Tiraskar - 6 - Last part books and stories free download online pdf in Gujarati

તિરસ્કાર - 6 - છેલ્લો ભાગ

પ્રકરણ-6
પ્રગતિ કોલેજમાં થી ઘરે આવી. એ રોજના નિત્યક્રમ પ્રમાણે હવન કરવા બેઠી. હવન પતાવી અને એ થોડી વાર આરામ ખુરશી માં આરામ ફરમાવવા બેઠી. એટલામાં એના ઘર ની ડોરબેલ રણકી.
એણે દરવાજો ખોલ્યો. સામે વિરાજ ઉભો હતો. એને જોઈને પ્રગતિ ભડકી ઉઠી. એ બોલી, જો વિરાજ! તું ઓમ ની વકીલાત કરવા આવ્યો હોય તો મારે તારી એક પણ વાત સાંભળવી નથી. મેં પ્રિયા ને પણ કહ્યું હતું કે, હું એની કોઈ જ વાત સાંભળવા માંગતી નથી. તો પછી શા માટે વારંવાર તમે લોકો મને એની યાદ અપાવવા મજબૂર કરી રહ્યા છો?" મારા પર મહેરબાની કરો. પ્લીઝ. મારે નથી જાણવું કાંઈ પણ. તિરસ્કૃત તો હું થઈ છું. એની વેદના તો માત્ર હું જ જાણું છું. એ તો જેના પર વીતે એ જ જાણે!"
પ્રગતિ ની વાત સાંભળીને વિરાજ થોડી ક્ષણો એમ જ ઉભો રહ્યો. એણે માત્ર પ્રગતિ ને સાંભળવાનું જ કામ કર્યું. એણે પ્રગતિ ને પોતાના મનની જે પણ કડવાશ હતી એ કાઢી લેવા દીધી. એ કડવાશ નીકળી ગયા પછી પ્રગતિ શાંત પડી. એ શાંત પડતાં જ વિરાજે પ્રગતિ ને કહ્યું, "તારા એક કોલેજકાળના મિત્ર ને ઘર માં નહીં બોલાવે.?"
" ઓહ, વિરાજ સોરી, અંદર આવ. હું તો ગુસ્સામાં સાવ તને અંદર આવવાનું પણ કહેવાનું ભૂલી ગઈ. પ્લીઝ કમ ઇન. અંદર આવ. પ્રિયા કેમ છે? એ આવી છે?" પ્રગતિ એ પૂછ્યું.
"એ મજામાં છે. એ અત્યારે નથી આવી. એ થોડા ઘરના કામમાં બીઝી છે. અત્યારે તો હું જ એકલો આવ્યો છું. હું તારી સાથે થોડી અગત્યની વાત કરવા માગું છું. પ્રિયા પણ થોડા દિવસ પહેલા તને આ જ વાત કરવા માટે આવી હતી પણ તું એની વાત જ સાંભળવા તૈયાર ન થઈ. એ જ વાત હું આજે કરવા આવ્યો છું. જો તું સાંભળવા ઈચ્છે તો... એટલું કહી વિરાજ એ અલ્પવિરામ મૂક્યું.
હવે પ્રગતિ નું મન થોડું શાંત થયું હતું. એ હવે આજે પહેલી વાર વિરાજ ની વાત સાંભળવા તૈયાર થઈ. એણે કહ્યું, "સારું વિરાજ. હું તને 10 મિનિટ આપું છું. એ 10 મિનિટમાં જે કહેવું હોય એ કહી દેજે.
અને વિરાજ એ વાત શરૂ કરી, "પ્રગતિ, હું જે કાંઈ કહું છું એ શાંતિથી સાંભળજે. અને મન શાંત રાખજે. તું માને છે ને કે ઓમ એ તારો તિરસ્કાર કર્યો. પણ એ શા માટે કર્યો એ જાણે છે તું?"
પ્રગતિ બોલી, "ના હું નથી જાણતી જે જાણવું પણ નથી."
"અને એ આ દુનિયામાં ન હોય તો પણ?" વિરાજ એ હવે સત્ય જણાવ્યું. હા, ઓમ મૃત્યુ પામ્યો હતો.
