પ્રેમ કે પ્રતિશોધ-41
(આગળના ભાગમાં જોયું કે રાધી સામે પ્રથમ વખત જ્યારે વિનયે પોતાના પ્રેમનો પ્રસ્તાવ મુક્યો તે ઘટના યાદ આવે છે. બીજી બાજુ વિનય પોતાને કેદ કરનારને તેના અવાજ પરથી ઓળખી લે છે....)
હવે આગળ...
સવારના સાત વાગ્યે અર્જુનના ફોનની રિંગ વાગી તેણે જોયું તો દીનેશનો ફોન આવી રહ્યો હતો. અર્જુને કોલ રિસીવ કર્યો. સામેથી દીનેશનો પરિચિત અવાજ સંભળાયો.
“સર, તમે કહ્યું હતું એ રીતે, તપાસ કરી તો જાણવા મળ્યું કે રાજેશભાઈનો એક નોકર ગિરધર પહેલાં નાટક મંડળીમાં કામ કરતો હતો અને એ પણ સ્ત્રી પાત્ર બખૂબી ભજવતો હતો, પણ સર એ ન સમજાયું કે તમે એ બધું જાણવાનું શા માટે કહ્યું હતું?"
“પેલી અજયના મર્ડર સમયેની રેકોર્ડિંગ યાદ છે. તેમાં પણ સ્ત્રીનો અવાજ હતો...."
“ઓહહ, સર એતો હું ભૂલી જ ગયો."
“હવે તું ગિરધરના ઘરે જઈ અને ચેક કર કઈક તો આપણા કામનું મળી જ રહેશે."
“OK SIR"
અર્જુને ફોન ચાર્જમાં મૂકી ફટાફટ પોલીસ સ્ટેશને જવા માટે તૈયાર થયો.
અર્જુને પોલીસ સ્ટેશને પહોંચી રમેશને પોતાની કેબિનમાં બોલાવ્યો.
“રમેશ વિનયનો કઈ પતો લાગ્યો ખરો!"
“ના સર, આપણી ટીમ એજ કામમાં લાગી છે પણ કઈ જાણવાં નથી મળ્યું."
અચાનક અર્જુનને કઈક યાદ આવ્યું હોય તેમ કહ્યું,“રમેશ એક યુક્તિ છે. ખબર નહીં કામ કરશે કે નહીં પણ અંધારામાં તિર ચલાવવા જેવું છે."
“સર, આમ પણ આપણી પાસે અન્ય કોઈ રસ્તો પણ નથી. એટલે શું કરવાનું છે?"
“એક મિનિટ...."
અર્જુને આટલું કહી પોતાનો મોબાઈલ કાઢી એક મેસેજ ટાઈપ કરી વિનયના બધા જ ફ્રેન્ડને સેન્ડ કર્યો.
“સર, મને કંઈ સમજાયું નહીં....શું મેસેજ કર્યો?"
“એ સમજાય જશે, એકવાર બધા રીપ્લાય આવી જાય પછી."
ત્યાં તો ફરી દીનેશનો કોલ આવી રહ્યો હતો. અર્જુને કોલ રિસીવ કરી સ્પીકર મોડ ઓન કર્યું.
“સર, તમે કહ્યું હતું એ મુજબ ગિરધરના ઘરે તો આવી ગયા પણ બહાર લોક મારેલ છે."
“તો લોક તોડવા માટે મારે ત્યાં આવવું પડશે..."અર્જુને કડક સ્વરે કહ્યું.
“ના ના સર, અમે લોક તોડીને અંદર તપાસ કરીએ..."
“એક કામ કર કોલ ચાલુ જ રાખ... અને અંદર ધ્યાનથી જુઓ કઈ મળી જાય તો."
હજી અર્જુન અને દીનેશ વાત કરી રહ્યા હતા ત્યાં ધડામ કરતો અવાજ સંભળાયો.
“તૂટી ગયું લોક!" સંજયે મોટા પથ્થર વડે લોક તોડતાં કહ્યું.
