ધી ટી હાઉસ - 2 Ritik barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધી ટી હાઉસ - 2

થોડા દિવસો બાદ, મેપા ભગત બહાર ગામ થી પરત ફર્યા. સંજય ના મૃત્યુ ની વાત તેમના કાને ચઢી. તેમને થોડું દુઃખ થયું. તેઓ અહીં હોત તોહ, કંઈક કરી શક્યા હોત. કારણ કે, ચાર ઘટનાઓ બાદ આ પાંચમી ઘટના ઘટી હતી. હવે, તેનાથી બચવા માટે રસ્તો તોહ, નહીં! પરંતુ, ટૂંકો ઈલાજ મળી ગયો હતો. પરંતુ, જે થઈ ગયું! એ થઈ ગયું! મેપા ભગત સંજય ના ઘેર તરફ વળ્યા. ત્યાં જોયું તોહ, શોક સભા ચાલી રહી હતી. આસપાસ ના ગામડાઓ ની પબ્લિક પણ આવી પહોંચી હતી. ગામમાં આ ઘટના વિશે ઘેર-ઘેર વાત થઈ રહી હતી. શોક સભા બાદ, મેપા ભગત સંજય ની માતા પાસે બેઠા.

"દુઃખ થયું સાંભળી ને. એ હત્યારાએ ફરી એક નું જીવ લીધું. હવે સમય આવી ગયો છે કે, આ અંગે થોડું વિચાર કરવાનું છે. નહીંતર, આખું ગામ ખાલી થઈ જવાનું છે."

"ભગત! કરી કરી નેય શું કરી લેવાના? ગામ વાસીઓએ જે ભૂલ કરી એનો પરિણામ છે આ. હા! હું માનું છું કે, એમા મારા પરિવારના સદસ્યો સામેલ હતા. પરંતુ, તેઓ ગામનું ભલું જ કરવા માંગતા હતા. લખો કંઈ સારો વ્યક્તિ નહોતો. ગામમાં બાળકો નો અપહરણ તોહ, એજ કરી જતો. બસ તેને સબક શીખવ્યો હતો. એ ગુનોહ તોહ નજ કહેવાય ને?"


" પરંતુ, કોઈ પણ વ્યક્તિ પર આમ, આરોપ ન મૂકી શકાય. કદાચ, લખો બેગુનાહ હતો. મારા ખ્યાલ થી એટલે જ એ, ગામથી બદલો લેવા આવ્યો છે. અને ભગા ની મૃત્યુ યાદ છે? એની સાથે શું થયું હતું?"


"ભગો? એ તોહ, બહાર ગામ નહોતો ગયો? એની સાથે એવું શું થયું? આ વાતની તોહ, ગામના અડધા લોકોને જાણ નથી. શું થયું હતું એની સાથે?"


"હા! હા! મને પણ જાણવું છે કે, શું થયું હતું? મને પણ આ વિશે ખબર નથી." ત્યાં ખાટલા પર બેઠો લપલપીયો સુનિલ બોલી ઉઠ્યો.


મેપા ભગત એ વાત આગળ ચલાવી. "ભગો! એ રાત પણ વરસાદી રાત હતી.લખા ને પણ આવી જ વરસાદી રાત માં મારી નાખેલો. એ રાત્રે ભગો પગપાળો ગામ તરફ, વધી રહ્યો હતો. એકલો હતો. સાથે કોઈ જ નહોતું. કારણ કે, આ પહેલી ઘટના હતી જે, ઘટી હતી. આ વાત થી અજાણ! ભગો આગળ વધી રહ્યો હતો. લખો! તેને તેના જ ટી હાઉસ નીચે દાટેલું. અને એ જ રાત્રે બે વર્ષ બાદ, એ ફરી આવેલો. માત્ર તેનો બદલો લેવા. વરસાદ અચાનક વધી ગયો. ભગો ભાગ્યો. ભગાએ એ આ પ્રકાશ જોયો. ત્યારે, કોઈ જ શોર્ટકટ અસ્તિત્વમાં નહોતો. માટે, ટી હાઉસ સામે જ દેખાતો. ભગો એ ટી હાઉસ તરફ વધ્યો. ભગો એ વાત થી અજાણ હતો કે, આજ ટી હાઉસ ની નીચે, લખા ના શવ ને દાટ્યો હતો. આ વાત કોઈ પણ ગામ વાસીને નહોતી ખબર. લખો વરસાદ થી બચવા, ટી હાઉસ તરફ વધ્યો. કદાચ હત્યાઓ કરવાની આ તેની પેર્ટન છે. આમ, ભગો ત્યાં પહોંચ્યો. તેને પણ ચા પીધી. આ વખતે લખો બીજા રૂપમાં હતો. કારણ કે, ભગો તેને ઓળખતો હતો. ભગો ગામમાં પરત ફર્યો. અને તેના બીજાજ દિવસે કૂવામાં તેની લાશ મળી. લાશ એ ગલત શબ્દ કહેવાય. તેના શરીર ના બધા જ ટુકડાઓ, અલગ થલગ પડ્યા હતા. અને તેનું માથું પાણી ભરવાની બાલટીમાં લબડી રહ્યું હતું. આમ જ લખા ની હત્યા પણ થઈ હતી. તેના ટુકડાઓ કરવામાં આવ્યા હતા. એક નિર્દોસ ને સજા થઈ હતી. માટે તેની આત્મા ખૂબ જ ગુસ્સે થઈ છે. આમ, ગામમાં આ ઘટનાઓ બનવાની શરૂઆત થઈ. શરૂઆતમાં આ પેર્ટન લાગ્યું પણ-" ભગત થોડી વાર શ્વાસ લઈ અને બોલ્યા.

" બાકી ની ચાર હત્યાઓ કંઈક , જુદી જ રીતે કરવામાં આવી હતી. હૃદય ને કંપાવી દે, મસ્તિષ્ક ને હલબલાવી દે, કોઈ પણ વ્યક્તિ ને વિચાર , કરવા મજબૂર કરી દે. એજ રીતે એ હત્યાઓ કરવામાં આવી હતી."


"પરંતુ, ભગત કાકા! કોઈ પણ વ્યક્તિ આ રીતે પરત ફરી શકે, ખરો? કારણ કે, આવી વાતો બધાને મજાક જ લાગે ને? કોઈ આ વાતોમાં વિશ્વાસ કરે?" સુનીલ એ કહ્યું.

"દીકરા! એ વ્યક્તિ નિર્દોષ હતો. તેને પણ જીવવાનું હક છે. પરંતુ, કોઈ બીજાના ગુનાહની સજા એને ભોગવી. આમ, તેની આત્મા ને ઠેંશ પહોંચી હશે. અને તેના ગુનેહગારો થી બદલો લેવા માટે, તેને આત્મા રૂપે નવું જીવન મળ્યું! એવું પણ કહી શકાય."

આમ, એક આત્મા તેનો બદલો લેવા પરત ફરી હતી. આગળ ની ઘટનાઓ કઈ રીતે ઘટી હતી? અથવા કઈ રીતે ઘટવાની છે? એ જાણવા માટે વાંચતા રહો.

ક્રમશઃ