Multiple Blogs books and stories free download online pdf in Gujarati

Multiple Blogs

જેમ Trafficમા ત્રણ Signals હોય છે એમ જિંદગીમાં પણ ત્રણ Signals હોય છે i.e.,Red, Orange And Green.Red Signal એટલે જીવનમાં મુશ્કેલીઓનું આવવું અને જ્યારે કોઈ નાની-મોટી મુશ્કેલી આવતી હોય છે ત્યારે આપણે સામાન્ય રીતે થોડા સમય માટે થંભી જતા હોઈએ Orange Signal એટલે જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો અથવા એની સમક્ષ લડવા માટે તૈયાર થવું.Green Signal એટલે જીવનમાં જે મુશ્કેલીઓ આવી છે એનો ઉકેલ આપણને Orange Signal દરમિયાન મળી ગયો છે માટે હવે Green Signalમા એ જે તોડ કાઢ્યો છે એને હવે અમલમાં મૂકીને જે તે મુશ્કેલી દૂર કરવાનો વખત આવી ગયો છે.


જો આપણે એવું ઇચ્છતા હોઈએ કે આપણને બધા સમજે તો પહેલા આપણે એમને સમજવા પડશે અને એમને બોલવા દેવું પડશે.આપણે તો કાયમ એવું જ ઈચ્છીએ છીએ કે આપણને જ બધા સાંભળે અને સમજે તો આપણે પણ ક્યારેક સામેવાળાને બોલવાની તક આપવી પડશે અને સમજવા પડશે.કાયમ આપણે જ સાચા છીએ, આપણને જ આખા વિશ્ર્વનું જ્ઞાન છે એવું માનતા હોઈએ તો એ મિથ્યાભિમાન છે.વાસ્તવિકતા એ છે કે દરેક પાસે એમના અનુભવો પ્રમાણેનું જ્ઞાન હોય છે અને એ દરેક પાસેથી જ્ઞાન મેળવવા જેવું હોય છે પણ આપણે તો આપણા જ અભિપ્રાયો થોપીએ રાખીએ છીએ તો એ પણ ક્યારેક એમના અભિપ્રાયો થોપશે ને આપણી પર? માટે જ કોઈ પર આપણા મત ન થોપીએ અને એમને એમના મતાનુસાર જીવવા દ‌ઈએ અને એમની જાતે જ જીવનનાં દરેક અનુભવો પ્રાપ્ત કરવા દ‌ઈએ.




શું આપણને ખબર છે કે આપણી આસપાસ રહેતા ઘણા લોકોને આપણી સાથે એમના સુખ-દુખ વહેંચવા હોય છે પણ આપણે તો Earphones લગાવીને બેઠા છીએ તો એ વ્યક્તિ કોને કહેશે એમની વાતો?જો આપણે એવું ઇચ્છતા હોઈએ કે કોઈ આપણને પણ સમજે, આપણી સાથે વાતો કરે તો આપણે પણ Earphones કાઢીને એમની વાતો સાંભળવી પડશે કારણ કે Technologyના જમાનામાં બધું Google પર નહીં મળી રહે અને આપણે Chat કરવાવાળા તો શોધી લેશુ
પણ લાગણીઓ ઠાલવી શકીએ એવા લોકો આપણે Online નહીં શોધી શકીએ અને જેના માટે જે ભાવના હોય, લાગણી હોય એ વ્યક્ત કરી નાખો કારણ કે અભિવ્યક્ત ન થયેલી લાગણીઓ રાત્રે ક્યારેક આંસુઓના ડૂમા દ્વારા નિકળતી હોય છે અને આપણી પાસે રહી જાય છે તો માત્ર અનૂક્ત ભાવનાઓ.


જિંદગીની બાજી રમવા માટે આપણને Random Deal, Winning Deal જેવા Option નથી હોતા.જીવનમા જો Winning Deal રમાતી હોત તો શું થાત??તો તો બધા Winning Deal રમીને કેટલાય સંબંધ જીતી જાય અને સમય જતાં લોકોની લાગણીને હણી નાંખે.Random Deal રમીને જો લોકો એકબીજાની લાગણીનું પતન કરી શકે તો Winning Deal રમનાર વ્યક્તિ સાચા માણસની લાગણીઓ સાથે રમીને જીતી જાત અને Random Deal રમનાર વ્યક્તિ કાં તો જીતી જાય કાં તો એને અધુરી બાજી મૂકીને નવી બાજી શરૂ કરવી પડે.જિંદગીમાં લોકો Randomly જ આપણી ભાવના સાથે રમતા હોય છે પણ એમને એ નથી ખબર હોતી કે Randomly રમવામાં કાં તો એ વ્યક્તિ ગુમાવશે કાં તો એ વ્યક્તિને જીતી લેશે.પછી Random Deal હાર્યા બાદ તો એ લોકો નવી જ બાજી શરૂ કરવામાં માનતા હોય છે.


કેવું છે નહીં, આપણે માણસ તરીકે સ્વચ્છતા અને સ્વસ્થતાના આગ્રહી છીએ.જીવનમા આપણને દરેક વસ્તુ સ્વચ્છ જોઈતી હોય છે, પણ આપણા જીવનમાં કાં જિંદગીમાં કેટલા ડાઘા છે એની પરવા આપણને નથી હોતી.આપણે સમયાંતરે ઘર સાફ કરીએ છીએ,કબાટો સાફ કરીએ છીએ પણ શું આપણે ક્યારેય મન સાફ કર્યું?? આપણે સ્વચ્છતા અને સ્વસ્થતાના આગ્રહી છીએ માટે આપણે રોજ સ્નાન કરીએ છીએ, પણ આપણે આપણા મનને કેટલી વાર સ્નાન કરાવ્યું? જેટલું જરૂરી હોય છે આપણા ઘરને સ્વચ્છ રાખવું અને સ્વાસ્થ્ય સ્વસ્થ રાખવું એટલું જ જરૂરી હોય છે આપણા જીવનને સ્વચ્છ રાખવું.જેણ આપણે ઘર, કબાટો સાફ કરીએ છીએ એમ આપણે પણ આપણને ન ગમતા વ્યક્તિઓને આપણા જીવનમાંથી હંકારી કાઢીએ તો એને પણ સ્વચ્છતા અભિયાનનો જ એક ભાગ ગણાય.આપણને ન ગમતી વ્યક્તિની યાદ આવે અને એ સામે મળે તો પણ વાત ન કરવી ગમે એ લગભગ આપણા દિલથી ઉતરી ગ‌ઈ હોય અને જો એ વ્યક્તિ સાથે અચાનક વાત કરવાનું થાય તો એ આપણને ડંખ્યા કરે છે મનમાં અને છેલ્લે આપણે જ Hurt થતાં હોઈએ છીએ માટે આવી વ્યક્તિઓનો સમાવેશ આપણા જીવનમાં કે જિંદગીમાં ન હોય ને તે જ ઉચિત છે અને આવી વ્યક્તિઓને જીવનમાંથી કાઢી મૂકવાને જ જિંદગીનું સ્વચ્છતા અભિયાન કહ્યું હશે!!!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED