પ્રકરણ-૪
પ્રગતિ આજે કોલેજથી છૂટીને ઘરે આવી. એણે એના રોજના નિત્યક્રમ પ્રમાણે બધું જ કામ પતાવ્યું. કોલેજથી આવીને આજે એ થોડી અસ્વસ્થ લાગતી હતી. કોલેજ માં જે ઘટના આજે ઘટી હતી એનાથી એ ખૂબ અસ્વસ્થ હતી. પ્રગતિ સ્નાન કરીને હવન કરવા બેઠી. પણ હવનમાં આજે એનું મન લાગતું ન હતું. એ જેવું ધ્યાન ધરવા જતી કે, આજે કોલેજમાં બનેલા બનાવ તેના માનસપટ પર છવાવા લાગ્યા.
આજે કલાસ માં એને પહેલો પ્રેકટીકલ લેવાનો હતો. એ બધાં જ વિદ્યાર્થીઓ ને પ્રેક્ટિકલ સમજાવતી હતી. પ્રેકટીકલ સમજાવ્યા પછી નો જે સમય બચે એમાં વિદ્યાર્થીઓ જર્નલ લખતાં હતા. એવામાં એક વિદ્યાર્થીની કે જેનું નામ ભાવિકા હતું એ તેની પાસે આવી અને એણે પ્રગતિ મેડમ ને વોશરૂમ જવા માટે ની મંજૂરી માંગી. પ્રગતિ એ ભાવિકા ને રજા આપી. 10 મિનિટ જેવું થયું હશે ત્યાં જ પ્રગતિ જ્યાં પ્રેકટીકલ કરાવતી હતી એ લેબમાં ડિપાર્ટમેન્ટ ના હેડ શિરીષ સર આવ્યા. શિરીષ સર એ પ્રગતિ ને કહ્યું, "બેટા, હમણાં હમણાં જ એક વિદ્યાર્થીની નો ફોન આવ્યો છે. અને એણે કહ્યું છે કે, ભવિકા નામની એક છોકરી એ હોસ્ટેલ ના રૂમ માં આત્મહત્યા કરી છે. આ સાંભળીને પ્રગતિ ખૂબ જ ગભરાઈ ગઈ. સર, એને તો મેં.... મેં હમણાં જ વોશરૂમ જવાની રજા આપી. અને એ...એ... પ્રગતિ ના મોઢામાંથી વધુ અવાજ ન નીકળી શક્યો.
પ્રગતિ ને શિરીષ સર એ શાંત પાડી. એ રડવા જેવી થઈ ગઈ હતી. એને લાગ્યું કે, "શું મેં એ છોકરી ને મોતના મુખમાં ધકેલી? પણ સર એ એને શાંત પાડી. "બેટા, જે બનવાનું હતું એ બની ગયું છે. હવે આપણે એમના પરિવાર ને જાણ કરવાની છે અને એમને હિંમત આપવાની છે.
સાહેબે ભાવિકા ના માતાપિતા ને જાણ કરી. એના માતાપિતા આવ્યા. એમણે એમની દીકરી ની અંતિમવિધિ કરી અને ચાલ્યા ગયા. મા-બાપને તો જાણે દીકરી ના મોતનો કોઈ શોક જ નહોતો. પ્રગતિ ને થયું, આને તે કંઈ માતાપિતા કહેવાય!?? આના કરતાં તો કસાઈ પણ સારા. પોતાની પુત્રી નું મોત થયું છે અને પિતા કહે છે, સારું થયું મરી ગઈ!!? પ્રગતિ માટે તો આ ઘટના જ અકલ્પનીય હતી.
****
પ્રગતિ હવે વર્તમાનમાં આવી. આજનો એ બનાવ એને ભૂલાતો નહોતો. એને વારંવાર એ છોકરી ભવિકા નો ચેહરો નજર સામે તરવરતો હતો. એને લાગતું હતું કે, શું મેં એને મોતનાં મુખમાં ધકેલી? એ એનું મન શાંત કરવા મથતી હતી પણ એનું મન શાંત જ થતું નહોતું.
