Whatsapp thi Facebook sudhini safar - 2 books and stories free download online pdf in Gujarati

Whatsapp થી facebook સુધીની સફર - 2

સ્ટોરી વાંચ્યા બાદ સ્ટોરી વિશેના તમારા પ્રતિભાવ અને રેટિંગ્સ જરૂરથી આપજો

પ્રસ્તાવના
તે દિવસે Whatsappમાં એની સાથે વાત થયા બાદ એના વિશે જાણવાની મારી ઉત્સુકતા વધી ગઈ....
..........
બીજા દિવસે સવારે મે એને ગુડમોર્નિંગનો મેસેજ કર્યો..થોડીવારમાં એ મેસેજ પર બ્લ્યુ ટિક થઇ ગયુ..પણ સામેથી એનો કાંઈ રિપ્લાય ના આવ્યો..મે થોડી રાહ જોઈ પણ એનો રિપ્લાય ના આવ્યો..તેથી ઈન્ટરનેટ બંધ કરી હુ મારા રોજિંદા કામમાં વળગી ગઈ...બપોરે લંચ ટાઇમમાં ફરી ચેક કર્યું..no reply..ફરી રાત્રે ચેક કર્યુ..but No reply..

બીજા દિવસે સવારે ફરી મેં ગુડ મોર્નિંગનો મેસેજ લખી મોકલ્યો..બ્લ્યુ ટિક થયુ..પણ as it is no reply..થોડીવાર બાદ ફરી મે એને મેસેજ કર્યો

મી: ગુડ મોર્નિંગ કહેવાનો કોઈ વધારાનો ચાર્જ whatsapp વસૂલ નથી કરતુ..?

પ્રિયેશ: ???Actually..મને ગુડમોર્નિંગ અને ગુડનાઈટ આવા પ્રકારના મેસેજના રિપ્લાય દેવા નહી પસંદ..

મી: ઓહહ...!શું હું જાણી શકુ શા માટે?

પ્રિયેશ: બસ એમ જ..

મી: સારૂ... અમમ...તમને એક પ્રશ્ન પૂછું તમારી પરવાનગી હોય તો..?

પ્રિયેશ: ના..

મી: સારૂ...

(થોડીવાર પછી)

પ્રિયેશ: પૂછો શું પૂછવાના હતા...??

મી: કાંઈ નહી..Next time..bye ttul. ☺️

પ્રિયેશ: ok..
........

થોડા દિવસ પછી એનો સામેથી મેસેજ આવ્યો..

પ્રિયેશ: hii

મને આશ્ચર્ય થયુ કે એણે પહેલીવાર સામેથી મને મેસેજ કર્યો ...!! મનમાં થયુ વાહ શું વાત છે..મેં તરત રિપ્લાય કર્યો.

મી: hii....

પ્રિયેશ: અમદાવાદમાં એક જોબ છે એકાઉન્ટન્ટની...સારો પગાર છે..if you would like to apply then i will send u details...

મને તો હતુ વાતો કરવા મેસેજ કર્યો હશે...પણ As it is..મારી ધારણા ખોટી રહી..પણ હવે મારે અમદાવાદ જોબ માટે ઈચ્છા નહોતી એટલે મેં ટાઇપ કરી એને મેસેજ મોકલ્યો...

મી: ના,હવે મારી અમદાવાદ જોબ માટે ઈચ્છા નથી..

પ્રિયેશ: કેમ?

મી: કાંઈ નહી બસ.. કાઠિયાવાડ છોડીને જવાનુ મન જ નહી થતુ..કાઠિયાવાડ જેવી મજા ત્યાં નથી...

પ્રિયેશ: ઓહ અચ્છા...સાચી વાત છે..

મને આશ્ચર્ય થયુ કે એ અમદાવાદી થઈને મારી આ વાતને સાચી કહી રહ્યો હતો...એટલે મેં એને પૂછ્યુ...

મી: તમે અમદાવાદી થઈને મારા કાઠિયાવાડના વખાણ સાંભળી લીધા?!!વાહ!!!સારૂ કહેવાય...મારા ઘણા સગા અમદાવાદ રહે છે અને એને જો હું એમ કહુ ને કે કાઠિયાવાડ જેવી મજા ત્યાં નથી...તો તરત જ કહેશે..જા જા..અમારા અમદાવાદ જેવી મજા ક્યાંય નથી...

પ્રિયેશ: ???

મી: કેમ હસવુ આવ્યુ?

પ્રિયેશ: તો શું હું રડુ?

મી: ?..

પ્રિયેશ: actually હું પણ મૂળ તો કાઠિયાવાડી જ છુ...so...

મી: oh gr8..which city?

પ્રિયેશ: રાજકોટ..

મી: ohkk..તો તમારો જન્મ રાજકોટમાં?

પ્રિયેશ: ના રે ના..મારો જન્મ તો દવાખાનામાં ?

મી: ?..મને સીધા જવાબ ના આપવાનો તમે નિયમ લીધો લાગે..?

પ્રિયેશ: હમ્મ...

મી: સારૂ...

પ્રિયેશ: તે દિવસે તુ શું પ્રશ્ન પૂછવાની હતી?

મી: ઓહહ.. તમને યાદ છે?

પ્રિયેશ: હમ્મ...

મી: તમે મને તમારા dpવાળા હીરોનુ નામ તે દિવસે નહોતુ
કીધું...બસ એ જ પૂછવું હતુ...

