The Tea House - 8 books and stories free download online pdf in Gujarati

ધી ટી હાઉસ - 8

"મેપા ભગત રહ્યા નથી. તેમની હત્યા કરી નાખવામાં આવી છે. અને એ હત્યા કદાચ, સુનિલ એ જ કરી છે. મેપા ભગત નું શવ ત્યાં, જંગલમાં પડ્યું હતું. તેમના હૃદયમાં અણીદાર લાકડા વડે, વાર કરવામાં આવ્યું હતું." મનીષ એ કહ્યું.


આ સાંભળી ગામ વાસીઓ ચોંકી ગયા. ત્યાં એક મોટા ઓરડામાં બસો થી ચાર સો લોકો, ઉપસ્થિત હતા. તેમના ચહેરા પર ડર સાફ સાફ જોઈ શકાતું હતું.


"મેપા ભગત રહ્યા નથી? તોહ, આ આત્માને શાંત કોણ કરશે? આ આત્મા બેકાબુ થઈ ચુકી છે. સુનિલ! મારો દીકરો! એનું શું થશે? હું જઉં છું. મારા પુત્રને હું જ બચાવીશ." જીવી બહેન (સુનિલની માતા) એ કહ્યું.



"આ સમય આવા નિર્ણયો લેવાનું નથી. આવા સમયે શાંત રહેવું આવશ્યક છે. પરિસ્થિતિ ની માંગ મુજબ બધું, કરવું જરૂરી છે. એ સુનિલ નથી. એ એક આત્મા છે. એ, આત્મા બેકાબુ થઈ ચૂકી છે. આ તાંત્રિકો શું કરી લેવાના? બીજો જ કોઈ રસ્તો શોધવો જોઈએ." હરિભાઈ એ કહ્યું.



"તોહ, શું કરું? મારા દીકરા ને આમ, તોહ ન મુકી શકું ને? એ આત્મા! એ આત્મા મારા દીકરા ને! મારા દીકરા ને મારી તોહ, નહીં નાખે ને? હું જઉં છું! મારા દીકરાની રક્ષા, મારે જ કરવાની છે. તમે, ગામવાસીઓ શું કરી લેવાના? અત્યાર સુધીમાં કઈ ન કરી શક્યા હવે, શું કરી શકવાના?"



"દીકરી! આવી નાદાની કર ના. હું એક વ્યક્તિને ઓળખું છું. એ વ્યક્તિ શહેરમાં આજ કાર્ય કરે છે. બસ ડર એ વાતનું છે કે, આ લખા ની હત્યા વિશે તેંમને જાણ થશે તોહ, તેઓ આ કાર્ય કરશે ખરા?" ગામના વૃદ્ધ ભીખા ભાઈ એ કહ્યું.




"પરંતુ, ભીખા કાકા! એ વ્યક્તિઓ છે કોણ?" મનીષ એ પ્રશ્ન કર્યો.



"મનીષ દીકરા! એમનું નામ હરિ અને અમારા છે."



"શું? એ લોકો? પરંતુ, એમનું નામ હરિ અને અમારા નહીં! હેરી એન્ડ અમાયરા છે. બંને કપલ આવી બાબતો માટે, જાણીતા છે. ઈવન એમનો યુ ટ્યુબ પર ચેનલ પણ છે. એમના યુ ટ્યુબ પર ની એક, સ્ટોરી પણ મેં જોયેલી. એમણે એક માથા વગર ના ખવીશ ને પકડી પાડેલો. મને તોહ, આશ્ચર્ય થયું. પહેલા તોહ, હું એમને ફેક માનતો. પરંતુ, મારો એક મિત્ર છે. નામ છે વીરેન. એ મુંબઈ મા જ રહે છે. એમના પાડોશી ને એમના ઘરમાં ઘોસ્ટ હોવાનું શક હતું. એન્ડ આ કપલ ત્યાં ગયેલા. એન્ડ એમણે એ કેશ એક દિવસમાં સોલ્વ કરેલો. બટ આ કેશ એક દિવસમાં સોલ્વ કરી શકાય? એ તોહ, એ લોકો આવશે! ત્યારે જ ખબર પડશે."



