"હાય! આઈ એમ હેરી, એન્ડ ધીસ ઈઝ માય વાઈફ! અમાયરા. હમ! યહાં આપકી, હેલ્પ કરને આય હૈ."
"વેલકમ સર! વેલકમ મેમ! આપકા સ્વાગત હૈ." મનીષ એ કહ્યું.
"સો! કહાની શુરું કરો. ક્યાં હુઆ થા? એન્ડ કૈસે હુઆ થા? ઓલ ધેટ." હેરી એ કહ્યું.
"સર! હુઆ યુ થા કી, સબ સે પહેલે હમારે ગાંવ કે, એક આદમી કી હત્યા કરી દી ગઈ! ઉસકી બોડી કે, કઈ સારે ટુકળે કર કે, ઉસકો એક કુંવે કે અંદર ફેંક દિયા ગયા. ઉસકા સીર બાલ્ટી મેં પડા મિલા. ઉસકે બાદ, કઈ હત્યાએં હુઈ! કિસી કી લાશ લોહે કે, સલીએ મેં ઘુસી મિલી! તોહ, કિસી કી આંખે, ફોળ દી ગઈ. કિસી કી ગર્દન કો, કાટ દિયા ગયા. હમને બાબાઓ સે , મદદ માંગી. પરંતુ, વહ ભી ઉસ આત્મા કે, સામને બેબશ સાબીત હુએ! અબ આપ હી હમારી આખરી ઉમ્મીદ હૈ!"
"મિસ્ટર! આપને નામ ક્યાં બતાયા અપના?"
"સર! મેરા નામ મનીષ હૈ."
"હા તોહ, મિસ્ટર મનીષ! અગર આપકો હિન્દી બોલને મેં પ્રોબ્લેમ હો રહા હૈ! તોહ, આપણે ગુજરાતીમાં પણ વાત કરી શકીએ."
"સર! તમને ગુજરાતી આવળે છે? હું તોહ, આશ્ચર્યચકિત થઈ ગયો."
"મિસ્ટર મનીષ! અમારું કામ છે, લોકો ની મદદ કરવાનું. અમે જો, લોકો ની ભાષા જ નહીં સમજી શકીએ તોહ, એમની પ્રોબ્લેમ કઈ રીતે સોલ્વ કરીશું? મને, એક નહીં! પરંતુ, એક થી વધારે ભાષાઓ આવડે છે. આ ચર્ચાઓ ને છોડો! અને મુખ્ય મુદ્દા પર ધ્યાન આપો. મને આ કેશ ની પહેલે થી તપાસ કરવી પડશે. એ આત્મા જે, હત્યાઓ કરી રહી છે! એ આત્માનું આ ગામ થી કોઈ, કનેકશન છે?"
"હા, સર! એ વ્યક્તિ અમારા ગામનો જ રહેવાસી હતો. નામ હતું લખો! લખા નું એક ટી હાઉસ હતું. એ સમયે ગામમાં બાળકો ના અપહરણ ની ઘટનાઓ, વધી ગઈ હતી. એક પછી એક! ગામના વિશ બાળકો ઉપડી ગયેલા. પુલીશ આ કેશમાં કંઈ પણ કરી શકી નહોતી. હવે, જે પણ કરવાનું હતું! એ અમને કરવાનું હતું. એક રાત્રે ગામના એક વૃદ્ધ એ, લખા ને કોઈ બાળક સાથે, જંગલ તરફ જતો જોયો. વૃદ્ધ એ આ વાત, સરપંચ ને જણાવી. સરપંચ એ તરત જ નિર્ણય લઈ લીધો કે, આ બધું જ કામ લખાનું છે. એવો નિર્ણય! એમણે ખાનગી બાબતોના કારણે લીધો હતો. કારણ કે, લખા અને સરપંચ વરચે સંબંધો સારા નહોતા. એનું કારણ શું હતું? એ આજે પણ એક રાઝ છે. બસ, પછી શું? ગામ વાસીઓ નીકળી પડ્યા, લખા ને મારી નાખવા માટે! લખા ને મારી નાખ્યો. પછી શું થયું? શું ન થયું? એ આજે પણ એક રાઝ છે. બસ સાહેબ હું આ ઘટના વિશે આટલું જ જાણું છું."
"બાળકો નું અપહરણ! આ અપહરણ ખરેખર લખો કરી રહ્યો હતો? કે, પછી આ ઘટના પાછળ બીજું કોઈક હતું?"
"સાહેબ! ખરેખર કહું તોહ, આજે પણ એ વિષે કોઈ પણ નથી જાણતું. પરંતુ, એટલું જરૂર કહીશ કે, લખા ની મૃત્યુ બાદ પણ, બાળકો નું અપહરણ ચાલુ જ રહ્યું. તોહ, એ પર થી આ અંગે શું નિર્ણય લઈ શકાય? કદાચ, એ કોઈ ગેંગમાં સામેલ હોય! કદાચ, એ ગેંગનો લીડર હોય! શક્યતાઓ એક નહીં! એક કરતાં પણ વધારે છે."
" લખો દોષી હતો? કે, નિર્દોષ હતો? એ વિષે તોહ, મારે તપાસ કરવાની છે. તમે મને એ જણાવો કે, લખા ના પરિવારમાં કેટલા સદસ્યો હતા? અને અત્યારે તેઓ ક્યાં રહે છે?"
"સાહેબ! લખાના પરિવારમાં તેમનો એક પુત્ર, પત્ની અને તેમના વૃદ્ધ માતાપિતા હતા. લખા ની હત્યા બાદ, તેઓ ડરી ગયા હતા. તેમને થયું કે, ગામ વાસીઓ તેમને જીવવા નહીં દે. માટે, તરત જ તેઓ, અહીં થી ભાગી નીકળેલા. પરંતુ, ક્યાં ગયા? કેવી રીતે ગયા? એ કોઈ પણ નથી જાણતું."
"તોહ, તમારા મતે એ લોકો દોષી હતા? તમારી પાસે કોઈ સબુત છે કે, એ લોકો દોષી હતા જ?"
"સર! જાહેર છે કે, લખો કોઈ ગેંગ નો લીડર હશે. માટે, જ તેના મૃત્યુ બાદ, પણ બાળકો નું અપહરણ થઈ રહ્યું છે."
"એક વાત કહો! આ લખો કેટલું ભણેલો હતો? અને એની ઉંમર શું હતી?"
"સર! લખો ક્યારેય શાળાએ ગયો જ નથી! અને એની ઉંમર લઘભઘ પંચાવન હતી."
"ઓહ! કેશ ક્લીઅર છે. તમે, એક નિર્દોષની હત્યા કરી છે. કારણ કે, જો એક અભણ વ્યક્તિ! જે, પંચાવન વર્ષ નો હતો. એ વ્યક્તિ એક અપહરણ કરનાર, ગેંગ નો લીડર કઈ રીતે હોઈ શકે? તમે જ મને કહો કે, એક ગેંગ છે. જે, પુલીશ ના હાથમાં પણ આવતી નથી. તેમની અપહરણ કરવાની નવી જ કોઈક ટ્રીક છે. આવી ટ્રીકો આ લખો લાવતો હશે? બદલાની આગમાં તમે એક, નિર્દોષ વ્યક્તિ ને મારી નાખ્યું! તમે બધા, એજ લાયક છો. તમારી મદદ હું તોહ, શું? આ ઉપર વાળો પણ નથી કરવાનો. તમે, બધાએ પાપ કર્યો છે. અને આ એ પાપ ની સજા છે. લેટ્સ ગો અમાયર! વી હેવ ટુ લિવ નાઉ!"
"સર...સર... સર! પ્લીઝ! મદદ કરો અમારી! સર.. સર.. સર! પ્લીઝ!"
"તમારા જેવા લોકોની મદદ કરીશ! તોહ, હું પણ પાપી કહેવાઈશ. લેટ્સ ગો અમાયરા!"
"સાહેબ! સાહેબ! એક વાર મારી વાત સાંભળો. હું તમારી આગળ હાથ જોડું છું." ગામના વૃદ્ધ ભચું ભાઈએ કહ્યું.
"અરે, અંકલ! આમ, વિનંતી ન કરો! થોડું ખરાબ લાગે. તમે, મારા વડીલ કહેવાવ. તમારું માન રાખું છું. એક વાર તમારી વાત સાંભળી લઉં છું. અને પછી હું જતો રહીશ."
"દીકરા! આભાર તારું! તું એમ માને છે ને? કે, આ બધાય લોકોએ પાપ કર્યું છે? હવે, તું જ કહે કે, એ બાળક સુનિલ! જેના શરીરમા એ આત્મા છે. એમનો પરિવાર તોહ, હાલમાં જ અહીં રહેવા આવ્યો છે. એની માતા ની હત્યા થઈ ગઈ. અને એ હત્યા એના પુત્રના હાથે જ થઈ! એ નિર્દોષ હતા. એવા તોહ, કેટલાક ઉદાહરણો મારી પાસે છે. કોઈ ચુનિંદા વ્યક્તિઓની ભૂલના કારણે, બધાય વ્યક્તિઓ દોષી નથી બની જતા. બાકી, તું સમજદાર છે. "
શું થવાનું છે આગળ? હેરી માની જવાનો છે? કે, પછી ગામવાસીઓ ને આ બધું સહેવાનું છે?
ક્રમશઃ