આ સાંભળીને પ્રગતિ ને તો પગ તળેથી જમીન સરકી ગઈ. એણે વિરાજ ને પૂછ્યું, 'કેમ? શું થયું હતું ઓમ ને? એ બીમાર હતો? મને એણે કેમ સત્ય ન જણાવ્યું?" પ્રગતિ એ સવાલોનો મારો ચલાવ્યો.
વિરાજ એ જવાબ આપ્યો, હા, પ્રગતિ એને એઇડ્સ હતો. એ તારી જિંદગી બરબાદ કરવા માંગતો નહોતો. એટલે એ તારી જિંદગી થી દુર થઇ જવા માંગતો હતો. અને માટે જ એણે તારો તિરસ્કાર કર્યો હતો. એ તારી જિંદગી બચાવવા માંગતો હતો. અને એટલે જ એ તારાથી દૂર થઈ ગયો. આજે હવે એ આ દુનિયામાં નથી. પણ તારી ઝીંદગી બચાવતો ગયો."
પણ એને એઇડ્સ થયો કેવી રીતે? શું એને કોઈ બીજા જોડે શારીરિક સંબંધ હતા? પ્રગતિ ને શંકા પડી.
"ના, ડોક્ટર ની ભૂલને લીધે."વિરાજ એ ઉત્તર આપ્યો. "જ્યારે એનો અકસ્માત થયો હતો ત્યારે એનું ઘણું બધું લોહી વહી ગયું હતું અને એને લોહીની જરૂર પડી હતી. ત્યારે ડોકટર એ ઉતાવળમાં લોહીની તપાસ કર્યા વિના જ એઈડ્સ વાળા વ્યક્તિ નું લોહી એને ચડાવી દીઘું. અને એના શરીર માં એઇડ્સ ના વાયરસ દાખલ થઈ ગયા. એની એને જાણ થઈ ગઈ. એટલે પછી એણે તારી સાથે ના સંબંધો પાર સંપૂર્ણ પૂર્ણવિરામ મૂકી દીધું. અને એણે તારો તિરસ્કાર કર્યો, જેથી તું એને નફરત કરે અને એને ભૂલી ને તારા જીવન માં આગળ વધે. પણ તું તો ત્યાં જ રહી.
પ્રગતિ ને હવે ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો કે, કાશ, એણે સત્ય જાણવાની કોશિશ કરી હોત. અને મનોમન એ ડોકટર ને પણ ગાળો આપવા લાગી કે, જેના કારણે ઓમ ની આ હાલત થઈ ગઈ હતી. પણ પછી એણે દરેક ને માફ કર્યા.
અને ઓમ ની યાદ માં એણે એક સમાધિ બનાવી. જ્યાં એ એના જન્મ દિવસે બેસતી અને એની માફી માંગતી.
****
એક ડોકટર ની ભૂલ એ ઓમ ને મોત ના મુખમાં ધકેલ્યો હતો. એનું પ્રગતિ ને ખૂબ દુઃખ હતું. અને આજે એ ડોકટર પણ એના કર્મ ની સજા ભોગવી રહ્યો હતો. એ પોતે પણ આજે કેન્સર થી પીડિત હતો. અને એ પણ અંતિમ સ્ટેજ માં હતું. ઈશ્વર કરે આવા ડોક્ટર દુનિયામાં ક્યારેય પેદા ન થાય. અને થાય તો તે ક્યારેય ડોક્ટર ન બને.
****
પ્રગતિ એ હવે એનું જીવન વિદ્યાર્થીઓ ને ભણાવવામાં વાળી દીધું છે. એનું અશાંત મન હવે શાંત રહેવા લાગ્યું છે. એ વિદ્યાર્થીઓ ને ટ્યુશન પણ આપે છે અને કોલેજ માં પણ ભણાવે છે. હા ઓમની યાદ એના હ્ર્દયમાં કાયમ અકબંધ જ છે અને હંમેશા રહેશે.
(સંપૂર્ણ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED