હિટ હો યા ફ્લોપ, બસ ફિલ્મ મિલની ચાહીએ JAYDEV PUROHIT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હિટ હો યા ફ્લોપ, બસ ફિલ્મ મિલની ચાહીએ


આમ તો કામ કરતાં રહેવું એજ જીવનનું સત્ય છે. પણ આપણે અહીં રિટાયર્ડની સિસ્ટમ છે. પરંતુ બોલીવુડમાં એવો કોઈ નિયમ નથી. લોકોનો પ્યાર મળતો રહે ત્યાં સુધી જોબ ચાલું, ફિલ્મો મળવાની બંધ થાય એટલે નોકરી પુરી. પરંતુ અત્યારનો સમય માત્ર કામ કરતાં રહેવાનો છે. બોલિવુડના સુપરસ્ટારો પણ કામ શોધ્યા જ કરે છે.

એક સમય હતો ફિલ્મી દુનિયાનો જ્યાં ફિલ્મ હિટ જાય કે ફ્લોપ. નિર્માતા થી લઈ અભિનેતાઓ સુધી બધાંને એની અસર થતી. ઘણાં વર્ષો સુધી ફિલ્મો ન મળતી, વગેરે..વગેરે.. પરંતુ વર્તમાન સાવ વિપરીત. આ ફિલ્મ હિટ છે કે ફ્લોપ આ પ્રશ્ન માત્ર આપણી ચર્ચાનો વિષય છે. બોલીવુડમાં આ પરિણામની હાલ કોઈ જ વેલ્યુ રહી નથી. ફિલ્મ મળતી રહે. ફિલ્મ કર્યા રાખે અને બસ કામ કરતાં રહો.

ત્રણેય ખાન હાલ ડિમાન્ડમાં નથી. એમાંય શાહરુખ ખાનને તો કાળી ચૌદશ લાંબી ચાલશે એવું લાગે છે. કેમ કે, એમનું પ્રોડક્શન હાઉસ પણ સતત ફ્લોપ રહ્યું છે હમણાં. દબંગ 3 અને રાધે ફિલ્મ કદાચ સલમાનને માર્કેટમાં ફરી જીવંત કરશે. અમે આમિર ખુદ સમજીને હમણાં થોડો પાછળ ચાલે છે. પરંતુ અક્ષયકુમાર અને આયુષ્માન ખુરાના બંનેએ નક્કી કર્યું કે એક વર્ષમાં પાંચ જેટલી ફિલ્મો બનાવવાની જ. બૉલીવુડ એક આભાસી કાચ છે. મૃગજળ છે. આપણે જે જોઈએ એવું હકીકતમાં કશું હોતું નથી.

અમિતાભ બચ્ચનએ ગઈકાલે જ બોલીવુડમાં 50 વર્ષ પૂરાં કર્યા અને હજી એ સતત કામ શોધ્યા જ કરે છે અથવા સતત કામ કર્યા જ કરે છે. રૂક ગયે તો મીટ જાએન્ગે, ચલતે રહોગે તો નામ રહેગા… આમ તો બોલીવુડમાં ઘણા ઈવા છે જેને હવે ઘરે બેસી જઉ જોઈએ પરંતુ એ સતત કામ કર્યા જ કરે છે. કારણ કે, જ્યાં સુધી કામ છે ત્યાં સુધી જ બજારમાં નામ છે.

પહેલાં સમયનાં કલાકારોની કમાણી માત્ર ફિલ્મો અને બહુ તો એડ કરતાં. બાકી શૉ. અત્યારે તો કઈ ન કરે તો પણ નેટ કમાણી અધધધ મળ્યાં જ કરે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક વગેરેમાંથી બધાં સેલેબ્સ કરોડો કમાઈ છે. ફિલ્મની ફી કરતાં સોશિયલ મીડિયાની કમાણી વધુ હોય છે. એટલે ફિલ્મો હિટ જાય કે ફ્લોપ હવે બહુ ફરક પડતો નથી.

પહેલાં બોલીવુડમાં કલાકારો ગણી શકાય એટલાં હતાં. અને ફિલ્મો પણ માપમાં બનતાં. અત્યારે ચીનની દીવાલ બને એટલી લાંબી લાઈન છે બોલીવુડમાં ભરતી થવાની. અને ફિલ્મો અઢળક બને છે. સ્ક્રીપ્ટ હોય, પૈસા રોકવ કોઈ પૈસેશ્વર હોય અને એક નિર્માતા મળી જાય એટલે ફિલ્મ બની જાય છે. એટલે તો એક જ દિવસે પાંચ પાંચ ફિલ્મો રિલીઝ થાય છે.

હવે આવી કામની મારામારીમાં જે સુપરસ્ટાર થઈ ગયાં એ લોકોને ફર્ક પડે આપણાં હિટ કે ફ્લોપના પરિણામોથી??? હવે તો ફિલ્મો મળે એટલે કરી નાખવાની. ચર્ચાઓ એટલી થાય કે ખર્ચો આરામથી નીકળી જ જાય. એટલે હાલ કોઈ રિવ્યુની વધુ ચિંતા કરતું નથી. બસ, જે કામ મળે તે હા કહી દો.

ટીવીમાં, યુ ટ્યુબમાં, મ્યુઝિક સોંગ્સમાં, ફિલ્મોમાં કે વેબ સિરીઝમાં બધે જ બધા જ કલાકારો કામ કરવાં તૈયાર જ છે. હિટ ફિલ્મ કે ફ્લોપ ફિલ્મ કોઈપણ હોય. જો કામ બંધ થયું તો નામ પણ જશે અને ડિમાન્ડ પણ ઓછી થશે. માટે જ્યાં જ્યાં મળે કામ ત્યાં ત્યાં ન કરો આરામ.

બોલિવુડના વડીલો જે હજી કામ કર્યા કરે છે એમની પાસેથી આપણે એક વસ્તુ શીખવા જેવી ખરી કે, લોકોનાં પરિણામોની ચિંતા કર્યા વગર બસ કામ કરતાં રહો. કામ કરતાં જ રહો. જ્યાં સુધી શરીર આપણને રિટાયર્ડ થવાનો આદેશ ન આપે ત્યાં સુધી કામ કરતાં જ રહો.

– જયદેવ પુરોહિત

બીજા અનેક વિષયો પર રોમાંચક લેખો વાંચવા www.jaydevpurohit.com ની સફર માણો...