પ્રેમ ની અભયાકૃતિ - 3 Parl Manish Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ ની અભયાકૃતિ - 3

આખરે ઘણા દિવસો ના ઇન્તેઝાર બાદ આવી ગઈ હું તમારી પ્રેમની અભયાકૃતિ ને આગળ ધપાવવા ....


આગળ ના ભાગ માં આપણે આદિ અને અનોખી વચ્ચે ની વાતો સાંભળી ....


હવે આગળ ....


"હમણાં એની કોઈ જરૂર નથી . આજે મારી છોકરી નીબર્થડે છે હું નહિ બગાડું. આજે રવિ અને ક્રિના પણ આવવાના છે ત્યારે નક્કી કરી લઈશુ શું કરવું છે એમ ." આદિ બોલ્યો .


પણ આદિત્ય અંદર ને અંદર ઘણો તડપી રહ્યો હતો . એનું મન જાણે કહેતું હતું કે હકીકત કહ્યા બાદ જો વિહા અને વિહાર એનાથી દૂર ચાલ્યા ગયા તો જીવી નહિ શકે .


"કેવી છે પરિસ્થિતિ કપરી

નથી છોડાવો સાથ તારો

પણ પ્રકૃતિ છોડાવી ગઈ તો ??!!"


પછી પળ બે પળ પોતાની જાત ને સંભાળ્યા બાદ બોલ્યો

" અનોખી, હું બૂમ પાડું કે ચાલો વિહા તારી ગિફ્ટ તારી વેઇટ કરે છે એટલે તું વિહા ને લઇ ને બહાર આવી જાજે ."


અનોખી આદિત્ય ની વાત માં હામી ભરાવે છે .

" હામી છે કમન ની

કેમ સમજાવું આદિ તમને

હકીકત બની જાય છે જરૂરી

જણાવવાની પોતાનાને પોતાની "


એટલે તરત આદિત્ય બૂમ પાડે છે," viha , your gift is hardly waiting for you beta . Come fast ."


અનોખી રૂમ તરફ જાય છે ત્યાં તો ભૂરા ગાઉન માં વિહા રૂમ ની બહાર નીકળે છે.બ્લ્યુ કલર નું ગાઉન જેના પર સિલ્વર કલર ના સ્ટાર ચમકી રહ્યા હતા . વિહા આજે એકદમ પરી જેવી લાગી રહી હતી. છુટા રાખેલા એના વાળ એની આંખ અને ગાલ ને સ્પર્શી રહ્યા હતા . કાન માં રહેલી લાંબી સ્ટાર વાળી ઇયરિંગ અને વળી હાથ માં પણ સ્ટાર વાળું બ્રેસલેટ વિહા ને જાણે સ્ટાર બનાવી રહ્યા હતા.આંખ માં કરેલી હળવી કાજલ એના ચહેરા નું તેજ વધારી રહી હતી. ક્યારેય દેખાયેલી વિહા ની ખુબસુરતી આજે જાણે મનમોહક બની ગઈ હતી .


અનોખી વિહા ને કાળો ટીકો કર્યો અને એની નજર ઉતારી .

એટલે વિશ્વા તરત બોલી, " મમ્મી , શુ તું પણ જુના જમાના ની વાતોમાં હાજી માને છે . તું ભણેલી ગણેલી થઇ ને આવું બધું શું કરે છે ....."

વિશ્વાસ વિશ્વા ને અટકાવતા તરત બોલ્યો, " મમ્મી ને સંતોષ મળતો હોય તો તું શું કરવા વચ્ચે બોલે છે . માં છે એને એની છોકરી ની ચિંતા તો થવાની ......."


"પણ વિશ્વા ની વાત ખોટી ક્યાં છે ? " વિહાર બોલ્યો


"પણ વિશ્વાસભાઈ પણ બરાબર તો કહે છે . મમ્મી ને ખુશી મળતી હોય તો આપણે એમને ટોકવાની ક્યાં જરૂર છે!!!" વિહા બોલી .


" મારા પ્યારા છોકરાઓ , આપણે વિસ્વયુદ્ધ - 3 ની અત્યારે જરૂર નથી . આજે મારે બિલકુલ ફાઇટિંગ મૂડ ના જોઈએ....." અનોખી બોલી .


