Tiraskar - 1 books and stories free download online pdf in Gujarati

તિરસ્કાર - 1

પ્રકરણ -1
પ્રગતિ આજે ખૂબ જ ખુશ હતી. આજે એની નોકરી નો પહેલો દિવસ હતો. આજે એને સરકારી નોકરી મળી ગઈ હતી. અને એ પણ એની ઈચ્છા મુજબ. બોટની ના મદદનીશ પ્રાધ્યાપક ની નોકરી આજે એને મળી હતી. એ કોલેજ ના ગેટમાંથી અંદર પ્રવેશી. આ એ જ કોલેજ હતી જ્યાં એ પોતે પણ ભણી હતી. આજે એ પોતાની જ કોલેજમાં પ્રોફેસર બનીને આવી હતી એના માટે આનાથી વધુ આનંદની વાત બીજી શું હોઈ શકે?
એ ગેટની અંદર દાખલ થઈ અને અનેક પુરાણા સંસ્મરણો ઘેરી વળ્યાં. એણે કોલેજનું એ ગાર્ડન જોયું. જ્યાં એ લેક્ચર સિવાયના સમયમાં બેસતા હતા. કોલેજ ની કેન્ટીન તરફ તેની નજર ગઈ. અને એને પોતાનું ગ્રુપ યાદ આવ્યું. 6 મિત્રો નું એ ગ્રૂપ હતું. એમાં પ્રિયા એની ખાસ બહેનપણી હતી. અને ઓમ..... એની વાત પછી ક્યારેક.... ઓમ એને યાદ આવ્યો. એની ઝાંખી પ્રગતિ ની આંખમાંથી પસાર થઈ ગઈ. અને એનું મન ભરાઈ આવ્યું. એણે ઓમ ની યાદો ને તરત ખંખેરી નાખી અને એ પ્રિન્સિપાલ ની ઓફિસ માં પ્રવેશી.
પ્રિન્સિપાલ એ બીજા જેટલા પણ લોકો આ જોબ માટે પસંદગી પામ્યા હતા એ બધા પાસે જોઇનિંગ લેટર લખાવ્યો. બધા એ જોઇનિંગ આપી દીધું. કુલ 7 જણા એ કોલેજ જોઈન કરી હતી જેમાંથી એક ઝૂલોજી માં, 2 કેમેસ્ટ્રી માં, 2 ફિઝીક્સ માં અને 2 બોટની માં હતા.
જોઇનિંગ આપી બધા પોતપોતાના ડિપાર્ટમેન્ટ તરફ ચાલતા થયા. પ્રગતિ જોડે બોટની માં જેણે જોઇનિંગ આપ્યું હતું એનું નામ જીગર હતું. બોટની ના હેડ ડૉ. શિરીષ નંદા હતા. જેમની પાસે પ્રગતિ ભણી હતી. એના પ્રિય પ્રોફેસર માનાં એક એ હતા. જ્યારે એ ભણતી હતી. પણ ઘણી વખત આપણે ભણતાં હોઈએ એ જ પ્રોફેસર નો વ્યવહાર એક વિદ્યાર્થી તરીકે હોય એના કરતાં જ્યારે એ સાથેના કર્મચારી બને ત્યારે તેની સાથે અલગ હોય, જેની પ્રગતિ ને ટૂંક સમય માં જ જાણ થવાની હતી.
***
જોઇનિંગ લેટર આપ્યા પછી કામની વહેંચણી કરવાની હતી. ડિપાર્ટમેન્ટ ના હેડ એ બધાને જે લેક્ચર તેમ જ પ્રેકટીકલ લેવાના હતા એનું ટાઈમ ટેબલ એ બંને જણાને પ્રગતિ અને જીગર ને સાહેબે આપ્યું.
પ્રગતિ ને આજે એક પ્રેકટીકલ લેવાનો હતો. એના માટે એ લેબોરેટરીમાં દાખલ થઈ. ફરી એને જુના સંસ્મરણો ઘેરી વળ્યાં. ફરી એને ઓમ યાદ આવ્યો. પણ પછી એણે ઓમની યાદો ને ખંખેરી નાખી. એ થોડી રિલેક્સ થઈ. એણે પાણી નો ગ્લાસ ટેબલ પર પટ્ટાવાળો મૂકી ગયો હતો એમાંથી પાણી પીધું.
છોકરાઓ થોડો ઘણો કોલાહલ કરતા હતા એ નવા મેડમ ને જોઈ ને શાંત થયા. છોકરાં ઓ શાંત થાય એ પછી પ્રગતિ એ ભણાવવાનું શરૂ કર્યું. આજે પેલો જ દિવસ હતો એટલે એણે વિદ્યાર્થી ઓ ને વનસ્પતિ શાસ્ત્ર વિષેની સામાન્ય માહિતી જ આપી. આજે ખાલી એણે વિષય ને લગતું ઈન્ટરોડક્ટરી લેક્ચર જ આપવાનું હતું. એ ખૂબ જ સરસ ભણાવતી હતી. છોકરાં ઓ એ નવા મેડમ ને હેરાન કરવાનું નક્કી કર્યું હતું પણ પ્રગતિ ની સ્પીચ એટલી જોરદાર હતી કે, વિદ્યાર્થીઓ ને વનસ્પતિ શાસ્ત્ર વિષયમાં એટલો બધો રસ પડ્યો કે, એ મેડમ ને હેરાન કરી જ ન શક્યા. માત્ર એક જ દિવસ માં એ બધા જ વિદ્યાર્થી ઓ ની પ્રિય મેડમ બની ગઈ હતી.
પ્રગતિ નો નોકરી નો એ પહેલો દિવસ પૂરો થયો.
***
કોલેજ થી પ્રગતિ ઘરે આવી. એણે સુંદર ને પાણી લાવવા કહ્યું. સુંદર એનો નોકર હતો. સુંદર પાણી લાવ્યો. પ્રગતિ એ પાણી પીધું. પાણી પી અને એ ખુરશી માં બેઠી. એણે આંખો બંધ કરી. એની સામેથી એની નજર સામે ભૂતકાળ તરવરવા લાગ્યો અને એણે આંખો ખોલી નાખી. પ્રગતિ એ ઘરમાં એકલી જ રહેતી હતી. અને એનો નોકર સુંદર એના ઘરનું બધું જ કામ કરતો. ખાલી ઘર એને ખાવા દોડતું. પણ એ પણ શું કરે? લગ્ન તો એણે કર્યા જ નહોતા એટલે કોઈ બંધન તો એને પહેલેથી જ નહોતું.
***
હવે એણે નાહી લીધું અને એ હવન માં બેઠી. આ એનો રોજનો નિત્યક્રમ હતો. એ રોજ સાંજે છ વાગ્યે પોતાના મન ની શાંતિ માટે હવન કરતી. પણ એનું મન શાંત જ ક્યાં હતું?
****
શું હતો એનો ભૂતકાળ? શા માટે એનું મન શાંત નહોતું? કેવા હતાં એના ઓમ સાથે ના સંબંધ? એના માટે વાંચજો પ્રકરણ 2.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED