Featured Books
શ્રેણી
શેયર કરો

Whatsapp થી facebook સુધીની સફર - 8 - છેલ્લો ભાગ

પ્રસ્તાવના:

એ દિવસે મારૂ દિલ તૂટી ગયુ..બહુ રડી હું..અંદરથી ભાંગી ગઈ..
whatsapp ખોલું તો પ્રિયેશ યાદ આવી જતો એટલે મેં મારૂ whats app account delete કરી નાખ્યુ,પણ એની સાથે વિતાવેલી યાદગાર પળોના ફોલ્ડરને હું delete ના કરી શકી.........
હવે હું દરરોજ સાંજે 6 વાગ્યે તળાવની પાળે જાવ છુ..અને એની સાથે વિતાવેલી યાદગાર પળોનું ફોલ્ડર ખોલી થોડી ક્ષણો માટે એ પળોમાં લટાર મારતી આવુ છુ..એની સાથે વિતાવેલી એક એક પળ મારી નજર સમક્ષ તરવર્યા કરે છે..પણ જયારે એ પળોને હું પકડવા જાવ છું.ત્યારે એ પળો મારી આંખમાંથી આંસુરૂપે સરી જાય છે..પણ હું એને રોકી નથી શકતી.!!

આમને આમ એની યાદોના સથવારે મારા દિવસો વીતતા જતા હતા.એવો એક પણ દિવસ નહી ગયો હોય જયારે એને યાદ કરીને હું રડી ના હોવ.એક વર્ષ દરમિયાન અમારી ચેટિંગમાં થયેલી એક એક વાત મને રોજ યાદ આવી રહી હતી પણ હવે મને ચેટિંગ શબ્દ જ નહોતો ગમતો..મન ઉઠી ગયુ હતુ ચેટિંગમાંથી મારૂ..પહેલા તો હું દરરોજ ફેસબુક ખોલતી પણ હવે તો મન જ નહોતું થતું ફેસબુક ખોલવાનુ..
whats appથી શરૂ થયેલી અમારી આ સફર ફેસબુક સુધી પહોંચી ગઈ હતી. હવે અમે માત્ર ફેસબુક મિત્રો જ રહ્યા હતા.
...............

દિવસો વીતતા જતા હતા પણ, વીતતા જતા દિવસોની સાથે એની યાદ મને સતાવતી હતી..એની સાથે થયેલી એક એક વાત મને વારંવાર યાદ આવતી હતી..એને મારો સાથ ગમતો હતો, એને મારી સાથે મજા પણ આવતી હતી,પણ એને મારા માટે પ્રેમ નહોતો..એને મારા માટે પ્રેમ ના હોય તો વાંધો નહી પણ મને તો એના માટે પ્રેમ હતો એ પણ શાશ્વત પ્રેમ!!મારા પ્રેમમાં જરા પણ ઓટ નહોતી આવી..હું કાલે પણ એને પ્રેમ કરતી હતી, હું આજે પણ એને પ્રેમ કરૂ છુ..અને ભવિષ્યમાં પણ કરતી રહીશ...
પણ હા,એનાથી દૂર રહેવુ મારા માટે ઘણુ કપરૂ છે ..પણ એની યાદોના સથવારે હું જીવી લવ છુ..

આમને આમ એની યાદોના સથવારે એક મહિનો વીતી ગયો
.......
ઘણા સમયથી હું સોશ્યિલ સાઇટ્સ પર એકટીવ નહોતી થઇ..અને આટલા સમયમાં મારો રેકોર્ડ બન્યો હશે કે મેં 15 દિવસે ફેસબુક ખોલ્યુ..જોયુ તો પ્રિયેશનો મેસેજ હતો..

પ્રિયેશ: hii..

મી: hi..

પ્રિયેશ: બહુ વ્યસ્ત થઈ ગઈ છો તું તો.!

મી: હા હમણાં થોડી વ્યસ્ત હોવ છું.

પ્રિયેશ: એટલી વ્યસ્ત હોય છે કે ફેસબુક જોવાનો પણ તને સમય નથી મળતો!!..ફેસબુક પર તને 10 દિવસ પહેલા મેસેજ કર્યો હતો..હવે છેક જોયો તે?

મી: ફેસબુક ક્યારેક જ ખોલુ છુ.. બોલને કાંઈ કામ હતુ..

પ્રિયેશ: કામસર જ તને યાદ કરી શકાય શું?

મી: ના.. એવુ નથી..

પ્રિયેશ: તો કેવુ છે?

મી: કાંઈ જ નથી..

પ્રિયેશ: કાંઈ જ નથી તો બોલતી કેમ નથી?

મી: બોલવાની આદત હવે છૂટી ગઈ છે..

પ્રિયેશ: પણ યાદ તો કરી શકે ને? no msg no call!! સાવ contact જ તોડી નાંખ્યો તે?

મી: તોડ્યો નથી પણ કોઈએ મને ના પાડી હતી થોડા દિવસો contact ના કરવાની, જેથી મને ભૂલવામા સરળતા રહે..

પ્રિયેશ: હા કહ્યુ હતુ પણ..

મી: ભૂલવાનું પણ કહે છે..અને હું યાદ નથી કરતી એ ફરિયાદ પણ તું કરે છે..!!!

(પછી એનો કાંઈ રિપ્લાય ના આવ્યો..)
.....
આમને આમ બીજુ એક અઠવાડિયુ વીતી ગયુ..ના એનો મેસેજ આવ્યો,ના call આવ્યો..અને મેં પણ એને ના મેસેજ કે ના call કર્યો..
આમને આમ દિવસો વીતતા જતા હતા..ઘરથી ઓફિસ, ઓફિસથી તળાવની પાળ,અને તળાવની પાળથી ઘર..તળાવની પાળના એ બાંકડા પર બેસી એની યાદોમાં ખોવાઈ જવુ મને ગમે છે..ભલે એ ના હોય ત્યાં પણ એની યાદો તો મારી સાથે છે જ ને,હવે તો એ બાંકડો પણ મારો મિત્ર બની ગયો છે.. એ પણ મારા આવવાની રાહ જોતો હશે..!!

રોજની જેમ સાંજ પડી, 6વાગ્યા..હું મારૂ ઓફિસનું કામ પતાવી તળાવની પાળ જવા રવાના થઇ ગઈ.તળાવની પાળના ગેટ નંબર 4 થી પ્રવેશી ફરી એ બાંકડા આગળ આવી ગઈ...

પણ આ શું?..આ હું શું જોઈ રહી છું!!મને મારી આંખો પર વિશ્વાસ જ નહોતો આવતો.. પ્રિયેશ બાંકડા પર બેઠો છે..મને ભ્રમ થયો કે શું!!!
થોડી ક્ષણો હું બસ જોતી રહી ગઈ..

મેઘા મેડમ હજુ તમે અહીંયા આવો છો પ્રિયેશનો સ્વર..

(એટલે આ મારો ભ્રમ નહોતો પણ પ્રિયેશ સાચે જામનગર આવ્યો હતો...પણ એ આજે અહીંયા અચાનક કેમ આવ્યો હશે..!પછી થયુ કે કદાચ એના કામસર આવ્યો હશે..)

મી: તું અહીંયા!

પ્રિયેશ: હા કેમ ના આવી શકાય?

મી: ના એટલે...આમ અચાનક!!

પ્રિયેશ: હા..જીવનમાં બધી ઘટનાઓ અચાનક જ થાય છે ને..!અચાનક આપણી નોકરી બાબતે ઓળખાણ થઇ,પછી દરરોજની ચેટિંગ શરૂ થઇ,પછી અચાનક આપણે મળ્યા..એટલે હું પણ આજ આમ અચાનક જ..

મી: અચાનક બનેલી ઘટનાઓ લાંબા સમયગાળા સુધી ટકતી નથી, જીવનમાં જે અચાનક મળે છે એ અચાનક જતુ પણ રહે છે,પછી એ વસ્તુ હોય કે પછી........

(પ્રિયેશે કાંઈ રિપ્લાય ના આપ્યો)

મી: અમમ..કાંઈ કામસર આવાનુ થયુ જામનગર?

પ્રિયેશ: હા બહુ મહત્વનું કામ હતુ..

મી: સારૂ..

પ્રિયેશ: તું દરરોજ આવે છે અહીંયા?

મી: હમ્મ..

પ્રિયેશ: કેમ?

મી: બસ એમ જ..

(થોડી ક્ષણો સુધી બન્ને મૌન)

પ્રિયેશ: હવે બોલીશ પણ નહી મારી સાથે?

મી: કહ્યુ હતુ ને મેં તને કે હવે બોલવાની આદત છૂટી ગઈ છે મને..

પ્રિયેશ: યાદ કરવાની આદત પણ છૂટી ગઈ છે..

મી: યાદ કરવાની આદત છૂટી હોત તો હું અત્યારે અહીંયા ના હોત..

પ્રિયેશ: જાણું છુ..

મી: જાણે છે છતાં પણ અજાણની જેમ વર્તે છે!!!

(થોડી વાર સુધી બન્ને મૌન)

પ્રિયેશ: તને whats appમાં મેસેજ કરવા ગયો પણ તારૂ એકાઉન્ટ નહોતા બતાવતા..whatsapp નંબર બદલ્યો?

મી: whatsapp account delete કર્યું હતુ.

પ્રિયેશ: કેમ?

મી: હવે આદત છૂટી ગઈ whats appની અને...

પ્રિયેશ: અને?

મી: ચેટિંગની..

પ્રિયેશ: પણ મને તો આદત પડી ગઈ ને!!

(હું જોઈ રહી)

પ્રિયેશ: તને ખબર છે પહેલા હું ફેસબુક 6-8 મહિને એકાદવાર માંડ ખોલતો હતો.. પણ હવે તો દરરોજ ફેસબુક ખોલુ છું તારા મેસેજની રાહમાં.. તે કેમ મને મેસેજ કરવાનું છોડી દીધુ?

મી: આ પ્રશ્નનો જવાબ તારાથી વધારે કોને ખબર હોય.. !!

પ્રિયેશ: જાણુ છુ..મેં જ તને ના પાડી હતી થોડા દિવસ મારો contact ના કરવાની.. અને એ સમયે મેં જ તારા મોબાઇલમાંથી મારો ફોન નંબર delete કરી દીધો હતો કારણકે તું મને ભૂલી જાય..પણ

મી: બધુ જાણવા છતાં અજાણની જેમ શુકામ વર્તે છે? તું સારી રીતે જાણે છે ને બધુ..!તને મજા આવે છે ને મને હેરાન કરવાની?? (આટલું બોલતા બોલતા મારાથી રડાઈ જવાયુ.)મારા ફોનમાંથી તે તારા નંબર પણ delete કરી નાખ્યા, હું કાંઈ ના બોલી,.તે કીધું કે હું તારો contact ઓછો કરી નાખું, તો મેં કોઈપણ જાતના સવાલ-જવાબ વગર તારો contact પણ ઓછો કરી નાંખ્યો.પણ whats app ખોલું તો તારી યાદ આવી જતી એટલે મેં મારૂ whats app account જ delete કરી દીધુ..પણ મારા દિલમાંથી તારૂ નામ હું delete ના કરી શકી,દરરોજ અહીંયા આવીને તારી સાથે વિતાવેલી યાદગાર પળોમાં લટાર મારી તારી યાદોના સહારે હું જીવી લેતી હતી,અને આજે તું અહીંયા આવીને મને પ્રશ્ન કરે છે કે મેં તને મેસેજ કરવાનું કેમ છોડી દીધુ!! (ફરી મારાથી રડાઈ જવાયુ)

પ્રિયેશ: માફ કરી દે તારા પ્રિયેશને.. તને રડાવવાનો ઈરાદો નહોતો મારો..

તો શું ઈરાદો હતો તારો? રડતા રડતા મેં પૂછ્યુ..

પ્રિયેશ: તું પુરી વાત તો સાંભળ મારી. હા મેં તારા મોબાઈલમાંથી મારો નંબર delete કરી નાંખ્યો હતો કારણકે એ સમયે હું ઈચ્છતો હતો તું મને ભૂલી જાય.કારણકે હું પ્રેમથી ભાગતો હતો.. મને છેને પ્રેમ શબ્દથી જ નફરત થઇ ગઈ હતી.
પણ તે એક વખત પણ મને પૂછ્યું નહી કે મને પ્રેમ શબ્દથી કેમ આટલી નફરત થઇ ગઈ હતી..!!એ દિવસે મેં તને કહ્યું કે મારો contact ના કરતી તો તે મારી વાત માની પણ લીધી!હકથી તે મારી સાથે ઝઘડો પણ ના કર્યો..તે મને પૂછ્યું પણ નહી કે મને પ્રેમ શબ્દથી આટલી નફરત કેમ છે??

મી: કાંઈ પણ પૂછવા જેવી હાલત હતી મારી??

પ્રિયેશ: સાચી વાત છે તારી.. જે દિવસે દિલ તૂટેને એ દિવસે કાંઈ બોલવાની કે પૂછવાની હાલત નથી હોતી...અને આ વાત મારાથી વધારે કોણ સમજી શકે!

મી: તારાથી વધારે એટલે!!

પ્રિયેશ: લાંબી સ્ટોરી છે પણ ટૂંકમાં કહીશ..

(હું આશ્ચર્ય અને પ્રશ્નાર્થના ભાવથી એને જોઈ રહી)

પ્રિયેશ: આજ સુધી મેં તને ક્યારેય આ વાત કીધી નહોતી પણ આજે કહેવાનુ મન થાય છે..

મી: હમ્મ.

પ્રિયેશ: આજથી 4 વરસ પહેલાની વાત છે..પહેલા હું ફેસબુકનો બહુ વપરાશ કરતો..આખો દિવસ ફેસબુક અને whats appમાં વિતાવતો ..ને એમાં જ મારી કાજલ સાથે ફ્રેન્ડશીપ થઇ..

મી: કાજલ?

પ્રિયેશ:હા કાજલ..મારી ગર્લ ફ્રેન્ડનું નામ કાજલ હતુ.ફેસબુકમાં મારૂ dp જોઈને એણે મને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી..પછી અમારૂ દરરોજનું ચેટિંગ શરૂ થયુ.. નંબર એક્સચેન્જ કર્યા..પછી અમે ફોન પર વાતો કરતા થયા,અમે એકબીજાને મળ્યા.એકબીજા સાથે પ્રેમ થયો,2 વરસ સુધી અમારા ફોન કોલ અને મળવાનુ ચાલ્યુ..પછી એક દિવસ અમે લગ્ન કરવાનું નક્કી કર્યું..એના ઘરમાં લવ મેરેજની છૂટ હતી..અને એના ઘરે અમારા બન્નેના સંબંધની પણ ખબર હતી..એટલે એ લોકોને કોઈ વાંધો નહોતો.અને મારા પરિવારમાં પણ કોઈને વાંધો નહોતો.હું બહુ ખુશ હતો કે અમારા લગ્નમાં કોઈ વિઘ્ન નહી આવે પણ પછી..

મી: પછી

પ્રિયેશ: પણ પછી અચાનક જ એક દિવસ એણે મને ફોન પર urgent મળવા આવવા કહ્યુ હું મારૂ બધુ કામ છોડી એને મળવા ગયો એણે મને કહ્યુ કે આપણા વચ્ચે જે પણ હતું એ ભૂલી જજે..મને બહુ મોટો ઝાટકો લાગ્યો..રડમસ અવાજે મેં એને પૂછ્યું કેમ?તો કહે છે મારા લગ્ન નક્કી થઇ ગયા..
"પણ આપણા લગ્નની તારીખ થોડા દિવસમાં જ નક્કી થવાની છે "રડતા રડતા હું બોલ્યો..ત્યારે એ મને કહે છે જે છોકરા સાથે મારા લગ્ન નક્કી થયા છે એ બહુ પૈસાદાર કુટુંબનો છે..તારા કરતા વધારે કમાઈ છે..કાપો તો લોહી ના નીકળે એવી હાલત થઇ ગઈ હતી એ સમયે મારી.."સારૂ ખુશ રહેજે"આટલુ તો હું માંડ બોલી શક્યો..પણ ઘરે જઈને એ દિવસે હું બહુ રડ્યો...તૂટી ગયો અંદરથી..એ દિવસ પછી મને પ્રેમ શબ્દ પરથી જ વિશ્વાસ ઉઠી ગયો,પછી જેમ જેમ દિવસો વીતતા ગયા..એમ એમ મને પ્રેમથી નફરત થવા લાગી..હું દૂર ભાગવા લાગ્યો પ્રેમથી...

