કીટલીથી કેફે સુધી... - 3 Anand દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કીટલીથી કેફે સુધી... - 3

કીટલીથી કેફે સુધી
આનંદ
(3)

“એક જ દુકાન છે એટલે કાયમ ના ગરાગના ગળા પકડવાના...”ભોયરા જેવી પુઠા અને લાકડાના સામાનથી ભરેલી દુકાનમાથી અવાજ આવે છે.

“મારે આયા તમારા જેવા કેટલાય ગરાગ આવે પણ આવી મગજમારી કોઇદી નથી થય...”

“ઇ બધુય બરોબર પણ મન ફાવે એવા ભાવ થોડીને હોય...” ગુસ્સા ભરેલા અવાજે કોઇ બોલે છે.

“તો તમે બીજેથી લઇ લ્યો...” એટલુ કહીને દુકાનદાર વસ્તુ પાછી મુકવા લાગ્યો.

વેપારીના મનમા કેટલુ અભીમાન હશે.કેમ ન હોય આખા રાજકોટમા આર્કીટેકચરનો સામાન વેચનાર છેય કેટલા.એક પડછંદ કદના મોટી ઉમરનો માણસ દુકાન માથી નીરાશા સાથે બહાર નીકળે છે.

“રીક્વારમેન્ટ લીસ્ટ” અને “જોસી સ્ટેશનરી” આ શબ્દમા જ અમારી પીન તો ચોટેલી છે.કોલેજમાથી એડમીશન પછી આપવામા આવેલા એક કાગળીયામાથી આ શબ્દો જોવા મળેલા.અને કીધેલુ છે એટલુ લઇ આવવાનુ એવુ વીરેનભાઇએ કીધેલુ.

એટલે જે લોકોના નવા એડમીશન થયા છે એ બધા ઉત્સાહઘેલા થતા સ્ટેશનરી એ પહોચી ગયા.ભોયરા જેવી દુકાન પુઠા અને લાકડાના પાટીયા ના કારણે ઠંડીબોર થઇ ગઇ છે.એનો ઠંડો સુકો પવન બહાર સુધી મોઢે લાગે છે અને તડકાથી રાહત આપે છે.નવી કોઇ ચોપડી પહેલી વાર ખોલતા હોઇ ત્યારે આવે એવી સુગંધ હવા સાથે આવે છે.

અમે પહોચવામા મોડા હતા એટલે દુકાન હીચાહીચ ભરાયેલી છે ને ઉભા રહેવાની જગ્યા નથી.મને ફરી-ફરીને મગજમા એજ વાત યાદ આવે કે “માણા તો મા...તુ...નથ...હો...”વારો આવ્યો એટલે મારી આગળ વાળી છોકરી એ લીસ્ટ આપ્યુ એના ઉપરથી તાગ લઇને એ માણસ પાછો ફરીને ટેબલ ઉપર ચઢી ગયો.એક પછી એક કરતા કરતા એ નાની-નાની વસ્તુઓ કાઢીને ટેબલ ઉપર મુકતો ગયો.જેમા કલરવાળા ઇરેઝરથી માંડીને મોટા-મોટા કોણમાપક અને કાટખુણા ય આવી ગયા.

એક પછી એક કલર-કલરની નવીન વસ્તુ સામે ટેબલ પર પડતી જાય છે.રમકડા જોઇને જે રીતે નાના છોકરાનુ મન હીલોડે ચડે એમ કોઇપણ માણસને આંખે જોતા પહેલી જ વારમા ગમી જાય એવી બધી વસ્તુનો ખડકલો થાય છે.

પેરલલ,સેટસ્કવેર,ચકી,2બી,એચબી,સ્ટ્રીંગ,રાઉન્ડર,કાર્ટરીજ સીટ ન જાણે કેટકેટલી વસ્તુ એ લીસ્ટમા છે.પહેલીવાર તો આ બધા નામ વાંચવાની જ એટલી મજા આવે.અને એમાય બીજી કોલેજના છોકરાઓ કરતા અલગ સામાન લઇ જતા હોય તો ગમે તેનો વટ પડે.

