પ્રેમ ની અભયાકૃતિ - 6 Parl Manish Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ ની અભયાકૃતિ - 6

આવી ગઈ તમારી પ્રેમ ની અભયાકૃતિ આપની સમક્ષ .....


આગળ ના ભાગ માં આપણે જોયું કે ,


"અભય અને આકૃતિ ક્યારેય એકબીજા ની મિત્રતા તૂટે એવું ઇચ્છતા હતા એટલે કોલેજ માં 2 વર્ષ પછી જયારે બંને ને અહેસાસ થયો કે તે બંને પ્રેમ કરે છે એક બીજા ને તો તે જણાવ્યા વગર દોસ્તી નિભાવતા રહ્યા .પણ બાબતે આકૃતિ ની મમ્મી એકદમ નિર્ણય માં મક્કમ હતી કે બંને ના લગ્ન તો થશે એમ . અને જયારે બધા બેઠા હતા અને મજાક મસ્તી નો માહોલ હતો તો આંટી બોલી ઉઠયા કે આમ હોય તો કેવું સારું . આમ બંને ના મન માં જાણે ઉત્સાહ ની રોશની થઇ પણ વળી સાથે સામે વાળા ના વિચાર નો વિચાર કરી મમ્મી તમે પણ સુ બોલો છો કરી વાત ટાળી દેવાય . પણ હવે મને અને તારી મમ્મી અનોખી ને જરૂરી લાગ્યું કે બંને ના લીધે અમે જોડાય ગયા તો આમને કેમ અલગ રાખવા અને આંટી ની પણ ઈચછા હોય તો કેવું સારું .અને અમે અંતે એમના પ્રેમ નો એકરાર કરાવી દીધો ." આદિત્ય પણ જાણે ખુશ મિજાજ થઈ રહ્યો હતો . વર્ષો થી ક્યાયક જવાબદારીઓ ના બોજ હેઠળ દબાયેલો પોતાની જુવાની સાંભળી મલકાઈ રહ્યો હતો .


"પણ બસ ખુશી ને નજર લાગી ગઈ ....." રવિ ઉદાસ ચહેરે બોલ્યો .




હવે આગળ .....


"કેવી નજર મામુ ? મમ્મી પપ્પા છુટા પડી ગયા કે જગડા થવા લાગ્યા એવું કઈ થયું ? " વિહા એકદમ ચિંતિત સ્વર માં બોલી .


" બહુ દૂર ની વાત છે બેટા . તારા મમ્મી પપ્પા કઈ એમ છુટા પડે એવા નહોતા . અત્યારે તો તું આગળ ની પ્રેમ કહાની સાંભળ કેવી રીતે બંને ઈઝહાર અને એકરાર કર્યો સાંભળ . " ક્રિના વિહા ની ચિંતા તોડતા બોલી .


"હું અને સિદ્ધાર્થ તમારા મમ્મી પપ્પા સાથે રહેતા રહેતા ખબર ના રહી કે ક્યારે એકબીજા ને પ્રેમ કરવા લાગ્યા . એક દિવસ અચાનક આકૃતિ નો મારા પર ફોન આવ્યો કે સિદ્ધાર્થ નો એકસિડેન્ટ થયો છે તું સીધી જલદી થી કોલેજ ગાર્ડન માં આવ અમે એને અમારી કોલેજ હોસ્પિટલ ની ટ્રીટમેન્ટ આપી ને અહીં બેસાડ્યો છે અને અમારે તાત્કાલિક કેશ આવ્યો છે તો અમે બંને ( આકૃતિ અને અભય) અહીં થયો નીકળી ગયા છીએ એમ . તો હું તો દોડતી ત્યાં પહોંચી તો સરસ માજા નું રોમેન્ટિક સોન્ગ વાગી રહ્યું હતું અને ત્યાં અચાનક સિદ્ધાર્થ આવી અને ઘૂંટણે બેસી અને મને ગુલાબ આપી અને I Love You કીધું . બે પળ માટે તો હું સુદ બુધ ખોય બેઠી કે સુ હતું અને બીજી બાજુ મારી ખુશી નું ઠેકાણું નહિ કે જે છોકરો મને ગમે છે એને હું પણ ગમુ છું . મારા માટે તો જાણે સપનું હતું અને બીજું કઈ જવાબ આપવાના બદલે મેં સામે પ્રશ્ન કર્યો સિડ ને કે Are you sure ? તે વિચાર્યું તો છે ને કે મારા જેવી ને તું સહન કરી શકીશ ખરો ? તને ખબર તો છે ને દોસ્ત ને સાચવવી અને ગર્લ ફ્રેડ ને એમાં બૌ ફેર છે ? પાકું ને યાર ? " અનોખી એક તેજ સાથે પોતાની કહાની કહી રહી હતી .


"મને તો મારો જવાબ એના આવા ફાલતુ સવાલ પરથી મળી ગયો કે પણ મને પ્રેમ કરે છે એમ અને સાંભળો તો જરા હજી સેમ આજ ની જેમ ત્યારે પણ મારે એને અટકાવવી પડી હતી ખબર છે એને અટકાવવા એને બસ એક થપ્પડ મારવો જરૂરી બની જાય છે ." સિદ્ધાર્થ અનોખી ની ટાંગ ખેંચાતા બોલ્યો .