"હા! એમની વિશે તોહ, મેં પણ સાંભળ્યું છે. અને તેમના એક કેશ વિશે પણ જાણ્યું. કેશ એમ હતો કે, એક હોસ્પિટલ હતી. એ હોસ્પિટલ ખરેખર હતી જ નહીં. થોડા ગૂંચવાઈ ગયા ને? એ હોસ્પિટલ માત્ર રાત્રે જ નજરે ચઢતી. અને એ પણ રાત્રે બાર વાગ્યા પછી. અને એ હોસ્પિટલ જોનાર વ્યક્તિની એક દિવસ બાદ, મૃત્યુ થઈ જતી. આવા કેશ વધવા લાગ્યા. લોકો ડરી રહ્યા હતા. આ કેશની તપાસ એમણે કરેલી. અને પછી શું? એક મહિનામાં કેશ સોલ્વ! આ કેશમાં હેરી ને કેટલીક ઈજાઓ પણ થઈ. પરંતુ, અંતે કેશ સોલ્વ થયો." વિવેક એ કહ્યું.


"તોહ, રાહ શેની જુઓ છો? બોલાવી લો એમને." પાંચા ભાઈ એ કહ્યું.



"હા! એમને બોલાવવા જ જોઈએ. આ બધું કેટલા દીવસ સહેવાનું? લોકો મરી રહ્યા છે. શવો આમતેમ પડ્યા છે. ચારેકોર લોહીની નદીઓ વહી રહી છે. આમતેમ માંસ લબડી રહ્યા છે. આમ જ રહ્યું તોહ, ગામ આખું મુરદાઓમાં પરિવર્તીત થઈ જશે." મહેશ ભાઈ એ કહ્યું.



આ તરફ બધાય તેમની વાતોમાં મશગુલ હતા. અને આ તરફ સુનિલના માતા! સુનીલને શોધવા નીકળી ગયા. સુનિલ ત્યાં જ કરિયાણાની દુકાન પાસે બેઠો હતો. એકદમ ચુપચાપ! જાણે કંઈ થયું જ ન હોય. સુનિલ ના માતા સુનિલ ની નજદીક જાય છે.


"સુનિલ દીકરા! સુનિલ!"



આ શબ્દો સાંભળી સુનિલ ઉપર ની તરફ જુએ છે. અને એની આંખો જોઈ જીવી બહેન ચોંકી જાય છે. સુનિલની આંખો બહાર ની તરફ લટકી રહી હતી. સુનિલ તેની માતા તરફ આગળ વધ્યો. સુનિલના માતા બચાવો....બચાવો ની બુમો પાડવા લાગ્યા. પરંતુ, કોઈ જ બહાર આવ્યું નહીં. સુનિલ ના હાથમાં બ્લેડ હતી. એ બ્લેડ વડે તેણે, જીવી બહેન ની ગર્દન પર વાર કર્યા. એટલા વાર કર્યા કે, ગર્દન અલગ થઈ ગઈ. જીવી બહેન પણ હવે, રહ્યા નહોતા. સુનિલ એ તેની જ માતાની હત્યા કરી. પરંતુ, એ હત્યા ખરેખર સુનિલ એ કરી હતી? એ પ્રશ્ન નો ઉત્તર ના મા જ હશે. કારણ કે, આ બધું તેના શરીરમાં રહેલી આત્મા કરી રહી હતી. એ આત્મા બેકાબુ થઈ ચૂકી હતી. હવે, જોવાનું એ છે કે, મેથ્યુ કપલ! એટલે કે, મિસ્ટર એન્ડ મિસિઝ હેરી શું કરવાના છે? તેઓ, આ કેશ સોલ્વ કરી શકવાના છે? શું થવાનું છે આગળ?

ક્રમશઃ


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED