સ્ટોરી વાંચ્યા બાદ સ્ટોરી વિશેના તમારા પ્રતિભાવ અને રેટિંગ્સ જરૂરથી આપજો
પ્રસ્તાવના:
એને કોલ કરવાનુ હું વિચારતી જ હતી ત્યાં સામેથી એનો કોલ આવ્યો..જાણે મારા મનની વાત એના સુધી પહોંચી ગઈ..!! ધ્રુજતા હાથે મે એનો ફોન ઉપાડ્યો..સામેથી એનો અવાજ આવ્યો હેલ્લો..
મી: અ.. હેલ્લો
પ્રિયેશ: શું હું મિસ મેઘા સાથે વાત કરી રહ્યો છુ?
(વાહ શું મીઠો મધુરોઅવાજ!!!મારા કાનને સ્પર્શીને સીધો મારા હૃદયને સ્પર્શી ગયો..એના અવાજમાં મીઠાશ હતી..ને મીઠાશની સાથે સાથે નમ્રતા પણ હતી..એ મને પૂછી રહ્યો હતો કે શું હું મિસ મેઘા સાથે વાત કરી રહ્યો છુ?પણ હું તો એના અવાજમાં એટલી ખોવાઈ ગઈ હતી કે મારૂ ધ્યાન જ નહોતુ કે એ મને શું પૂછી રહ્યો છે..!!બીજી વખત એણે થોડા મોટા અવાજે પૂછ્યુ..શું હું મિસ મેઘા સાથે વાત કરી રહ્યો છુ?હું વિચારોની તંદ્રામાંથી જાગી ગઈ..)
મી: અ..અમમ..હા..
પ્રિયેશ: અવાજ તો બરાબર આવે છે ને?
મી: હા..તમે પ્રિયેશ?
પ્રિયેશ: ના,હુ હેરી પોર્ટરનો ભાઈ..!
મી: હાહાહા..આમાં પણ મજાક..
પ્રિયેશ: હા શું કરૂ આદત છે મારી..
મી: અચ્છા..શું વાત છે આજે તો તમે ફોન કર્યો..?
પ્રિયેશ(મજાકમાં): હમ્મ..મને થયુ ચાલને કોલ કરૂ.ક્યાંક કોઈ એન્જલ પ્રિયા સાથે તો ચેટ નથી કરતો ને!
મી: હાહાહા...પણ એન્જલ પ્રિયા તો ફેસબુકમાં જ જોવા મળે..
પ્રિયેશ: જરૂરી નથી..આજકાલ whatsappમાં પણ એન્જલ પ્રિયાઓ વધી ગઈ છે..
મી: ઓહ એમ.. પણ હવે તો confirm થઇ ગયુ ને કે હું કોઈ
એન્જલ પ્રિયા નથી..
પ્રિયેશ: હાહાહા...not like that..was just kidding..
મી: ઓહ અચ્છા..
પ્રિયેશ: actually specially તને એક વાત કહેવા કોલ કર્યો..
(એણે specially એક વાત કહેવા તો મને એ રીતે કહ્યુ કે બે મિનિટ માટે તો મારા દિલની ધડકન વધી ગઈ...)
મી: ઓહ કઈ વાત?
પ્રિયેશ: મેડમ એકાદ મહિનામાં મારે તમારા જામનગરમાં આવવાનુ થશે....
(એ સાંભળીને તો મારા મનની અંદરથી મોટે મોટેથી અવાજ આવવાનો શરૂ થઇ ગયો.ઓહો ઓહો વાહ સાચે?પણ એ અવાજ જયારે બહાર નીકળ્યો ત્યારે તેનુ શબ્દ-સ્વરૂપ બદલી ગયુ!)
મી: ઓહ અચ્છા,કેમ?
પ્રિયેશ: લે કેમ શું?ના અવાય શું તમારા જામનગરમાં?
મી: અરે ના ના એવુ નહી..i mean અચાનક..?