“ચલો અંદર ચેક કરીએ..."દીનેશે સંજયને ઉદ્દેશીને કહ્યું.
બંને લગભગ 10 થી 15 મિનિટમાં આખો રૂમ ખૂંદી વળ્યાં, પણ કઈ વિશેષ મળ્યું નહિ.
“લાગે છે કે, અહીં કઈ નથી મળવાનું..."સંજયે કહ્યું.
“હમ્મ, સર અહીં તો કઈ ન મળ્યું..."દીનેશે ફરી ફોન કાન પર લગાવતાં કહ્યું.
“OK, તો હવે... ત્યાં જ રાહ જુવો ગિરધર આવે એટલે એને ડાયરેક્ટ પકડીને...."
“પણ સર, કોઈ નક્કર પુરાવા વગર આપણે શી રીતે..."
“એ તો કરવું જ પડશે, અને હા સીધો એને અહીં લાવો ફટાફટ બાકીનું હું જોઈ લઈશ."
“OK SIR, અમે અહીં જ તેના આવવાની રાહ જોઈએ..."
“સરસ." અર્જુને ફોન કટ કરી અને જોયું તો તેણે જેટલા મેસેજ કર્યા હતા એના રીપ્લાય આવી ગયા હતા.
અર્જુને એક એક કરીને બધા મેસેજ વાંચ્યા. અંધારામાં લગાવેલું તિર જાણે નિશાના પર જ વાગ્યું હોય એમ અર્જુનના ચેહરા પર સ્મિત રેલાયું...
“સર, લાગે છે તમારો તુક્કો કામ કરી ગયો."રમેશે ઉત્સુકતાથી પૂછ્યું.
“આ એક મેસેજ બધાથી અલગ છે. અને મારા ખ્યાલથી એનું કારણ પણ આપણે જાણીએ છીએ"
“પણ સર, આ મેસેજથી કઈ સાબિત તો નથી થતું... તો પછી આપણે..."
“રમેશ, મને તાત્કાલિક આ વ્યક્તિ વિશે સંપૂર્ણ માહિતી જોઈએ, અને હા કોલેજે જઈ અને એક ટ્રેકર લગાવવું પડશે... એ પણ આ મેસેજ જેનો છે તે ....."
“સમજાય ગયું સર, હું હમણાં જ એ કામ કરી દઈશ. અને હા આ વ્યક્તિ વિશે તો આપણી પાસે બધી માહિતી છે જ..."
“ના રમેશ, આ વખતે રાજેશભાઈ અને આ વ્યક્તિ વચ્ચે કોઈ લિંક મળવી જ જોઈએ...."
“OK, સર... "રમેશ અર્જુનની પરવાનગી લઈને એક નવી જ ઉર્જા સાથે તેને સોંપાયેલા કામમાં જોડાયો.
*****
રમેશના ગયા પછી અર્જુને તેના ટેબલના ડ્રોવરમાંથી પેલી ટાઈપ કરેલી ચિઠ્ઠીઓ કાઢીને ધ્યાનથી જોવા લાગ્યો..એને થોડીવાર વિચાર્યું અને પછી મોબાઈલમાં એક નંબર ડાઈલ કરી સામેથી કોલ રિસીવ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો.
“હેલ્લો!, અર્જુનસાહેબ ઘણા સમય પછી તમારો કોલ આવ્યો"
“એવું નથી પણ કામ જ કંઈક એવું છે ને, ખેર મારે થોડી મદદ જોઈએ તારી."
“હમ્મ, બોલોને...."
અર્જુને થોડીવાર વાત કરી કોલ વિચ્છેદ કર્યો. પણ એના ચહેરા પર કઈક નવી જ ઉર્જાનો સંચાર થયો. જાણે કે એના હાથમાં કઈક વિશેષ જ માહિતી મળી હતી જેનાથી તે ટૂંક સમયમાં અજય અને શિવાનીના હત્યારા સુધી પહોંચી શકશે....
(ક્રમશઃ)