પ્રેમ ની અભયાકૃતિ - 4 Parl Manish Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ ની અભયાકૃતિ - 4

હા આવી ગઈ તમારી સૌ ની વાર્તા પ્રેમ ની અભયાકૃતિ ....


આગલા ભાગ માં આપણે જોયું તેમ ....


હવે , આટલી વાત પરથી તમને એટલું તો ખબર પડી હશે કે કપૂર પરિવાર માં 2 ટીમ છે.વિહા-વિશ્વાસ અને વિહાર-વિશ્વા . જે કાયમ ઝગડતા હોય.......


બધું જોઈ અનોખી મન માં વિચારે છે ,

"કેવી છે માયા ઈશ્વરની

સાગા ને સૌતેલા ની જોડી બનાવી બેઠી "


બંગલા નો મેઈન ગેટ ખુલતા બધા ની નજર તરફ જાય છે.......


વિહા મોટે થી બૂમ પાડી

"મામુ....."

અને દોડી અને એમને ભેટી પડી .


વિહા ના મામા એટલે કે રવિ .


"અરે હું પણ આવી છું , જરા મારા તરફ તો નજર નાખી લો."


"અરે મામી શુ તમે પણ દર વખત ની જેમ હજી પણ જેકો રહો છો ...."વિહા મજાક ના સ્વર માં બોલી .


હા જે બોલ્યા વિહા ના મામી એટલે કે ક્રિના .


વિહા એના મામા મામી સાથે એક્દમ દિલ થી જોડાયેલી હતી .એના માટે મામા મામી પણ એના મમ્મી પપ્પા જેવા હતા .


"અરે દ્રામાં ક્વીન , તારો સ્નેહમિલાપ પતી ગયો હોય તો અમને પણ જરા મળી લેવા દે ." વિહાર બોલ્યો.


"અરે આવી જાઓ મારા ભૂલકાઓ " રવિ બોલ્યો


"અરે હવે ભૂલકા નથી રહ્યા મોટા થઇ ગયા છે ." વિશ્વા બોલી


અરે હા હો ચંપા." રવિ બોલ્યો


થોડો સમય આવો પરિવાર નો હેપી ટાઈમ ચાલ્યો .


ત્યાં ક્રિના તરત બોલી , " ચાલ વિહા .... તારી ગિફ્ટ આવી ગઈ . દરવાજો ખોલ હવે ."


વિહા ની ખુશી નો પાર નથી રહેતો અને ઉત્સાહ ભેર દરવાજો ખોલે છે .


"અરે આટલું મોટું શુ લઇ આવ્યા તમે ? વિહા ને પુરી દેવા જેલ લાવ્યા લાગે છે ." વિશ્વા વિહા ની ઉડાડતા બોલી .


વિહા કઈ પણ સાંભળ્યા વિના ખાલી ગિફ્ટ ખોલવામાં ધ્યાન આપ્યું અને ગિફ્ટ ખોલતા ની સાથે વિહા મોટે થી બૂમ પાડી

"OMG આદર્શ ભાઈ what a surprise !!

મેં ભૂલ થી નહતું વિચાર્યું કે તમે ઇન્ડિયા આવશો પણ સ્પેશ્યલ મારી બર્થડે માટે ."


" મારી ઢીંગલી જેવી બેન ની બર્થડે છે તો મારે તો આવવું પડે ને " આદર્શ બોલ્યો .


હવે તમને આદર્શ નો થોડો પરિચય આપું તો આદર્શ રવિ અને ક્રિના નો એકલોતો દીકરો . જે હંમેશા ઈચ્છતો કે મારી એક નાની બેન હોય અને બેન એને વિહા માં દેખાયેલી .

આદર્શ આમ પ્રોફેશન થી CA છે અને છેલ્લા 3 વર્ષ થી અમેરિકા માં એકદમ સારી રીતે સેટ થયેલો છે .


બધા દોડી અને આદર્શ ને ભેટી લે છે કેમ કે બધા માં આદર્શ સૌથી મોટો હોવાથી બધા એની સાથે ખુબ દિલ થી જોડાયેલા હોય છે .


"હવે હું તમારા બધા માટે બીજી એક સરપ્રાઈઝ લઇ ને આવ્યો છું . તો મોમ ડેડ માટે પણ સરપ્રાઈઝ છે. પણ તમને લોકો ને સરપ્રાઈઝ લાગે કે શોક મને નથી ખબર ." આદર્શ બોલ્યો.


"ચાલ હવે કહી દે એવું તો શું લઇ આવ્યો છું તું અમેરિકા થી ?" રવિ બોલ્યો


"મનાલી અંદર આવી જા ."આદર્શ બોલ્યો.


ત્યાં એક રૂપસુંદરી જેવી છોકરી અંદર આવી .


વિહા તો ખુશ ખુશ થઇ ગઈ " અરે ભાભી તમે પણ આવ્યા છો !! મારી બર્થડે તો તમે યાદગાર બનાવી દીધી."


"ઓહ તો , મારો છોકરો પ્રેમ નામ ની માયાજાળ માં ફસાયો છે એમ ને !! આમ શોક જેવું કઈ નહતું બેટા . થાય થાય તો એવું . પણ તમે જરા કહાની કહેશો ." ક્રીના બોલી .


બાબતે લોકો ઘણા મોડર્ન હતા એટલે આદર્શ બેફિકર થઇ મનાલી ને ઘરે લાવી શક્યો .


"એટલે આમ અમે 1.5 યર થી રિલેશન શીપ માં છીએ પણ રાહ જોતા હતા કે અમે બાબતે કેટલા ગંભીર છીએ તો પછી તમને કહીએ એમ . અને હવે અમે એવા નિર્ણય ઉપર આવ્યા છીએ કે અમે એકબીજા વગર નહિ રહી શકીએ તો તમારી મંજૂરી હવે લઇ લઈએ એમ ."આદર્શ બોલ્યો


"અરે વાહ સરસ તો તો મનાલી માં મોમ ડેડ જોડે વિસય માં વાત કરી બધું નક્કી કરી દઇશુ ." રવિ બોલ્યો .


"અરે વાહ સરસ ચાલો તો બધા મીઠાઈ ખાય લો શુભ સમાચાર ની ખુશી માં ." અનોખી બોલી .


"થૅન્ક યુ અંકલ આંટી . અમને સમજવા માટે ." મનાલી બોલી.


"અરે બેટા , સમજવું તો પડે ને . મારા છોકરા ને ગમી ગઈ છું તું તો લગન તો કરાવવા પડે ને ." ક્રિના બોલી .


"હવે જાઓ તમે બધા તમારી રીતે bro - sista time માણો . અમે પણ અમારી રીતે બેસીએ શાંતિ થી ." સિદદાર્થ બોલ્યો.


બાળકો અંદર જાય છે અને મોટા માં એક ગંભીર મુદ્દો ઉંચકાય છે.


"રવિ ક્રિના હવે બાળકો ને વાસ્તવિકતા કહેવા નો સમય આવી ગયો છે મોટા થઇ ગયા છે ." અનોખી બોલી.


"સાચી વાત છે હું પણ આજે કહેવાનો હતો . હવે હું આમ નથી જોય શકતો કે મારી બેના વિશે લોકો આવું ખરાબ વિચારે." રવિ બોલ્યો.


"પણ સુ વાત જણાવી આપણે એમને વધુ દુઃખી તો નહિ કરીએ ને . અને વાત જાણી લીધા પછી આપણા થી દૂર થઇ ગયા તો?" સિદ્ધાર્થ ખુબ ચિંતિત સ્વર માં બોલ્યો.


" હવે જે થશે દેખા જાયેગા પણ હવે કહી દઈએ."ક્રિના બોલી.






બસ હવે ઘણા પ્રશ્નો ના જવાબ તો મળી ગયા તમને થોડું તો સારું લાગ્યું હશે .


હવે નેક્સટ પાર્ટ માં ઘણું સારું લાગશે કેમ કે હવે ચાલુ થશે flash back.


કહાની અભય અને આકૃતિ ની ....


જુના સંબંધો ની માયા થોડી ઉકેલાશે .


જુના સંબંધો નવા સંબંધો પર થોડી અસર પાડશે .


હવે તો મજા ની થવાની છે તમારી વાર્તા .


અને હજી તમને થોડા ગુંચવી દઉં મનાલી સુ કૈક રહસ્ય સાથે આવી છે કપૂર પરિવાર માં ??


ચાલો વાંચતા રહેજો પ્રશ્નો ના જવાબ માટે પ્રેમ ની અભયાકૃતિ .


©️પર્લ મહેતા