(મારાથી પણ રડી જવાયુ..)

મી: આટલું બધુ બની ગયુ હતુ તારા ભૂતકાળમાં..!!તું જે છોકરીને પ્રેમ કરતો હતો એણે તને આટલો મોટો દગો દીધો અને તું કાંઈ પણ બોલ્યા વિના જ ત્યાંથી નીકળી ગયો!!

પ્રિયેશ: ઘણી વખત પરિસ્થિતિ એવી બની જાય છે કે જેમાં કાંઈ બોલવાનું મન જ નથી થતુ..

મી: ખરૂ કહ્યુ તે..

(હવે મને સમજાઈ ગયુ હતુ કે પ્રિયેશને શા માટે સોશ્યિલ સાઇટ્સની મિત્રતામાં કે પ્રેમમાં વિશ્વાસ નહોતો..એના ભૂતકાળ વિશે જાણીને મને બહુ દુઃખ થયુ અને ગુસ્સો પણ આવ્યો કે આવી છોકરીઓ પણ હોય છે!!)

પ્રિયેશ: એક વાત કહુ હું અત્યાર સુધી માનતો હતો કે એ મારો પ્રેમ હતો..પણ હવે મને અહેસાસ થયો કે એ પ્રેમ નહોતો, કારણકે એને પ્રેમનું નામ દઈને હું પ્રેમ શબ્દનું અપમાન કરવા નથી ઈચ્છતો એ રૂપવાન હતી,પણ ગુણવાન નહી..!એને ફક્ત પૈસા સાથે પ્રેમ હતો મારા સાથે નહી..પણ એ કડવા અનુભવ પછી હું સાવ પથ્થર દિલ બની ગયો હતો..મને છેને સોશ્યિલ સાઇટ્સની મિત્રતા અને પ્રેમ ફાલતુ લાગવા લાગ્યા હતા.
એ બ્રેક અપ બાદ હું એટલો પ્રોફેશનલ બની ગયો હતો કે હું ફક્ત મારા કેરિયરમાં જ ધ્યાન દેતો હતો..અને એટલે જ હવે મારી કમાણી પણ એટલી થઇ ગઈ હતી કે મારા સામેથી માંગા આવવા લાગ્યા..પણ હું માનસિક રીતે તૈયાર નહોતો એટલે હું લગ્ન માટે ના પાડી દેતો હતો..

મી: સમજી શકુ છું તારી પીડા...

પ્રિયેશ: તને ખબર છે પછી જયારે તારા contactમાં આવ્યો ને તો મને તારી સાથે મજા આવવા લાગી હતી..તારો સાથ મને ગમવા લાગ્યો હતો..પણ એ દિવસે જયારે તે મને propose કર્યુંને ત્યારે હું ડરી ગયો હતો,ફરી મને મારો ભૂતકાળ યાદ આવી ગયો હતો..હું પ્રેમથી ભાગવા લાગ્યો હતો..
પણ છેલ્લો એક મહિનો જયારે તારી સાથે વાત ના થઇને ત્યારે મને અહેસાસ થયો કે તું મારા માટે કેટલી ઈમ્પોર્ટન્ટ છે..તને ખબર છે જયારે પણ મારો ફોન વાઈબ્રેટ થતો ને ત્યારે મને થતું કે તારો જ મેસેજ હશે..હું તરત જ ફોન તરફ દોડી જતો પણ,જયારે ખબર પડતી ને કે તારો મેસેજ નથી ત્યારે મારો મૂડ ઓફ થઇ જતો..મને તારી સાથે ચેટિંગની આદત પડી ગઈ છે અને ખરૂ કહુ ને તો તારી આદત પડી ગઈ છે.એ દિવસ પછી એકપણ દિવસ એવો નહી ગયો હોય કે જયારે મેં તને યાદ ના કરી હોય..

(હું આશ્ચર્યથી એની વાતો સાંભળી રહી હતી)

પ્રિયેશ: તને ખબર છે એક અઠવાડિયા પહેલા મારી ઓફિસની એક છોકરી એ મને propose કર્યું લગ્ન માટે..પણ મેં એને ના પાડી દીધી..જાણે છે શુકામ?

મી: શુકામ?

પ્રિયેશ: because i feel for u..u touched my soul..i love you..

(પ્રિયેશ મને propose કરી રહ્યો હતો..શું આ સપનું છે??.હું બસ એને સાંભળ્યા જ રાખતી..મને તો વિશ્વાસ જ નહોતો આવતો કે આ હકીકત છે..પ્રિયેશ પણ મને પ્રેમ કરે છે!!)

પ્રિયેશ: હવે કાંઈ બોલીશ કે ફક્ત જોયા જ રાખીશ..

(પછી મને થયુ કે એ મજાક કરતો હશે)

મી: તું મજાક કરે છે ને??

પ્રિયેશ: મજાક નથી કરતો.. i love u..

મી: ના તને ટેવ છે મસ્તી કરવાની..તું મસ્તી જ કરે છે..

પ્રિયેશ: સ્વીટ હાર્ટ હું મસ્તી નથી કરતો.

મી: ના તું મસ્તી જ કરે છે..મારા જેવી simple છોકરી થોડી તને ગમે!!

પ્રિયેશ: કોણે કહ્યુ એવુ?અને સુંદરતા તો સાદગીમાં જ છે..તારી સાદગી જ મને તારી તરફ ખેંચી લાવી..પ્રેમ કરવા લાગ્યો છું હું તને.. તારા માટે હું બહુ ખાસ ફીલ કરૂ છુ..આજથી પ્રિયેશ ફક્ત મેઘાનો.. હાથ આપ તારો..

(હું જોઈ રહી)

પ્રિયેશ: અરે આપ..
(એણે મારો હાથ પકડી મને કહ્યુ)

પ્રિયેશ: મારે તને મારી ગર્લ ફ્રેન્ડ નથી બનાવવી પણ મારે તને મારી પત્ની બનાવવી છે..will u marry me? will u be mine forever..
(મારા આંખમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા..હું કાંઈ બોલી જ નહોતી શકતી)

પ્રિયેશ: બોલો મેડમ..આ ફિલોસોફરને જિંદગીભર હેન્ડલ કરશો??

મી: પણ,તારી પેલી ઓફિસની છોકરીનું તો દિલ તૂટી ગયુ ને?

પ્રિયેશ: અત્યારે હું તને લગ્ન માટે propose કરૂ છું ને તને અત્યારે એ છોકરીનું દિલ તૂટ્યું એ યાદ આવે છે !!મને એ છોકરી પ્રત્યે જરા પણ feelings નથી..

મી: તોપણ..બિચારીને કેવુ થતુ હશે?

પ્રિયેશ:(ગુસ્સાથી)સારૂ એ બિચારી છે ને તો હું જાવ છું અત્યારે અમદાવાદ અને હા પાડી દવ છું એને..

(મેં એનો હાથ પકડીને એને રોકી લીધો અને એને ભેટીને રડવા લાગી.. પણ આ વખતે મારા આંસુ ખુશીના હતા..જે તળાવની પાળે અમને જુદા કર્યા હતા એ જ તળાવની પાળે અમને ભેગા કર્યા.)

મી: ના હો..તું મારો જ છે.. ફક્ત મારો... i love u..

પ્રિયેશ: love you too my sweet heart
.........

એ દિવસે હું એટલી ખુશ હતી કે શબ્દોમાં હું કદાચ વ્યક્ત ના કરી શકુ,પણ હા મને એવુ લાગતુ હતુ કે જાણે હું આકાશમાં ઉડી રહી છુ.... હું ટોપ ઓફ ધ વર્લ્ડ છુ. અને એ પળ પર તો ફક્ત મારો જ અધિકાર હતો.

ખીલતા ફૂલોની સુવાસ લાવી છે આજે મારૂ પળ....
ખળ ખળ વહેતુ તળાવનું પાણી રચી રહ્યુ છે મિલન તરંગ..
......

પ્રિયેશ♥️મેઘા(મેઘપ્રિય)

તો આ હતી મેઘા અને પ્રિયેશની whatsapp થી facebook સુધીની સફર..તમને આ સફર કેવી લાગી એ વિશે તમારા પ્રતિભાવ ચોક્કસ આપજો..અને હા,એક મહિના બાદ પ્રિયેશ અને મેઘાના લગ્ન છે સમયસર આવવાનુ ચુકતા નહી...
The End

story written by Mayuri Mamtora