પ્રિયેશ: હા અચાનક..કારણકે મારો ફ્રેન્ડ શહીદ થવાનો છે તો એની શહીદ થવાની ઉજવણીમાં તો મારે આવવુ જ પડે ને મેડમ?
મી: શહીદ!
પ્રિયેશ(હસતા હસતા)હા શહીદ..Actually, મારા એક ફ્રેન્ડના મેરેજ છે..so..
મી: હાહાહા..
પ્રિયેશ: હમ્મ..પહેલા મારે અમદાવાદથી રાજકોટ આવવાનુ થશે અને રાજકોટ થી જાનમાં જામનગર...
મી: વાહ..
પ્રિયેશ: તો જો તું અડધો દિવસ આવી શકે એમ હોય તો આપણે મળીશુ.
(ફરી મારા મનની અંદરથી જોર જોરથી અવાજ શરૂ થઇ ગયો.. wow એ જામનગર આવવાનો છે wow..અમે મળીશુ..પણ જયારે એ અવાજ બહાર નીકળ્યો ત્યારે ફરી એનુ શબ્દ સ્વરૂપ બદલાયુ!)
મી: હા પાકુ.. તારીખ?
પ્રિયેશ: આવતા મહિનાની પાંચમી તારીખે..
મી: ok પાકુ મળીશુ..પણ કઈ જગ્યાએ?
પ્રિયેશ: એ આપણે પછી નક્કી કરીએ હજુ તો ઘણી વાર છે ત્યાં આવવાને..
મી:હમ્મ..
એની સાથે વાત કરવામાં મને બહુ ખચકાટ અનુભવાતો હતો. મને બહુ શરમ આવતી હતી..એટલે 5-7 મિનિટ વાત થયા બાદ મને કામ છે એમ કહીને મેં ફોન મૂકી દીધો.. અને ઊંડો શ્વાસ ભર્યો..
..........
એ દિવસે મને એની સાથે વાતો કરવાની તીવ્ર ઈચ્છા હોવા છતાં હું ફોન પર બોલી જ નહોતી શકતી..જાણે મારા શબ્દો એ દિવસે હડતાલ પર ઉતરી ગયા હતા.!!!હા, અમુક શબ્દોને બાદ કરતા જેમકે..હમ્મ..ઓહ અચ્છા..બરાબર....હાહાહા...
ચેટિંગમાં તો મારૂ બોલવાનુ બંધ જ ના થતુ..પણ ફોન પર તો મારી બોલતી બંધ જ થઇ ગઈ હતી!
અને એમાં પણ મને સમાચાર મળ્યા કે એ એક મહિના પછી જામનગર આવવાનો છે એ સાંભળીને તો ખુશીના માર્યા મારી બોલતી સાવ બંધ થઇ ગઈ હતી.. હું એને મળવા માટે બહુ જ ઉત્સુક થઇ ગઈ હતી...અને સાથે સાથે એ વિચાર પણ મને વારંવાર આવતો હતો કે એની સાથે ફોન પર વાત કરવામાં હું આટલી ગભરાતી હતી..તો પછી એ મને રૂબરૂમાં મળશે ત્યારે મારી હાલત શું થશે..!!!
હશે જે થશે એ જોયુ જાશે કારણકે હજી તો એને આવવાને એક મહિનાની વાર હતી..એ આવતા મહિનાની એટલે કે જુલાઈ મહિનાની પાંચમી તારીખે આવવાનો હતો..એટલે એ દિવસે કયો વાર આવે છે એ જોવા માટે મે કેલેન્ડર તપાસ્યુ..જોયુ તો ખબર પડી કે એ દિવસે શનિવાર આવતો હતો..
