Prem ni abhyakruti books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની અભયાકૃતિ

આજ ની સવાર જાણે આખા જગ માટે કૈક વધારે જ મહત્વ ની બની ગઈ હોય એવો આભાસ થઇ રહ્યો છે.આ સૂર્ય પણ કૈક અલગ જ ચમકનો અહેસાસ કરાવી રહ્યો હતો.આ વાદળો એ સૂર્ય માં લૂકા છુપી રમવા ની મજા માણી રહ્યા હતા. પાછો આ સૂર્ય ગુલાબી કેસરી દિલ ને આનંદ આપે એવો પ્રકાશ ફેંકી રહ્યો હતો. આ પક્ષીઓ તો આજે કૈક અલગ જ ખુશી બતાવી રહ્યા હતા . પવન પણ જન્મ દિવસ નું મધુર સંગીત જાણે ગાય રહ્યો હતો .

હા, જન્મદિવસ . આજે કપૂર પરિવાર ની સૌથી લાડકવાયી દીકરી વિહા નો જન્મદિવસ છે.આજે તો પ્રકૃતિ નું દરેક તત્વ વિહા ને જન્મદિવસ ના અભિનંદન આપવા ઉત્સુક હતું,પણ વિહા ના ચહેરા પર એક માયૂસી ની રેખા સ્પષ્ટ અંકાઈ રહી હતી.

કદાચ આ સોનેરી કિરણાવલી કરતા રાત ની ચાંદની ને વિહા ને અભિનંદન આપવા નો ઉત્સાહ વધારે હતો.અને વળી આ ચાંદની એ આ સંદેશો વિહાર ને પહોંચાડ્યો હોય તેમ રાત ના 12:00 વાગવાની સાથે જ કપૂર મૅનશન માં કિલકિલાહટ સંભળાવવા માંડ્યો .અને વળી ના પણ કેમ સંભળાય આજે વિહાર ની પ્યારી બહેના વિહા નો 18મો જન્મદિવસ જે હતો....

પણ વિહા આ જન્મદિવસ ની યાદગાર પળ ખુશી થી ઉજવી નહોતી શકતી . આ વાત બીજુ કોઈ તો ન જોઈ શક્યું પણ તેની માઁ અનોખી ના ધ્યાન માં આવ્યું . કહેવાય છે ને માઁ થી વધારે એના સંતાન ને બીજું કોઈ જ ન સમજી શકે . તેમાં વળી પાછું વિહા અને અનોખી તો માઁ દીકરી કરતા પેલા પાક્કી બહેનપણી હતા . વિહા નો ચહેરો બહાર થી તો એક્દમ ખુશ દેખાય રહ્યો હતો , પણ અંદર થી વિહા આજે ખુબ જ રડી રહી હતી .... એની લાગણી ઓ જાણે એક કવિતા ના રૂપ માં આમ જ કહી રહી હતી ....

"વિતાવી દઉં દિવસ આજ નો
હર્ષ થી કે શોક થી
એ સમજાતું નથી .....

રડી લઉં દેવકી માટે કે
હસી લાઉ આ યશોદાની મુસ્કાન માટે
એ સમજાતું નથી.....

વાસુદેવ ના ત્યજવાનું કારણ વિચારું કે
નંદલાલના સ્વીકારની ખુશી મનાવું
એ સમજાતું નથી .....

પણ કૃષ્ણ રીત સદા ચલી આઈ
જન્મદાતા સે બઢકર પાલક હંમેશ ...."

છતા વિહા એ પરિવાર ની ખુશી વિચારી ઉત્સાહ પૂર્વક કેક કાપી.વિહાર,વિશ્વા અને વિશ્વાસ એ કેક વિહા ના મોઢા પર લગાવી દીધી . વિહા આ વાત થી ખુબ જ ગુસ્સે ભરાય કે દુનિયા માં કેટલા લોકો છે જેને ખાવાનું નથી મળતું અને આપણે આમ તેનો બગાડ કરીએ.... બધા વિહા ની વાત સાથે સંમત થયા અને આ બગાડ ન થવા દીધો.પણ આ સાંભળી ને અનોખી અને આદિત્ય ની આંખ પાણી થી ભરાઈ આવી કે હા મારી આકૃતિ હજી પણ વિહા માં જીવે છે.....

કપૂર પરિવાર ના નિયમ મુજબ કોઈ દિવસ કોઈ ને ઊંઘ માંથી ઉઠાડવાવામાં આવતું નહિ . ભલે આજે વિહા નો જન્મદિવસ હતો પણ વિહા 9 વાગ્યા સુધી ઊંઘતી જ રહી.ત્યારબાદ એ ઉઠી અને ઘરમાં સૌ કોઈ ને શોધવા લાગી પણ તેને એની મમ્મી અનોખી સિવાય બીજું કોઈ j ઘર માં ન મળ્યું.

વિહા અનોખી પાસે ગઈ અને પાછળ થી જ ગળે મળતા good morning કહી તરત જ ફરિયાદ ના સ્વર માં બોલી ઉઠી ,
"મમ્મી કોઈ ને મારી કઈ પડી જ નથી . આજે બી ડેડી ઓફિસે જતા રહયા .એક દિવસ એ નહિ જાય તો એમની કંપની તો જાણે ડૂબી જ જવાની હતી .... વિહાર પણ જીમ જતો રહ્યો જેમ કે એક દિવસ માં એની બોડી અને હેલ્થ તો ખરાબ થઇ જશે અને એ IPS નઈ બને .... વિશ્વા મેડમ પણ કેસ સ્ટડી કરવા બેસી ગયા હશે. બધા કેસ એને જીતવા જરૂરી છે કઈ !!! વિશ્વાસ ભાઈ પાસે મને આવી આશા નહોતી કે એ પણ સર્કિટોના કામ માં લાગી જશે .... પેલા બે તો કહેવા ના જ ભાઈ બહેન છે બંને બસ મને હેરાન જ કરે છે પણ વિશ્વાસ ભાઈ બી જતા રહ્યા આજે તો ..... હું કોઈ જોડે વાત જ નઈ કરું હવે તો ....".

હવે તમને એમ તો ખબર પડી ગઈ કે વિહા ,વિહાર , વિશ્વા અને વિશ્વાસ એ ચાર ભાઈ બેન છે જેમના પિતા આદિત્ય અને માતા અનોખી છે ......


હવે બીજું નેક્સટ પાર્ટ માટે રાખું ... બધું આજે જ થોડી કઈ દઇસ ....


હવે તમને પ્રશ્ર્ન થયો હશે કે આકૃતિ કોણ છે ?
એને કપૂર પરિવાર સાથે શું સંબંધ છે ?
વિહા નો જન્મદિવસ હોવા છતાં તે ઉદાસ કેમ હતી?
યશોદા દેવકી નંદલાલ વાસુદેવ આ કવિતા થી શું કહેવા મંગાય છે?


પ્રશ્નો ના જવાબ માટે વાંચતા રહો મારી વાર્તા પ્રેમ ની અભયાકૃતિ .

©️પર્લ મહેતા







બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED