Whatsapp thi Facebook sudhini safar - 3 books and stories free download online pdf in Gujarati

Whatsapp થી facebook સુધીની સફર - 3

સ્ટોરી વાંચ્યા બાદ સ્ટોરી વિશેના તમારા પ્રતિભાવ અને રેટિંગ્સ જરૂરથી આપજો

પ્રસ્તાવના:
હુ એની સાથે ચેટિંગ કરવાના નતનવા બહાનાઓ શોધતી હતી..પણ અનેક પ્રયાસો કરવા છતાં પણ અમારી chat આગળ નહોતી વધતી...પણ એક દિવસ મને એક એવો મસ્ત idea આવ્યો કે જેથી અમારી chat લાંબી ચાલી શકે એમ હતી..

અને એ આઈડિયા હતો એને એકાઉન્ટને લગતી queries પૂછવાનો...મૂળ તો અમે બન્ને એક જ ફિલ્ડના..તેથી મને એક સરસ મજાનો મોકો મળી ગયો એની સાથે લાંબી chat ચાલુ રાખવાનો...રવિવારે સવારે મેં એને એકાઉન્ટને લગતી queries લખી મેસેજ મોકલ્યો...

જોકે મને એકાઉન્ટને લગતી બહુ query હતી નહી..પણ મેં નવી નવી queriesને મારા ચેટિંગમાં જન્મ આપ્યો...ટેલીને લગતી,આમનોંધ-પાકા સરવૈયાને લગતી તેમજ એકાઉન્ટને લાગતી વળગતી ઘણી બધી queries મેં એને એકી સાથે પૂછી નાખી..
અને queries વાળો મારો આ idea સફળ રહ્યો..હું એને queries પૂછતી ગઈ અને એ મારી queries solve કરતો ગયો..અને આમને આમ એક કલાક નીકળી ગઈ..
.......

જોકે મારી queries તો ચાલુ જ હતી..પણ એને કાંઈક કામ આવી ગયુ હશે...તેથી તેણે મને કહ્યુ કે હવે વધેલી queries તે બીજા દિવસે solve કરશે...મે કહ્યુ ok...

એની સાથે એક કલાક chat થયા બાદ મારા રવિવારની શરૂઆત સારી થઇ ગઈ હતી..મારો મૂડ મસ્ત થઇ ગયો હતો..

થોડીવાર પછી મને ફરી એને મેસેજ કરવાની ઈચ્છા થઇ..એને મેસેજ કરવા મે ફોન હાથમાં લીધો..
પણ પછી મને મનમાં થયુ કે એ શું વિચારશે કે આ તો જો આને કાંઈ કામધંધા જ નથી લાગતા..એ વિચારે મે એને મેસેજ ના કર્યો. અને એમ પણ એણે કીધુ જ હતુ કે એ બીજે દિવસે queries solve કરશે..એટલે તે દિવસે મેં એને મેસેજ કરવાનો વિચાર માંડી વાળ્યો.
આખો દિવસ મેં એના મેસેજની રાહ જોઈ કે કદાચ એનો મેસેજ સામેથી આવે..પણ આખો દિવસ વીતી ગયો તેમ છતાં એનો મેસેજ ના આવ્યો.
.......

બીજા દિવસે સવારે એનો સામેથી મેસેજ આવ્યો..એણે ગઈકાલની queries solve કરી નાખી હતી..તેથી મેં બીજી 2-3 queries કાઢી..પણ એ queries એણે 10મિનિટમાં જ solve કરી નાખી..
એટલે મે બીજી નવી queries કાઢી..એ queries પણ એણે થોડીવારમાં solve કરી નાખી...
હવે તો મારી બધી queries ય પતી ગઈ હતી..અને સાથે સાથે અમારૂ chat પણ પતી ગયુ..
...........
એની સાથે વાત ચાલુ રાખવા માટે હું એને દરરોજ એકાઉન્ટને લગતી નતનવી queries પૂછવા લાગી...અને એ પણ એકેય જાતના સવાલ-જવાબ કર્યા વગર મારી queries solve કરતો ગયો કે જે queries મને ક્યારેય હતી જ નહી..

પણ હા મને એટલી ચોક્કસ ખબર પડી કે એનુ accounting નું knowledge ઘણુ સારૂ હતુ...

આમને આમ થોડા દિવસ ચાલ્યુ....
........
.....
એક દિવસની વાત છે..
as it is મે એને એકાઉન્ટને લગતી query લખી મેસેજ મોકલ્યો..અને એનો રિપ્લાય આવ્યો..

પ્રિયેશ: મને લાગે છે કે હવે મારે એકાઉન્ટન્ટની નોકરી છોડી એકાઉન્ટ ભણાવાનુ ચાલુ કરી દેવુ છે..??

મી: કેમ?

પ્રિયેશ: શું કેમ?તમારી એકાઉન્ટની queries solve કરી કરીને મારૂ એકાઉન્ટ એટલુ બધુ powerful થઇ ગયુ છે કે હવે જો હું નોકરી છોડી ટ્યુશન શરૂ કરી દવને તોપણ મને લાગે છે કે હવે મને વાંધો નહી આવે..????

(હું એની વાતનો ઈશારો સમજી ગઈ...)

મી: ??

પ્રિયેશ: પણ એક વાત મને ના સમજાણી..!

મી: શું?

પ્રિયેશ: તમને અચાનક આટલી બધી queries કેમ??તમે તો એકાઉન્ટ લખો છો ને? અને આજે તો તમે જે query લખી મને મોકલી એ તો basic accountingને લગતી query છે..હવે તો મને question થાય છે કે તમે સાચે એકાઉન્ટન્ટ છો કે નહી!?!???
........

હવે આ સવાલનો મારે શું જવાબ આપવો..!! તે દિવસે હું ફસાઈ ગઈ..
ફસાઈ ગઈ તો એ તો ઠીક પણ એની સાથે વાત ચાલુ રાખવાના ચક્કરમાં મારી એકાઉન્ટન્ટ તરીકેની આબરૂ તો સાવ ધૂળ ધાણી થઇ ગઈ..અને એનો question ય વ્યાજબી હતો કારણકે school ટાઈમમાં મે જેટલી મારા એકાઉન્ટના ટીચરને queries નહી પૂછી હોય ને એટલી queries મેં એને આટલા દિવસોમાં પૂછી લીધી હતી..એટલે એનો એ question તો વ્યાજબી હતો કે હું સાચે એકાઉન્ટન્ટ છુ કે નહી! પણ એને એમ થોડી કહેવાય કે આ બઘી queries તો મે એની સાથે વાતો ચાલુ રાખવા કાઢી હતી..!પછીથી મે એને ગોળગોળ જવાબ આપી એ વાત ટાળી દીધી..

વાત તો ટળી ગઈ...પણ આગળ શું...?ફરી એ જ પ્રશ્ન ઉભો રહ્યો કે મારે એની સાથે વાતો કેવીરીતે ચાલુ રાખવી..!?

જેમ જેમ દિવસો વીતતા ગયા એમ એમ હું નતનવા બહાનાઓ શોધતી ગઈ એની સાથે વાતો કરવાના..પણ એ બહાનાઓ થકી અમારી થોડી ઘણી વાતો માંડ થતી..

એકાદ મહિના આમને આમ ચાલ્યું..
.....
....

પણ આવી રીતે વાતો કરવાની મજા નહોતી આવતી.મારે એના વિશે જાણવુ હતુ..એની સાથે કામ સિવાયની વાતો પણ કરવી હતી..એટલે એક દિવસ મેં એને મેસેજ કર્યો..

મી: Hii..

થોડીવાર બાદ એનો રિપ્લાય આવ્યો...

પ્રિયેશ: બોલો બોલો ક્યા કામસર યાદ કર્યો મને?

મી: કોઈ કામસર જ શું તમને યાદ કરી શકાય?!! કામ વિના એમનેમ હું તમને મેસેજ ના કરી શકુ શું??

પ્રિયેશ: ના???

મી: ક્યારેક તો રિપ્લાયમાં સીધા જવાબ આપો..?

પ્રિયેશ: ??

મી: huh?

પ્રિયેશ: મને મજા આવે છે તને ઊંધા જવાબ આપવાની...?Specially તારૂ huh?વાળુ reaction જોવાની..???

મી: એમ?..તો પછી એ reaction જોવા માટે ક્યારેક સામેથી મેસેજ પણ કરાય..

પ્રિયેશ: પણ મને આદત નથી મેસેજ કરવાની...મારા whats appમાં પણ most of મારા work related જ ચેટિંગ હોય.?

મી: most of એટલે કે માની લઈએ કે ચાલો 80% work related ચેટિંગ હોય તોપણ 20%તો કામ સિવાયનુ ચેટિંગ હોવાની સંભાવના તો ખરી જ ને ?

પ્રિયેશ: હમ્મ..may be..

મી: હમ્મ એટલે કે કામ સિવાયની વાતો પણ તમે કરો જ છો એમ જ થયુ ને.!?

પ્રિયેશ: Nope..

મી : how?

પ્રિયેશ: bcoz મારા whatsappમાં લાંબી લાંબી વધારે પડતી કામ વગરની ચેટિંગ ના હોય..

મી: છતાં પણ હોય તો ખરા જ ને..?

પ્રિયેશ: આજે તો તમે મારા ચેટિંગના વિષય પર PhD કરી નાખ્યુ?

(મને મનમાં થયુ ચેટિંગના વિષય પર તો શું તમારા વિષય પર ય PhD કરવુ છે..)

મી: કોઈ પણ વિષય પર PhD કરવાની મને આદત છે..?

પ્રિયેશ: અચ્છા..અને સાથે સાથે તમને લાંબા લાંબા ચેટિંગની પણ આદત લાગે...?

મી: Nope..એટલી બધી પણ આદત નથી...હું અમુક લોકોની સાથે જ ચેટિંગ કરૂ..અને સામેથી મેસેજ તો બહુ ઓછાને કરૂ..

પ્રિયેશ: ઓહ એવુ??પણ મને તો તમે સામેથી જ મેસેજ કર્યો.. it means હું એ લિસ્ટમાં છુ કે જેને તમે સામેથી મેસેજ કરો છો...!

મી: હમ્મ..

પ્રિયેશ: સરસ.

મી: તમે અમદાવાદ કેટલા વરસથી રહો છો?

પ્રિયેશ: 5 વરસથી..

મી: ઓહ gr8.. પણ ત્યાં કેમ શિફ્ટ થયા?

પ્રિયેશ: બસ મને મન થયુ???

મી: આપણી ચેટિંગમાં મને સીધા જવાબ ક્યારે મળશે?

પ્રિયેશ: ક્યારેય નહી..??lol..??

મી: બહુ સારૂ?
.................
આમને આમ એક કલાક સુધી પહેલી વખત અમારી કામ વગરની chat લાંબી ચાલી..પણ ચેટિંગમાં તો મેં જ એને એના વિશે પ્રશ્નો પૂછ્યા,પણ એણે મારા વિશે કશું જ ના પૂછ્યુ..કલાક સુધી મે એના વિશે જાણવા એને પ્રશ્નો કર્યા..જેમાંથી અમુકના એણે સીધા જવાબ આપ્યા તો અમુકના as it is ઊંધા જવાબો...
પણ મને એ વાતથી સંતોષ થયો કે atleast એ દિવસે અમારી વગર કામની ચેટિંગ લાંબી તો ચાલી..અને મે પણ એના વિશે થોડુ ઘણુ જાણ્યુ..
એ દિવસે રાત્રે મને એની સાથે થયેલ ચેટિંગના વિચારોમાં ને વિચારોમાં નીંદર જ ના આવી..
............

એ દિવસે એની સાથે વાત થયા બાદ હવે મારે એની સાથે વાતો કરવા માટે નતનવા બહાનાઓ નહોતા શોધવા પડતા..હું એની સાથે હવે બહાના વગર પણ ચેટિંગ કરી શકતી હતી...અને કદાચ મેં એને ચેટિંગની આદત પાડી દીધી હતી..પણ અમે આખો દિવસ ચેટિંગ નહોતા કરતા. ચેટિંગ માટે અમે એક સમય નક્કી કરી રાખ્યો હતો..અને એ સમય હતો રાતનો...અમે દરરોજ રાત્રે 9 વાગ્યાની આસપાસ ચેટિંગ શરૂ કરતા અને એકાદ કલાકમાં અમારૂ ચેટિંગ પતી જતુ..હા ક્યારેક દોઢ કલાક પણ થતુ...

આમને આમ એક મહિનો વીતી ગયો..
.........
.....
....
અને આ એક મહિનામાં અમે એકબીજા વિશે ઘણુ બધુ જાણી લીધુ હતુ...

એના ઘરમાં કુલ ચાર સભ્યો હતા..એના મમ્મી-પપ્પા,એનો મોટો ભાઈ અને એ પોતે..અને અમારા ઘરમાં પણ અમે ચાર સભ્યો...મારા મમ્મી-પપ્પા, હું અને મારી નાની બહેન...પ્રિયેશના પપ્પા પ્રાઇવેટ બેંકમાં ક્લાર્કની નોકરી કરતા હતા..અને પ્રિયેશ અમદાવાદની મલ્ટિનેશનલ કંપનીમાં 2 વરસથી એકાઉન્ટન્ટની નોકરી કરતો હતો..એણે પણ મારી જેમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી જ પોતાનુ બી.કોમ પુરૂ કર્યુ હતુ..એ ઉમરમાં મારાથી એક વર્ષ મોટો હતો.જોકે મેં એને એની ઉંમર directly નહોતી પૂછી..પણ એણે ક્યા વર્ષમાં બી.કોમ પુરૂ કર્યું છે એ પરથી મે એની ઉંમરનો અંદાજો લગાવી લીધો હતો..
એ દેખાવે એકદમ આકર્ષક અને મનમોહક હતો અને એવી જ મનમોહક હતી એની Personality..અને આ બાજુ મારો દેખાવ સામાન્ય..અને મારી રહેણીકરણી પણ સાવ simple જ હતી..કારણકે મને સાદગીમાં રહેવુ વધારે ગમે..

પ્રિયેશને social media પર આખો દિવસ active રહીને chat કરવુ એ સમયની બરબાદી લાગતી..પ્રિયેશ social site પર થયેલી મિત્રતા કરતા real lifeમાં થયેલી મિત્રતામાં વધુ માનતો..એના 4 ખાસ મિત્રો હતા..જે એના માટે એના ભાઈ જેવા હતા..અને આ બાજુ મારી ત્રણ best friends હતી..જે મારી ફ્રેન્ડ કમ બહેન વધારે હતી..જેની સાથે હુ બધુ જ share કરતી...પણ હા પ્રિયેશ વાળી વાત હજુ સુધી મે એને જણાવી નહોતી...
આમ તો મારે social mediaમાં ઘણા મિત્રો હતા,પણ એ મિત્રો તો માત્ર નામના મિત્રો જ હતા..એમાંથી હું અમુક મિત્રો સાથે જ ક્યારેક થોડુ-ઘણુ chat કરતી..