શનિવાર આવ્યો એટલે મારે ઓફિસે રજા લેવી પડે એમ હતી..મનમાં થયુ એ આવવાનો છે તો હું અડધી તો શું આખા દિવસની રજા પણ મૂકી દવ એમ છુ!!પણ એના આવવાના સમાચાર મે જ્યારથી સાંભળ્યા હતા ત્યારથી મારો એક એક દિવસ કાઢવો મુશ્કેલ થતો હતો.મને મનમાં થતુ હતું કાશ કાલે જ એના ફ્રેન્ડના મેરેજ હોત...!તો એ બહાને અમે જલ્દી મળી શકત.....
જેમ જેમ એને મળવાના દિવસો નજીક આવતા હતા તેમ તેમ મારી ઉત્સુકતા વધતી જતી હતી..અમે કઈ જગ્યાએ મળીશુ? અને એને મળવા જઈશ ત્યારે ક્યા કપડા પહેરીને જઈશ?ડ્રેસ પહેરીશ કે કુર્તી?કે પછી જીન્સ?અને કઈ હેર સ્ટાઇલ કરીને જઈશ..?અને એ રૂબરૂ મળશે ત્યારે મારો અવાજ નીકળશે કે પછી ફોનમાં થયુ એ રીતે જ મારા શબ્દો હડતાલ પર ઉતરી જશે?? આવા અનેક વિચારોમાં ને વિચારોમાં મારો એક મહિનો માંડ માંડ વીત્યો..
...............
................
અને આખરે જુલાઈ મહિનાની પાંચમી તારીખ આવી ગઈ..સવારે હું વહેલી ઉઠી નાહી-ધોઈને મારી નવી ગુલાબી રંગની કુર્તી પહેરીને તૈયાર થઈ ગઈ હતી..અને એના ફોનની રાહ જોતી હતી..
પણ બપોર થવા આવી પણ તેમ છતાં એનો ફોન ના આવ્યો..!!મને થયુ મિત્રના લગ્નમાં આવ્યો છે તો લગ્નના કામમાં પડ્યો હશે..તો ફ્રી થઈને કોલ કરશે..
આમને આમ સાંજ પડી ગઈ..
...........
સાંજે એનો સામેથી ફોન આવ્યો કે મને ઓફિસમાં urgent કામ આવી ગયુ હતુ.. sorry હું જામનગર ના આવી શક્યો....!અને આ સાંભળતા જ મારા બધા અરમાનો પર પાણી ફરી ગયુ..
એક મહિનાથી હું એના આવવાની કાગડોળે રાહ જોતી હતી કેલેન્ડરમાં વારંવાર પાંચમી તારીખ જોયા રાખતી..અને જયારે એ તારીખ આવી ત્યારે એ જ ના આવી શક્યો. મારો મૂડ સાવ આઉટ થઇ ગયો હતો..પછીનો દિવસ રવિવાર પણ મારો ઉદાસીનતામાં ગયો...
........
અને એના પછીના દિવસે એટલે કે સોમવારે as it is મારી routine life start થઇ ગઈ,ઘરથી ઓફિસ ને ઓફિસથી ઘર..અને રાત્રે અમારૂ ચેટિંગ..
આમને આમ બે મહિના વીતી ગયા....
............
અને આ બે મહિનામાં બે-ત્રણ વખત અમે ફોન પર ય વાત કરી..ફોનમાં વાત કરવાની મજા તો આવતી પણ મને ચેટિંગમાં વધારે comfertable લાગતુ..કારણકે ચેટિંગમાં હું સરળતાથી વિના સંકોચે બોલી શકતી પણ ફોનમાં તો મારી બોલતી જ બંધ થઇ જાતી..5-10 મિનિટ માંડ ફોન પર અમારી વાત થતી.. એક દિવસ ફોનમાં વાતોમાં ને વાતોમાં અમે મળવાનો પ્લાન કર્યો, અને રવિવારના દિવસે મળવાનુ નક્કી કર્યુ કારણકે રવિવારે અમને બન્નેને રજા હોય..