પ્રિયેશ: ઓહહ પણ એ જાણીને તારે શું કામ છે?

મી: કાંઈ કામ નથી બસ એમ જ..કહેવુ હોય તો કહો નહિતર વાંધો નહી..

પ્રિયેશ: ohk..મારે તો નહી કહેવુ...

મી: સારૂ ?

પ્રિયેશ: મોં ના બગાડીશ..સારૂ ચાલ કહુ છુ..એ હીરોનું નામ.. પ્રિયેશ દવે છે...????

મી: Omg?..

પ્રિયેશ: yup... ?

મી: એ તમે છો.?

પ્રિયેશ: હા...હુ છુ? કોઈ શક...?

મી: ohh gr8...really??મને તો હતુ કોઈ હીરોનું dp તમે રાખ્યુ છે..?

પ્રિયેશ: હા તો હું હીરો જ છુ ને ??

મી: great....Looking nice...

પ્રિયેશ: thx....સારૂ ચાલો મને થોડુ કામ આવી ગયુ..Bye..

મી: Ohkk.. bye☺️

.................

મને તો વિશ્વાસ જ ના આવ્યો કે એ dp એનુ હશે...!એની પ્રોફાઈલ open કરી dp પર ક્લિક કરી zoom કરીને એને હું બસ જોતી જ રહી ગઈ...
what a dashing and handsome guy!!!

કદાચ હું આકર્ષિત થઇ ગઈ હતી એનો ફોટો જોઈને...

એક કલાક રહીને ફરી મેં એને મેસેજ કર્યો...

મી: hii..

પણ આ વખતે તરત બ્લ્યુ ટિક ના થયુ..એ ઓનલાઇન નહોતો...છેક સાંજે એ ઓનલાઇન થયો..પણ એણે મારા મેસેજને ignore કર્યો..મને થયુ..હશે કદાચ કામમાં...આમને આમ દિવસ વીતી ગયો અને એનો રિપ્લાય ના આવ્યો...તેથી બીજા દિવસે સવારે એ ઓનલાઇન થયો ત્યારે મે તરત મેસેજ કર્યો..

મી: બહુ વ્યસ્ત હો તમે તો સાહેબ!

પ્રિયેશ: કેમ શું થયુ? કાંઈ કામ હતુ?

મી: કામ હોય તો જ મેસેજ કરાય એવુ કોણે કીધુ?

પ્રિયેશ: એવુ નહી પણ હું ચેટિંગ ઓછુ કરૂ છુ..કામની વાતો હોય તો ઠીક છે બાકી ચેટિંગ મને સમયની બરબાદી લાગે...

મી: ઓહહ...સાચી વાત...

પ્રિયેશ: હમ્મ..

મી: ?

.................
સાચી વાત કહેવા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો પણ નહોતો..પણ મારી એક ધારણા સાચી ઠરી કે આ બીજા બધા કરતા અલગ જ હતો..કાંઈક તો હતુ એનામાં ખાસ કે એની સાથે chat કરવુ મને રસપ્રદ લાગતુ હતુ. પણ હવે મારે એની સાથે કઈ રીતે chat ચાલુ રાખવુ એ મારા માટે એક પ્રશ્ન બની ગયો હતો...થોડા દિવસ એમનેમ ચાલ્યુ...ના એણે મને મેસેજ કર્યો..ના મે એને મેસેજ કર્યો...

પછી મને એક idea આવ્યો..મે એને બહાનું કાઢી મેસેજ કર્યો કે મારી એક ફ્રેન્ડને અમદાવાદમાં જોબ કરવી છે એમ કહી મેં વાતની શરૂઆત કરી..પણ એણે મારી બહેનપણીનું resume મંગાવ્યુ.... એટલે મારો એ idea fail થઇ ગયો..મે આડા અવળુ બહાનુ કાઢી એ વાત ટાળી દીધી..અને as it is અમારૂ chat પણ ત્યાં જ પતી ગયુ..
...........

2 દિવસ રહીને મને વિચાર આવ્યો કે હુ એને whats appમાં આવેલા jokes forward કરૂ કદાચ એ બહાને થોડીઘણી વાતચીત થશે એવુ વિચારી મે એને ચાર-પાંચ jokes forward કર્યા..થોડીવાર બાદ એનો રિપ્લાય આવ્યો..રિપ્લાયમાં laughing emoji..થોડીવાર બાદ મે ફરી jokes forward કર્યા..and again એણે laughing emoji મોકલી...પણ વાત કાંઈ આગળ ના વધી..આવી રીતે થોડા દિવસો ચાલ્યુ..મે jokes સિવાય બીજા માહિતીવાળા મેસેજ,બોધવાળા મેસેજ,ધાર્મિક મેસેજ પણ forward કરી દીધા..પણ as it is એનો એક જ રિપ્લાય આવતો એ પણ emojiમાં... જેવો મારો મેસેજ એવી એની emoji...પણ અમારૂ chat આગળ વધતુ જ નહોતુ.. મારે એના વિશે જાણવુ હતુ..એની સાથે વાતો કરવી હતી..પણ મારો એક પણ idea કામ નહોતો કરતો કે જેથી અમારી વાત લાંબી ચાલે..પણ એક દિવસ મને એક મસ્ત idea આવ્યો..જેથી અમારૂ chat લાબું ચાલી શકે એમ હતુ...

પણ એ idea શું હતો એ તમને હું કહીશ આવતા અંકમાં..ક્રમશ.....


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED