Prem ni abhyakruti - 2 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની અભયાકૃતિ - 2

તમારા બધા ના ઇન્તેઝાર નો અંત આવ્યો . આજે પ્રેમ ની અભયાકૃતિ નો બીજો ભાગ આવી ગયો.

આગળ ના ભાગ માં આપણે જોયું કે વિહા ફરિયાદ ના સ્વર માં એકી શ્વાસે એની મમ્મી ને ફરિયાદ કરી જાય છે .

હવે આગળ .....


વિહા ને ત્યાં અટકાવતા એની મમ્મી અનોખી બોલી ,

" બસ બેટા , કેટલું બોલીશ !!! શ્વાસ તો લઇ લે જરા "


"એકદમ બરાબર મમ્મી" વિહાર પાછળ થી બોલ્યો.


" મારી બહેના , કોઈ પોતાના કામ માં આજે બીઝી હોય વળી !!! તારી બર્થડે છે .... અમે જો આજે કામે ગયા તો તો અમારું મોત આવી બેસે .... " વિહાર મસ્તી ના મૂડ માં બોલ્યો .


ત્યાં વિહા વિહાર ને એક મારી દીધી અને બોલી " સારું મારી લે હજી થોડા ટોન્ટ ... ડેડી ને આવવા દે તારી આજે તો બેન્ડ વગાડું છું ..."


" હેલો પપ્પા ના નામે બીક નથી લાગતી મને ... બાય વે સાંભળો મૅડમ બધા તમારા બર્થડે ની તૈયારીઓ માં છે . હવે તું ફટાફટ તૈયાર થઇ ને આવી જા એટલે બધા અહીંયા આપની સેવા માં હાજર હશે ." વિહાર વિહા ને હેરાન કરવા ના સ્વર માં બોલ્યો


અને ફરી વાત ઉમેરાતા બોલ્યો " મામુ મામી પણ આવવાના છે તો ઉતાવળ રાખજે માતા "


વિહા હંકાર માં માથું ધુણાવ્યું .


અનોખી બોલી , " વિહા તારા માટે બર્થડે ના નવા કપડાં તારા ડ્રેસિંગ ટેબલ પાર છે પહેરજે ."


વિહા ના ચહેરા પર એક મસ્ત મોટી મુસ્કાન આવી ગઈ અને થેન્ક્સ મોમ કહી ને રૂમ માં ગઈ .


ત્યાર બાદ અનોખી અને વિહાર એમના કામ માં પડ્યા અને વિહા તૈયાર થવા ગઈ . વિહા ને તૈયાર થવા ગયા ને અડધો કલાક થઇ ગયો હતો પણ હજી આવી હતી .

આમ તો સ્ત્રી માટે તૈયાર થવાનો અડધો કલાક કઈ કહેવાય પણ વિહા માટે તો ઘણો કહેવાય . વિહા ને તૈયાર થવામાં 15-20 મિનિટ થી વધારે ક્યારેય જતી એટલે વિહાર ને એની ચિંતા થઇ તેથી તે એના રૂમ તરફ ગયો તો દરવાજો અડધો ખુલ્લો હતો અને વિહા ના રડવાનો અવાજ આવી રહ્યો હતો એટલે વિહાર દોડતો વિહા પાસે ગયો .


વિહા અને વિહાર ભલે ગમે એટલું ઝગડતા પણ વિહાર થી ક્યારેય વિહા ની આંખ માં આસું જોવાતા . કહેવાય છે ને કે ભાઈ માટે એની બેન એનું સર્વસ્વ હોય છે .વિહારે વિહા ને એના રડવાનું કારણ પૂછ્યું તો વિહા ધ્રુસકે ને ધ્રુસકે રડતા બોલી ,

"ભાઈ લોકો કેમ આપણને બંને ને આમ મૂકી ને જતા રહ્યા હશે. એમને ક્યારેય આપણી યાદ નાઈ આવતી હોય !!! મને તો મમ્મી પપ્પા ની ......."

"તું ચૂપ કરીશ " વિહારે વિહા ને અટકાવતા કહ્યું .