"અનોખી , તો તારા છોકરા એટલે તારી જેમ જગડે ને ...." આદિત્ય મજાક ના સ્વર માં માહોલ હળવો કરતા બોલ્યો .


બધા એક સાથે ખડખડાટ હસી પડ્યા .....


" હવે મને સાંભળો જરા ....

ડેડી તમે ગિફ્ટ ની વાત કરતા હતા ....

ક્યાં છે મારી ગિફ્ટ ?" વિહા ઉત્સુક અવાજ માં બોલી .


"અરે હા ..... ચાલો બધા બહાર આવો..... વિહા ની ગિફ્ટ બધા ને મળવા ઉછાંછળી થઇ રહી છે ....." આદિ બોલ્યો .


આદિત્ય વિહા ની આંખ પર પટ્ટી બાંધી દે છે અને બધા બહાર તરફ જાય છે .......


"પોપ્સી .... આંખ જલ્દી ખોલો ચાલો . I can 't wait anymore ." વિહા ખુબ ઉત્સાહ સાથે બોલી .


"અરે હા બેટા "


આંખો ખોલવાની સાથે વિહા ની આંખ માંથી ટપ ટપ આંશુ ની ધારાઓ વહેવા લાગી અને જોરથી ડેડી બૂમ પાડી આદિ ને ભેટી પડી .


"thank you thank you thank you so much daddy ..... You are world 's best dad ..... આટલી મોટી ગિફ્ટ તમે મને આપશો એવું મેં સ્વપ્ને પણ નહોતું વિચાર્યું . તમે તો મારુ ડ્રીમ બાઇક KTM લઇ આવ્યા . I love you daddy " વિહા અત્યંત ખુશી ના સ્વર માં બોલી .


" મારો પાગલ બેટો.... પેલા તો રડવાનું બંધ કર અને બીજું કે ડેડી ને કોઈ થૅન્ક યુ ના કહે .... સમજી ?" આદિ બોલ્યો .


" હા ડૅડુ "વિહા બોલી .


" ડેડી this is not fair . નાની છે તો એને બધું આપી દો તમે. મારી બર્થડે પર મેં ખાલી airpod માંગ્યા હતા તો મને ના પાડી દીધી હતી તમે."


" ભાઈ, પેલા તું જો તારી પાસે કેટલા બધા bluetooth device છે એટલે જરૂર નહોતી એટલે નહોતા લીધા " વિહા બોલી .


"બહુ સારું હો. વિહાર છોડ તું એને. મળી ગયું એને એટલે એવું બોલે ને હવે મેડમ."વિશ્વા બોલી .


"ઓય ચાંપલી, તું મારી બેનને તો કઈ બોલીશ નહિ હો......" વિશ્વાસ વિશ્વા ની વાત કાપતા વીહાનો પક્ષ લઇ બોલ્યો.


"ઓય , ફરી ચાલુ કર્યું તમે લોકોએ....."અનોખી બોલી.


હવે , આટલી વાત પરથી તમને એટલું તો ખબર પડી હશે કે કપૂર પરિવાર માં 2 ટીમ છે.વિહા-વિશ્વાસ અને વિહાર-વિશ્વા . જે કાયમ ઝગડતા હોય.......


બધું જોઈ અનોખી મન માં વિચારે છે ,

"કેવી છે માયા ઈશ્વરની

સાગા ને સૌતેલા ની જોડી બનાવી બેઠી "


બંગલા નો મેઈન ગેટ ખુલતા બધા ની નજર તરફ જાય છે.......



બસ બસ હવે આજ માટે તો બૌ થયું .....

હવે વિચારો કોણ આવી ગયું નવું પાછું ?


વ્યક્તિઓ કપૂર પરિવાર માં શું તબાહી લાવશે કે આનંદ ?


જોઈએ હવે આવતા ભાગ માં ......

હજી આપણા જુના પ્રશ્નો તો બાકી રહ્યા છે હો .....


તમારા પ્રશ્નો ના જવાબ મેળવવા માટે વાંચતા રહો મારી વાર્તા પ્રેમ ની અભયાકૃતિ ........


©️પર્લ મહેતા