જેમા પાછળથી એવીય ખબર પડે કે આમાની કેટલીક વસ્તુ તો સાવ નકામી છે અને પૈસાનુ પાણી કરે છે.તોય કોલેજ વાળા એના પર કાઇ ધ્યાન નથી આપતા.પણ પહેલીવાર કોઇપણ માણસ એ ભુલ કરવાનોજ કરવાનો શીવાય કે એ ફીલ્ડનો કોઇ માણસ સાથે હોય અને બીનજરુરી ખર્ચ અટકાવે.વેપારી આગળવાળાની વસ્તુઓનો ટોટલ કરવા મા પડેલો છે.

“ભાઇ આર્કીટેકચરનો સામાન રાખો છો...” મારી પાછળથી કોઇ માણસ આવીને બોલે છે.

કોઇ જવાબ ન આવ્યો એટલે સામેવાળાનુ માન રાખવા થોડી રાહ જોઇને ફરીથી પુછે છે.તોય એણે કાઇ જવાબ ન આપ્યો.એ જાણી જોઇને જવાબ નથી આપતો એવુ લાગતુ હતુ.

પાછુ ત્રીજીવાર પુછ્યુ ત્યારે એણે તોછડાઇ ભરેલા અવાજ સાથે ખાલી“હા બહાર બોર્ડ મારેલુ છેને...” એટલુ કીધુ.કોઇ પણ સ્વાભીમાની માણસ હોય એનો આત્મવીશ્વાસ વગર વાંકે કોઇ આવી તોછડાઇથી વાત કરે એટલે ઘવાય જ ઘવાય.

હુ પાછળ ફર્યો એટલે એ માણસ રાહ જોતો દુકાનની બહાર ઉભો રહ્યો.મારી આગળ વાળી છોકરીનુ બીલ બની ગયુ.અને રકમ સાંભળીને આજુબાજુવાળા બધાની આંખ ચકળવકળ થઇ.મને થોડીવાર પેલા જઘડો કરતા હતા એ ભાઇની વાત યાદ આવી.

” એક જ દુકાન છે એટલે કાયમ ના ગરાગના ગળા પકડવાના...”

મનોમન થયુ કે એ ભાઇની વાત એકદમ સાચી હતી.કાગળીયા અને પુઠા ઉપર આટલા બધા પૈસા કેમ ખર્ચાય જ કેમ.જો કદાચ ત્યારે કોઇને ખબર હોય કે આમાથી અડધા ઉપરની વસ્તુતો ખાલી ધુળ ખાવા જ લેવાની છે તો કેટલાય હજાર રૂપીયા બચી જાત પણ એ લાલચુ વેપારીને તો પોતાના પૈસાથી જ મતલબ હોય એ કયાથી કાઇ કેવાનો.

આ બાબતે મને વધારે પડતી બેદરકારી કોલેજની જ લાગી.કોઇપણ સ્ટુડન્ટના આટલા પૈસા જરૂર વગરની વસ્તુ પર ખર્ચાઇ જાય તો એ કયાનો ન્યાય છે.આખરે એ કોઇની મહેનત ના તો કોઇ એ કાળી મજુરી કરીને કમાયેલા પૈસા પણ હોઇ શકે.

મારો વારો આવ્યો એટલે બધી વસ્તુઓ લીધી અને બીલ હાથમા આપ્યુ એટલે મહામુસીબતે ચુકવ્યુ.મન તો સતત વલોવાતુ રહ્યુ કે આટલો બધો ખર્ચો પહેલા જ દીવસે થઇ ગયો.મમ્મી-પપ્પાની તો ફરજમા આવે એટલે એતો આપી દે પણ મારે સમજવાની જરૂર હતી.મને મારા આર્કીટેકચરમા એડમીશન લેવાના નીર્ણય પર શંકા થવા લાગી.

હવે બીલ બની ગયુ એટલે ખાલી હાથે દુકાનની બહાર આવવાનુ કોઇ કારણ જ નથી.પણ મારી મોટી સમસ્યા તો છે રાજકોટમા રહેવાની.પાંચ વર્ષ માટે કોલેજ ગામથી દુર છે એટલે મોરબીથી રોજ અવર-જવર કરવી એ તો શક્ય જ નથી.હવે જે થાય તે અહી જ રહેવાની વ્યવસ્થા કરવાની છે.

રાત પડી એ સુધીમા તો અમે ત્રણથી ચાર રૂમ જોઇ લીધા.એકેયમા મોકળાશ નો મળી.એમાનો એક અમારા સીનીયરનો રૂમ જોયો પણ હાલત મારે જેવી જોય એવી નહોતી.બીજો એક “હેપી” જે મને સવારે વેઇટીંગ વખતે મળેલો એ તો મોકો જોઇને રોકાઇ ગયો અને મે ના કહી દીધી.

કેકેવી પાસેની લોન્જ હોસ્ટેલમા રહેવુ એજ છેલ્લો ઉપાય હતો.ત્યા જ બેગ ઉતારીને રોકાઇ ગયો.મારી જાણમા આ હોસ્ટેલ એટલા માટે હતી કારણ કે હુ ત્યા પહેલા પણ “નાટા” ના ક્લાસીસ વખતે રહેતો.

રાતે મોડે સુધી બધી વસ્તુઓ ઉત્સાહમા જ જોયા રાખી અને મોડી રાતે ઉંઘી ગયો.ગઇ કાલના બનાવ પછી કોલેજ જવાનો ઉજમ ઓછો તો થઇ ચુક્યો છે.
***

“હાલ આમ આવી જા વચ્ચે...”

તોછડા અવાજે “સેન્ટર કયા આવે બેટા...”

છોકરીનો ધમકી ભરેલો અવાજ સંભળાય છે.“કમ ટુ સેન્ટર ઇડીયટ યુ કાન્ટ એબલ ટુ લીસન બુલસીટ...”

“રાઉન્ડ ફર બ્લડી ફુલ ટેન ટાઇમ પરકેક્ટ થવા જોય ઇડીયટ.”એણે ફરવાનુ ચાલુ કર્યુ ત્યારે ચહેરો દેખાય છે જેને હુ ઓળખુ છુ અને એડમીશન લેવામા મારી સાથે હતો.

“સરમાય છે કેમ છોકરી છે,આમા શરમ શેની.ચલ જલ્દી કીપ ઇટ અપ,કરવુ તો પડશે જ તારે...” આખી વાતમા આ જીણો છોકરીનો નવો અવાજ ઉમેરાય છે.

“બરોબર રાઉન્ડ કર નહીતર ફરીથી કરાવીશ...”

“હા હવે બરોબર...”

“જા હવે કેન્ટીન માથી મારા માટે ચા લઇ આવ...”
ઘેરો પડછંદ છોકરાનો અવાજ આવ્યો.“નહી જાવાનુ ના કહી દે...”

“નય જાય એમ...ઓ મીસ્ટર શો અપ એન્ડ ટેલ...કે નહી જાય.”

એ બેયની મજા માટેની લડાઇ મા આ એક નીર્દોષ સાથે અન્યાય થવાનો છે.છોકરો વધારે ગભરાય છે અને કપાળે પરસેવો રેલાતો જાય છે.હા પાડીને ચા લાવવી કે ના કહીને પહેલા જ દીવસે કોઇની મજાનો ભોગ બનવુ એ નક્કી કરી શકે એવી એની અત્યારની હાલત તો નથી જ.

“લેવા ગયો તો જોઇ લેજે...”ફરી થી ધમકી આવે છે.
કોઇનુ અપમાન કરતા હોય એવી રીતે રાક્ષસની જેમ બે-ત્રણ જણાના હસવાનો અવાજ આવે છે.બેયની લડાઇ લાંબી ચાલવાની હતી અને એમ જ થયુ.

“ઇપ્સા” એટલે કે “ઇન્દુભાઇ પારેખ સ્કુલ ઓફ આર્કીટેકચર” ની આવી જ કાઇક પ્રથા છે.જયા આવી હરકતો ને કોલેજના સીનીયરના તાજ પહેરીને ફરતા કોલેજ ના ભક્ષકો અને જુનીયર વચ્ચેના ઇન્ટરેકશન નુ નામ આપે છે.પણ રાજકોટની બહાર આવેલી આ કોલેજ પાસે કોઇ તો જાદુ છે જે બધાને તોય સાથે રાખે છે.

કેકેવીથી સીધા રસ્તે આવો અને હરીપર ગામના પાટીયાથી એમ.ટી.વી. હોટલથી જમણે વળીને ડાબી બાજુ પાર્કીંગમાથી અંદર આવો એટલે સીધો પગથીયાવાળો રસ્તો દેખાય.ત્યા ની જમીન પથરાળ અને નાના-મોટા ખાડા ટેકરાવાળો ખરાબો છે એટલે પગથીયા પર આગળ વધો કે વોશરુમ આવે અને એને ડાબે કે જમણે વળી સીધા હાલો એટલે બે-ત્રણ પગથીયા ઉતરવાના અને પછી જે કાળા પથ્થર ની દીવાલથી બનેલી ઇમારત આવે એ અમારી કેન્ટીન.

પગથીયા ઉતરતા પહેલા ડાબે વળો તો ત્યા નીચાણ છે અને જમણી બાજુ વળો ત્યા પાણીનુ ફીલ્ટર,થોડો ઉંચો ઠેકડો મારો તો માથુ ભટકાય ને એટલી ઉચાણવાળી છત એની બરોબર વચ્ચેથી થઇને છત “સોસરવુ” પસાર થતુ એક જુનુ ઝાડ છે જેના માટે છતની વચ્ચે ગોળાકાર જગ્યા ખુલ્લી મુકેલી છે.

પાછા જમણે હાલો એટલે દીવાલમા અવરજવર માટેની જગ્યા.ત્યા પાછળના પગથીયાથી વી.વી.પી એટલે અમારી બાજુની કોલેજવાળા સ્ટુડન્ટ આવતા જતા હોય.
અત્યારે પર્વતોની ભેખડની પાછળ ડાકુ કોઇને હેરાન કરતા હોય એના જેવી જ ઘટના પાછળ ચાલી રહી છે.દરવાજાની સામે સીધેસીધા ઉભા રહો તો એક ગભરાયેલો અને ડરેલો છોકરો દેખાય છે.

બે ત્રણ એની સામે ત્રણેક એની પાછળ એમ કરતા દસ બાર અડવીતરા લાગતા છોકરા અને છોકરીઓ એની ફરતી બાજુ પર એને હેરાન કરવાની ધાક જમાવીને બેઠા છે.આગળની મગજમારી પતી નથી ત્યા નવી જ વાત ચાલુ થઇ.

“જો ભાઇ પેલા તારુ નામ,પછી અટક,ગામનુ નામ અને આર્કીટેકચરમા એડમીશન કેમ લીધુ એ બોલવાનુ” એમાનો એક બોલે છે“અને આ જ કોલેજમા એડમીશન કેમ લીધુ એ કહેવાનુ...બરોબર...”

એ કાઇ બોલે એ પહેલા જ એક વાઇડાય કરતી છોકરીએ કીધુ.”આટલુ ઇઝી...ગાયઝ પ્લીઝ ગીવ સમ ઇન્ટરેસટીંગ ના...”

મને લાગ્યુ ખોટી હોશીયારી કરતી ઇંગ્લીશમા બોલે છે અને બાકીના બધાય ગાડરીયા પ્રવાહની જેમ એને ઉત્સાહીત કરે છે.જો મારા મનનુ હાલતુ હોત તો એક-એકને પકડી-પકડી ને મારત.પણ મારા જેવા ખાલી વાતો કરવાવાળા હોય એ કરી પણ શુ શકે.મારાથી ખાલી મોટી-મોટી વાતો જ થાય અને હુ કદાચ એને બચાવી શકુ મને મારી જાત પર શરમ આવે છે.એ બધા કારણ વગરનો એના પર એટલો હક જમાવી રહ્યા હતા કે એમનો ગુલામ હોય.મારુ મગજ એકદમ ધખારા નાખે છે પણ હુ કાઇ જ કરી શકુ એમ નથી.મે બસ દીવાલની પાછળ બેઠા-બેઠા સાંભળ્યા રાખ્યુ અને ચા જ પીતો રહ્યો.