રવિવાર તો આવી ગયો..પણ આ વખતે પણ અમે ના મળી શક્યા...કારણકે એના કુટુંબમાં એના કોઈ સગાનુ અવસાન થઇ ગયુ હતુ.એટલે એ દિવસે અમારો મળવાનો પ્લાન કેન્સલ થઇ ગયો...
..........
એના પછીના રવિવારે ફરી અમે મળવાનો પ્લાન કર્યો.પણ આ વખતે મારે અચાનક બહારગામ જવાનુ થયું..એટલે ફરી અમારો મળવાનો પ્લાન કેન્સલ થયો...
...........
ફરી એક વખત પ્લાન બન્યો પણ આ વખતે એને ઓફિસમાં એટલો work load હતો કે રવિવારે પણ એની ઓફિસ ચાલુ રહેતી હતી..એટલે એક મહિના સુધી અમારૂ મળવાનુ શક્ય નહોતુ..
..............
આમને આમ કોઈને કોઈ કારણસર અમારા મળવાના પ્લાન પર પાણી ફરી જતુ.. કોઈવાર મને એવુ કામ આવી જતુ.. તો કોઈવાર એને કામ આવી જતુ..જાણે કુદરત ઈચ્છતી જ નહોતી કે અમે મળીએ..
.............
આમને આમ બીજા બે મહિના વીતી ગયા...પણ અમારા મળવાનુ મુહૂર્ત જ નહોતુ આવતુ...
અમે ફરી મળવાનુ નક્કી કર્યું.અમારો મળવાનો વાર તો fix જ રહેતો રવિવાર..કારણકે બન્નેને રજા હોય..પણ આ વખતે મને ઓફિસમાં રજા નહોતી. workload ને કારણે રવિવારે પણ અમારી ઓફિસ ચાલુ રહેવાની હતી..છતાં પણ આ વખતે તો મારૂ મન મક્કમ હતુ કે આ વખતે તો મળવુ જ છે..ભલેને ઓફિસ ચાલુ હોય તોપણ સાંજે મળીશુ..પણ મળીશુ તો ખરા જ...એટલે અમે નક્કી કર્યું કે સાંજે 6 વાગ્યે તળાવની પાળ મળીશુ...
....
અને આખરે એ દિવસ આવી ગયો...
અમારા એક વર્ષના ચેટિંગ બાદ આખરે મારી આતુરતાનો આજે અંત આવવાનો હતો.પણ શું આ વખતે પણ અમે મળી શકીશુ કે ફરી કોઈ વિઘ્ન આવશે..?
જો કે આ વખતે તો સવારે 10 વાગ્યે જ એનો મેસેજ પણ આવી ગયો હતો કે એ અમદાવાદથી જામનગર આવવા માટે બસમાં બેસી ગયો છે અને સાંજ સુધીમાં જામનગર પહોંચી જશે..
તે દિવસ મારા માટે ખાસ દિવસ હતો...મારૂ રોજિંદુ કામ પતાવી સવારે 9 વાગ્યે હુ ઓફિસે તો પહોંચી ગઈ હતી..પણ હું શરીરથી જ ઓફિસે હતી...મારૂ મન તો એના વિચારોમાં જ ખોવાયેલુ હતું..જ્યારથી મેં એના જામનગર આવવાનો મેસેજ વાંચ્યો હતો ત્યારથી મારી એક એક પળ કાઢવી મુશ્કેલ બનતી જતી હતી..બસ હું તો સાંજની જ વાટ જોતી હતી..
........
પળ પળ પળ ના નીકળે આ પળ...
જોઈ રહી છુ તારી રાહ પળ પળ..
ક્યારે ઢળશે આ સુરજ.....
ને આવશે એ રંગીન પળ..?
ખીલતા ફૂલોની સુવાસ..
ક્યારે લાવશે મારી પળ..?
ખળ ખળ વહેતુ તળાવનું પાણી
ક્યારે રચશે અમારૂ મિલનતરંગ?