એક એક મિનિટ તમે બધા મને જરા કોન્ફુઝ લાગો છો શરૂઆત માં જેનું નામ આદિ હતું પાછળ થી સિદ્ધાર્થ કેમ નું થઈ ગયું તો સાંભળો મારા વ્હાલા આમ મમ્મી પપ્પા દ્વારા જે નામ મળે રીતે તો સિદ્ધાર્થ નામ હતું પણ અનોખી ને નામ જરાય ગમતું હોવાથી બધા એને આદિત્ય કહેતા અને હવે એના માટે પણ આદિ નામે એને ખુદ ને પણ ગમતું .



હવે જરા આગળ વધીએ .....


"આદિ પ્લીઝ આવી ફાલતુ વાત ના કરશો . મને બસ તમે બહુ ગમતા હતા તો એક ચિંતા હતી કે આપણે હંમેશા જોડાયેલા રહીએ એટલે ઉત્સાહ થી હું તમને પૂછતી હતી સવાલ અને તમે કે બોલતી બંધ કરવા થપ્પડ મારી દીધી તી કોણ કરે આવું પોતાની ગર્લ ફ્રેડ જોડે જે હાજી હા પણ પાડશે કે નહિ ખબર તો હતી નહિ ." અનોખી નખરા ના મૂડ માં બોલી .


" હા હવે તો પહેલા તે કહી દીધું હોત કે તને હું ગમુ છું તો બી આમ તો કઈ વાંધો નહોતો ." આદિ બોલ્યા .


" છોકરી પ્રપોઝ ના કરે ." અનોખી મોઢું મચકોડતા બોલી .


" સારું હવે . આગળ સાંભળો. પછી અમારું તો નક્કી થઇ ગયું. અમે હંમેશા અમારી દુનિયા માં રહેતા અને હવે અભય અને આકૃતિ વધારે વાર એકલા રહેતા થઇ ગયા હતા . એકબીજા ની વધારે નજીક આવી રહ્યા હતા પણ બંને સામે પક્ષે માત્ર દોસ્તી સમજી ચૂપ રહેતા કે પ્રેમ દોસ્તી પણ ના તોડી જાય પણ when friend is there fikar no hoy jaray અમે બંને નક્કી કર્યું કે આંટી ની તો હા છે બંને પણ એક બીજા ને ચાહે છે તો હવે આમને ભેગા કરવા પડશે . એટલે અમે 2 અલગ અલગ ચિઠ્ઠી લખી અને એકબીજા ના નામે એકબીજા ને i love you નો મેસેજ પહોંચાડી દીધો . અને ત્યાર પછી બંને સીધા એક બીજા ની સામે જઈ ને ઉભા . બંને બોલવાનું ચાલુ કર્યું પહેલા કહેવું હતું and all drama પછી ખબર પડી કે બંને તો કોઈ આવી ચિઠ્ઠી લખી નથી એટલે પછી અમારી બેન્ડ વાગી પણ ખુશી ની વાત હતી એટલે અમે બચી ગયા ." આદિ ઉત્સાહભેર બોલ્યો .



"હવે હું તમને કહાની કહું કે અભય અને આકૃતિ દિવસ એકબીજા સાથે કલાકો સુધી બેસી રહી અને સુ વાતો કરી . મારી બહેન હંમેશા બધું કહેતી મને ." આટલું બોલતા તો રવિ ની આંખે આટલા સમય થી રોકાયેલા આશું ની ધાર વહી પડી .


ફરી એને રોકી અને રવિ આગળ બોલ્યો .

" આકૃતિ અભય ના પ્રેમ માં પડી પહેલા એક વ્યક્તિ ના પ્રેમ ના હતી અને ત્યાં થી એને દગા સિવાય બીજું કઈ મળ્યું અને તરફ અભય પણ એક છોકરી ના પ્રેમ માં હતો પણ સંબંધ ચાલી શક્યો . બંને નવો સંબંધ ચાલુ કરતા પહેલા જૂની અતીત ની કડવી વાતો એકબીજા સામે ખોલી અને હંમેશા એક બીજા સાથે રહેવાની અને એકબીજા પર વિશ્વાસ રાખવાની શરતો મૂકી અને વચન આપ્યા અને બંને નો સંબંધ અંતે 3 વર્ષ બાદ એટલે કે MBBS પૂરું થવાની સાથે લગ્ન સંબંધ તરફ બાંધવા જય રહ્યો હતો . અંતે એમની સાથે સાથે આદિ અને અન્ની (અનોખી) એમ એક સાથે 2 લગ્ન થયા . અને મારી વાત કરું તો હું અને ક્રિના તો જ્પ્યા નહિ અને એના અગલે વર્ષે લગ્ન કરી ચુક્યા હતા ."



" લગ્ન પછી શરુ થઇ કાળી નજર ની ખરી કાળી માયાજાળ ." રવિ ઉદાસ અને ચિંતિત સ્વરે બોલ્યો .



હવે ......?!!?!?!??!!!



હવે બીજું આગળ જાણવું હોય તો વાંચતા રહો મારી વાર્તા પ્રેમ ની અભયાકૃતિ .....



©️પર્લ મહેતા