એટલા માં વિશ્વા અને વિશ્વાસ વિહા ના રૂમ માં આવી જાય છે અને વિશ્વાસ પૂછી ઉઠે છે કે , " શું થયું વિહા તને ?"

વિહા કે વિહાર કઈ બોલે પહેલા વિશ્વા બોલી , " શું હોય એને .... એવા લોકો ને યાદ કરતી હશે જેને એવું પણ નથી ખબર કે જીવે પણ છે કે નહી "


" પ્લીઝ તું ચૂપ રે યાર વિશ્વા . ગમે તે શું બોલ્યા કરે છે . કઈ તો ભાન રાખ યાર . વિહા tu ચિંતા ના કર હું તારી સાથે છું ." વિશ્વાસ બોલ્યો .


વિહા વિશ્વાસ ને ગળે મળી અને ફરી રડવા લાગી .


"વિહા પ્લીઝ યાર .... આજનો દિવસ આમ રડી ને સ્પોઈલ ના કર . જેને આપણી કદર ના હોય એના માટે આપણે આસું ના બગાડાય એવું તે મને મારા બ્રેક અપ પાર કીધું તું યાર .... ને પોતે ભૂલી ગઈ ...." વિહાર બોલ્યો .


અનોખી બારણાં આગળ ઉભી ઉભી બધું સાંભળી રહી હતી. તે અંદર જય અને બધી હકીકત કહેવા માંગતી હતી પણ ત્યાં આદિત્ય એનો હાથ પકડી એને ખેંચી લીધી .


" તું શું કરવા જઈ રહી છે તને ખબર પડે છે કઈ .... જે વાત આપણે છેલ્લા 10 વર્ષ થી છુપાવી રહ્યા છે કહી દેવી છે તારે !!! થોડું દિલ નહિ પણ દિમાગ થી વિચાર ." આદિત્ય ગુસ્સા ના સ્વર માં અનોખી ને કહ્યું .


" પણ લોકો અભય અને આકૃતિ માટે બહું ખરાબ પૂર્વગ્રહ બાંધી ને બેઠા છે જે તોડવો હવે જરૂરી છે . જેમની કઈ ભૂલ નથી એને બધા ગુના ના દોશી ગણાવી બેઠા છે લોકો . અને આદિ બીજું તો કે મારાથી હવે મારી વિહા ને રડતી નથી જોવાતી અને હવે લોકો મોટા પણ થઇ ગયા છે તો હવે હકીકત કહી દેવી જોઈએ આપણે ." અનોખી બોલી .


"હમણાં એની કોઈ જરૂર નથી . આજે મારી છોકરી ની બર્થડે છે હું નહિ બગાડું. આજે રવિ અને ક્રિના પણ આવવાના છે ત્યારે નક્કી કરી લઈશુ શું કરવું છે એમ ." આદિ બોલ્યો .









અત્યારે તમે મારા પર બહું ગુસ્સે થયા હસો કે મેં બહુ બધા પ્રશ્નો ઉભા રાખ્યા

કે હવે આકૃતિ તો ખરી પણ વળી અભય કોણ છે ?

એમને કપૂર પરિવાર સાથે શું લેવા દેવા ?

રવિ અને ક્રિના કોણ છે પાછાં ?

વિહા કેમ આટલું બધું રડી રહી હતી ?

એલોકો પેલા કાયા વ્યક્તિ ની વાત કરતા હતા ?

કઈ હકીકત આદિત્ય અને અનોખી બાળકો થી છુપાવી રહ્યા છે ?

આજ થી 10 વર્ષ પહેલા શું થયું હતું ?

અને વળી મામા મામી કોણ છે અને ક્યારે આવશે ?


સોરી બૌ પ્રશ્નો થઇ ગયા ...


ઓહ આજે થોડા વધારે શોક લાગ્યા ને ??


અરે અભી તો કહાની શુરુ હુઈ હૈ આગે આગે દેખો હોતા હૈ ક્યાં !


પ્રશ્નો ના જવાબ માટે વાંચતા રહો મારી વાર્તા પ્રેમ ની અભયાકૃતિ .....


©️પર્લ મહેતા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED