સાંજ નો સમય હતો. સુનિલ મેપા ભગત ના ઘેર જઈ ત્યાં, બહાર પડેલા ખાટલા પર બેઠો. મેપા ભગત બહાર આવ્યા. સુનિલ ને જોઈ તેઓ તેની પાસે બેઠા.
"આવી ગયો?" મેપા ભગત એ કહ્યું.
"હા, ભગત કાકા. હવે, વાત તો કહો!" સુનિલ એ કહ્યું.
"હા, દીકરા! એટલે જ તો બોલાવેલો તને. તોહ, ભીમજી ખેતરે થી પાછો વળી રહ્યો હતો. હવે, એ કાચા રસ્તા પર થી મેન રસ્તે ચઢ્યો. મેન રસ્તો જંગલમાં થી પસાર થાય છે. ભીમજી ગામ તરફ આવી રહ્યો હતો. તેણે લખા ના ટી હાઉસ તરફ જોયું. ટી હાઉસ ખુલી હતી. ત્યાં કોઈ વ્યક્તિ ચા બનાવી રહી હતી. ભીમજી ને નવાઈ લાગી. તેને થયું કે, આ લખા ની ટી સ્ટોલ કોઈ એ ખરીદી લીધી કે, શું? ભીમજી એ ટી સ્ટોલ તરફ આગળ વધ્યો. ભીમજી ત્યાં જઈ અને એ વ્યક્તિ તરફ જોવા લાગ્યો. એ વ્યક્તિ એક સ્ત્રી હતી. ભીમજી ને નવાઈ લાગી. તે મનમાં વિચાર કરવા લાગ્યો કે, કોઈ સ્ત્રી ટી હાઉસ ચલાવી રહી છે? એ પણ જંગલ વરચે? અને એ પણ એક મરેલા વ્યક્તિની કબર પર? ભીમજી આ જોલ સમજી શક્યો નહીં. એ સ્ત્રી એ ભીમજી તરફ જોયું."
"આવો! આવો! શું લેશો? ચા કે કોફી? કે પછી બીજું કંઈ?" સ્ત્રી એ અદાઓ સાથે પ્રશ્ન કર્યો.
"ભીમજી થોડો ઘભરાયો. આ ઉંમરે એક સ્ત્રી તેને આવકારી રહી હતી? તે વિચારોમાં પડી ગયો. તેણે થયું કે, આ વિચારો ખોટા છે. પરંતુ, એ સ્ત્રી તેણે વિચારો કરવા પર મજબુર કરી રહી હતી. ભીમજી ને એ સ્ત્રી તરફ આકર્ષણ થયું. ભીમજી એ સ્ત્રી તરફ ખેંચાવા લાગ્યો. પરંતુ, ભમજી એ બીજી જ ક્ષણે વિચાર્યું કે, કદાચ તેના આ વિચારો ખોટા હશે. પરંતુ, સ્ત્રી એ જ્યારે તેને ઓફર આપી ત્યારે? ત્યારે ભમજી થોડો ચોંક્યો. ભીમજી ને થયું કે, આ ઉંમરે? ભીમજી ને સ્ત્રી પ્રત્યે આકર્ષણ થવા લાગ્યું. ભીમજી સ્ત્રી તરફ આગળ વધ્યો. પરંતુ, એજ સમયે કોઈ યુવાન ત્યાં આવી પહોંચ્યો".
"અરે, ગગા! તું આવી ગયો? તું તોહ, મોડો આવવાનો હતો?"
"અરે, માં! તને તો ખબર જ છે કે, મજૂરી નું આવું જ છે. ક્યારેક કામ હોય. વળી ક્યારેક ન પણ હોય."
સ્ત્રી એ ફરી ભીમજી ને પ્રશ્ન કર્યો.
"ચા લેશો કે, કોફી?"
"ચા."
"ભીમજી ચા પી અને ઘેર તરફ વધવા લાગ્યો. તેણે એ સ્ત્રી વારંવાર દેખાઈ રહી હતી. ભીમજી ને એ સ્ત્રી પ્રત્યે, આકર્ષણ થઈ ચૂક્યો હતો. ભીમજી ઘેર પહોંચ્યો. જમી કરી અને પથારીએ પડ્યો. સાથે તેની પત્ની પણ હતી. થાક ના કારણે ભીમજી થોડો, વહેલો ઊંઘી ગયો હતો. ભીમજી ની પત્નીએ પણ પડખો ફેરવ્યો. પરંતુ, તેને ઊંઘ નહોતી આવી રહી. અચાનક ભીમજી એ સ્ત્રી વિશે બબડયો. તેણે બધી જ ઘટના બોલી નાખી. એ વાતો સાંભળી ને ભીમજી ની પત્ની ચોંકી ગઈ. અને ભીમજી એકદમ ઉભો થઈ અને ચાલવા લાગ્યો. ભીમજી કંઈક બબડી રહ્યો હતો. " એય! ઉભી રહે. હું આવું છું. તું મારી જ છે. આ તારા પુત્ર ને ભગાડ ને!"
"આમ, ભીમજી આવા વાક્યો બબડી રહ્યો હતો. અને અચાનક જ, એ એક દીવાલ સાથે જઈ પછડાયો. અચાનક તેનો શરીર રસોઈ ઘર તરફ ખેંચાયો. ભીમજી જાણે હોશમાં આવી ગયો હતો. એ બુમાબુમ કરવા લાગ્યો. અને અચાનક તેણે, એક કાંટાળી ચમચી હાથમાં લીધી. એ ચમચી તેણે તેના હૃદયમાં ઘાલી નાખી. તે ચીસ પાડી અને સીધો નીચે પડી ગયો. ચમચી તેના શરીરની આરપાર થઈ ગઈ. તેનો લોહીલુહાણ થયેલો, શરીર જમીન પર પડી રહ્યો. કદાચ, આ તેના કર્મોનો ફળ હશે!"
"ભીમા કાકા ની આ રીતે મોત? આગળ શું થયું કાકા? આગળ ની ઘટના વિશે વાત કરો." સુનિલ એ કહ્યું.
"અરે, દીકરા! થોડો શ્વાસ લેવા દે. આગળ ની ઘટના નિરાંતે કહું તને."
આવી બેરહમ હત્યાઓ ને કોણ રોકશે? આગળ ની ઘટના કઈ રીતે બની હતી? શું થવાનું છે આગળ? આ બધું જ જાણવા માટે, વાંચતા રહો.
ક્રમશઃ