પ્રિયેશને ક્રિકેટ રમવાનો ઘણો શોખ હતો..ઇન્ટર કૉલેજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં તેને ઘણા પુરસ્કારો મળ્યા હતા..અને આ બાજુ મને ક્રિકેટમાં સહેજ પણ રસ ના પડતો..અને હુ ટીવીમાં પણ ક્યારેય ક્રિકેટ ના જોતી..પણ હા મને hindi serial જોવામાં બહુ રસ પડતો અને આ બાજુ એને hindi serial જોવામાં જરા પણ રસ ના પડતો...
એને નવલકથા વાંચવાનો પણ બહુ શોખ હતો..એણે અત્યાર સુધીમાં ઘણી બધી અંગ્રેજી અને ગુજરાતી નવલકથાઓ વાચી લીધી હતી..અને એનાથી વિપરીત મેં આજ સુધીમાં એક પણ નવલકથા નહોતી વાંચી...
પણ હા એક બાબતે અમારા વિચાર સરખા હતા..મને મારૂ કાઠિયાવાડ બહુ પ્રિય...અને એને પણ મારી જેમ જ કાઠિયાવાડ સાથે બહુ લગાવ હતો..કારણકે મૂળ તો એ પણ કાઠિયાવાડનો જ ને..

ગણિતમાં એની માસ્ટરી હતી... કોઈપણ ગણતરીઓ એ એક ચપટી વગાડતામાં જ કરી લેતો.હા હું પણ કોઈપણ ગણતરી તરત જ કરી લેતી પણ એના જેટલી મારી ગણિતમાં માસ્ટરી નહોતી...

જેમ જેમ દિવસો વીતતા ગયા..એમ એમ હું એના સ્વાભાવ વિશે વધુ જાણતી થઇ...એની અંદર એક મસ્તીખોર બાળકની સાથે સાથે એક પરિપક્વ Philosopher પણ છુપાયેલો હતો..કારણકે અમારી દરેક chatના દરેક topicમાં એનો એકાદ Philosophy વાળો angle તો ચોક્કસ પણે રહેતો જ...
એ ઘણો મહત્વકાંક્ષી હતો..એને એની lifeમાં એના fieldમાં ઘણુ આગળ નીકળવુ હતુ..એ એની વાતો પરથી સ્પષ્ટ થતુ હતુ..

અને આ એક મહિનામાં અમે એકબીજાને ઘણા સવાલો-જવાબો કર્યા હશે..પણ હા અમે ક્યારેય એકબીજાને એકબીજાની Personal life related એક પણ સવાલ જવાબ નહોતા કર્યા...કારણકે હજુ સુધી અમારી મૈત્રી એટલી પણ આગળ નહોતી વધી કે અમે એકબીજાને એકબીજાની Personal Life related question પૂછી શકીએ...પણ હા અમે એવા મિત્ર ચોક્કસ બની ગયા હતા કે જેમાં એક connection build થઇ ચૂક્યુ હતુ..અમે એકબીજા સાથે વિના સંકોચે બધુ share કરી શકતા..

એ 9 થી 10 વચ્ચેનો સમયગાળો મને બહુ જ ગમતો..અને કદાચ એને પણ ગમતો જ હશે કારણકે એણે કોઈ દિવસ કોઈ સાથે આટલી chat નહોતી કરી જેટલી એણે મારી સાથે chat કરી હતી..
હું એની સાથે બધુ જ share કરતી. દિવસની એક એક નાની મોટી ઘટના પણ share કરતી..હા એ પણ ઘણુ-ખરું share કરતો.. પણ અમારા બન્નેના ચેટિંગમાં સૌથી વધારે હું જ બોલતી..મારૂ typing stop જ ના થતુ..અને એ મને સાંભળ્યા રાખતો...i mean વાંચ્યા કરતો..
અને એ 9થી 10 વચ્ચેનો સમયગાળો ક્યારે પતી જતો એ મને ખ્યાલ જ ના રહેતો..એની સાથે એ એક કલાકની ચેટિંગ બાદ મારા આખા દિવસનો થાક ઉતરી જતો...

આમને આમ બે મહિના વીતી ગયા...ક્રમશ:.....


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED