી મંચુરિયન ના બાઉલ નું ઢાંકણું ખોલી સંધ્યા નો કાન પકડી કહે છે કે તારી પસંદ નું પણ બનાવ્યું છે ખોટા નાટક ના કર.સંધ્યા મંચુરિયન જોઈને ઉછળી પડે છે,અને તેની મમ્મી ના પ્રેમથી ગાલ ખેંચી તેને thank you કહે છે.
ત્યાં જ સંધ્યા ના પપ્પા આવે છે.મીરા તેમને નમસ્તે કહે છે.સંધ્યા ના પપ્પા મીરાંને નમસ્તે કહી ફ્રેશ થવા જાય છે.થોડીવારમા ફ્રેશ થઈને નીચે આવે છે,અને ડાઇનિંગ ટેબલ ની ખુરશી પર બેસી સંધ્યા ને પૂછે છે કે મીરાં અત્યારે કેમ અહીં?
સંધ્યા તેના પપ્પા ને જવાબ આપતા કહે છે કે,મીરાંના મામા કોઈ પ્રસંગ માં જવાના હતા તો રાતે મોડા આવવાના હતા.તો મેં મીરાં ને અહીં રોકાવા કહ્યું.
આ સાંભળી સંધ્યા ના પપ્પા મીરાંને પોતાનું જ ઘર છે એમ સમજી રહેવા કહે છે,અને બધાં સાથે ડિનર કરે છે.
ડિનર કરી બધા પોતાના રૂમમાં જાય છે‌.સંધ્યા અને મીરાં સંધ્યા ના રૂમ માં જાય છે.બંને થોડી વાતો અને મસ્તી કરી સૂઈ જાય છે.
સંધ્યા ના ઘર ની બધી વાતો ઉપર કોઈ ધ્યાન રાખી રહ્યું હતું.આ વાત થી બધા અજાણ હતાં.જે નજર રાખી રહ્યું હતું એ મીરાંના મામા નો જ માણસ હતો.
મીરાના મામા ને કોઈ પ્રસંગ માં જવાનું નહોતું.તેમણે મીરાંને ઘર થી દૂર રાખવા ખોટું કહ્યું હતું.મીરાના મામા નો મીરાંને ઘરથી દૂર રાખવાનુ શું કારણ હતું એ તો તમને આ સ્ટોરી ના બધાં ભાગ વાંચશો એટલે ખબર પડી જ જાશે.એ પહેલા આપણે સુરજ અને સંધ્યા ની નફરત વચ્ચે નો પ્રેમ જોવાનો છે.