વાદળી રંગનુ આ આકાશ
ક્યારે લાવશે સંધ્યાનું પળ?
પળ પળ પળ ના નીકળે આ પળ...
જોઈ રહી છુ તારી રાહ પળ પળ..
......................
એ દિવસે સવારથી સાંજનો સમયગાળો મને બહુ લાંબો લાગ્યો...થોડી થોડી વારે હું આકાશ ભણી જોતી..અને એને પૂછતી કે ક્યારે પુરાશે તારામાં સંધ્યાનો રંગ?અને એ પણ મારી આતુરતા જોઈને જવાબ રૂપે વાદળીઓને અવનવા હાસ્ય આકારો આપી મારા પર મંદ-મંદ હસી રહ્યો હતો...!
પણ આખરે સાંજ પડી..
..........
ઢળતી સાંજ..
અને આખરે એ સમય આવી જ ગયો જયારે હુ અને એ મળવાના હતા...
હું ઘરેથી 5:30 એ જ તળાવની પાળે જવા રવાના થઇ ગઈ હતી મેં મારી મનપસંદ આછા લીલા રંગની કુર્તી પહેરી હતી..કઈ હેર સ્ટાઇલ રાખવી એ બાબતે હું સવારથી જ confuse થતી હતી એટલે મેં વાળ ખુલ્લા રાખવાનુ પસંદ કર્યું.મને મેક-અપ કરવાની આદત નહોતી એટલે મેં પાવડર અને આછી લિપસ્ટિક લગાડી હતી..
આમ તો ફોટોમાં મે એને ઘણીવાર જોયો હશે,પણ રીયલમાં એ કેવો દેખાતો હશે..?અને જયારે એ મને મળશે ત્યારે હું એની સાથે વાતો કઈ રીતે કરી શકીશ..?!!કારણકે ચેટિંગમાં તો સરળ હતી વાતો કરવી..પણ નજરની સામે જયારે એ રૂબરૂ થશે ત્યારે શું હું એની નજરોમાં નજર મેળવી બિન્દાસ વાતો કરી શકીશ જે રીતે ચેટિંગમાં કરી શકતી હતી? અને ફોનમાં બોલતી વખતે જે રીતે મારા શબ્દો હડતાલ પર ઉતરી ગયા હતા એ રીતે ક્યાંક રૂબરૂમાં પણ શબ્દો હડતાલ પર ઉતરી જાશે તો? આવા અનેક વિચારોનો વંટોળ એકી સાથે મારા મનમાં ઉમળી રહ્યો હતો. ને એ વિચારોમાં ને વિચારોમાં હું ક્યારે તળાવની પાળ પહોંચી ગઈ એ મારૂ ધ્યાન જ ના રહ્યુ..
પણ હજુ તો 5:45 જ વાગ્યા હતા..
gate no 4 વાળી ટિકિટબારીમાંથી ટિકિટ લઇ મેં અંદર પ્રવેશ કર્યો..અને ત્યાં સારી એવી જગ્યા શોધી બાંકડા પર બેસી હું એના આવવાની રાહ જોતી હતી..એ દિવસે હું બહુ નર્વસ હતી ને સાથે સાથે મને એને મળવાની ઉતાવળ પણ હતી.. મારૂ ધ્યાન વારંવાર ઘડિયાળ તરફ અને ગેટ પર જતુ હતુ... 6:20 થવા આવી હતી પણ હજુ સુધી એ આવ્યો નહોતો..
6:30 એ એનો ફોન આવ્યો કે હું તળાવની પહોંચી ગયો છુ ક્યાં આવુ? મેં એને ગેટ no 4 આગળ આવવા કહ્યુ..અને ok કહી એ gate no 4 આગળ આવવા માટે રવાના થઇ ગયો..
બસ થોડી જ મિનિટોમાં અમે મળવાના હતા..મારી nervousness એકદમ વધી ગઈ...ક્રમશ:.....