પણ વાત આટલેથી પુરી નથી થઇ.”તારે ગર્લફ્રેન્ડ છે...”

“ના...”ધ્રુજતા અવાજે જવાબ આવ્યો.

“આ બેઠી એમાથી કઇ છોકરી ગમે તને...”

“શુ કયો છો...”

તોછડાઇ ભરેલા અવાજે “બેરો છો નથી સંભળાતુ,મે કીધુ આ બેઠી એમાથી કઇ છોકરી ગમે...”

“હુ કેમ કઇ કહી શકુ...તમને...” એના અવાજ મા ડર ચોખ્ખો વર્તાય છે.

“આમાથી બધાને સર કહીને જ બોલાવવાના બરોબર...”

“અને હા જે ગમતી હોય એને પ્રપોઝ કરીને એની સાથે ફોટો લઇને આવ પાંચ જ મીનીટમા...”

હવે પહેલા જ દીવસોમા પહેલી જ વાર કોઇ નવા માણસ આવેલા હોય એમની સાથે આવુ વર્તન કરવુ એ કયાનો ન્યાય છે.અને પછી એની મનોસ્થીતી અને મનોબળ કઇ રીતે ભાંગીને ભુકો થાય એ જેની સાથે ઘટના બનેલી હોય એનાથી વધારે સારી રીતે કોઇ ન સમજાવી શકે.

મારી પેલા જ એક સ્ટુડન્ટ સાથે વાત કરી ત્યારે જાણવા મળેલુ સીનીયર-જુનીયરનુ ઇન્ટરેકશન વધેને એટલે.હવે આને તમે ઇન્ટરેકશન કહેતા હોય તો આગ લગાડી દેવી જોઇએ આવી પ્રથાને.કઇ વાત કેટલી સાચી એ તો સામેવાળા ના મનની ઉપજ છે.

“હાલ અત્યારે જા અને વીસ અલગ-અલગ છોકરી સાથે સેલ્ફી એનુ નામ અને ફોન નંબર લઇને કાલે અમને આપવાનુ એ તારુ ટાસ્ક છે...”

“ઓકે સર...” કહીને એ બહાર નીકળે છે.

“એક મીનીટ પાછો ફર તને જે પેલો તારા ક્લાસ વાળો મળે એને લઇને આવ અને પુછે તો અમારુ નામ નય આપવાનુ...હાલ નીકળ...” આવા ટાણે તો શિયાળયાવ પોતાની જાતને સાવજ સમજે છે પણ શુ ખરેખર સાવજ આવા હોય.

બહાર આવ્યો અને હુ જ પહેલો હાથે ચડી ગયો.મને ખબર છે કે મારી શુ હાલત થવાની છે.”હાલ તો તારુ કામ છે.”કહીને મને પાછળ લઇ ગયો એને એમ કે પાછળ શુ થયુ એની મને ખબર નથી અને પોતે ધીમા પગલે નીકળી ગયો.

હુ ઉભો રહ્યો અને કોઇ કાઇ બોલે એ પહેલા તો એ બધાના ક્લાસમાથી કોઇ કહેવા આવ્યુ કે જલ્દી હાલો બધા ચાંગેલાસાહેબે બોલાવેલા છે.બધા મને પડતો મુકીને હાલતા થઇ ગયા અને એમાનો એક મને કેતો ગયો “ખુશ થાતો નઇ કાલે વાત...”

પણ એ પછી કયારેય હુ આંટીમા આવ્યો નથી અને કયારેય આવવાનો પણ નથી.
***
(ક્રમશ:)