****
એવામાં એના ઘરની ડોરબેલ વાગી. એણે દરવાજો ખોલ્યો. સામે એની ખાસ બહેનપણી પ્રિયા ઉભી હતી. પ્રિયા ને જોઈને પ્રગતિ એને ભેટીને ધ્રૂસકે ધ્રુસકે રડવા લાગી.
પ્રિયા એ પૂછ્યું, "શું થયું પ્રગતિ? તું આમ કેમ રડે છે? એટલે પ્રગતિ એ પ્રિયા ને આજે કોલેજમાં જે ઘટના ઘટી હતી એની માંડી ને વાત કરી.
પ્રિયા એ પ્રગતિ ને હિંમત આપી. એણે સમજાવ્યું, "જો પ્રગતિ, જે બનવાનું હતું એ બની ગયું છે. હવે એ છોકરી તો ચાલી ગઈ છે. ફરી ક્યારેય આવવાની નથી. માટે આપણે તો ઈશ્વર એની આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના જ કરવાની છે. તારું મન શાંત કર. ઈશ્વર નું ધ્યાન ધર. જે ઘટના બની છે એને ભૂલવાનો પ્રયત્ન કર.
****
આ ઘટના બની એને બીજું એક અઠવાડિયું વીતી ગયું. ત્યાં સુધી પ્રગતિ પ્રિયાના ઘરે જ રોકાઈ હતી. હવે પ્રગતિ નોર્મલ થવા લાગી હતી. એનો નિત્યક્રમ પહેલાં ની જેમ જ ચાલવા લાગ્યો.
આજે ઘણાં દિવસે પ્રગતિ અને પ્રિયા બંને કોલેજકાળની વાતો વાગોળી રહી હતી. જુના દિવસો ને બંને યાદ કરી રહ્યા હતાં. પ્રિયા એ હવે મોકો જોઈને પ્રગતિ ને પૂછ્યું, "પ્રગતિ, તને ઓમ ક્યારેય યાદ આવે છે? તને ઓમની યાદ નથી આવતી ક્યારેય?"
આ સાંભળીને પ્રગતિ એ મૌન સાધી લીધું. હવે પ્રિયાથી ના રહેવાયું. "પ્રગતિ, શું તે ક્યારેય સત્ય જાણવાની કોશિશ કરી કે, ઓમ એ તે દિવસે જે કર્યું એ શા માટે કર્યું? શું તું સત્ય જાણે છે?"
આ સાંભળી પ્રગતિ માત્ર એટલું જ બોલી કે, હું એટલું જ જાણું છું કે, તે દિવસે ઓમ એ મારો તિરસ્કાર કર્યો હતો. એથી વધું હું કંઈ જ જાણવા માંગતી જ નથી. મારે સત્ય જાણવું પણ નથી. હું હવે મારી જિંદગી માં આગળ વધી ગઈ છું. મારે ભૂતકાળની કોઈ વાત હવે યાદ કરવી નથી
****
પ્રિયા હવે ચાલી ગઈ હતી. પ્રગતિ હવે એકલી પડી. પણ ઓમની વાત છેડી ને પ્રિયા એ પ્રગતિ ને ભૂતકાળમાં ફરી જવા માટે મજબૂર કરી હતી.
એને એ દિવસ યાદ આવ્યો. જ્યારે એ બધાં ઓમ ના ઘરે ભેગાં થયાં હતાં. અને ઓમ એ એનો તિરસ્કાર કર્યો હતો. એ પણ બધાં જ મિત્રો ની હાજરીમાં. એની આંખ સામે એ દ્રશ્ય તરવરી ઉઠ્યું.
શા માટે કર્યો હતો ઓમ એ પ્રગતિ નો તિરસ્કાર? શું કારણ હતું? કેમ ઓમ અને પ્રગતિ ના સંબંધો તૂટ્યા?